હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આંખનું ઓપરેશન

       આંખનું ઓપરેશન કરાવવાની જરુર ઉભી થઈ. જીંદગીનું પહેલ વહેલું ઓપરેશન. ગભરાટ તો પાર વગરનો. મીત્રોના અભીપ્રાય લીધા. જેમણે ઓપરેશન કરાવ્યું હોય તેવા સંબંધીઓ અથવા મીત્રોના સંબંધીઓ કે મીત્રોને રુબરુ મળી આવ્યો. ત્રણ ડોક્ટરોના અભીપ્રાય પણ લીધા. અને છેવટે હૃદય પર પથ્થર મુકીને ઓપરેશન કરાવવું એમ નક્કી કર્યું.

       નક્કી કરેલો દીવસ આવી ગયો. પણ એ દીવસે સખત ઠંડી પડી. રસ્તાઓ બરફથી છવાઈ ગયા. તાપમાન 20 ડીગ્રી ફે. થઈ ગયું . અને ઓપરેશન મુલતવી રાખવું પડ્યું. હૈયામાં તો જે ટાઢક થઈ છે! ભલું થજો , એ આર્કટીક પવનનું !  

     પણ એ રાહત કેટલા દી? ફરી પાછી નવી મુદત નજીક આવતી ગઈ. અને ફરી રાબેતા મુજબ ગભરાટ વધતો ગયો. અને છેવટે એ સપ્પરમો દીવસ આવીને ઉભો જ રહ્યો.

     અને ખળભળાટવાળું મન વીચારે ચઢ્યું.
….

    હું ઓપરેશન થીયેટરમાંથી, ડાબી આંખ પર પાટો બાંધેલો, સોળમી સદીના ચાંચીયા જેવો દેખાતો હોઈશ. ખીન્ન વદને બહાર આવીશ. એક બાજુએ મારો ડાબો હાથ એ રુપાળી નર્સે અને બીજી બાજુએ જમણો હાથ મારા દીકરાએ ઝાલ્યો હશે. બહાર વેઈટીંગ રુમમાં મીત્રો, સંબંધીઓનું ટોળું મ્લાન વદને, શું થયું તે જાણવા આતુર હશે.

     મને ખાટલામાં સુવાડશે. ખુણામાં ફળોના કરંડીયા ક્યારનાય આવીને પડ્યા હશે. એમની બાજુમાં રસ કાઢવાનુ નવું નક્કોર મશીન ઝગારા મારતું હશે. બાજુના ટેબલ પર તાજા ફુલોનો ગુલદસ્તો વાતાવરણને મહેંકાવતો હશે.

     મારો દીકરો બધાંને શું થયું તેનો વીગતવાર રીપોર્ટ આપતો હશે. કેટલા દીવસે પાટો ખુલશે તે જાહેર થશે. ‘ આમ તો ઓપરેશન બહુ સરસ થયું છે; ડોક્ટર બહુ સારો હતો ; નર્સ તો તેનાથી પણ વધારે સારી હતી (અલબત્ત!)’ – એવી હૈયાધારણો બાદ, છવાઈ રહેલી શાંતી ભેદાઈ હશે. અને દબાવી રાખેલી અભીવ્યક્તીઓ ધીમે ધીમે, ઉઘડતી કળીઓની જેમ ખીલી ઉઠશે. ઉભરતા ગણગણાટનો રવ ધીમે ધીમે , કોલાહલની માત્રામાં પહોંચી જશે.

    ‘ ખાવા પીવામાં બરાબર સાચવજો . ‘

      ‘ અઠવાડીયું ઈન્ટરનેટને આરામ આપવાનો છે.’

      ‘ ખબરદાર લખાપટ્ટી કરી છે તો.’ ( અલબત્ત શ્રીમતીજી ઉવાચ જ હોય ને?!)

      ‘તળેલું બીલકુલ બંધ હોં !’ ( દીકરી સ્તો!)

     ‘રેટીના પર કેટલું લોહી ગંઠાયેલું મળ્યું? હવે ફરી ન જામે એ માટે બી.પી. નીયમનમાં રાખજો; નહીં તો ….. ભાઈની જેમ પુરો અંધાપો હા! ‘ ( મીત્રના મીત્રના મીત્રના ડોક્ટર તરફથી મળેલી ચીમકી!)

     આમ વચનબાણોનો માર ખમતાં ખમતાં, એક દર્દભર્યો ઉંહકારો. ધીમા સાદે આર્તનાદ…. 

     ’મોસંબીનો રસ!‘  

     અને ત્રણ જણાનું સફાળા પ્રવૃત્તીશીલ થવું.
…..

     અરેરે! મુઈ આ રેટીના લેસર સર્જરી!

     અરેરે !! આમાંનું કાંઈ નહીં. સમ ખાવા પુરતું પણ કશુંય નહીં. 

      અને મેં વેઠેલી વેદના વીનાની વ્યથા તો મારે જ એકલતામાં વાગોળ્યા કરવાની ને?  એક પછી એક બોમ્બ  ફુટતા હોય (અલબત્ત, નીરવ શાંતી સાથે!) એવા અસંખ્ય લેસર ઝબકારા. આંખ આંધળી થઈ જાય એટલો, પરમ સત્ય જેટલો ઝળહળાટ. આંખોના પોપચાં ઢાળી પણ ન દેવાય એ માટે બાંધેલી જડબે સલાક ક્લીપ. આ હંધુંય મારે જ યાદ કર્યા કરવાનું ને? કોને સમજાય એ અકળ વ્યથા?    

        કોઈ ઉંહકારો ય નહીં. લોહીનું એક ટીપું પણ પડ્યું હોય તો પાટો હોય ને? અરે! કોઈ ઈન્જેક્શન પણ નહીં. દસ મીનીટ પણ ઓપરેશન ન ચાલ્યું. ડોક્ટરને રડમસ અવાજે પુછ્યું , ”હવે શું સંભાળ રાખવાની? આંખ ક્યારે ખોલવાની?”

       અને એ જોગમાયાએ પોતાની કાબેલીયતમાં મગરુર અવાજે, વીજયી સ્વરે, અકલ્પનીય જવાબ આપ્યો ,

      ”જે કરવું હોય તે કરાય.”

      અને આપણી તો

     ‘ આશ નીરાશ ભયી! ”

       બહાર નીકળ્યો તીં, પડી જતો હોઉં તેવી કલ્પના કરી; પણ પગેય મુઆ ના લડખડાયા. આંખે થોડી ઝાંખ જેવું લાગ્યું એટલે ગોગલ્સ ચઢાવી આંખ મીંચી દીધી. કારમાં સીટ ઢાળી, સુઈ જવા પ્રયત્ન કર્યો; પણ પાંચેક મીનીટ માંડ થઈ હશે અને આકસ્મીક આંખ ખુલી ગઈ.

     અને માળું બધુંય બરાબર દેખાણું હોં! અને એ સાથે જીવનના એકમાત્ર એ ઓપરેશનનો રુવાબ ગયો;  ખબર કાઢવા આવનારનાં એ ટોળાં ગયાં; એ ફળોના કરંડીયા ગયા, એ ગુલદસ્તો ગયો;  એ રંગ ગયો; એ રાગ ગયો; એ સપ્સેન્સ ગયો; એ કલ્પનાની લીજ્જત ગઈ. એ લ્હાવો ગયો. 

    હત્તારીની! ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર !

20 responses to “આંખનું ઓપરેશન

 1. Pingback: રડતા રે’જો! | હાસ્ય દરબાર

 2. Pingback: ( 191 ) આંખનું ઓપરેશન (હાસ્ય લેખ) ……. લેખક- શ્રી સુરેશભાઈ જાની | વિનોદ વિહાર

 3. nabhakashdeep જાન્યુઆરી 5, 2013 પર 9:19 પી એમ(pm)

  તબિયતને ખીલવવાનું વસાણું આપે આ ઠંડી ઋતુમાં દઈ દીધુ.

  આપની સુંદર વિચારોથી મઘમઘતી કલમ સદાય માણવી ગમે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. Pingback: અમદાવાદ સભા નં. ૨નું કેટલુંક – | NET-ગુર્જરી

 5. Dipak Dholakia જાન્યુઆરી 1, 2012 પર 2:22 પી એમ(pm)

  સુરેશભાઇ,
  “અને મેં વેઠેલી વેદના વીનાની વ્યથા તો મારે જ એકલતામાં વાગોળ્યા કરવાની ને
  તમે કમાલ કરી છે આ લેખમાં. વેદના નથી એ પોતે જ વ્યથા છે. દુઃખી નથી એ સૌથી મો્ટું દુઃખ!

  Like

 6. Vinod R. Patel ડિસેમ્બર 10, 2011 પર 12:39 પી એમ(pm)

  એક સીધ્દ્ધ હસ્ત હાસ્ય લેખકની સ્ટાઈલથી લખાયેલો તમારો લેખ વાચી આનંદ
  ભયો. માંદા પડવાની પણ એક મજા છે .તમારા તરફ બધાનું ધ્યાન ખેંચવાનો
  આ અવસર માણવાની તક સરી જતા તમારી તો ફિલ્મ ઉતરી ગઈ!.આવું વધુ
  લખતા રહો અને વિનોદ વહેંચ્યા કરો એવી આશા રાખું છું.
  Humor is the shortest distance between two people.!Add a small letter S
  in MILE and with SMILE you will reduce mile long distance betweebeen two
  people!
  વિનોદ પટેલ

  Like

 7. Harnish Jani જુલાઇ 26, 2011 પર 9:15 એ એમ (am)

  લખવાની સ્ટાઈલ ખૂબ ગમી. વચ્ચે મરક મરક હસવું પણ આવતું હતું

  Like

 8. મયંક ગાંધી જુલાઇ 31, 2010 પર 2:50 એ એમ (am)

  મજા આવી ગઇ

  Like

 9. સુરેશ જાની જૂન 25, 2010 પર 6:52 એ એમ (am)

  શરદ ભાઈ
  ન્યાં કણે અમે બેય ઘર સસરા – સાસુ છીએ !

  Like

 10. Sharad Shah જૂન 25, 2010 પર 6:09 એ એમ (am)

  An older gentleman was
  On the operating table
  Awaiting surgery
  And he insisted that his son,
  A renowned surgeon,
  Perform the operation.
  As he was about to get the anesthesia,
  He asked to speak to his son
  ‘Yes, Dad, what is it? ‘
  ‘Don’t be nervous, son;
  Do your best
  And just remember,
  If it doesn’t go well,
  If something happens to me,
  Your mother
  Is going to come and
  Live with you and your wife….’

  Like

 11. કૃણાલ દવે મે 26, 2010 પર 12:20 એ એમ (am)

  The most punchy line of the article was,

  ભલું થજો , એ આર્કટીક પવનનું !

  Like

 12. Pingback: ફ્યુઝન બર્થ ડે પાર્ટી « હાસ્ય દરબાર

 13. Harnish Jani ફેબ્રુવારી 25, 2009 પર 8:33 પી એમ(pm)

  આશ નીરાશ ભયી! ”
  very sharp-hidden humor–This is very diff style-and Suresh approach-Enjoyed-

  Like

 14. DR. CHANDRAVADAN MISTRY ફેબ્રુવારી 25, 2009 પર 7:37 પી એમ(pm)

  Adxiety & Advices before the Surgery & now now no Anxiety but still the Advices continue..Isn’t that the same for the Life ( Jivan ) that the Advices continue…..& the onus is on the Self to identify which are applicable to the Self !

  Like

 15. Dr. Dinkerray J. Joshi ફેબ્રુવારી 25, 2009 પર 12:18 પી એમ(pm)

  IT IS BETTER U HAVE NOT ASK ME BEFORE SURGERY, OTHERVISE I COULD TELL U, THAT IS NOT SURGERY BUT SIMPLE CORRECTION, AND U COPULD NOT THINK OF THAT GOOD LOOKING NURSE/FRUITS/JUICE AND ALL , SO U R LUCKY THAT U HAVE MADE IMMAGE OF ALL AND BECOME SOME SO ROMANTIC, AND TAKEN PLEASURE OF U R RETINA CORRECTION, BUT SURE I FOUND U LITTLE ROMANTIC AND U NEED LITTLE COSMATIC CORRECTION ON FACE AND FOR THAT I HAVE FREIDNSHIP WITH ONE COSMATIC SURGON , AND SHE IS GOOD IN SURGERY AND ALSO GOOD WITH GOOD FACE ,,,, OK >? heheheehehehehe

  Like

 16. pragnaju ફેબ્રુવારી 25, 2009 પર 10:47 એ એમ (am)

  ‘…અને નીકળ્યો ઉંદર !’
  યા દ
  મળિયાં મન મોટે જેણે ન મોટપ જીરવી;
  (પછી) ઉંદર આળોટે, કાંચળ ઉપર, કાગડા !
  હે કાગ ! ઈશ્વરે જે મોટાઈ આપી, તેને નિભાવતાં ન આવડવાથી કાંચળીની કેવી દશા થાય છે ! સર્પના અંગ પર રહેવાથી એની મોટાઈને સહુ કોઈ માનતું હતું; પણ સાપની કાંચળી જુદી થયા પછી તેના પર ઉંદરો પણ સૂવા લાગ્યા.
  અમને કોમ્પુટર પાસે જતા જોઈ…
  ધંધે ન મળે ધ્યાન, કાયમ ગામતરાં કરે;
  થોડા દિવસ થાન, (પછી) કાંઈ ન મળે, કાગડા !

  Like

 17. Chirag Patel ફેબ્રુવારી 25, 2009 પર 10:16 એ એમ (am)

  મજ્જો આવી ગયો વાંચીને… હસવુ તો પુરેપુરુ આવ્યું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: