હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી – ચીમન પટેલ

આજે નિયતિને ત્યાં અમારે જમવા જવાનું હતું.

 અમે અમારી ટેવ મુજબ સમયસર પહોચી ગયા. બારણા પરનો ‘બેલ’ દબાવતાં, હસતા મુખે બારણુ ખોલી નિયતિ બોલી; ‘મને હતું જ કે તમે જ હશો! તમારા સિવાય કોઇ મારા ત્યાં ‘ઓન ટાઇમ’ આવતું નથી!’ અમારો આભાર માની, અમને એની બેઠકરૂમ સુધી કંપની આપી, બેસવાનું કહી પુછ્યું?;

‘ડ્રીન્કમાં શુ આપુ તમને?”

મેં કહ્યું; ‘બધાને આવવા દો પછી લઇશ’

‘તો ઠંડુ પાણી તો લેશોને?’

‘ના, પાણીતો અમે ઘેરથી પીને નિકળ્યા છીએ.’

ટી.વી. ચાલું કરી એ બોલી, ‘તમે આ સીરીયલ જુઓ છો? સરશ આવે છે. તમે જૂઓ અને હું જલ્દી જલ્દી તૈયાર થઇ તમને કંપની આપવા આવી જાવ છું’

‘તમારા મિસ્ટર દેખાતા નથી’ મેં પૂછ્યું.

‘એ જરા થોડી વસ્તુઓ લેવા સ્ટોરમાં ગયો છે તે આવતો જ હશે.’ કહી નિયતિ તૈયાર થવા સરી ગઇ.

એના ગયા પછી મેં ધર્મપત્ની તરફ જોયું. એ બોલી; ‘મને નાહકના તમે ઉતાવળ કરાવી! મારે સાડી બદલવી હતી,પણ જવામાં મોડું થાય અને તમે મારી ઉપર બગડો એટલે મેં સાડી પણ ન બદલી!!’ બાકીની એની ફરિયાદ એની આંખોમાં હું વાંચી ગયો. અમે બંને ઘડીભર ચૂપ રહ્યા એ દરમ્યાન નિયતિ તૈયાર થઇને આવી ગઇ, અને એના મિસ્ટર પણ આવી ગયા.

થોડા મહિનાઓ પછી, નિયતિને ત્યાં ફરીથી જમવા જવાનું થયું.

ટી.વી. ચાલું કરી, ધર્મપત્ની તૈયાર થઇ બહાર આવે એની  રાહ જોતો  ચાલુ કપડામાં હું સમય કાપી રહ્યો હતો. ધર્મપત્નીનો પ્રવેશ થતાં અને મને જુના કપડામાં જોઇ એ ભડકી, ને બોલી;’તમે હજુ તૈયાર નથી થયા?!’ એને આગળ બોલતાં અટકાવી મેં કહ્યું; ‘નિયતિ આપણા ત્યાં કાયમ એક કલ્લાક મોડી આવે છે. મારી ટકોરોથી પણ એનામાં ફેર પડ્યો નથી, એટલે મેં આજે એની આંખ ખોલવા એક નવો કિસ્સો અજમાવવાનો નિર્ણય કર્યો છે.’ પત્નીને ખુશ કરવા મેં કહ્યું; ‘તારે બીજી સાડી બદલવી હોય તો બદલી લે. આજે આપણી પાસે ઘણો સમય છે.’

‘પણ, મને પેટ ખુલ્લી વાત કરશો કે તમે શું કરવાનું વિચાર્યું છે?’

એની પાસે જઇ, કાનમાં મેં મારો કિમિયો કહ્યો.

‘ઓકે. ઓકે. હવે તમે તૈયાર થવા જશો પ્લીઝ?’

નિયતિના ત્યાં પહોચતાં, કામયની જેમ બારણાનો બેલ દબાવતાં, બારણું ખોલતાં નિયતિ બોલી; ‘તમે આજે આટલા માંડા!! તમે તો મારા ત્યાં કાયમ નિયમિત આવનારા આજે ખાસ્સો કલ્લાક માંડા છો?! ટ્રાફિક નડ્યો કે શું? એના પ્રશ્નોની ઝડીઓ પડૅ એ પહેલાં હું બોલ્યો; ‘ચાલો, તમારી બેઠકરૂમમાં બેસીને વાત કરૂં,’

બેઠકરૂમમાં દાખલ થઇ, બેઠક લઇ, પત્ની પર એક નજર નાખી લઇ, મે કહ્યું; ‘કોઇ કારણ તો નો’તું, પણ જાણી બૂઝીને અમે આજે માંડા આવ્યા છીએ.’ મારા આ જવાબથી નિયતિના આંખના ભવા ઊંચા થતાં મે જોયા. મેં વાતને આગળ વધારતાં કહ્યું; ‘અમને થયું કે આમેય તમારા કોઈ મિત્રો વહેલા તો આવતા નથી, અને અમારા કારણે તમારે  કેટલી બધી ઉતાવળ કરવી પડે છે! એટલે, અમને આજે થયું કે  તમને તૈયાર થવામાં પૂરતો સમય આપીએ અને અમારે એકાલા એકલા બેસી પણ ન રહેવું પડૅ.

નિયતિના માંના ભાવોમાં થતા ફેરફારોથી એને અમારો સંદેશ પહોચી ગયો છે એ અમે બંને વાંચી શક્યા.

 ત્યારથી, નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી!!

16 responses to “નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી – ચીમન પટેલ

 1. Rajendsa & Asha Patel April 22, 2013 at 11:47 am

  Chimanbhai,
  You have a courage. We are facing same sanerio you did but we keep going on correct time that host told us. However, for casual late comers we tell them one hour ealeir time hope they make it on time. Sometime we start party when most them comes and let late commer relized themselves when they arrive to see party is al ready on and they are late.

 2. sush April 21, 2013 at 5:12 pm

  I like Niyati name very much. We have to follow Niyati.

 3. Satish Parikh April 21, 2013 at 2:35 pm

  માફ કરજો
  ગુજરાતી ટાઇપ કરવા મા ઘણી ભુલો થાય ચ્હે

 4. Satish Parikh April 21, 2013 at 2:32 pm

  સામાન્ય રીતે હુ પણ બધિ જગ્યા એ મોડૉ જ જતો હોઉ ચ્હુ અને એ મારી નબલાઇ પણ ચ્હે એટ્લે મને તો ટીકા કર્વાનો અધિકાર જ નથી પરન્તુ નિયતે પાસેથી ઘણૂ જાણવા મલ્યુ.
  ખુબ ખુબ આભાર ચિમનભાઇ
  એક વડીલ ને ચમન તરીકે સમ્બોદધન કર્વ્યુ યોગ્ય ના લાગ્ય એટ્લે ચિમનભાઇ લખ્યુ ચ્હે.

 5. Sanat Parikh April 21, 2013 at 9:31 am

  Even with this action you took, some people will never change. It’s in their DNA. Well try!

 6. dhufari April 21, 2013 at 2:29 am

  શ્રી પટેલ ભાઇ
  અમુક વખત સલાહ સુચન જે કામ નથી કરતા તે આવા કિમિયા કરી જતા હોય છે આવી જ મારી એક વાર્તા ‘અધ્યાય અલાયદીનો’ મારા બ્લોગ http://dhufari.wordpress.com વાંચવા મળશે વાંચી જશો?

 7. RAZAK SOMJI April 21, 2013 at 1:52 am

  THAY TEWA THAIYE TO GAAM VACHEE RAHIYE

 8. dhirajlalvaidya April 20, 2013 at 10:46 pm

  કેટલીક વખત સલાહ-સૂચનો જે નથી કરી શકતાં તે આચરણના દ્રષ્ટાંતથી સચોટ સમજાવી શકાય છે.

 9. SARYU PARIKH April 20, 2013 at 5:14 pm

  “જેનાથી સમય ન સચવાય, એનું માન ન સચવાય…”
  “જ્યાં સમયસર કામ શરૂ ન થાય, ત્યાં ફરીને ન જવાય…”
  જે થાય તે ઠીક. આનંદ. સરયૂ

 10. dhavalrajgeera April 20, 2013 at 12:06 pm

  ચીમન પટેલ “ચમન”
  ખૂબ ખૂબ આભાર સહિત,
  Thanks to Editor of Hasyadarbar and Bhai Suresh,
  All surfers Happy Ramnavami…
  Dhavalrajgeera
  http://www.bpaindia.org

 11. Vinod R. Patel April 20, 2013 at 10:05 am

  શ્રી ચીમનભાઈનો આ હાસ્ય લેખ વાંચવાનો આનંદ લીધો .

  આવા ઘણા લેખો એમના પુસ્તક હળવે હૈયેમાં વાંચવા મળે છે .

  નિયતિ નામ ગમ્યું . હમ્મેશાં દરેકના જીવનમાં નિયતિ માંડી જ પડતી હોય છે .

 12. chaman April 20, 2013 at 9:55 am

  સુરેશ્ભાઇ,
  આટલી જલ્દી મારા આ લેખને હાદ પર લાવી દેશો એની ખબર નો’તી.
  શિર્ષક બદલ્યૂમ એ ગમ્યું. “ચમન” શબ્દને પણ જગ્યાને કારણે સમાવેશ કરી શક્યા નહિ હોય. જુના વાંચકો તો મને ઓળકશે પણ નવાની ખબર નથી!

  ખૂબ ખૂબ આભાર સહિત,

  ચીમન પટેલ “ચમન”

  • સુરેશ જાની April 20, 2013 at 3:24 pm

   બીજા બધા ફરી ફરી ભલે મોડા પડે…..
   ‘ચમન’ના ફૂલ હમ્મેશ સમય સાચવે છે.નિયતિની નિયત ગમે તે હોય; ‘ચમન’ની નિયત હમ્મેશ સાફ જ…
   null


   ૭૮ વર્ષનો આ હુસ્ટની ચમન હમ્મેશ મઘમઘતો રહે; ‘હાદ’ પર પધારતો રહે; એવી અભિપ્સા.

   એ ‘ચમન’નો પરિચય આ રહ્યો…

 13. pragnaju April 20, 2013 at 8:28 am

  સરસ
  યાદ આવ્યુ
  નિયતિકૃત નિયમરહિતા- નવલિકાનું : (સરોજ પાઠક- )
  નાટ્યરૂપઃ યામિની વ્‍યાસ

 14. સુરેશ જાની April 20, 2013 at 7:16 am

  ભારતીય નિયત સમય !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: