હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ચાલો! ફરીથી હાહાકાર બનીએ

       ઘણો વખત થઈ ગયો એટલે કદાચ આ ‘હાહાકાર’ નહીં સમજાય! માટે સમજાવું.

      અલબત્ત સર્વોત્તમ ‘હાહાકાર’ ની જેમ લાંબી અને મસ્ત મજાની પ્રસ્તાવના લખવાનું આ ‘બચુડા હાહાકાર‘નું ગજું નથી જ.

હાહાકાર = હાસ્ય હાઈકૂ કાર

      હાસ્ય દરબારના દરબારીઓને ‘હાદજન’ કહેવાનો રિવાજ છે. હા-હા-હી-હી થી શરૂ થયેલા આ દરબારમાં હાસ્ય હાઈકૂનો પદ પ્રવેશ કરાવનાર  આ જનાબ છે, જેમનો ઉલ્લેખ  સર્વોત્તમ ‘હાહાકાર’  તરીકે ઉપર કર્યો છે.

Valibhaai musa

શ્રી વલીભાઈ મુસા (વિલિયમ )-“વલદા”

      ભાગ્યેજ કોઈ ગુજરાતી સર્ફર ( સફર કરનાર , Suffer કરનાર નહીં !) એમને નહીં જાણતું હોય. તેમણે અહીં પીરસેલું પહેલું ‘હાહા’ આ રહ્યું  –

ગાલે હથેલી,
મસ્ત અતીત ખ્યાલે,
કે દાઢ કળે ?

૧, એપ્રિલ – ૨૦૧૦ !

[ એની પર થયેલી ચર્ચા અહીં  માણો ]

      આ હાઈકૂ એટલું બધું ચર્ચાયું કે, ‘ હાહા ‘ લખવાનો આપણા ઘરે (!) ચાલ પડી ગયો. અત્યાર સુધીની હાહા – તવારીખ આ રહી. 

       પણ આ તો બહુ જૂની વાત કરી.  હકિકતમાં વાત એમ છે કે,  રોજિંદા ઈમેલ વ્યવહાર વાળા અમુક મિત્રોને લાગ્યું કે, આ નિર્દોષ, મનોરંજક, સર્જનાત્મક અને અલબત્ત ટાઈમ-પાસ પ્રક્રિયા ફરી ચાલુ કરવી જોઈએ. નેટ મિત્ર શ્રી. પી. કે. દાવડા એ આ બીડું ઝડપ્યું છે

.p-k-davda

             ‘નવી ગિલ્લી – નવો  દાવ’ – એ ન્યાયે તેમણે મોકલેલ  નીચેના  ‘હાહા’ થી આ બીજી ઇનિંગની શરૂઆત કરવામાં આવે  છે.

હસતા રહો

તો આનંદમાં જીવો

નહીં તો મરો

चलो ईक बार
फिरसे
हाहाकार बनें !

Advertisements

7 responses to “ચાલો! ફરીથી હાહાકાર બનીએ

 1. La' Kant " કંઈક " મે 24, 2017 પર 12:11 એ એમ (am)

  લવ યુ ટૂ ,વિથ સ્માઈલ્સ એન્ડ લાફ્ટર ! ” હા હા હા હા હા હા હા હા …………………………………………………અન-એન્ડીંગ …. તાઝા -માઝા મજામાં આનંદમાં રો’ માણે તેની મોજ ભાઈલા સુ.જા,જી !

 2. Kalpana Desai મે 22, 2017 પર 10:18 એ એમ (am)

  હા ભઈ હા, હસતાં રહીશું ને મરીએ ત્યાં સુધી જીવતાં રહીશું.
  હાહાકાર તો કરશું જ.

  • Valibhai Musa મે 22, 2017 પર 10:19 પી એમ(pm)

   કોલ્ડરીન લી? હા,ભાઈ,હા! – એક ટી.વી. એડ.ની યાદ આવી ગઈ!!!
   તો વળી કરસનદાસ માણેકની ‘જીવન શું?’ કાવ્યની પ્રથમ કડી પણ યાદ આવી ગઈ, સાચ્ચું હોં !
   જીવન શું? મરતાં લગી જીવવું; મરણ શું? જીવતાં લાગી કલ્પવું. કલ્પનાજી, આપની કલ્પના પણ બડી અચ્છી છે! કરસનદાસ માણેક કરતાં એક સોપાન વધારે; મરતાં લગી માત્ર જીવવું નહિ, પણ હસતાં હસતાં જીવવું.
   હાહાકારનો જયજયકાર. તાજેતરમાં અવસાન પામેલા શ્રી જનક નાયકની વસિયત પ્રમાણે તેમની સ્મશાનયાત્રામાં હીપ…હીપ…હુર્રે બોલવામાં આવ્યું હતું.

 3. Vinod R. Patel મે 21, 2017 પર 10:45 પી એમ(pm)

  મરણ સુધી
  મોજ કરી જીવીએ,
  એ જ જીવન

 4. સુરેશ મે 21, 2017 પર 6:50 પી એમ(pm)

  હસતા રે’શું
  મરણ લગણ જ !
  જીવ્યા મુઆ નૈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: