હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પરણ્યા એટલે પ્યારા લાડી – પી.કે.દાવડા

(આજનું લગ્નગીત)

પરણ્યા  એટલે  કેવા લાગો જોશું આપણે ઘેર રે,

દહેજમા  શું લાવ્યા  લાડી, જોશું  આપણે ઘેર રે.

ઊભા  રો  તો  પુછું  મારા  બાપુજીની  શીખ  રે,

બાપાને   વિસારો  લાડી,  સસરાને   સંભારો  રે.

ઊભા  રો  તો  પુછું  મારી  માડી પાસે  શીખ રે,

માએ તારી, શું શીખવ્યું લાડી,જોશું આપણે ઘેર રે.

ઊભા  રો તો ઘડિક  કરી લઉં  વીરા સાથે હેત રે,

વીરાને  વિસારો  લાડી, કરો દિયર સાથે પ્રીત રે.

થોડું  હમણા કીધું  લાડી, બાકી  આપણે  ઘેર રે,

પબ્લીકમા તો પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે.

–  પી.કે.દાવડા

8 responses to “પરણ્યા એટલે પ્યારા લાડી – પી.કે.દાવડા

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ માર્ચ 3, 2013 પર 11:18 એ એમ (am)

    શ્રીમાન. દાવડા સાહેબ

    ખુબ જ સરસ

    મજા પડે છે.

    આ બ્લોગ પર

    Like

  2. mdgandhi21, U.S.A. ફેબ્રુવારી 28, 2013 પર 11:19 પી એમ(pm)

    લાડી પણ કહેશેને કે,
    “ચાલો તમારે ઘેર રે, મારું પાણી બતાવી દઈશ રે…….!!!!! ,
    દાદાગીરી કરશો તો, હમણાં હું રડું, પછી આખા કુટુંબને રડાવીશ બરાબર રે……!!!!”

    બહુ સુંદર પૅરડી કરી છે…..

    Like

  3. હિમ્મતલાલ ફેબ્રુવારી 28, 2013 પર 7:26 પી એમ(pm)

    આ દાવડા તો ક્યાંય પાછા પડે એવા નથી, જોયુંને લગન ગીત કેવું ઠ ઠા ડિયુ ?

    Like

  4. ગોદડિયો ચોરો… ફેબ્રુવારી 28, 2013 પર 3:10 પી એમ(pm)

    લ્યો દાવડા સાહેબ લગ્ન ગીતમાં પણ પાવરધા હો કે

    Like

  5. dhavalrajgeera ફેબ્રુવારી 28, 2013 પર 11:29 એ એમ (am)

    દહેજમા શું લાવ્યા લાડી, જોશું આપણે ઘેર રે.
    માએ તારી, શું શીખવ્યું લાડી,જોશું આપણે ઘેર રે.
    ઊભા રો તો પુછું મારા બાપુજીની શીખ રે,
    વીરાને વિસારો લાડી, કરો દિયર સાથે પ્રીત રે.

    Like

  6. Vinod R. Patel ફેબ્રુવારી 28, 2013 પર 10:20 એ એમ (am)

    પરણ્યો હસેને લાડી કેમ રડે એમ

    બાબલો પપ્પાને પૂછતો રે

    ઘેર તો પહોંચવા દે લાડીને બાબલા ,

    લાડી હસશે ને પરણ્યો રડશે રે

    Like

  7. pragnaju ફેબ્રુવારી 28, 2013 પર 8:55 એ એમ (am)

    સૈયરનો સ્નેહ તો તમે મૂકોને
    સૈયરનો સ્નેહ તો તમે મૂકોને
    દેખાડું હું પ્રીત તારા કંથની
    દેખાડું હું પ્રીત તારા કંથની
    ચાલોને આપણે ઘેર રે કન્યા વિદાયનું આ ગીત તો વર પક્ષનાની આંખ પણ ભીની કરે તેની મઝાની પૅરડી ધન્યવાદ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: