“અરે, ભાઈ! શિયાળામાં તો કરા પડે. એમાં શી નવી નવાઈ?”
“પૂર્વ કાંઠે નેમો તો આવશે ત્યારે આવશે પણ …આ શિયાળામાં બે મહિનાથીય વધારે વખત પહેલાં અમેરિકાના પશ્ચિમ કાંઠે કરા પડ્યા.”
“લે! કર વાત.. આ વળી હાદ પર કાંક નવું લાવ્યા.”
“ના ભાઈ ના ! આ ગપગોળા નથી. હાવ હાચી વાત.”
——————————-
વાત જાણે એમ છે કે, કરા પડ્યા અને અમે ચિંતાગ્રસ્ત થઈ ગયા. ‘અમે’ એટલે જૂનાગઢવાસી અશોક મેરામણ નહીં ; પણ આતા, રાત્રિ અને હું – ત્રણ જણા.
૨૬ ડિસેમ્બરે ઉતરાણ….
“ લો! ફરી પાછો ગોટો વાળ્યો ને? ૧૪ જાન્યુઆરીએ ઉતરાણ હોય.”
ભાઈલા કે બેનબા, વાત તો પૂરી કરવા દ્યો. ૨૬મી ડિસેમ્બરે આ સુજાનું ડલાસ એરપોર્ટ ખાતે ઉતરાણ અને બે દા’ડા પોરો ખાઈ, જેટ લેગ ઊતારી, નેટ પર ફરી કામે ચઢી જવું. નેચરલી (ગુજરાતી પ્રેમીઓ માટે– સ્વાભાવિક રીતે !) માઉસ ફેરવતાં જૂના ઈ-મિત્રો હાથવગા થઈ જ જાય. અને થઈ પણ ગયા – એક સિવાય.
કરા (ડો. કનક રાવળ , પોર્ટ્લેન્ડ, ઓરેગન )

થોડાક દિ થયા અને આ અદકપાંસળી જીવને ધરપત ના રહી અને ફોન કર્યો. એક વાર… બે વાર… ત્રણ વાર… ચાર વાર…
પણ કોઈ ઉઠાવે જ નૈ !
આ જણને થયું – ભારતીબેન અને કનક ભાઈ ક્યાંક ફરવા ગયા લાગે છે. પણ ઓરેગન સ્ટેટનું કોઈ જણ ભર શિયાળે ફરવા જાય ,ઈમ નો બને . પણ કદાચ ગરમાવો મેળવવા ફ્લોરિડા પોંચી જ્યા હોય- એમ વિચારી એમના ખાસંખાસ મિત્ર ‘આતા’ને ફોન કરી પૂછી જોયું. પણ એ ભલા માણસને પણ એમની કોઈ ભાળ નો’તી.
અને હવે આ સસ્પેન્સ તોડવો શી રીતે?
આમ વિચાર ચાલતો હતો ; એટલામાં જ કરાને સદ્ મતિ સૂઝી કે, એમનો ઈમેલ મળ્યો.
ત્યારે ખબર પડી કે…
કરા પડી ગયા હતા.
બિમાર પડી ગયા હતા!
…….. અને સજ્જડ બિમારી; જાતજાતની અને ભાતભાતની તકલિફો અને માંડ માંડ, કાબેલ ડાગટરિયાઓના પ્રતાપે પાછા ઊભા થયા હતા – સોરી પથારીમાં બેસી શકતા થયા હતા! બિન સત્તાવાર માહિતી મૂજબ ૬૦+ પુરૂષોને નડતી પ્રોસ્ટ્રેટ એમને નડી ગઈ હતી.
પણ અહીં વાતનું પિષ્ટ પેશણ કરવાની મતલબ એ છે કે, આ સમાચાર મળ્યે ત્રણ ત્રણ અઠવાડિયા થયા છતાં, ભારતીબેન એમની ઉપર બરાબરના મોનિટર વેડા કરે છે. આ સમય દરમિયાન એમને મારી સાથે બે જ વખત વાત કરવા દીધી છે. અને ઈમેલ મોકલવા પણ સજ્જડ પ્રતિબંધ.
કેટલા હરખ હતા? કેટલા અરમાન હતા? એમને મારી દેશયાત્રાની વાત્યું વંચાવવાના? પણ એ બધાય પર પાણી ફેરવી દીધું – આ ભારતી બોને જ તો !!
અમારા આ સુ.જા.ની માધવપુર આશ્રમની યાત્રા પર એક જ શબદ- ‘અદ્ભૂત’.
હવે ભાઈ શ્રી કરા અને શ્રીમતિ કરા, થોડીક તો દયા માયા રાખો.
હવે કમસે કમ આજના સપ્પરમા દિવસે, જ્યારે આપ શ્રીમાન ત્યાંસીમા વરસમાં પ્રવેશી રહ્યા છો; ત્યારે અમારી શુભેચ્છાઓ સ્વીકારવા અહીં પધારશો? ( ડલાસ નહીં …. હા દ પર! )
Happy Birthday in many languages
Key to abbreviations: inf = informal, frm = formal, >m = said to males, >f said to females, m = said by males, f = said by females.
કરા …. તમે પડ્યા એનો અમને અફસોસ અને દિલગીરી છે. પણ તમે હવે વરસો … વરસો વરસ વરસતા જ રહો …
ભારતીબેન કરાને વરસવા દેશો ને? સેન્ચ્યુરી પુરી કરે ત્યાર લગણ ?
Like this:
Like Loading...
Related
91 years completed .
Entered in 92nd and on 3rd June 2022 became one with His Maker.
May his benevolence soul rest in eternal peace .
Our condolences bto Bharati Ben & family.
LikeLike
ધ્યાન દોરવા બદલ ધન્યવાદ
LikeLike
Pingback: મનમોજી ‘કરા’ | હાસ્ય દરબાર
Pingback: સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર |
Pingback: સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર | હાસ્ય દરબાર
જન્મ દિને કનક્ભાઇને કનક્વર્ણી શુભેચ્છા
કરા રહે હરા ભર્યા
LikeLike
Pingback: કરા ઊઠ્યા | હાસ્ય દરબાર
જન્મદીન મુબારક..હો સઘળું મંગલમ
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
સૌપ્રથમ, અરજ સર્વજ્ઞ પરમ સત્તાધીશનેકે, -: ( ” ક.રા. ને શીઘ્ર સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય અને હરતા,ફરતા,બોલતા,લખતા થઇ જાય…”ક.રા.” મન -પ્રસન્ન રહે તેવું કરવા સક્ષમ બની જાય…જલ્દી )
તમારા શબ્દોથીજ શરુ કરું :[‘અદ્ભૂત’. “અદકપાંસળી જીવ” ….બરાબરના મોનિટર વેડા કરે છે. ]…”સંપર્ક તો કરી શકાયો…સરસ …આજે રવિવાર…મનનો પણ…. અધરવાઈઝ , રોજે આતવારજ … છે… આજે કમરમાં લ…ચ…ક…..પડી હાલવા ચાલવામાં ,ઉઠ્બેસમાં તકલીફ છે.તમને જોગનુંજીગ “હા.દ.”દ્વારા મળવાના ઉત્સવના અવસર…
એટલે હવે બેસીને બે-ત્રણ કલાક કામ થશે તમારી જેમ જ !
તમારા જેવો અને જેટલો “રમુજી જીવ” તો નથી જ , પણ એક ધૂન લાગે એટલે “આદુ ખાઈને પાછળ પડી જ જવાય”…અંત આવે પછીજ … કેડો મૂકું ,એટલે આ વળી ” અધીર જીવ” લગભગ … એક વધુ સામ્ય…
તમને જુદો ‘ઈ -મેલ’ લગભગ આજે મોકલીશ…તમારાથી છૂટા પડ્યા પછી…શું…શું થયું,કર્યું એ અંગે…ઓ.કે.?
LikeLike
કનકભાઈને જન્મદિનના અભિનંદન .
પ્રભુ આરોગ્યમય દીર્ગાયું બક્ષે.
Yours Rajendra and Trivedi Parivar.
Our sister Dr.Bhanuben was happy to find you back Home with family too…
LikeLike
ડો .કનકભાઈને જન્મદિનના અભિનંદન .
પ્રભુ એમને આરોગ્યમય દીર્ગાયું બક્ષે એવી શુભેચ્છાઓ અને પ્રાર્થના .
LikeLike
ડો .કનકભાઈને જન્મદિનના અભિનંદન .
પ્રભુ એમને આરોગ્યમય દીર્ગાયું બક્ષે એવી શુભેચ્છાઓ અને પ્રાર્થના .
LikeLike
ಹಪ್ಪ್ಯ್ ಬಿರ್ಥ್ದಯ್
ഹപ്പ്യ് ബിര്ഥ്ദയ്
ହପ୍ପ୍ଯ ବିର୍ଥ୍ଦଯ
ਹਪ੍ਪ੍ਯ ਬਿਰ੍ਥ੍ਦਯ
ஹப்ப்ய் பிர்த்தய்
హప్ప్య్ బిర్థ్దయ్
LikeLike
ਕਰਾ ਮੈ ਤੇਨੁ ਤੇਰੇ ਜਨਮ ਦਿਨਾਦੀ ਬਢਾਈ ਦੇਂਦਾ ਹਾ . ਸੋਤੇਰੀ ਸੋਮੇ ਸਾਲਾਦੀ ਜਨਮ ਦਿਨਾਦੀ ਬਧਾਈ ਦੇਵਾਂਗਾ ਤੇਰੇ ਗਹਣੁ ਆਣ ਕੇ
એ કરા હું તારા જન્મ દિવસની વધામણી આપું છું .અને તારા સોમા વરસની શુભેચ્છા પાઠવવા તારે ઘરે આવવાનો છું .
LikeLike
ડૉ.કરા સાહેબ અમારા પણ તમને જન્મદિન હુબારક. આપ જીઓ હજારો સાલ ઔર હર સાલમેં હો દિન દસ હજાર. .
LikeLike