હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નામ – ઉપનામ

ગજ઼ લમાં તખલ્લુસ વાપરનારા તો  ઘણા શાયરો થઈ ગયા અને થશે. પણ નામ વાપરનારા પણ થઈ ગયા છે !

અમૃતલાલ ભટ્ટ –  અમૃત ‘ઘાયલ’

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’  નું
છતાં હિમ્મત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે.
——
નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને સ્મિત આછું મળતાં મારું માલામાલ થઇ જાવું.’
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’ માંથી ‘અમૃતલાલ’ થઇ જાવું

————————————————————

બરકત વિરાણી ‘બેફામ’

વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવાઇ જવા તૈયાર છે,
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.

————————————————————

ઇમામુદ્દીન બાબી  –   ‘રૂસ્વા’ મઝલુમી 

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ‘ઇમામુદ્દીન’ ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

——————————————————- —-

રજની પાલનપુરી

ઇશ્કની મસ્તી મહીં ચકચૂર છું,
હુસ્નની દુનિયા મહીં મશહૂર છું,

શું તમે ના ઓળખ્યો એને હજી?
નામ ‘રજની’  થાન ‘પાલનપૂર’ છે.

————————————————————-

અબ્બાસ વાસી  ‘મરીઝ’

જો યાદ હો પ્રેમાળ હૃદયની સાથે,
છે એની અલમ છાંયડી સૌના માથે;
‘અબ્બાસ’ અલમદારને કર યાદ ‘ મરીઝ’
આપે છે મદદ સૌને એ છુટ્ટા હાથે.

————–

આ એક શાયરની પંક્તિ છે, ‘મરીઝ’ એનું તખલ્લુસ છે.
નથી ગુજરાતના પૂરતી, ગઝલ મારી, કલા મારી.

——–

‘જા ગુમ થા’ હતો તારો હુકમ તો પછી ‘ અબ્બાસ’
ગુમ ક્યાં હો બીજે એ તારા સ્વપ્નમાં સર્યો.
( કદાચ આ એક જ જગ્યાએ તેમણે પોતાનું નામ વાપર્યું છે.)

————————————————————-

અલીખાન બલોચ –  ‘શૂન્ય’ પાલનપુરી

કેટલા ભોળા છે આ દુનિયાના લોકો, શું કહું?
‘શૂન્ય’ શું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ!

——-

ભવ – ભૂલ્યાની હાલત બૂરી!
વન વન ભટલે મૃગ – કસ્તુરી !

નામ નહીં પણ ઠામનું બંધન !
‘શૂન્ય’ થયો પણ ‘પાલનપુરી’ !

સાવ પોચા રૂનો ઇંટાળો હતો
એ જયેન્દ્ર શેખડીવાળો હતો
આઠ અક્ષર ને ત્વચાની કેદમાં
હીંબકા ભરતો સમયગાળો હતો.

હોઉં છું ક્યારે વળી ઇતિહાસમાં
આ અહીં ધબકું છું રાજેશ વ્યાસમાં .

8 responses to “નામ – ઉપનામ

 1. karmdeepsinh rana જુલાઇ 10, 2018 પર 9:00 એ એમ (am)

  ડુબેલુ છે નામ શરાબ ના કૈફ મા “રાણાજી”

  અને નશો લાગ્યો છે મશહુર થવાનો

  -રાણાજી સુસવાવ

  Like

 2. pragnaju ઓક્ટોબર 19, 2016 પર 5:21 પી એમ(pm)

  જ્યારે જીવ જન્મે છે ને…..
  ત્યારે
  તેનું નામ ઉપનામ નથી હોતું ….
  પણ ફક્ત શ્વાસ હોય છે……
  જ્યારે
  જીવ મૃત્યુ પામે છે ……
  ત્યારે
  તેનું નામ ઉપનામ હોય છે…..
  પણ ફક્ત શ્વાસ નથી હોતો…..
  આ શ્વાસ અને નામ ઉપનામ વચ્ચેનું અંતર
  એટલે જ આયુષ્ય…..નામ રૂપ ઝૂઝવાં બાકી માણસ તો એ જ.’

  લોકકવિઓ અને ગુંડાઓને પણ એક કરતાં વધુ નામ હોય છે. જોકે ગુંડાઓ કવિતા કરતા નથી હોતા, તેમજ કવિઓ પણ ગુંડાગીરી કરતા નથી હોતા. (આ મારું અજ્ઞાન હોઈ શકે) પણ કવિઓને તો જાતે પાડેલાં ઉપનામ હોય છે. એ બેફામ, ઈર્શાદ કે ઘાયલ હોઈ શકે. ગુંડાઓને લોકોએ આપેલા ઉપનામ હોય છે. મહંમદ લંગડો કે કરસન કારતૂસ એ રીતે આ અંધારી આલમવાળા ઓળખાય છે. પોલીસ રેકોર્ડ ઉપર પણ આ લોકો નામ તેમજ ઉપનામ બંને સાથે ઓળખાવે છે.

  સામાન્ય માણસોમાં પણ ઘણા લોકોને નામ સાથે ઉપનામ જોડાય છે. વામનભાઈ વામન ઝંડા તરીકે ઓળખાય. ભોગીલાલ સિંદબાદને પણ સિંદબાદ એ વધારાનું પૂંછડું છે તેને ઉપનામ કહી શકાય. આ સિંદબાદનું કહેવું છે કે કોઈ કાન્તિલાલ નામ ઉપનામ વગરનું નથી હોતું. એક કાન્તિભાઈ બહુ હળવા છે તે કાન્તિ-ટેંટેં તરીકે ઓળખાય છે. એક કાન્તિ-બાટલી તરીકે ઓળખાય છે. (જે દારૂબંધી અંગે તેમનો અભિપ્રાય પ્રગટ કરે છે.) એક કાન્તિ પટપટ તરીકે એક ઓફિસમાં જાણીતા છે. સિંદબાદની વાતમાં તથ્ય છે, કાન્તિ નામ અત્યાર સુધી ઘણું કોમન હતું. એટલે તેમની ઓળખ વધુ ચોક્કસ કરવા આવાં ઉપનામ લાગતાં.
  ઉપનામ
  નામ
  …………….
  રેમસખિ
  પ્રેમાનંદ સ્વામી
  અઝિઝ
  ધનશંકર ત્રિપાઠી
  અદલ
  અરદેશર ખબરદાર
  અનામી
  રણજિતભાઈ પટેલ
  અજ્ઞેય
  સચ્ચિદાનંદ વાત્સ્યાયન
  ઉપવાસી
  ભોગીલાલ ગાંધી
  ઉશનસ્
  નટવરલાલ પંડ્યા
  કલાપી
  સુરસિંહજી ગોહિલ
  કાન્ત
  મણિશંકર ભટ્ટ
  કાકાસાહેબ
  દત્તાત્રેય કાલેલકર
  ઘનશ્યામ
  કનૈયાલાલ મુનશી
  ગાફિલ
  મનુભાઈ ત્રિવેદી
  ચકોર
  બંસીલાલ વર્મા
  ચંદામામા
  ચંદ્રવદન મેહતા
  જયભિખ્ખુ
  બાલાભાઈ દેસાઈ
  જિપ્સી
  કિશનસિંહ ચાવડા
  ઠોઠ નિશાળીયો
  બકુલ ત્રિપાઠી
  દર્શક
  મનુભાઈ પંચોળી
  દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
  રામનારાયણ પાઠક
  ધૂમકેતુ
  ગૌરીશંકર જોષી
  નિરાલા
  સૂર્યકાન્ત ત્રિપાઠી
  પતીલ
  મગનલાલ પટેલ
  પારાર્શય
  મુકુન્દરાય પટણી
  પ્રાસન્નેય
  હર્ષદ ત્રિવેદી
  પ્રિયદર્શી
  મધુસૂદેન પારેખ
  પુનર્વસુ
  લાભશંકર ઠાકર
  પ્રેમભક્તિ
  કવિ ન્હાનાલાલ
  ફિલસુફ
  ચીનુભઈ પટવા
  બાદરાયણ
  ભાનુશંકર વ્યાસ
  બુલબુલ
  ડાહ્યાભાઈ દેરાસરી
  બેકાર
  ઈબ્રાહીમ પટેલ
  બેફામ
  બરકતઅલી વિરાણી
  મકરંદ
  રમણભાઈ નીલકંઠ
  મસ્ત, બાલ, કલાન્ત
  બાલશંકર કંથારિયા
  મસ્તકવિ
  ત્રિભુવન ભટ્ટ
  મૂષિકાર
  રસિકલાલ પરીખ
  લલિત
  જમનાશંકર બૂચ
  વનમાળી વાંકો
  દેવેન્દ્ર ઓઝા
  વાસુકિ
  ઉમાશંકર જોષી
  વૈશંપાયન
  કરસનદાસ માણેક
  શયદા
  હરજી દામાણી
  શિવમ સુંદરમ્
  હિંમતલાલ પટેલ
  શૂન્ય
  અલીખાન બલોચ
  શૌનિક
  અનંતરાય રાવળ
  સત્યમ્
  શાંતિલાલ શાહ
  સરોદ
  મનુભાઈ ત્રિવેદી
  સવ્યસાચી
  ધીરુભાઈ ઠાકોર
  સાહિત્ય પ્રિય
  ચુનીલાલ શાહ
  સેહેની
  બળવંતરાય ઠાકોર
  સુધાંશુ
  દામોદર ભટ્ટ
  સુન્દરમ્
  ત્રિભુવનદાસ લુહાર
  સોપાન
  મોહનલાલ મેહતા
  સ્નેહરશ્મિ
  ઝીણાભાઈ દેસાઈ
  સહજ
  વિવેક કાણે

  Like

 3. Vimala Gohil ઓક્ટોબર 19, 2016 પર 12:06 પી એમ(pm)

  વાહ! વાહ! નામ ઉપનામનું સરસ સંકલન.
  મજા આવી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: