હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રડતા રે’જો!

લે! કર વાત.  હાસ્ય દરબાર પર રડતા રે’વાની વાત? !

હા…… આ લેખ વાંચીને હસવું હોય તો હસજો અને રડતા રે’વું હોય તો રડતા રે’જો !

    આંખનું ઓપરેશન’ –  એ રડતા, માંદા માણસની મનોવૃત્તિનું આલેખન હતું. ( એ વાંચવા અહીં ‘ક્લિક’કરો . સાવ નજીવી એવી લેસર સર્જરીને કલ્પનાના ઘોડા દોડાવી,  મોટી પહાડ જેવી બનાવી દેવાની, માંદલી મનોવૃત્તિની એ મહાન ગાથા હતી.

       બહાર નીકળ્યો,  તીં પડી જતો હોઉં તેવી કલ્પના કરી.  પણ પગેય મુઆ ના લડખડાયા. આંખે થોડી ઝાંખ જેવું લાગ્યું એટલે ગોગલ્સ ચઢાવી આંખ મીંચી દીધી. કારમાં સીટ ઢાળી, સુઈ જવા પ્રયત્ન કર્યો; પણ પાંચેક મીનીટ માંડ થઈ હશે અને આકસ્મીક આંખ ખુલી ગઈ.

      અને માળું બધુંય બરાબર દેખાણું હોં!

     અને એ સાથે જીવનના એકમાત્ર એ ઓપરેશનનો રુવાબ ગયો;  ખબર કાઢવા આવનારનાં એ ટોળાં ગયાં; એ ફળોના કરંડીયા ગયા, એ ગુલદસ્તો ગયો;  એ રંગ ગયો; એ રાગ ગયો; એ સપ્સેન્સ ગયો; એ કલ્પનાની લીજ્જત ગઈ. એ લ્હાવો ગયો.

    હત્તારીની! ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર !

       પછી તો એ ઓપરેશનનો આ દરદી લેસર સર્જરીનો માહેર બની ગયો અને ચારેક વાર રેટિના પરનો કચરો અને છારી દૂર કરાવ્યાં. એક શુભ ઘડીએ એનાથી ઘણી જટિલ એવી સર્જરી પણ કરાવી દીધી – મોતિયો ઊતરાવી,  નવો નેત્રમણિ આંખમાં બેસાડવાની.

    દિવ્ય દૃષ્ટિ પામ્યો!

તપ કર્યા વિના થોડી જ સિદ્ધી મળે છે?
‘You have to lose something
to gain something.’

          એ રડમસતા તો ગઈ તે ગઈ જ.  હાદજન એવા આ જણને ‘હસ-વા’ થયો છે;  એક જાતનો વા – ‘લખ-વા’ જેવો – ‘હસયોગ’ !! હવે સતત હસ્યા જ કરો તો શું થાય? આંસુ સૂકાઈ જ જાય ને? ગમે તેવા ઓપરેશન્યું ખમી ખાવાની ક્ષમતા કેળવી.

      પણ એના  થકી વળી આ નવી નક્કોર મોંકાણ!

કાળજડાની કોર નિચોવી આંખોથી ટપકતા આંસુ
અનહદ ખુશી થાય કદી જો દોડી આવે અધીરા આંસુ

ક્યારેક વળી યાદ બની કોઈ પ્રીયની સતાવે આંસુ
વિરહની ફરિયાદ બની હરદમ રે તડપાવે આંસુ

સંબંધોના બંધનોમા કેવારે અટવાતા આંસુ
દુખની પ્રીત કરી હો ભલે સુખની પ્રીત વલખતા આંસુ

પ્રસાદ આર. માહુલીકર  
– મણીનગર, અમદાવાદ, ગુજરાત

(  સાભાર – ઝાઝી ડોટ કોમ – અહીં)

tears

         પણ ન્યાં કણે તો હરખનાં આંસુ પણ સૂકાઈ ગયા! અને ઉપડ્યો આંખોનો દુખાવો. આંસુ જ ન આવે એટલે આંખોનો કચરો સાફ ન થાય, જમા થાય અને દુખાવો પેદા કરે– ડાગટરિયાઓની થિયરી પરમાણ !

         અને એ દુખાવાની દવા લેવા આંખોના ડાગટરને ફરીથી ઝાલ્યા. એમણે આંખમાં બે ત્રણ જાતની દવાઓ નાંખી, આ હાદજનને રડતો કરી દીધો!  જાત જાતનાં યન્ત્રો વાપરી ચકાસણી કરી અને નિદાન જાહેર કર્યું!

        તમારી આંખો સૂકી રહે છે – આંસુ આવે તેવાં ટીપાં દિવસમાં ત્રણ ચાર નાંખજો અને…

રડતા રે’જો !

11 responses to “રડતા રે’જો!

 1. Umang Raval ડિસેમ્બર 18, 2014 પર 5:30 એ એમ (am)

  Badhi Navalkatha Adabhut ane Manmohak se..

  Like

 2. Laxmikant Thakkar જૂન 14, 2013 પર 11:40 પી એમ(pm)

  આંસુ એક મોંઘી મિરાત-જાગીર છે.

  Like

 3. Pingback: અફલાતૂન તબીબ, ભાગ-૧૩ ; ખજુર | ગદ્યસુર

 4. Ramesh Patel માર્ચ 15, 2013 પર 12:47 એ એમ (am)

  સરસ સાચી કહાણી..શ્રી સુરેશભાઈ

  મોતી જેવાં કિંમતી છે આ આંસુ

  સાચવ જો એને

  સમય આવે દુખડાં ધોશે આંસુ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. Vinod R. Patel માર્ચ 14, 2013 પર 4:43 પી એમ(pm)

  અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
  તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

  નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આસું નું,
  અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં; પાકવા માટે.

  – અનીલ ચાવડા

  Like

 6. dhavalrajgeera માર્ચ 14, 2013 પર 9:34 એ એમ (am)

  Cry is the Start of Birth…
  If you don’nt cry on Birth Nature fails to keep you breath ….
  Not to die on Birth Doctor will even make you to cry….
  So,We have to now run tears for others……too.

  રડતા રે’જો !

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Like

 7. pragnaju માર્ચ 14, 2013 પર 8:57 એ એમ (am)

  આંસુનાં દરિયા બધાં આવી ગયા ભરતી મહીં,
  એટલે હું રણ મહીં આખો’ય ભીંજાયો હતો.

  દર્દનાં બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
  ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો.

  સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં,
  ‘પ્રેમ’ આવી કોઈ સંધ્યામાં જ સચવાયો હતો.
  ………………………………………………….
  લજ્જત એ અશ્ક કા મજા પૂછ મુજસે
  મેરે મેહબૂબ કો તળપાને મેં મજા આતા હૈ
  તેરી નજરો કો મુજસે કોઈ શિકાયત હૈ શાયદ
  બિન બાદલ બરસાત મેરે ઘર ભી નહિ હોતી
  હમતો બસ યુંહીં શાયર બન બૈઠે
  સુના હૈ ઉનકો ભી
  ……………………………………………………………
  ગર અશ્ક ન હોતે ઇનમેં
  તો આખેં ઇતની ખુબસૂરત ન હોતી।
  જો ગમ ન દિએ હોતે જમાને ને
  તો ખુશી કી કીમત પતા ન હોતી।
  જો બેવફાઈ ન કી હોતી દોસ્તોં ને
  તો વફા કી ચાહત ન હોતી।
  જો તન્હાઈ કા અહસાસ ન હોતા
  તો મહફિલોં મેં રૌનક ન હોતી।
  જો માંગે સે મિલ જાતી હર મુરાદ
  તો ખુદા કી જરુરત ન હોતી।

  Like

 8. jagdish48 માર્ચ 14, 2013 પર 4:51 એ એમ (am)

  જીવન રડવાથી જ શરુ થાય, એટલે રડો, વાંધો નહિં !

  Like

 9. Sharad Shah માર્ચ 14, 2013 પર 2:54 એ એમ (am)

  હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
  તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.

  જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
  અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.

  નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
  બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.

  તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
  છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

  આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
  વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.

  – અનિલ ચાવડા
  Liked it.

  Like

 10. Sharad Shah માર્ચ 14, 2013 પર 1:39 એ એમ (am)

  મીઠાં મિશ્રિત ભલે અશ્રુઓ, સાગર જળનુ છે સંતાન.
  બે-ચાર બીંદુઓ નાના લાગે, ધૂળ ચટાવે છે શૈતાન.
  કિંમત ઓછી નહીં આંકતા, આંસુ સૌથી તાકતવાન.
  નારી નાથે રુદન બળેથી, નર ભલે લાગે બળવાન.

  ભેંકડો મોટો તાણી બાળ,સૌને ઝુકાવે બને ગુલતાન.
  આપો મોકો પુણ્ય કમાવા, રાખી અશ્રુભીના નયન.
  રડવાથી શરમાવું શાને, જગમાં થાશે ઉંચી શાન.
  રડતા રે’જો, રડતા રેજો, રડતા રે’જો ઓ સુજાન.

  શરદ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: