હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે – પી. કે. દાવડા

(ઢાળઃ બોલમા બોલમા બોલમા રે...)

 બ્લોગમા  બ્લોગમા  બ્લોગમા  રે,
તને  જોઈએ  તે છે બધું બ્લોગમા;

જૂની કવિતા ને ગીતોને ગોતવા,
રદ્દીના    ઢગલા   ફંફોળ   મા  રે,
તને જોઈએ તે  છે બધું  બ્લોગમા.

 ગમતી  ગઝલ  ને  ગીતો  સાંભળવા,
ટંહુકાના   “બુકમાર્ક”ને   ભૂલ   મા  રે,
તને જોઈએ  તે  છે  બધું   બ્લોગમા.

 સાહિત્યની દુનિયામા ડૂબકી લગાડવા,
યાહુ   ને   ગુગલને   ભૂલ   મા   રે,
તને જોઈએ  તે  છે  બધું   બ્લોગમા.

બ્લોગમા બધું જ્યારે મફત મળે  છે,
ચોપડી  ખરીદવા પાકીટ ખોલમા  રે,
તને જોઈએ  તે  છે  બધું   બ્લોગમા.

 “દાવડા” કહે તને સાવ વાત સાચી,
તું, કોપી  કે  પેસ્ટ ને  વખોડમા રે,
તને જોઈએ તે  છે  બધું  બ્લોગમા.

 -પી. કે. દાવડા

‘બ્લોગર’ વિશે આ લેખ વાંચવાનું ચૂકતા મા !!

12 responses to “બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે – પી. કે. દાવડા

 1. readsetu જાન્યુઆરી 20, 2013 પર 5:28 એ એમ (am)

  kharekhar mast kavita … maja padi gai…
  lata

  Like

 2. dhavalrajgeera જાન્યુઆરી 19, 2013 પર 6:18 પી એમ(pm)

  “દાવડા” કહે તને સાવ વાત સાચી,
  તું, કોપી કે પેસ્ટ ને વખોડમા રે,
  તને જોઈએ તે છે બધું બ્લોગમા.

  Like

 3. Saralhindi જાન્યુઆરી 18, 2013 પર 10:21 પી એમ(pm)

  Don’t let these news media or Sahityakaars sell you a newspaper or book which you can find on line. Also there are lots of free gurus on You tube.
  બ્લોગમા બધું જ્યારે મફત મળે છે,
  ચોપડી ખરીદવા પાકીટ ખોલમા રે,

  Like

 4. mdgandhi21, U.S.A. જાન્યુઆરી 18, 2013 પર 9:33 પી એમ(pm)

  બધા બ્લોગ વાંચતાં વાંચતાં કેટલો સમય વીતી જાય છે, ખબરજ નથી પડતી… દિલને, મનને આનંદ મલે છે, હાસ્ય, ટુચકા, કાવ્ય, વીડિયો વગેરે જાત જાતનું-ભાતભાતનું જાણવા મળે છે,

  Like

 5. aataawaani જાન્યુઆરી 18, 2013 પર 9:28 પી એમ(pm)

  દાવડા સાહેબ બહુ સરસ કવિતા છે .બ્લોગની
  મનેતો બ્લોગમાં લાવીને આ “હિમ્મત “ને વધારે હિંમત વાળો અને પ્રફુલ્લિત કરી દીધો છે .બ્લોગના ખેલાડી સુરેશ જાની એ દાવડા સાહેબ મને આવી કવિતા લખવાનું શીખવોને ?

  Like

 6. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 18, 2013 પર 8:50 પી એમ(pm)

  Waf ! Davda Saheb ! kamal karI !
  BOLMAA is given a NEW Life with the LAUGHTER.
  Saras !
  Valibhai..your Comment…and the Sureshbhai’s Response…READ !
  A BLOG is the CREATION of one BLOGGER.
  Some Blogs are WELL KNOWN…some remain UNKNOWN.
  I feel that with each NEW POST, more people know of it BETTER it is !
  Valibhai…I hope you will expand your MAILING LIST….It is the DUTY of the Blogger to inform the PUBLIC !
  After that…leave the RESULT to God !
  The THOUGHTS brought on any Blog are the FEELINGS of that Bloggers. If TRUE feekings are displayed , some may LIKE it and some may DISLIKE it too.But is you had conveyed the TRUTH then why WORRY ?
  Valibhai,I pray that your Blog is visited by MANY.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog Chandrapukar !

  Like

 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ જાન્યુઆરી 18, 2013 પર 7:56 પી એમ(pm)

  આદારણીયશ્રી. દાવડા સાહેબ

  આમ, બ્લોગરો ખોજવામાં થોડુ ઉલટ – સુલટ કરવામાં

  સમય વેડફવા વગર જ ” બ્લોગર ચોક ” માં મુકી દે છે.

  આપે ખુબ જ સુંદર વાત હસતા હસતા મુકી.

  અમો ભારતમાં ખુશી અનુભવીએ છીએ.

  ફોન કરશોજી

  તમારી યાદ ખુબ જ આવે છે.

  Like

 8. nabhakashdeep જાન્યુઆરી 18, 2013 પર 2:19 પી એમ(pm)

  …શ્રી દાવડા સાહેબ ની મજાની કવિતા.

  આ દુનિયામાં\,,

  ઘણું બધું છે લેવા જેવું દેવા જેવું,

  ભળે બ્લોગરની દિવાનગી તો

  ઘર બેઠે ગંગા જેવું..સોના જેવું..સોના જેવું

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 9. pragnaju જાન્યુઆરી 18, 2013 પર 1:50 પી એમ(pm)

  બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે,
  તને જોઈએ તે છે બધું બ્લોગમા;
  સુંદર
  સ્વદેશમાં હો કે પરદેશમા
  ઘડપણમા હો કે હતાશામાં
  દેશી કે પરદેશી દવા પહેલા
  બ્લોગમા આવો બ્લોગમા રે
  ડોશીવૈદુની અનુભવવાણી રે
  ………………………………….

  Like

 10. Vinod R. Patel જાન્યુઆરી 18, 2013 પર 12:28 પી એમ(pm)

  દાવડાજીએ હસતાં હસતાં મુદ્દાની બ્લોગ જગતને સ્પર્શતી ગંભીર વાત કાવ્યના
  માધ્યમથી કહી દીધી .

  સુરેશભાઈના લેખ “તે બ્લોગર છે. કેવળ એકવીસમી સદીની, તરોતાજા પેદાશ.” માં
  એમણે બ્લોગર તરીકેના પોતાના અનુભવોને ઠાલવી બ્લોગર જગત વિષે ઘણી સ્પષ્ટ વાતો જણાવી છે।આ પોસ્ટના ઘણા વાચકોના પ્રતિભાવો પણ માણવા અને વિચારવા જેવા છે .

  એક વાત તો અનુભવથી કહી શકું કે આ દેશમાં નિવૃતિનો સમય આનંદમાં ગાળવો હોય અને તમને સાહિત્ય પ્રત્યે થોડો લગાવ હોય તો બ્લોગ એ આશીર્વાદ રૂપ બને છે .એનાથી પોતાને તો આનંદ મળે પરંતુ બ્લોગ મારફતે કોઈને પ્રેરણા કે આનંદ આપી શકીએ એ આનદ અનેરો હોય છે .હાસ્ય દરબાર બ્લોગથી કેટલાએ માણસોને ખુશી વહેંચી શકાય છે એ વાચકોના આંકડા ઉપરથી જણાઈ આવે છે .બ્લોગથી ઘણા એક સરખી વિચાર સરણી ધરાવતા મિત્રો આવી મળે છે અને આ મૈત્રી ટકાઉ બની હૃદયને પુલકિત કરતી હોય છે .

  Like

 11. Valibhai Musa જાન્યુઆરી 18, 2013 પર 10:25 એ એમ (am)

  “બ્લોગર’ ઉપરનો મારો આજરોજનો પ્રતિભાવ નીચે મુજબ છે : –

  મારા “2012 in review” માટે પ્રજ્ઞાબેને નીચેનો પ્રતિભાવ આપ્યો હતો.

  1 pragnaju 14 comments

  એક તરફ આનંદ થાય તો બીજી તરફ નવાઇ !
  આટલી સરસ પોસ્ટો ને માણનારા કેમ આટલા ઓછા ?
  કે …

  ‘દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.’

  તેમને મેં Reply નહોતો આપ્યો, પણ અહીં લખું છું અને તમારી ‘વાટકી વ્યવહાર’ની વાત સાથે સંમત થાઉં છું. મેં કેટલાક સમયથી મારા પક્ષે ‘વાટકી વ્યવહાર’ ઓછો કર્યો અને સામા પક્ષેથી વાટકીઓ આવવી ઓછી થઈ ગઈ;. પણ, આપણે તો પેલા ફકીરની જેમ બેફિકર છીએ કે ‘દે ઉસકા ભી ભલા!’ અને ‘ન દે ઉસકા ભી ભલા!’ બ્લોગરે મમ્મટે જણાવેલાં ‘કાવ્યનાં પ્રયોજનો’ પૈકી ‘અર્થ’ અને ‘યશ’ને છોડીને માત્ર ‘આનંદ’ તરફ ધ્યાન આપવું જોઈએ. આનંદ બન્ને પક્ષે થાય તો ‘અતિ સુંદર’ અને માત્ર સર્જક પક્ષે થાય તો ‘સુંદર’ તો ખરું જ, કેમ ખરું ને!

  Like

  • સુરેશ જાન્યુઆરી 18, 2013 પર 1:54 પી એમ(pm)

   ‘બ્લોગર’માં મોટા ભાગે હકારાત્મક વાતો હતી; અને નકારાત્મક માટે બીજો ભાગ લખવાનો ઈરાદો હતો. પણ જોયું કે, સ્પષ્ટ વાતો જાહેરમાં સ્વીકારવાની તો શું પણ એ અંગે વિચાર કરવાની વૃત્તિ પણ મોટા ભાગે નથી જણાતી.
   વળી આપણે કાદવ ઉખેળીએ એટલે આપણા હાથ પણ કાદવ વાળા બને; એ ભયે એ બીજો ભાગ પ્રસવ્યો જ નહીં.
   ———
   પણ એટલું જરૂર લાગે છે કે, ભારતમાં સામાજિક ચેતનાનું ઉત્થાન સુષ્ટુ સુષ્ટુ વાતોથી કે ફિલસૂફીથી થવાનું નથી. કમભાગ્યે બ્લોગ જગતમાં પણ નકારાત્મકતા વધતી જાય છે – સૌથી મોટી ખોડ આ વાટકી વ્યવહારની છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: