હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફ્યુઝન બર્થ ડે પાર્ટી

  શુધ્ધ ગુજરાતીના ચાહકોને અકળાવી દે તેવું શીર્ષક છે ને? એકેય ગુજરાતી શબ્દ જ નહીં!

‘ સંયોજન જન્મદીન ઉજાણી/ ઉજવણી ’?

  જવા દો ને યાર! આ ભદ્રંભદ્રીય કસરત – અને તે ય હાસ્ય દરબાર ઉપર! ઘણા અંગ્રેજી શબ્દો આપણી ભાષામાં ઘર કરી ગયા છે. તો એક બે વધારે! વીલાયતી રાજ વખતેય અંગ્રેજી બાનુ નો આટલો રુઆબ ન હતો.  મારી કવીતા વીલાયતી મહેમાનો યાદ આવી ગઈ.

એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.  

   શુધ્ધ શાસ્ત્રીય સંગીતના એ જમાનામાં ફ્યુઝન મ્યુઝીકેય ક્યાં હતું? પણ માળું ઈ વખતમાં પણ ફીલ્મી ગીતો પર, મારા બાપાય ઝુમી પડતા’તા હોં!

   અરે! ભાયું ને બેન્યું, ન્યાં કણે પાર્ટીની વાત છે, પાર્ટીની – સંગીતની નહીં. આ અમારા ડાગટર ભાઈ રાજીન્દર સંગીતના શોખીન છે; એ વાત અલગ છે. (ઈવડા ‘ ઈ’ દર વર્ષે મુળાના પતીકા જેવા ડોલર ખર્ચી અમદાવાદ ‘સપ્તક’ નો મજો અને જલસો માણવા જાય છે. ) ઈ ને કદાચ આ પાર્ટીની વાત ગમે કે નો ય ગમે!

    હવે મુળ વાત પર આવું. મારી આંખના અભુતપુર્વ ઓપરેશન પછીની મારી વીતક કથા વાંચી; મારાં પુત્તર-પુત્તરી ને શુર ચઢ્યું. ‘ દાદા’ની બર્થડે ઉજવી એમના એ ખાલીપાનું સાટું વાળવાનું એમણે નક્કી કર્યું. દાદી હાજર નથી એટલે તો ખાસ.

   હવે મારે ખાટલે ખોડ માળી એ છે કે, હંધાંય મને ‘ દાદા’ કહે છે – મારી એકની એક ઘરવાળી સમેત! અહીંના તળ અમેરીકનોને તો ‘ સુરેશ’ બોલતાં ના ફાવે એટલે દાદા કહે છે. ( કોક ‘ સરેશ’ કહે અને ભીંત પર ધોળાઈ ગયો હોઉં એમ લાગે છે.) કો’ક જાની નું ‘ જેની’ કરી નાંખે તીં આ ભાયડાને માઠુંય લાગી આવે. અને દાદા કહેવડાવવામાં મારો સુક્ષ્મ અહમ સંતોષાય છે. કોઈ ખરેખરના ‘દાદા’નો શીખાઉ શીષ્ય પણ એક અડબોથ લગાવી દે તો બે ચાર દાંત વીના ખર્ચે પડી જાય એવા આ સુકલડી, દમીયલ જણને જવાનજોધ લોક ‘દાદા’ કહે એ સારું તો લાગે છે. હા! ટેંગલાદાદા કે બાટલી દાદા, મસ્તાન દાદા એવાં મહાન નામો આપણા નસીબમાં ક્યાં? એટલે ક્યાંય ‘દાદાગીરી’  નથી કરતો તોય બધાંનો ‘ દાદો ‘ બની ગયો છું !

    જો ફરી પાછો આડે રસ્તે ( સોરી ! આડા પાટે) ચઢી ગયો. આ સાઠ પછીનાની ખાસ ખાસીયત હોં! વાત્યું કરનાર કોઈ મળે અને ‘કેમ છો?’ પુછે તો આખા જીવતરની કહાણી સુણાવી દઈએ.

કોઈએ જ્યાં અમસ્તું પુછ્યું કેમ છો? 
એને આખી કહાણી સુણાવી દીધી.
થાય સરખામણી તો ઉતરતા છીએ,

  – અજ્ઞાત

      હવે વાતમાં વધારે મોણ નાંખ્યા વગર વાત આગળ ચલાવું.તે દી’ સાંજે આ ‘ દાદા’ ની 66મી જન્મતારીખ ધામ ધુમથી ઉજવાણી. દીકરી, જમાઈ, બે પૌત્ર અને એક દીકરો. આટલી બધી ગંજાવર પબ્લીકની વચ્ચે ઉજવાણી!

    62 વરસનાં દાદી તો પગ અને દાંત રીપેરીંગ કરાવવા અમદાવાદ જ હતાં. દીકરો મોંઘીદાટ ચોકલેટ કેક લાવ્યો હતો. છાંસઠ વરહના આયખામાં પહેલી જ વાર દાદાને માટે ‘ હેપી બર્થ ડે’ લખેલી કેક આવી હતી!  દીકરી હાંફળી ફાંફળી મીણબત્તીયું શોધવા માંડી. ઘરમાં ક્યાંયથી ની’મળે. જમાઈ પણ આ મહાન શોધમાં મચી પડ્યા.

    હવે મારાથી ન રહેવાણું. મન લોભાવે એવી, ચોકલેટનાં ગુલાબ લગાવેલી અને ચોકલેટીયા પાન ભભરાવેલી કેક સામે પડી હતી. મોંમાં તો પાણીનો નાયગ્રા. શીદને આ બધી જળો જથા કરતાં હશે?

   ત્યાં જ મારા ફળદ્રુપ ભેજામાં અભુતપુર્વ ચમકારો થયો. કેવળ જ્ઞાન લાધ્યું હોય તેમ, કોઈ અગોચરમાંથી અગમ્ય પ્રેરણાયુક્ત વાણી પ્રગટ થઈ. અસ્સલ ‘અંતરની વાણી’ હોં !

    મેં કહ્યું ,” અરે! બેની, છાંહઠ કેન્ડલો ક્યાંથી લાવીશ? અને લાવીશ તો મુકીશ ક્યાં ? આ કેકનો બધો નજારો ઢંકાઈ જશે.”

    દીકરી, “ અરે! એમ તે કાંઈ ચાલે? કમસે કમ એક મીણબત્તી તો જોઈએ જ ને?”

   મેં કહ્યું ,” અલ્યાંઓ! તમે સમજો. આ ડોહાને એની શી જરુર? એના કરતાં એક કામ કરો- શુધ્ધ ભારતીય પ્રણાલીકા પ્રમાણે, ઘીનો દીવો પ્રગટાવી દ્યો.”

   બધાંને આ વચગાળાનો રસ્તો પસંદ આવી ગયો.  ‘ઘરડાંજ ગાડાં વાળે.’ એ કહેવત મનોમન કહી, મેં મારો પોતાનો બરડો થાબડી લીધો. સાઠ વરસ પછી પહેલી વાર કાંઈક અક્કલની વાત સુઝી.

   અટકચાળો દીકરો તો બોલ્યોય ખરો,” આ પહેલી વાર તમે કામની વાત કરી.”

    જેમ હોય તેમ, મેં કેકની બાજુએ હવે રાખવામાં આવેલો દીવો પ્રગટાવ્યો; મનમાં ગાયત્રી મંત્રનો પાઠ કર્યો; બધાંએ ‘હેપી બર્થ ડે’ નું ચવાઈ ગયેલું ગીત ગાયું; તાળીઓ પડી; મેં કેક કાપી – અને રંગે ચંગે આ ડોહાની બર્થડે પાર્ટી ઉજવાણી.


દાદા પાર્ટી

ફ્યુઝન પાર્ટી

      જમણમાં તો અહીં કદીક જ બનતી, મને બહુ જ ભાવતી, તરલા દલાલની ચોપડીમાંય ના મળે તેવી ‘ રેર રેસીપી’, ફાડાની રજવાડી ખીચડી હતી. તે આંગળાં ચાટી ચાટીને ખાધી.

    અને આમ એક અભુતપુર્વ ‘ફ્યુઝન બર્થ ડે પાર્ટી ‘ ઉજવાઈ ગઈ.

27 responses to “ફ્યુઝન બર્થ ડે પાર્ટી

 1. chandravadan નવેમ્બર 22, 2011 પર 11:39 પી એમ(pm)

  Chalo…Aaa Birthday Post Maate Avyo Na hato ….AaviNe Post Vanchya Bad CAKE Pan Joyee….Khavaa Mate Picture Cake Naa Male..Pan Anand Etalo Ke Tame to E Khadhi Hati ( Birthday Samaye).
  “E cake” Not found !
  So…You have to visit my Blog & view your CAKES…& Choose one at>>>>
  http://chandrapukar.wordpress.com/2009/03/05/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%ab%87%e0%aa%b6%e0%aa%ad%e0%aa%be%e0%aa%88-%e0%aa%9c%e0%aa%be%e0%aa%a8%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ac%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5-%e0%aa%a1%e0%ab%87%e0%aa%a8/
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 2. chetna Bhagat એપ્રિલ 11, 2009 પર 6:05 એ એમ (am)

  Dont Forget to invite me NEXT time… !!!!!!!!HAPPY BIRTH DAY… !!!!!!!!!!

  Like

 3. ashalata માર્ચ 25, 2009 પર 8:09 એ એમ (am)

  dadaji HAPPY B—–D—-
  ghanu ghanu jivo.

  Like

 4. Kirtikant Purohit માર્ચ 13, 2009 પર 11:20 એ એમ (am)

  Ek hamumar Dadana bija Dadane Happy Birthday. Bravo. Keep it up.

  Like

 5. MANAV PATEL માર્ચ 13, 2009 પર 10:29 એ એમ (am)

  SO VARAHANU SUKHI ANE SAMRUTHA AYUSHYA BHOGAVO ANE , SADAY HASHYA PIRASATA RAHO , TATHASTU .

  Like

 6. pinke માર્ચ 13, 2009 પર 3:38 એ એમ (am)

  vah nice , i like your eye opresion topik amd song also. thnx dada.

  Like

 7. ગોવીન્દ મારુ માર્ચ 12, 2009 પર 10:19 પી એમ(pm)

  વડીલ શ્રી સુરેશભાઈ,

  આપની ૬૬મી વર્ષગાંઠ રંગે ચંગે બાળ-બચ્ચાઓની સાથે ઉજવાઇ એનો અમોને આનંદ છે. ફાડાની ખીચડીનો ફોડ પાડજો હોં ને……….
  ખુબ ખુબ અભીનંદન…….

  ગોવીન્દ મારુ

  Like

 8. Rajendra M.Trivedi, M. D. માર્ચ 12, 2009 પર 8:15 પી એમ(pm)

  Dear Bhai Suresh,
  Best Belated Bithday wishes.
  Satamjivi Dhuleti…..
  Thanks to be Part of Hasyadarbar.
  Stay Connected.
  Keep Shining as always.

  Dhavalrajgeera and Trivedi Parivar
  http://www.yogaeast.net

  Like

 9. bharat joshi માર્ચ 12, 2009 પર 11:59 એ એમ (am)

  dada, wonder!!!!!!!! shatam jivam sharadah

  Like

 10. દક્ષેશ માર્ચ 12, 2009 પર 11:26 એ એમ (am)

  ઘીનો દીવો પ્રકટાવીને થયેલ કેક વાળી બર્થ-ડે પાર્ટી …વાહ ક્યા ફુયુઝન હૈ. સારુ છે કે કેક કાપવાનો પ્રોગામ તુલસી ક્યારે નહોતો રાખ્યો … :)) Belated Happy birthday Sureshdada.

  Like

 11. ડૉ ભરત શાં. શાહ, ન્યુ યૉર્ક માર્ચ 12, 2009 પર 11:20 એ એમ (am)

  મારાથી ૨-૩ વર્ષ નાના છો, એટલે વર્ષગાંઠનાં અભિનંદન, અાશીર્વાદ, અને એક શીખ પણ. અાટલી નાની વયે પણ તમારામાં હાસ્યવૃત્તિ સારી એવી વિકસેલી દેખાય છે, તેને છૂટથી વકરવા દેશો, તો મોટી વયે કામમાં અાવશે. જ્યાં હાસ્યને મોકળાશ મળવી જોઇએ, ત્યાં જ તમે બિચારાનું ગળું જ ઘોંટી નાખો છો. જરા બહેલાવીને ફરીથી લખો તો સારું. ભવિષ્યમાં તમારા હાથે ઘણાં ઉત્તમ કામો થવાનાં એંધાણ વરતાય છે.

  Like

 12. Dr.Ashok Mody માર્ચ 12, 2009 પર 11:17 એ એમ (am)

  Many Many Happy Returns (belated) of the day.

  Like

 13. Prabhulal Tataria"dhufari" માર્ચ 12, 2009 પર 5:04 એ એમ (am)

  ભાઇશ્રી જાની,
  આપનો ઇ-મેઇલ મળ્યો.આપને ૬૬માં વર્ષગાંઠ નિમિતે આપને અભિનંદન.આમ તો મારો
  પણ ૬૬મી વર્ષગાંઠ ૨૯-ડિસેન્બરના જ ઉજવાઇ.આપના જન્મદિવસના બનેલ ફાડાની ખીચડીની રેસીપી આપને જનાબ અકબરાલી નરસીએ પુછી છે તો જણાવશોને?
  આપની ફાડાની ખીચડી મને મારા શૈશવમાં ખેચી ગઇ જ્યારે દર વેકેશનમાં હું મારી ફઇની દિકરાવહુને ત્યાં બનતી ખીચડી મારી માતૃભાષામાં જેને “છડ્યો”(ગુજરાતીશબ્દ મને ખબર નથી પણ મને આશા છે કે એની રેસીપી ઉપરથી સમજાઇ જશે)ખાવા મળશે એ ઉમંગમાં હું વેકેશન ગાળવા જ્તો.
  હવે ઉપરોક્ત કચ્છી ખીચડી(છડ્યો)ની રેસીપી જોઇએ તો તે જમાનામાં થતો મગ જેવો જાડો
  બાજરો તેને પાણીની છાંટ મારી થોડો વખત રહેવા દઇને જમીનમાં બનાવેલી ઓખલીમાં સાંબેલાથી છડવામાં આવતી પછી સુપડાથી જાટકીને એના પરથી છોતરા નિકળી ગયા બાદ બાકી રહેલ મીંજમાં તેટલાં જ મગ ઉમેરીને માટીના હાંડલામાં ચુલા પર ખીચડી રાંધવામાં આવતી જે થોડી ઢીલી રંધાતી.એમ રંધાયેલી ઉતાર્યા બાદ તેમાં ભેસના ઘેર બનાવેલા ઘીની ધાર કરીને ખુબજ ધુટવામાં આવતી ત્યારે હાંડલામાંથી આવતી સોડમવાળી ખીચડી ભેસની જાડી છાસથી ખવાતી.એ સોડમ માણ્યાને લગભગ ૫૫ કે ૫૭ વર્ષ થયા હશે પણ સ્મૃતિપટલ પર હજુ કાયમ છે.(આપને જો આ રેસીપી માટે યોજાતો શબ્દ પ્રયોગ ખબર હોય તો જણાવશો)
  અસ્તુ
  -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  Like

 14. ajay majmudar માર્ચ 12, 2009 પર 12:10 એ એમ (am)

  Dear Sir
  We missed your birthday
  Better late than never
  HAPPY BIRTHDAY
  aJAY

  Like

 15. Akbarali Narsi માર્ચ 11, 2009 પર 3:26 પી એમ(pm)

  શુરેસ દાદા

  બર્થ ડે પાર્ટી સારી રહી, પરંતુ

  ફાડાની ખીચડી શું ચીજ છે?

  તેની રેસીપી શું છે ?

  અકબર અલી નરસી

  Like

 16. pragnaju માર્ચ 11, 2009 પર 3:02 પી એમ(pm)

  ડોહાની બર્થડે પાર્ટી ઉજવાણી.

  એક તરફ ૬૨ના બેબી બનો
  અને ૪ વર્ષમા ડોસા
  કોઈ કહે તો કહીએ ગાળો શાનો દે છે ?
  ડોસો તુ-ડોસો તારો…
  અભી તો મૈ જવાન હું

  શાયર બિસ્મિલ સૈયદીએ કહ્યું છે :

  લહુ જૉ ગર્મ ના કર દે વોહ

  આરઝુ કયા હૈ

  જૉ આરઝુ સે ના

  ગરમાયે વોહ

  આરઝુ કયા હૈ ??

  હોળીના તહેવાર અને હાસ્ય દરબાર

  Like

 17. Maheshchandra Naik માર્ચ 11, 2009 પર 1:53 પી એમ(pm)

  It is GREAT to ENJOY BIRTHDAY with family and more particularly with GRAND CHILDERNs and as per their desire NOW,

  Like

 18. Chirag Patel માર્ચ 11, 2009 પર 1:29 પી એમ(pm)

  વાહ, વડોદરામાં મારી પહેલી ઉજવણીવાળી જન્મદીનની પાર્ટી પણ આવી જ ફ્યુઝન વાળી હતી!!! ક્યા બાત હૈ?

  Like

 19. Capt. Narendra માર્ચ 11, 2009 પર 12:27 પી એમ(pm)

  તમારા બર્થડેની વાત વાંચીને મોઢું મલકાઇ ગ્યું. મજો આવી ગ્યો! હું શું કે’તો’તો, ફાડાની રજવાડી ખિચડી ફ્રીઝ કરીને રાખી’સે કે નૈ? હું થોડ દિ’માં પાસો અમેરિકા આવું’સું, તે થોડો ભાગ મને’ય મળે. તમે કીધેલો નાયગ્રાનો ધોધ ખિચડીની વાત હાંભળીને લંડન-લગણ પોં’ચી ગ્યો!

  હવે મારા જેવા ઘૈડા – પણ એકબીજા પર ોળઘૌળ ગયેલા, ૪૫ વરસના લગનજીવનની એકએક ઘડીનો સથવારો આપેલા ડોહા-માજીની ૪૬મી “અૅનીવર્સડી’ની વાત કહું.

  “આપડા નવા નવા લગન થ્યાં ત્યારે તમે મારી આંખ્યુંમાં આંખ્યું નાખીને કેવું કેવું કેતા’તા!!!”

  “લાવ્ય, આજે પણ એવું જ કંઇક કરીએ. પણ મારા ચશ્મા ક્યાં છે?”

  માજી ચશ્મા લઇ આવ્યા.

  “અને હું તમારી હાટુ કંસાર રાંધતી, તંઇ તમે કે’તા કે તારી આંગળીયૂંમાં એટલી મીઠાશ છે, કે ઇને બટકું ભરું! અને તમે ખોટું ખોટું બટકું ભરતા…..”

  “હાલ્ય ત્યારે, મારા દાંત ક્યાં મૂક્યા સે??”

  Happy Birthday, Sureshbhai!

  Like

 20. Dr. Dinkerray J. Joshi માર્ચ 11, 2009 પર 11:22 એ એમ (am)

  HAPPY BIRTHDAY TO U ,

  FROM Dr DINKER JOSHI & Dr ANJANABEN D. JOSHI
  WE BOTH WISH , U R HEALTH AND KEEP MORE WRITTING IN GUJARATI AND WE TAKE PLEASURE TO READ THAT.

  THANX

  Like

 21. Dr. Dinkerray J. Joshi માર્ચ 11, 2009 પર 11:19 એ એમ (am)

  salla e happy birthday ujjavio ane mane bolavyo pan nahi
  DOHA ni yad shakti sav chali gayi chhe
  DOHO SUKHI CHHE, BHABHI – SHEBA nathi etle jalsa kare chhe.\
  TUMAHER CHARO AUR HAMNE HAMARE JASUS RAKH DIYA HAI.

  Like

 22. Himanshu માર્ચ 11, 2009 પર 10:42 એ એમ (am)

  Sureshbhai

  Congratulations on your 66th bday. You are blessed to have a loving family around you. Best wishes.

  Like

 23. BHUPENDRA JESRANI. માર્ચ 11, 2009 પર 10:11 એ એમ (am)

  JUST LOVELY!!!! LOVE IS MORE THAN ANYTHING..!!!!! WELL DONE KIDS…KEEP IT UP…..FOR YOUR LOVABLE DADA!!!!

  Like

 24. Harnish Jani માર્ચ 11, 2009 પર 9:00 એ એમ (am)

  દાદા,તમારી પાર્ટીમાં,ફ્યુઝન કરતાં કનફ્યુઝન વધારે લાગ્યું. બાય ધ વે,પેલો શેર બરકત વિરાણી “બેફામ” નો છે.

  Like

 25. chandrakant shah માર્ચ 11, 2009 પર 8:50 એ એમ (am)

  poem you have refeenced as by – unknown poet – is Barkat Virani – BEFAM’s

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: