હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પારસી કવિતા

સાભારશ્રી. અતુલ ભટ્ટ , અમદાવાદ

ગમી તે મળતી નથી

મળી તે ફાવતી નથી

ફાવી તેની સાથે મજા આવતી નથી

અને..

મજા આવે તેવી કાયમ રહેતી નથી.

કોણ?

જવાબ આવતીકાલે

Advertisements

3 responses to “પારસી કવિતા

 1. સુરેશ August 14, 2016 at 8:07 am

  પ્રજ્ઞાબેને એકને બદલે ત્રણ જવાબ આપી દીધા !

 2. pragnaju August 13, 2016 at 7:51 am

  બાકી પારસી કવિતા
  રે હશતો ને રંમતો તું આએઓ તે શું?
  રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું?
  …. આએ લાલ લોહી બલી ખારું પાંણી થાએચ,
  જીગર ગંમથી જલીને ફાટ ફાટ થાએચ.
  એવી અનેક મૂકી શકાય

 3. pragnaju August 13, 2016 at 7:48 am

  નોકરી! ,છોકરી અને જીંદગી
  અને કે જલનસાહેબ કહે
  મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
  શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.

  તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
  સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

  ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
  મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

  કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
  નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

  શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
  કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

  હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
  લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.

  ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
  મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

  ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
  એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

  મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
  જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

  – આવા કેટલા ઉતર આપી શકાય અને જે ઉતર કહે તેને ઢ અ અ અ અ અ પણ કરી શકાય !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: