હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

૯ સુરસુરીયાં !

જૂની જાણીતી પંક્તિઓ પેરડી – લિબાસમાં !

NET–ગુર્જરી

એક શ્વાસે રચાયેલી પ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે

નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું,

એક હું એક હું એમ બોલે !!

આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે,
શાંતીથી ઉંઘ–આરામ કરવો !

એક ચતુરને એવી ટેવ,
પથ્થર થકી બનાવે દેવ !

વગર પાણીએ કરે સ્નાન,
મોંમાં પાંત્રીસ કેરું પાન !

‘તું નાનો હું મોટો’ એવો ખ્યાલ જરી ના ખોટો;
‘નાના’ને ‘મોટો’ કરવાનો ધંધો સદાય ખોટો !!

અન્યનું તો એક વાંકું,
આપણાં અઢાર છે !!

“ઈશ્વરને ગમ્યું તે ખરું !”
(વડીલ પાછા ફર્યા !)

તું મહાકવિ કહી જાત વખાણી રહ્યો, કવિતડું તારું સૌ કોઈ જાણે !

કવિપદે બેસવું એક બાજુ રહ્યું; કવિપગે પડ, પછી બેસ ભાણે !

હું લખું હું લખું એ જ અજ્ઞાનતા
વિવેચના–ભાર જ્યમ લહિયું તાણે !

– જુ.

View original post

Advertisements

નવી કહેવત

42694372_167273810827064_7570656196013588480_n

તે હવે હસાવવા ઊપર ગયા છે.

      બહુ દુઃખ જાતે જણાવવાનું કે, ‘હસતારામ’ આપણી સાથે હવે નથી,  ભાવનગરમાં પણ નથી. ભાન ગુમાવીને હવે આપણા વ્હાલા ભભૈ ભાન વગર, ઉપરવાળાને હસાવવા મોટા ગામતરે હાલતા થ્યા છે.

Bharat_Pandya_1

ભરત પંડ્યા – ભભૈ

હાસ્ય દરબારમાં  ઘણા વર્ષો સુધી આ રમતારામ – હસતા રામ આપણને અચૂક હસાવતા.

વલદાની કલમે તેમનો પરિચય ….

એમની બધી જોક્યું આ રહી.

    આપણને વાદળોની વચ્ચે હસાવનાર ભભૈ ને એક જ વખત સાક્ષાત મળવાનો લ્હાવો સાંપડ્યો હતો, એની યાદ અહીં તાજી કરી લઉં.

     ખેર, વિધાતાની મરજી આગળ આપણા હરખ અને શોક ક્યાં હાલવાના છે? હસતારામને કરૂણ ચહેરે વિદાય આપીને આપણે એક મિનિટ મૌન પાળીએ.

 

અને એ મિનિટ પતી જાય પછી તેમની આ એક જોક પણ માણી લઈએ – એ જરૂર ‘ત્યાં’ મરકશે !bp_hd

કેવા અદ્ભૂત મિત્રો મળી ગયા?

સાભાર – શ્રી. પ્રભુલાલ ભારડિયા

કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા….

કોઈને હાર્ટએટેક આવી ગયા તો કોઈને ડાયાબીટીઝ થઈ ગયા…

કોઈ બિચારા વિધુર પણ થઈ ગયા…

કોઈ બીડી સીગરેટ ફંકતા થઈ ગયા તો કોઈ દારુ પીતા થઈ ગયા…

ઉંમર સાથે વધતા ,વર્ષો આપણી સાથે કળા કરી ગયા….

કોઈને લીફ્ટ મળી ગઈ ને કોઈ દાદરા ચડી ગયા….(મતલબ કે પૈસાદાર થયા)

કોઈએ સંઘર્ષ કર્યો.કોઈને સુખો સહેલાઈથી અડી ગયા….

દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા….

પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા…

કોઈની તબિયત સારી રહી તો કોઈ લથડી ગયા…

કોઈ લોઢા જેવા રહ્યા તો કોઈ બિચારા ઓગળી ગયા…

જીંદગી ના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા

યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ  થઈને ઠરી ગયા..

પણ એક વાતમાં આપણા સૌના નસીબ ઉઘડી ગયા_

આપણને સૌને અનાયસે કેવા અદ્ભૂત મિત્રો મળી ગયા.

અજ્ઞાત

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

સાભાર – શ્રી. ડી.ટી. સોલંકી , અમદાવાદ ( Sent on WhatsApp )

એક સાયકલમાં ત્રણ સવારી જતા,
એક ધક્કો મારે ને બે બેસતા,
આજે બધા પાસે બે બે કાર છે,
પણ સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર ક્યાં છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

એકનાં ધરેથી બીજાના ઘરે બોલાવા જતા,
સાથે મળીને રખડતા ભટકતા નિશાળે જતા,
આજે ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે,
પણ કોને કોના ધરનાં સરનામા યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

રમતા લડતા ઝધડતા ને સાથે ધરે જતા,
કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવસ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાના કાઢી ક્યે છે કે મને તારીખ ક્યાં યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

રોજ સાથે રમતા વાતો કરતા,
સમય પ્રત્યે સૌ અજાણ હતા,
આજે રસ્તામાં હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ તારૂ એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ત્રણ દિવસ પતંગને કાના બાંધતા,
દિવાળી જનમાષ્ટમીની રાહ જોતા,
આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે તહેવારો માણવાનો ક્યાં ટાઈમ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

આઠઆનાની પેપ્સીકોલામાં અડધો ભાગ કરતા,
પાવલીનાં કરમદામાં પાંચ જણા દાંત ખાટા કરતા,
આજે સુપ સલાડ ને છપ્પનભોગ છે,
પણ ભાગ પડાવનાર ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ભેરૂનાં જન્મદિવસનાં જલસા કરતા,
મોટાનાં લગન પંદર દી માણતા,
આજે મિત્રનાં મરણનાં સમાચારે પણ,
વોટ્સએપમાં આર.આઈ.પી. લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?
     – અજ્ઞાત