હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નર્કસ્થ ….સુરેશ જાની!

‘આદિલ’ ઘરેથી નીકળ્યો, મિત્રોને શોધવા
ઓ! દુશ્મની તું ક્યાથી સામી મળી ગઈ?

સ્વ. આદિલ મન્સુરી

      સવારના પહોરમાં કશાક સંદર્ભમાં સ્વ. આદિલ મન્સુરીની એક ગઝલના મત્લાનો આ શેર ગણગણતાં અચાનક જ એ મહાન વિચાર સ્ફૂર્યો. આદિલજીને સ્વર્ગસ્થ કહેવાય? એ જનાબ તો જન્નતમાં ગયા હશે, માટે જન્નતનશીન શબ્દપ્રયોગ વાપરવો ન જોઈએ?

     અને તરત આ અદકપાંસળી જીવને બીજો અને વધારે મહત્વનો વિચાર સ્ફૂર્યો. આટલા બધા સ્વર્ગસ્થ કે જન્નત નશીન કે ‘હેવન’વાસી થાય તો શું નરક ઉર્ફે જહન્નમ ઉર્ફે હેલ ખાલીખમ હશે?!

     એમ તો કેમ બને? અને પછી નર્કસ્થોનું લિસ્ટ બનવા લાગ્યું. હિટલર, મુસોલિની, ઈદી અમીન, રાવણ, અમીચંદ, મીરજાફર વિ. વિ. અને …..અગણિત, અનામી ગુંડાઓ, ચાંચિયાઓ, રાક્ષસો પણ ખરા જ ને? દુનિયામાં નર્કસ્થ થવાની લાયકાત ધરાવતા ખવીસોની કાંઈ ખોટ છે?!

    અને આ લેખનું શિર્ષક જ જોઈ લો ….

નર્કસ્થ ….સુરેશ જાની !

     પણ એ તો કદાચ આ જણનું મરણોત્તર સંબોધન થવાનું. હાલ તો નર્કમાં નહીં – પણ આખી દુનિયાના લોકો જ્યાં સ્થળાંતર કરવા તલસે છે તેવા, પૃથ્વી પરના સ્વર્ગ જેવા અમેરિકામાં આ જણ ગુડાણો છે!

    ખેર, તમે કહેશો, ‘સવાર સવારમાં પ્રાતઃસ્મરણીય લોકોનાં નામ યાદ કરવાને બદલે નર્કસ્થ લોકોને શીદ યાદ કરવા લાગ્યા?’

    પણ આ વિચાર સ્ફૂર્યો એટલે એને જસ્ટિફાય તો કરવો જ રહ્યો ને? ( હવે આ ‘જસ્ટિફાય’ નું ગુજરાતી કોણ કરી દેશે?)

    ‘આપણે જ હમ્મેશ સાચા.’  એ કદાચ નર્કસ્થ થવાની લાયકાતની એક પાયાની જરૂરિયાત નથી વારૂ?! વળી બધા સ્વર્ગસ્થ થવાની જ લાયકાત ધરાવતા થઈ જાય તો ચિત્રગુપ્તની નોકરીનું શું?! ઉપરવાળાને એ આખી ઓફિસ જ બંધ કરવી પડે ને? અને નર્કની જગ્યાને સ્વર્ગમાં ફેરવવામાં કેટલી બધી કડાકૂટ? વૈતરણીને ગંગા બનાવવી પડે અને થોરિયાંને કલ્પવૃક્ષ અને  કરડી કરડીને ટૂકડે ટૂકડા કરી નાંખતા મગર મચ્છોની જગ્યાએ જન્નતની હૂરો …..અને આવું તો ઘણું બધું.

     નર્કના પાયાના હોવાપણાનો બીજો એક ફાયદો પણ છે. નર્ક છે તો, સ્વર્ગ માટે ધખારો છે.  ધારો કે, આખું વિશ્વ સ્વર્ગ બની જાય તો એમાં મજા જ શી? જીવન માટે કોઈ આદર્શ જ ન રહે. કોઈ ધ્યેય જ નહીં. સત્યના રસ્તા પર આગળ વધતા રહેવાની કોઈ ધગશ જ ન રહે.

જીવનમાં અમૃત જ અમૃત હોય તો?
કદાચ જીવવું ઝેર જેવું ન લાગે?

     તમે એક એવી ફિલ્મની કલ્પના કરો કે, જેમાં કોઈ વિલન જ ન હોય. છટ! એવી ફિલમની જ ફિલમ ઊતરી જાય. બોક્સ ઓફિસ પર કાગડા ઊડે! વિલન છે તો હીરો છે! જમણમાં માત્ર બાસુદી, બરફી અને માલપુવા જ હોય તો? કારેલાના શાકની પણ એક લિજ્જત નથી હોતી?

     અને સાચું કહો.. એ વિલનોને નર્કસ્થ થવા લાયક બનાવ્યા કોણે? એમની માતાઓએ તો ફૂલ જેવાં કોમળ અને દેવદૂત જેવાં ભૂલકાંઓને જ જન્મ આપ્યો હતો ને? બાળ રાવણ અને બાળ રામમાં કશો ફરક હતો; એવું કયું રામાયણ કહે છે? એ નવજાત શિશુ રામ બનશે કે રાવણ – એને માટે એમની માતાઓ નહીં, આપણે, આપણો સમાજ જ જવાબદાર નથી? ? શું બાળ ઈદી અમીન ને બાળ નેલ્સન મંડેલામાં કોઈ ફરક હતો? એમના જીવનના રસ્તા કયા પરિબળોને પ્રતાપે જૂદી જૂદી દિશાઓમાં ફંટાયા?

     આવા પ્રશ્નો પૂછીને હું એમ સ્થાપિત કરવા નથી માંગતો કે, રાવણ આપણી આદર્શ મૂર્તિ હોવી જોઈએ કે, રામ મંદિરના સ્થાને રાવણ મંદિરો બનાવવા માંડવા  જોઈએ. માત્ર એટલું જ દીવા જેવું, સત્ય વાચક મહાશયને  વિદિત થાય કે, રાવણ વિના રામ પ્રસ્તુત નથી! રાવણ વિના રામાયણ ન સર્જાઈ શકે! શેરીની રોજબરોજની રામાયણોના જનકો આપ નથી – ગળે રૂમાલ બાંધેલા, ગોગલ્સધારી ગુંડાઓ છે!

     જો એ નથી તો બધા સામાન્યો જ સામાન્યો! ખેર,એ સામાન્યોમાંથી ગંયાગાંઠ્યા ચમરબંધીઓ – ઉદ્યોગ પતિઓ, રાજ્યકર્તાઓ, ધધુપપૂઓ થવાના. પણ માળુ એ બધા નર્કસ્થ થવાના કે સ્વર્ગસ્થ – એ પણ એક વિચાર કરવા જેવા વાત નથી ?!

    ખેર, આદિલજીની જેમ સૌ કોઈ ઘેરથી તો મિત્રો ગોતવા જ નીકળી પડતા હોય છે. પણ ન જાણે કેમ- સામે દુશ્મનો ભેટાઈ જાય છે- અને યુદ્ધો જ યુદ્ધો. આખું આયખું એક સમરાંગણ. હવે આ સદીઓ પુરાણી સમાજ વ્યવસ્થાનો જનક સ્વર્ગસ્થ હશે કે નર્કસ્થ?! બીજી રીતે  જોઈએ તો – જો જગતની બધી રચના એ ઉપરવાળાએ કરી છે તો નર્કનો સર્જનહાર પણ ઈવડો ઈ જ ને?

લો! જોઈ લો…

ગુજરાતી નેટ જગતમાં એક માત્ર……

નર્ક-શો
~~~
માત્ર ૧૩ ચિત્રો!

This slideshow requires JavaScript.

   જો કે, દાદા ભગવાન તો છાતી ઠોકી ઠોકીને કહે છે કે, ‘એનો કોઈ બાપોય બનાવનાર નથી. એ બધું ‘વ્યવસ્થિત’ છે.”  

     આમ નર્ક પણ એક વ્યવસ્થિત રચના છે!

નર્કસ્થનું સંબોધન સ્વર્ગસ્થ જેટલું જ પ્રચલિત થવું જોઈએ.
 – એ પ્રતિપાદિત થયું
– ઈતિ સિદ્ધમ્ ॥

      અને હવે તમારા મનમાં એક સંશય ઊભો કરવા આ લખનાર કદાચ સફળ નીવડ્યો છે-

નર્કસ્થ થવું કે સ્વર્ગસ્થ ?!!!!!!!!! 

14 responses to “નર્કસ્થ ….સુરેશ જાની!

 1. Pingback: નર્કસ્થ – સુરેશ જાની! | હળવા મિજાજે

 2. Pingback: મસાણમાં મહિલા | સૂરસાધના

 3. pragnaju જૂન 25, 2015 પર 5:59 પી એમ(pm)

  હમકો માલૂમ હૈ જન્નતકી હકીકત લેકિન,
  દિલ કે ખુશ રખનેકો, ‘ગાલિબ’ યે ખયાલ અચ્છા હૈ.

  Like

  • pragnaju જૂન 25, 2015 પર 7:12 પી એમ(pm)

   સાહિત્યમા નરક ડિવિના કોમેડિયા ડીવાઇન કોમેડી , દાન્તે એલિગિયેરીએ ભયાનક આગમાં માર્ગદર્શક તરીકે વર્જિલને લઇ જવામાં ગૌરવ લીધું હતું. . દાન્તેની કવિતામાં વર્જિલને પોતાને નરકની સજા થઇ નથી પરંતુ સદગુણો ધરાવતા અનેકેશ્વરવાદી તે નરકની ધાર પર અદ્ધરતાલ લિમ્બોની સ્થિતિમાં છે. આ કાર્યમાં નરકની ભૌગોલિક સ્થિતિ વિસ્તૃત વર્ણવાઇ છે જે પ્રમાણે પૃથ્વીમાં ઊંડાણના ભાગમાં કેન્દ્ર ધરાવતી નવ રિંગો છે અને નરકની વિવિધ સજા પ્રમાણે તે ઊંડાઇ ધરાવે છે છેલ્લે વિશ્વનું કેન્દ્ર આવે છે. દાન્તે કહે છે કે શેતાન જાતે કોસાઇટસના કેટલાક થિજી ગયેલા તળાવમાં ફસાયેલો છે. પર્ગેટરી પહાડની નીચે એક નાનકડી સુરંગમાંથી શેતાન બહારના વિશ્વમાં આવ-જા કરી શકે છે. જ્હોન મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ ની શરૂઆત મૃત દેવદુતો સાથે થાય છે જેમાં તેમનો નેતા શેતાન સામેલ છે. સ્વર્ગમાં થયેલી લડાઇમાં પરાજય બાદ તેઓ નરકમાં જાગે છે અને કવિતામાં કેટલીક વાર તેમના કાર્યોનો વારંવાર ઉલ્લેખ થાય છે. મિલ્ટન નરકનો ઉલ્લેખ દાનવોના રહેઠાણ તરીકે કરે છે અને ત્યાં એક પરોક્ષ જેલ છે જ્યાંથી તે માનવ જાતિને ભ્રષ્ટ કરીને સ્વર્ગ સામે બદલો લેવાની યોજના ઘડે છે. ૧૯ મી સદીના ફ્રેન્ચ કવિ આર્થર રિમ્બોડએ આ વિચાર તેમ જ તેના ટાઇટલ અને થિમ પરથી પોતાની મોટી કૃતિ પૈકી એક એ સિઝન ઓફ હેલ રચી હતી. રિમ્બોડની કવિતા કાવ્યાત્મક સ્વરૂપમાં તેમની પોતાની પીડા તથા અન્ય થિમ્સનું વર્ણન છે. યુરોપીયન સાહિત્યની ઘણા મહાન મહાકાવ્યોમાં નરકમાં થતા પ્રકરણોનો ઉલ્લેખ છે. રોમન કવિ વર્જિલના લેટિન મહાકાવ્ય ધી એનેઇડ માં એનેઇસ પોતાના પિતાના આત્માને મળવા ડિસ (ભૂગર્ભમાં) ઉતરે છે. ભૂગર્ભનો અસ્પષ્ટ ઉલ્લેખ છે જેમાંથી એક વણશોધાયેલો માર્ગ ટાર્ટારસની સજા સુધી જાય છે જ્યારે બીજા માર્ગ ઇરેબસ અને એલિસિયન ફિલ્ડમાંથી પસાર થાય છે. જીન-પૌલ સાટ્રે જેવા લેખકો માટે નરકનો વિચાર અત્યંત પ્રભાવશાળી હતો જેમણે ૧૯૪૪માં નાટક “નો એક્ઝિટ” લખ્યું હતુ જેમાં “નરક એટલે અન્ય લોકો”ની રજૂઆત હતી. તેઓ ધાર્મિક માણસ ન હતા છતાં સાટ્રે યાતનાની નરકની સ્થિતિથી પ્રભાવિત થયા હતા. સી. એસ. લુઇસના ધી ગ્રેટ ડિવોર્સ (1945)નું ટાઇટલવિલિયમ બ્લેકની મેરેજ ઓફ હેવન એન્ડ હેલ પરથી લેવાયું છે અને તેની પ્રેરણા ડિવાઇન કોમેડી પરથી મળી છે જેમાં વર્ણનકર્તાને નરક અને સ્વર્ગનું માર્ગદર્શન અપાયું છે. નરકનો ઉલ્લેખ અંતહીન, ભેંકાર અને રાત્રીમય શહેર તરીકે કરવામાં આવી છે જ્યાં રાત હળવે હળવે ઢળી રહી છે. આ રાત વાસ્તવમાંકયામત છે અને તે ચુકાદા બાદ દાનવોના આગમનના એંધાણ આપે છે. પરંતુ રાત ઉતરે તે પહેલા કોઇ પોતાની ભૂતપૂર્વ જાતને છોડીને અને સ્વર્ગની ઓફર સ્વીકારીને છટકી શકે છે જેમાં સ્વર્ગનો પ્રવાસ દર્શાવે છે કે નરક અનંતરીતે નાનું છે, ઇશ્વરને અને પોતાની જાતને તરછોડનાર આત્માને જે થાય છે તેના કરતા વધુ કે ઓછું નથી.પિયર્સ એન્થનીએ તેમની સિરિઝ ઇનકાર્નેશન્સ ઓફ ઇમમોર્ટાલિટી માં નરક અને સ્વર્ગના ઉદાહરણ મૃત્યુ, નસીબ, પ્રકૃતિ, યુદ્ધ, સમય, સારા ઇશ્વર, અને દુષ્ટ દાનવ દ્વારા આપ્યા છે. રોબર્ટ એ. હેઇનલેઇન નરકનું યિન-યાંગ સ્વરૂપ રજૂ કરે છે જેમાં હજુ થોડું સારું છે, જે તેમના પુસ્તકમાં પ્રતિબિંબિત થાય છે. લુઇસ મેકમાસ્ટર બ્યુજોલ્ડ ધી કર્સ ઓફ ચેલિયોનમાં પોતાના પાંચ ઇશ્વરો પિતા, માતા, પુત્ર, પુત્રી અને અનૌરસને ગણાવે છે જેમાં નરકને આકારહીન અંધાધૂંધી તરીકે દર્શાવાય છે. માઇકલ મૂરકોક સમાનરીતે સ્વીકાર્ય અંતિમ તરીકે અંધાધૂંધી-દુષ્ટ-(નરક) અને સમાનતા-યોગ્ય-(નરક) ઓફર કરે છે જેને સંતુલનમાં રાખવાનું છે. ખાસ કરીને એલરિક અને એટર્નલ ચેમ્પિયન શ્રેણીમાં. ફ્રેડરિક બ્રાઉનએ નરકમાં શેતાનની પ્રવૃતિ વિશે કેટલીક કાલ્પનિક વાર્તાઓ લખી હતી. કાર્ટૂનિસ્ટ જિમી હેટલોએ હાટલોઝ ઇન્ફર્નો નામે નરકમાં જીવન વિશે કાર્ટૂનની શ્રેણી શરૂ કરી હતી જ્હોન મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ ની શરૂઆત મૃત દેવદુતો સાથે થાય છે જેમાં તેમનો નેતા શેતાન સામેલ છે. સ્વર્ગમાં થયેલી લડાઇમાં પરાજય બાદ તેઓ નરકમાં જાગે છે અને કવિતામાં કેટલીક વાર તેમના કાર્યોનો વારંવાર ઉલ્લેખ થાય છે. મિલ્ટન નરકનો ઉલ્લેખ દાનવોના રહેઠાણ તરીકે કરે છે અને ત્યાં એક પરોક્ષ જેલ છે જ્યાંથી તે માનવ જાતિને ભ્રષ્ટ કરીને સ્વર્ગ સામે બદલો લેવાની યોજના ઘડે છે. 19મી સદીના ફ્રેન્ચ કવિ આર્થર રિમ્બોડએ આ વિચાર તેમ જ તેના ટાઇટલ અને થિમ પરથી પોતાની મોટી કૃતિ પૈકી એક એ સિઝન ઓફ હેલ રચી હતી. રિમ્બોડની કવિતા કાવ્યાત્મક સ્વરૂપમાં તેમની પોતાની પીડા તથા અન્ય થિમ્સનું વર્ણન છે. યુરોપીયન સાહિત્યની ઘણા મહાન મહાકાવ્યોમાં નરકમાં થતા પ્રકરણોનો ઉલ્લેખ છે. રોમન કવિ વર્જિલના લેટિન મહાકાવ્ય ધી એનેઇડ માં એનેઇસ પોતાના પિતાના આત્માને મળવા ડિસ (ભૂગર્ભમાં) ઉતરે છે. ભૂગર્ભનો અસ્પષ્ટ ઉલ્લેખ છે જેમાંથી એક વણશોધાયેલો માર્ગ ટાર્ટારસની સજા સુધી જાય છે જ્યારે બીજા માર્ગ ઇરેબસ અને એલિસિયન ફિલ્ડમાંથી પસાર થાય છે.ડિવિના કોમેડિયા (“ડિવાઇન કોમેડી” પર આધારિત), દાન્તે એલિગિયેરીએ ભયાનક આગમાં માર્ગદર્શક તરીકે વર્જિલને લઇ જવામાં ગૌરવ લીધું હતું. (અને ત્યાર પછી બીજા ભાગમાં પર્ગાટોરિયોના પહાડ પર લઇ ગયા હતા). દાન્તેની કવિતામાં વર્જિલને પોતાને નરકની સજા થઇ નથી પરંતુ સદગુણો ધરાવતા અનેકેશ્વરવાદી તે નરકની ધાર પર અદ્ધરતાલ લિમ્બોની સ્થિતિમાં છે. આ કાર્યમાં નરકની ભૌગોલિક સ્થિતિ વિસ્તૃત વર્ણવાઇ છે જે પ્રમાણે પૃથ્વીમાં ઊંડાણના ભાગમાં કેન્દ્ર ધરાવતી નવ રિંગો છે અને નરકની વિવિધ સજા પ્રમાણે તે ઊંડાઇ ધરાવે છે છેલ્લે વિશ્વનું કેન્દ્ર આવે છે. દાન્તે કહે છે કે શેતાન જાતે કોસાઇટસના કેટલાક થિજી ગયેલા તળાવમાં ફસાયેલો છે. પર્ગેટરી પહાડની નીચે એક નાનકડી સુરંગમાંથી શેતાન બહારના વિશ્વમાં આવ-જા કરી શકે છે.
   જીન-પૌલ સાટ્રે જેવા લેખકો માટે નરકનો વિચાર અત્યંત પ્રભાવશાળી હતો જેમણે ૧૯૪૪માં નાટક “નો એક્ઝિટ” લખ્યું હતુ જેમાં “નરક એટલે અન્ય લોકો”ની રજૂઆત હતી. તેઓ ધાર્મિક માણસ ન હતા છતાં સાટ્રે યાતનાની નરકની સ્થિતિથી પ્રભાવિત થયા હતા. સી. એસ. લુઇસના ધી ગ્રેટ ડિવોર્સ નું ટાઇટલવિલિયમ બ્લેકની મેરેજ ઓફ હેવન એન્ડ હેલ પરથી લેવાયું છે અને તેની પ્રેરણા ડિવાઇન કોમેડી પરથી મળી છે જેમાં વર્ણનકર્તાને નરક અને સ્વર્ગનું માર્ગદર્શન અપાયું છે. નરકનો ઉલ્લેખ અંતહીન, ભેંકાર અને રાત્રીમય શહેર તરીકે કરવામાં આવી છે જ્યાં રાત હળવે હળવે ઢળી રહી છે. આ રાત વાસ્તવમાંકયામત છે અને તે ચુકાદા બાદ દાનવોના આગમનના એંધાણ આપે છે. પરંતુ રાત ઉતરે તે પહેલા કોઇ પોતાની ભૂતપૂર્વ જાતને છોડીને અને સ્વર્ગની ઓફર સ્વીકારીને છટકી શકે છે જેમાં સ્વર્ગનો પ્રવાસ દર્શાવે છે કે નરક અનંતરીતે નાનું છે, ઇશ્વરને અને પોતાની જાતને તરછોડનાર આત્માને જે થાય છે તેના કરતા વધુ કે ઓછું નથી. પિયર્સ એન્થનીએ તેમની સિરિઝ ઇનકાર્નેશન્સ ઓફ ઇમમોર્ટાલિટી માં નરક અને સ્વર્ગના ઉદાહરણ મૃત્યુ, નસીબ, પ્રકૃતિ, યુદ્ધ, સમય, સારા ઇશ્વર, અને દુષ્ટ દાનવ દ્વારા આપ્યા છે. રોબર્ટ એ. હેઇનલેઇન નરકનું યિન-યાંગ સ્વરૂપ રજૂ કરે છે જેમાં હજુ થોડું સારું છે, જે તેમના પુસ્તકમાં પ્રતિબિંબિત થાય છે. લુઇસ મેકમાસ્ટર બ્યુજોલ્ડ ધી કર્સ ઓફ ચેલિયોનમાં પોતાના પાંચ ઇશ્વરો પિતા, માતા, પુત્ર, પુત્રી અને અનૌરસને ગણાવે છે જેમાં નરકને આકારહીન અંધાધૂંધી તરીકે દર્શાવાય છે. માઇકલ મૂરકોક સમાનરીતે સ્વીકાર્ય અંતિમ તરીકે અંધાધૂંધી-દુષ્ટ-(નરક) અને સમાનતા-યોગ્ય-(નરક) ઓફર કરે છે જેને સંતુલનમાં રાખવાનું છે. ખાસ કરીને એલરિક અને એટર્નલ ચેમ્પિયન શ્રેણીમાં. ફ્રેડરિક બ્રાઉનએ નરકમાં શેતાનની પ્રવૃતિ વિશે કેટલીક કાલ્પનિક વાર્તાઓ લખી હતી. કાર્ટૂનિસ્ટ જિમી હેટલોએ હાટલોઝ ઇન્ફર્નો નામે નરકમાં જીવન વિશે કાર્ટૂનની શ્રેણી શરૂ કરી હતી

   Like

 4. chandravadan માર્ચ 23, 2013 પર 2:53 પી એમ(pm)

  માનવ બુધ્ધિ કે સ્વભાવ !

  એ આધારે…ખોટું કરવું એટલે સજા…ખરૂં કરવું એટલે મજા.

  એથી, નરક કે નર્ક અને સ્વર્ગની કલ્પના.

  કોઈ કહે સ્વર્ગ અને નર્ક હકિકતરૂપે છે, કલ્પના નથી.

  કોઈ કહે એવી જગાઓ નથી એ બંને અહી જ છે !

  શાને કરો છો “માથાકુટ” એ માટે ? સત્યના પંથે ચાલો તમે !

  >>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com Avjo !

  Like

 5. Ramesh Patel માર્ચ 14, 2013 પર 2:10 પી એમ(pm)

  સ્વર્ગ અને નર્કના રચિયતા આપણાં કર્મો જ છે…સુવિચારો એ સ્વર્ગની સીડી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. Anila Patel માર્ચ 14, 2013 પર 9:13 એ એમ (am)

  સ્વર્ગ અને નર્કની વાતતો કલ્પ્નિકજ છે. સ્વર્ગ અને નર્ક કોને જોયા.? શાસ્ત્રોમા જે સ્વર્ગ અને નર્કની કલ્પના છે એતો માનવીને સારા માર્ગે વાળવા માટે જ છે.

  Like

 7. dhavalrajgeera માર્ચ 13, 2013 પર 5:38 પી એમ(pm)

  On Earth you can see as well as feel too.
  Don’nt look for hale and haven away from where we are….
  હમ પહુંચે કલાકાર હૈ.!
  પારસકો પત્થર ઔર કાંચનકો કથીર બનાના ખુબ જાનતે હૈ!
  Dhavalrajgeera
  http://www.bpaindia.org

  Like

 8. સુરેશ જાની માર્ચ 13, 2013 પર 4:58 પી એમ(pm)

  A message from Shri Harnish Jani…

  Sureshbhai- Plz add my following comment with your “Narkasth” article.

  Very original subject and nicely expressed/written article. Conratulations. I loved the humor/satire.

  Like

 9. Vinod R. Patel માર્ચ 13, 2013 પર 12:16 પી એમ(pm)

  શું સ્વર્ગ કે શું નર્ક – માણસોની કલ્પના શક્તિની એ બલિહારી ,
  સ્વર્ગ એટલે માણસને મૃત્યુ પહેલા સારાં કામો કરવા માટે આપેલી લાલચ
  અને નર્ક એ એક જાતની ધમકી અને બીક .

  એક રસ્તાના અંતે જ્યાં રસ્તો ફંટાતો હતો ત્યાં ડાબી બાજુના રસ્તે બોર્ડ હતું એમાં
  લખેલું સ્વર્ગમાં જવાનો રસ્તો અને જમણી બાજુ ના બોર્ડમાં લખેલું નરકમાં જવાથી
  બચીને સ્વર્ગમાં કેમ જવું એ જાણવા માટેનો રસ્તો .
  મોટા ભાગના માણસો જમણી બાજુને રસ્તે જ જતા હતા !

  Like

 10. Sharad Shah માર્ચ 13, 2013 પર 6:49 એ એમ (am)

  હમ પહુંચે કલાકાર હૈ.
  પારસકો પત્થર ઔર
  કાંચનકો કથીર
  બનાના ખુબ જાનતે હૈ

  કહી જન્નતભી પહુંચતે હૈ
  તકદિર કે મારે તો
  જન્નતકો જહન્નમ
  બનાના ભી જાનતે હૈ.
  હમ પહુંચે કલાકાર હૈ.

  હમસે ખુદાભી તોબા હૈ
  ક્યું બનાયા ઇન્સાન?
  પછતાતા બિલખતા
  અપને કીયે પર રોતા હૈ
  હમ પહુંચે કલાકાર હૈ.

  Sharad

  Like

 11. jagdish48 માર્ચ 13, 2013 પર 6:27 એ એમ (am)

  સુરેશ્ભાઈ,
  મૂળ મુદ્દો જ રહી ગયો – જીવન છે તો મૃત્યુ છે…. અને મૃત્યુ ન હોય તો સ્વર્ગસ્થ કે નર્કસ્થનો પ્રશ્ન જ ક્યાંથી ઉઠે.
  કેમ રહ્યું ? 🙂

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: