હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: રમેશ પટેલ

શ્રીમતીજીનો ટહુકો

શ્રીમતીજીએ ટહુકો કર્યો…

આજે મને હસવું આવ્યું. મેં કહ્યું તમારા બાપાએ હસમુખી નામ પાડ્યું છે..એટલે એ કામ કેમ છોડાય?

પણ પૂછો તો ખરા..કેમ હસવું આવ્યું?…હા..લો  બોલો .

મને તમારા ઉપર હસવું આવ્યું…હું આલ્બમ જોતી હતી, તમે કેવાં પટિયાં પાડી વટ કરતા હતા..ને આજે?

શું આજે?..હું બોલ્યો

માથે ટકો થઈ ગયો છે…કાર્ટુન લાગો છો…મારા સસરા કહેતા હતા કે હસમુખી જોજે..આ ભોળો છે..કોઈ ચોટલી કાપી ના જાય.

જુઓને મેં ચોટલી જ રહેવા ના દીધી…સસરાજી ખૂબ ખુશ થતા હશે…નઈં

તેમની ખુશી જોઈ..અમે ટાલ પર હાથ ફેરવતા હસ્યા.

શ્રીમતીજી કહે..કેમ હસ્યા ..ખીજાયા નહીં.

મને પણ મારા સસરાની વાત યાદ આવી…

કઈ? ..ઈંતજારીથી હસમુખીએ પૂછ્યું.

મારા સસરાએ લગ્ન થયાં ત્યારે મને કાનમાં કહેલું કે..મારી આ હસમુખી ઐશ્વર્યા રાયના લીંબુડા જેવી નાની નાજુક છે..જો જો કરમાય ના જાય.

હસમુખી કહે હું હતી જ ને?..

તે હમણાં મેં તારો ફોટો મોકલ્યો..એપ્સ પર તો કહે..આટલી બધી સંભાળ રાખવાની ના હોય…

તમે તો લીંબુને બદલે તરબૂચ બનાવી દીધી..આવી બે દરકારી ના ચાલે!

મારા સસરાએ મને તતડાવી કાઢ્યો…હસમુખી ખડખડાટ હસી પડી…

કહેવત સાચી લાગે છે કે ટાલિયા હોય તેની બુદ્ધિ વધુ ખીલે છે.

તા.ક..આમાનું અમારે ઘેર કશું લાગું પડતું નથી, લાગતા વળગતાઓએ નોંધ લેવી.

– રમેશ પટેલ (આકાશદીપ)

હાસ્ય હાઈકૂ – ૨

રમેશ પટેલ ( આકાશદીપ)

હસતું બાળ
દાદા બોખા હસાવે
અરીસો હસે

હાસ્ય હાઈકૂ

રમેશ પટેલ ( આકાશ દીપ)

તમે તો હસ્યાં
લપસ્યા, ફસ્યા અમે
ટંગડી ઊંચી
.

મોહનજીની પટરાણી – રમેશ પટેલ(આકાશદીપ)

કોણ  આવે  જાજરમાન છમકારે
વાલિડા!  દોને અમને ઓળખાણ
રંગ  રસિલી  સરકારી મોંઘવારી 
રાય મોહનની  પટરાણી જ જાણ

કેમ,  કૃષ્ણભક્તિનું પદ લાગ્યું ને? પણ ‘સરકારી મોંઘવારી’  શબ્દોથી એક અલગ જ, ‘હાસ્ય દરબારી’ નજારો થઈ જાય છે !

આખી રચના અહીં માણો અને…

હસો અથવા પોક મુકીને રડો !