હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને..- રાજેન્દ્ર ત્રિવેદી

“”હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને…” 

 બે મગજનાઓપરેશન!

 નહિ મગજના નહિ ! –————————————–

 અંધારી રાત.

બરફથી છવાયેલા રસ્તા.

સાથે હિમવર્ષા પણ ચાલુ.

વાહનોનો ધિમો પ્રવાહ સામેથી ને પાછળથી ચાલુ.

અંધારાને મારવા પ્રકાશના ઝગઝગારા મારતા વાહનો.

સાથે —-

ઝામરા વાળી આંખોને આંજે, જાણે છતી આંખે અંધ.

 ગાડી હાંકે!

 ઍકા એક વળાક આવતા, ગાડીને સરકતી બચાવવા,

અંધારી સાંજે બરફમાં દટાયેલી મધ્ય લિટી ને ચુંકતા અંધની જેમ અથડાય..

 કૉની સાથે? જાણ નહિ..કદાચ જાનવર અથડાયુ હોય!

 હરણ હોય તેવો ભાસ મનમાં થયો. ક્ષણભરની અંધતાભારે પડી.

જાણે રાવણ સિતાને ઉઠાવી લઈ જાય તેમ રાવણના હાથમાં!

મનમાં…

 મરેલા જાનવરને જોવાના વિચાર. ઈચ્છા…..

પાછા વળી જવું ?

રસ્તો ચુકેલ

જો પાછો વળે તો ઘરે પહોચવાનું મોડું થાય.

મગજમાં વિચારો ચાલે!

ચારે બાજુ બરફીલા રસ્તા….

સાચવીને ઘરે પહોંચવાની ભાવના

ગાડી ચલાવે રાખી….

ગાડી ચાલેમગજ ચાલે..સ્વાસ ચાલે……

પાછળ રાજ્ય સરકારની બે ગાડી પણ પોલિસ સાથે.

રાવણ(મોત)ના હાથમાં જતા જોઈ અટકાવવા પ્રકાશના તિરો આંખમાં મારે.

છેવટે એક ગાડી અટકાવે.

તપાસ પાકી કરી જવા દે.

સલાહ માં એટલુ કહે.- ઘરે જઈ ગામની પોલિસને જણાવશો કે કોઈ તમને

અથડાઈને અટક્યાવગર ચાલ્યુ ગયુ છે !

 ઘેરથી ગામના પોલિસને જાણ કરી જમી ને સુવા જાય.પણમઘરાતે

 આઘાશિશીનું દુ: સહન થતા પત્નિને ઉઠાડે.

બન્ને ડોકટર.પણ  તે મદદ નિશ્ફળ….

રાવણથી કેમ છુટવું?

 બિજા દિવસે માંદો….માથુ ભમે,સમતોલનતા ના રહે,જીવ મુઝાય એકલો…...

આંખો બંધ કરી રામ સ્મરે ને સાંજ ની સંધ્યાના આથમતા સુરજને જુવે!

 ત્રિજા દિવસે,

 ડોકટરને બતાવવા જાય.

 મિત્ર ડોકટરને કહે,”આઈ હેવ બેડ માઈગ્રીએન ઓર રાઈટ બ્રેન બ્લિડીંગબિકોઝ

 બાય માય એક્સિડેન્ટ!”

 ભાનભુલતો ને શ્વાસ બંધ થવાની તકલિફ

જોતા

ડોકટર ગામના દવાખાનેસિધા ન્યુક્લિયર મેડિસિનમાં જવા કહે.

ત્યા પણ  મિત્ર ડોકટર સેવામાં.

સિટિ હેડ સ્કેનપતાવી તાત્કાલીક સર્જરી માટે દુનિયાની વિખ્યાત  હોસ્પિટલમાં

 ખસેડે!

 બેભાન ને ભાન ના ગોથામાં..

 કુટુંબ ચિંતાતુર

ઈમરજન્સી ડોકટરો કુટુંબથી જાણીતા..સૌને સાંતવન આપે.

પ્રભુને પ્રાર્થના સૌની ચાલુ..

હેમક્ષેમ રહે ને તેની કાર્ય સેવા ચાલુ રાખે એજ વિનંતી.

 જે પ્રભુના આઘારે જીવે તેને શાને ચિંતા!

 રામરાખે તેને કોણચાખે?

 પહેલીક્રેનિઓટોમિ ને સબડ્યુરલ બ્લિડિંગની સર્જરી પતાવી. સારવાર

 બે દિવસ પછી ઘેર………..

શારીરીક દુ: સહન ના થાય

શરીર ને આત્માને સમજતો. મોટો પાઢ માને.

જીવનદાન મળ્યુ.

બાકીના જીવનમાં હવે શું કરવુ તે વિચારે.

 સાત દિવસ પતતા પાછા સર્જનની ઓફિસમાં.

 સર્જરીના ટાંકાના બદલે સમાચાર!

યોર બ્લિડીંગ ઇસ   સ્ટિલ એક્ટિવ.યુ નીડ સર્જરી અગેન!’

ડોકટર ને ડોકટર બન્ને એક બીજાની સામે ક્ષણવાર સ્તબ્થ ! મુંગા….

જવાબ – ‘ગો હેડ!’

મારી નાડ તમારે હાથે પ્રભુ સંભાળજો રે! પ્રાર્થના પણ ચાલુ !

બીજી સર્જરી પણ પતી……

બીજા સાત દિવસે પાછા હોસ્પિટલમા,

સિટિ હેડ સ્કેન‘.

ડોકટર સ્માઈલ સાથે કહે, “ગુડ ન્યુઝ!.નો બ્લિડીંગ.”

 

બે  બે વાર માથુ પ્રભુને  આપ્યુ ને જીવન ચાલુ રાખ્યુ કેમ ભુલાય?

એટલે યાદ રાખી જીવુ છું. જીવતો રહીશ. ગાતો રહીશ.

હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને…..

” મારી નાડ તમારે હાથે પ્રભુ સંભાળજો રે! “

 પ્રાર્થના પણ ચાલુ !

 

 રાજેન્દ્ર ત્રિવેદી

1 responses to “હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને..- રાજેન્દ્ર ત્રિવેદી

  1. સુરેશ જાની ફેબ્રુવારી 26, 2009 પર 8:14 એ એમ (am)

    બહુ જ અસર કારક

    Like

Leave a comment