હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી )

અમેરિકામાં વસતા ભારતીયો વિશે સરસ ચિંતન

દાવડાનું આંગણું

(આંગણાંમાં મોટાભાગના લેખ ૮૦૦ થી ૧૨૦૦ શબ્દોના મૂકાય છે, જેથી મહેમાનો ૧૦ થી ૧૫ મીનીટમાં એ વાંચી શકે. આંગણું દરેક દિવસે માત્ર તમારી પાસેથી ૧૦/૧૫ મીનીટ્સ જ માંગે છે, આજે એ નિયમમાં થોડી છૂટછાટ લઈ થોડો લાંબો લેખ મૂક્યો છે. શ્રી નટવર ગાંધીના અભ્યાસના પરિણામ રૂપે લખાયલો આ લેખ, જેમ મને ગમ્યો છે તેમ તમને પણ ગમશે. -પી. કે. દાવડા)

અમેરિકામાંવસતાભારતીયો(નટવરગાંધી )

૧૯૮૦માં ઈરાનમાં સળગેલી ક્રાંતિ દરમિયાન અમેરિકન એલચીખાતાના કર્મચારીઓને ત્યાં પકડવામાં આવેલા, અને ૪૪૪ દિવસો સુધી લગાતાર કેદમાં રખાયેલા.  એ દરમિયાન અમેરિકામાં ભણતા ઈરાની વિદ્યાર્થીઓએ ઈરાનના ક્રાંતિકારી નેતા આયાતોલા ખોમેની અને ઈરાનની ક્રાંતિનો જય બોલાવતા મોરચાઓ અમેરિકાના નાનાંમોટાં શહેરોમાં કાઢેલા.  સામાન્ય અમેરીક્નોમાટે આ મોરચાઓ અસહ્ય થઈ પડેલા. અમેરિકનોનું કહેવું એમ હતું કે એક બાજુ ઈરાન જુગજૂની આંતરરાષ્ટ્રીય રૂઢિને અવગણીને આંગણે આવેલા અતિથિસમા અમેરિકન કર્મચારીઓને કેદમાં પુરે છે, અને બીજી બાજુ, આ ઘા ઉપર મીઠું ભભરાવતા હોય તેમ અહીંના ઈરાની વિદ્યાર્થીઓ અમેરિકાની રાજધાની વોશીન્ગટનમાં વ્હાઇટ…

View original post 5,499 more words

Advertisements

પાર્ટી

સાભારશ્રી. હર્ષદ કામદાર, મુંબાઈ

લાસ્ટ નાઈટ ખૂબ દારુ પીધા પછી દોરાબ બાવો ચૂપકેથી પાર્ટી છોડીને બહાર આવી ગ્યો. પણ કાયદાથી ગભરુ અને ‘ડ્રન્ક એન્ડ ડ્રાઈવ’ ગુનો છે તે જાણતો હોય પોતાની ગાડી ત્યાંજ છોડીને ટેક્સી પકડી.

પાર્ટીમાં તેને શોધતા એના મિત્રએ બેચેનીપૂર્વક તેને ફોન કર્યો ને પૂછ્યુ, ‘તું ક્યાં છે બાવા ?”

દોરાબે જવાબ આપ્યો કે, “જરીક વધારે પીવાય જવાથી તે ગારી  તાં જ છોરી  ટેક્સી પકરી ઘેર જવા નીકલી ગ્યો.”

મિત્ર :  “ગેલસપ્પા  કોને ઘેર ગયો, પાર્ટી તો તારા ઘેર ઊતી… !!!”

ઉલટા ગણિત

સાભારશ્રી. ભીખુભાઈ મિસ્ત્રી, હ્યુસ્ટન

આ ઉલટું  ગણિત માણવા છેલ્લે સુધી આ વિડિયો જોવો જ પડશે –

મસ્ટ વોચ !!!

આજની જોક … ડોક્ટરની ખાતરી !

ડોક્ટરની ખાતરી !

દર્દી – ડોક્ટર સાહેબ, મારા હૃદયમાં હજુ કંઈક પ્રોબ્લેમ હોય એમ મને જણાય છે. ઠીક નથી લાગતું.

 ડોક્ટર- ચીંતા ના કરો .મેં તમારા હૃદયની પુરેપુરી તપાસ કરેલી છે .હું તમને ખાત્રી પૂર્વક કહું છું કે તમે જીવશો ત્યાં લગી તમારા હૃદયને કશું નહિ થાય !

અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….મેહુલ ભટ્ટ

માથે ધોળા વાળ છે,
ઉંમર સીત્તેર માથે ચાર છે,
પેન્શન પણ જોરદાર છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

ઘેર એક લાંબી ગાડી છે,
ઘર પાછળ નાનકડી વાડી છે,
એમાં તાજી દૂધી ઉગાડી છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

અમે ખાંડ કે તેલ ખાઇએ નહી,
લસણ- ડુંગળી ઘરમાં લાઇએ નહી,
સેવા પૂજા કદી ભુલાઇએ નહી,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

અમ્મારો બાબો સેટ છે,
વહુ પણ બહુ ગ્રેટ છે,
બાબાનો બાબો સહેજ ફેટ છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

બાબો અમારો એન.આર.આઇ,
આઇ.ટી મા એનુ નામ છે ભાઇ,
ડોલરમાં એની મોટી કમાઇ,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

બાબો અહીં ખાસ આવે નહી,
બાબાને ઇન્ડીયામાં ફાવે નહી,
અમને કામ વગર બોલાવે નહી,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

બાબાનો બાબો અંગ્રેજી બોલે,
અમને રેંજી પેંજી જેમ તોલે,
વાત સાંભળયા વગર તે દોડે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

ઘર મોટું બનાવ્યું એના માટે,
બે રુમ આખા એના ખાતે ,
વણ વપરાશે ચાદરો ફાટે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

એટેક બેઉ ને આવી ગયા,
જમડા ડોરબેલ બજાવી ગયા,
।આ ફેરા અમે ફાવી ગયા,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

દેહ દાન ના ફોરમ ભરી દીધા,
કાગળીયા બધા સહી કરી દીધા,
જીવત ક્રીયા ના દાન કરી દીધા,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

એકલા એકલા જીવી જવાના,
કદી એકલા જ સાવ મરી જવાના,
બાબા માટે ઘણું છોડી જવાના,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….

ઘણું ઝાઝુ ભેગુ કરવું નહી,
લાગણીએ તરફડવું નહી,
કાલને  માટે તૂટીને મરવું નહી,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે…