ચાલો આપણે એક બીજાને ગમતા રહીએ,
ગમવાની આ રમત આપણે રમતા રહીએ.
તારા મારા સ્વભાવ જુદા, પણ તેમાં શું?
લોકો ઉપર પ્રભાવ જુદા, પણ તેમાં શું?
લોકોના આ રામ-સીતાના ભરમમા રહીએ,
ચાલો આપણે એક બીજાને ગમતા રહીએ.
તને ભાવે એ મને ન ભાવે, પણ તેમાં શું?
ચા કોફી પણ નોખા આવે, પણ તેમાં શું?
રોજ રાતના ભેગા બેસી જમતાં જઈએ,
ચાલો આપણે એક બીજાને ગમતા રહીએ..
ઘરની વાતું ઘરમા રહેતી, પણ તેમા શું?
દુનિયા છો ભરમમા રહેતી, પણ તેમા શું?
અભિનય આપણે આપણો કરતા જઈએ,
ચાલો આપણે એક બીજાને ગમતા રહીએ..
-પી. કે. દાવડા
———————————–
હાદરબારીઓ માટે સરસ મજેનો સદેશ.
હાદજનોને પાદપૂર્તિ કરવા ઈજન છે.
——-
Like this:
Like Loading...
Related
શ્રી. દાવડા સાહેબ
ગમતાનો ગુલાલ સુંદર રચના દ્વારા પ્રસ્તુત કર્યો
LikeLike
વાહ! શ્રી દાવડા સાહેબ
સાચે જ મનને ગમી જાય એવો લય અને હૃદયના ભાવો. આપની આ રચના
યાદગાર બની જશે..સૌના હૃદયે વસી ગયા આપ બંન્ને.
હમ જબ હોંગે સાઠ સાલકે
ઐસી પ્રીત નીભાઓંગે…..
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
અભિનય આપણે આપણો કરતા જઈએ,
ચાલો આપણે એક બીજાને ગમતા રહીએ..
આવા અભિનયમાં દુનિયા જીવે છે અને મન મનાવે છે.
એક અભ્યાસુ અને જાવનના સમગ્ર પાસા વર્ણવતા એક વડીલની કલમે
લખયેલા શબ્દો મનભાવન છે….ધન્યવાદ આદરણીય વડીલ દાવડા સાહેબ.
LikeLike
તું ફક્ત મને પ્રેમ કરે છે ને હું તને
એવી વાતો સૌને કરતા રહીય્રે
મહીના ગુણ તો મહાદેવ જાણે
આવા ભ્રમમા જીવતા રહીયે !
આમદન્ની છે અઠ્ઠની ને ખરચા રુપૈયા
તોય મોજથી ખર્ચા ખરતા રહીયે
આગળ ઉપર થશે તે જોયું જશે
અત્યારે બાપને પૈસે લ્હેર કરતા રહીયે
કેવા વસમા દાડા છે, દુખના પાર નથી
આજે થોડું ઘણું ખાધું. કાલે શું ખાશું ?
લોકો ને ખબર પડૅ શું બ?, કાંઇ નહી
એમની સામે આખો દિ’ હસતા રહીયે.
LikeLike
શ્રી દાવડાજીનું કાવ્ય વાંચી કવી રઈશ મનીઆરની આ રચનાની યાદ આવી ગઈ .
ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.
વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.
દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.
બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.
જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.
તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને આ શ્રદ્ધા સાથે જીવવાનું છે.
-રઈશ મનીઆર
LikeLike
જન્મ્યા ત્યારે માથે બાલ હતા, લાંબુ જીવીશું તો માથે ટાલ સાથે જઈશું
જન્મ્યા ત્યારે મુઠ્ઠી બંધ હતી, લાબું જીવ્યા તો ખુલ્લા હાથે જઈશું.
જન્મ્યા ત્યારે લોકોને હસાવ્યા હતા, મરીશું ત્યારે લોકોને (જો તેમની સાથે ભલાઈથી વર્ત્યા હશો તો) રડાવીશું, અન્યથા તેઓને ખડખડાટ હસાવીશું.
LikeLike
સાથે બેસીને જમતા રહીએ, સાથે બેસી પ્રાર્થના કરતા રહીએ
તમે મળો તો જય જલારામ કહી ભંડારામા ભેળા સેવા કરીએ
અમારો અનુભવ…વાસણા અમદાવાદમા અમારા સ્નેહી ડો દાવડાને જય જલારામ
કહી કોઇ પણ ભંડારામા દાન કરીએ તે ખૂબ ગમે …અને તે દેખાય પણ દાવડા
પી કે જેવા જ………..
અને ામારા ઘરમા તો આ ગીત ગાઇએ
Jo tumko ho pasand
Wohi baat kahenge
Jo tumko ho pasand
Wohi baat kahenge
Jo tumko ho pasand
Wohi baat karenge
Tum din ko agar
Raat kaho raat kahenge
Jo tumko ho pasand
Wohi baat kahenge
Dete naa aap saath toh
Mar jaate ham kabhi ke
Dete naa aap saath toh
Mar jaate ham kabhi ke
Pure huye hain aap se
Armaan zindagi ke
Hum zindagee ko aap ki
Hum zindagee ko aap ki
Hum zindagee ko aap ki
Saugat kahenge
Tum din ko agar
Raat kaho raat kahenge
Jo tumko ho pasand
Wohi baat kahenge
Chaahenge, nibhayenge
Sarhaayenge aap hi ko
Chaahenge, nibhayenge
Sarhaayenge aap hi ko
Aankhon me nam hai jab tak
Dekhenge aap hi ko
Apani jubaan se aapke
Apani jubaan se aapke
Apani jubaan se aapke
Zajbaat kahenge
http://www.lyricsmaza.com
Tum din ko agar
Raat kaho, raat kahenge
Jo tumko ho pasand
Wohi baat kahenge
Jo tumko ho pasand
Wohi baat kahenge…
Jo Tumko Ho Pasand Wahi Baat – Sharmila Tagore … – YouTube
► 3:26► 3:26
http://www.youtube.com/watch?v=s3CLZZM3BRk
Sep 7, 2012 – Uploaded by filmigaane
Movie : Safar Music Director: Kalyanji Anandji Singers: Mukesh Director: Asit Sen. Enjoy this Hit song …….
LikeLike
આ ગીત સાભળીને મન પ્રસન્ન થઈ ગયું. આ વખતની દેશ મુલાકાત દરમિયાન , આર્ટ ઓફ લિવિંગના ‘સાયલન્સ કોર્સ’ દરમિયાન અમારા શિક્ષક ‘મેઘલજી’ એમનું આ મનપસંદ ગીત વારંવાર વ્યાખ્યાનમાં યાદ કરતા.
—————
ચાલો સાથે હસતા રહીએ; ગાતા, ગુનગુનાતા રહીએ
સાથ મળીને આ દરબારે, મસ્તી મોજમાં રહેતા રહીએ.
કાલ ખબર ના – ક્યાં હોઈશું? અથવા ક્યાંયે ના હોઈશું.
પળ મળી છે આ અમૃતની, છોળંછોળ વહેંચતા રહીએ.
LikeLike
શું લાવ્યા? શું લઇ જવાનાં? એ પહેલા સમજી લઇએ.
સુખેથી જો જીવવું હોય તો,એક-બીજાને ગમતાં રહીએ.
LikeLike