હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વ્યંગ અને કટાક્ષ – ચંદ્રકાન્ત બક્ષી

સાભારશ્રી. વિનોદ ભટ્ટ, સાબરમતી, અમદાવાદ
1992 માં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ  —

ભણેલો :-

જે 1 મિનીટમાં ઉંચા અવાજે 30 અને મનમાં 35 શબ્દો વાંચી શકે પણ સમજ્યો કૈં ના હોય


ખતર
નાક કામ :-

‘એક’ ખાડા ને ‘બે’ કુદકા મા પાર કરવો !!


પતિ :

પ્રેમીમાંંથી પ્રેમ કાઢી લીધાં પછી જે બાકી રહ્યુ તે


મિટિંગ :-

જયાં ‘મિનિટસ’ સચવાય છે.. કલાકો બગાડીને..


શિસ્ત :-

શરીર ની ઇચ્છા વિરૂદ્ધ ફક્ત સંકલ્પના જોરે શરીર પાસે કરાવાતું વઇતરું


Sense of humor :-  

જે પત્નીમાં હોય તો લગ્ન જીવન તોડી નાંખે અને પતિમાં હોય તો ટકાવી રાખે તેવો ગુણ


કાયદો :-

કરોળિયા નું એવું જાળું… જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે


સલાહકાર :-

જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક ના કરી શક્તો હોય


ગુજરાતી :-

એવી પ્રજા જેને માત્ર ‘શુભ’ ઉપર વિશ્વાસ નથી, સાથે ‘લાભ’ પણ જોઇયે


શેરબજાર :-

એવું જાદુઈ બજાર જે આપણે ખરીદીએ પછી પડી જાય અને વેચીએ પછી વધી જાય


દારૂબંધી :-

જયાં દારૂ બોટલ નાં બદલે પીપ માં મળે એવી રાજ્ય વ્યવસ્થા!


બુદ્ધિજીવી :-

જે ચર્ચા કરતો હોય ત્યારે સામે વાળો તો ના સમજે પણ પોતેંય કાંઇ નાં સમજતો હોય


રસોડું :-

એવો રહસ્યપ્રદેશ જેની અંદર ની ભૂગોળ બદલાતી રહે અને પુરુષ મૃત્યુ શુઘી સમજી જ ન શકે


જન્મ દિવસ :-

જે દિવસ સ્ત્રી વગર આયાસે યાદ રાખી શકે અને પુરુષ પુષ્કળ આયાસ પછી પણ ભૂલી જાય


આદર્શ પતિ :-

ઘરમાં કલર ટીવી હોવાં છતા રેડિયો FM ઉપર જુના ગીતો સાંભળ્યા કરતું પ્રાણી!!

4 responses to “વ્યંગ અને કટાક્ષ – ચંદ્રકાન્ત બક્ષી

 1. NAVIN NAGRECHA, PUNE (Maharashtra) જાન્યુઆરી 9, 2017 પર 4:59 એ એમ (am)

  Nice enjoyable definitions.
  navin nagrcha

  Like

 2. Vinod Bhatt જાન્યુઆરી 6, 2017 પર 8:55 એ એમ (am)

  1) Many thanks to Pujya Shri Suresh Jani

  2) Thanks to Jagdishbhai too for addition. Liked it.

  Like

 3. jagdish48 જાન્યુઆરી 6, 2017 પર 1:10 એ એમ (am)

  “કાયદો :-
  કરોળિયા નું એવું જાળું… જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે
  સલાહકાર :-
  જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક ના કરી શક્તો હોય” Liked much

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: