હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંક્ષેપાક્ષર – જવાબ

તજાસા!    આ રહ્યા જવાબ –

 • કકુંગનાચ

  • કહ્યો કુંભાર ગધેડે ન ચઢે
 • વકોવવમા

  • વરને કોણ વખાણે? વરની મા
 • કોબાદિ

  • કોના બાપની દિવાળી?

તજાસા/ તા.ક….. આ ત્રણ શબ્દો પાછળ સુજાના બાળપણની મીઠી યાદો સંકળાયેલી છે!

અને નવો ખજાનો…..

 • તા.ક.
  • તાજા કલમ
 • સ.દ. પોતે
  • સહી દસ્તખત પોતે
 • ઈ.સ.
  • ઈસ્વી સન
 • વિ.સં.
  • વિક્રમ સંવત
 • અ.સૌ.
  • અખંડ સૌભાગ્યવતી
 • ચિ.
  • ચિરંજીવ
 • રા.રા.
  • રાજમાન રાજેશ્રી
 • લિ
  • લિખિતંગ
 • દાત
  • દાખલા તરીકે
 • વિવિ
  • વિગેરે વિગેરે
 • ગંસ્વ
  • ગંગા સ્વરૂપ
 • ઉરૂ
  • ઉદાહરણ રૂપે
 • અબક તબક
  • અમે બનતું કર્યું, તમે બનતું કર્યું?
 • કોશુંક
  • કોઈ શું કહેશે?

[ ભાગ લેનાર મિત્રો –  શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર, ધવલ વ્યાસ, ચિરાગ પટેલ, વલીભાઈ મુસા અને આવો આ સુજા !]

———————

અને વલીભાઈ તરફથી એક નવી કસોટી – બોનસમાં ….જવાબ – હમ્મેશની જેમ – આવતીકાલે

મિત્રાણી
      મને આના Full Form ની ખબર છે. આપ સૌ Brain Exercise કરો તેવો મારો નમ્ર (ઢીલો ઘેંશ જેવો) આશય છે. એકાદ દિવસનો સમય પસાર થવા દઈ આના ખુલાસા માટે બંદા હાજિર થશે.
-વલદા

તાક

નવરાશની પળોમાં આ જનહિતાય પ્રવૃત્તિ (!) આગળ ધપાવવા વાચકોને મન થાય તો …

આ દુકાન હમ્મેશ ખુલ્લી રહે છે.
રવિવારે તો ખાસ!

2 responses to “સંક્ષેપાક્ષર – જવાબ

 1. P.K.Davda February 23, 2016 at 10:24 am

  નધૂ એ સરસ કામ કર્યું ( નધૂ= નવરા ધૂપ)

 2. સુરેશ જાની February 23, 2016 at 8:38 am

  વલીદાના ઈમેલમાંથી….બહુ પ્રસ્તુત વાત છે !
  તા.ક.માં આ મેઈલના સહભાગીઓ કરા, પ્રવ્યા, શશા વગેરેને પણ સામેલ ગણશો અને નવાઓ પણ સામેલ થઈ શકશે.
  જો કે ‘પારેખ ગણપતલાલ લક્ષ્મીશંકર’ જેવાઓને આવું ‘પાગલ’પણું કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: