હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મફતમાં જે મળ્યું

મફતમાં જે મળ્યું

સ્વ. બાલાશંકર કંથારીયા માફ કરે. તેમનો જમાનો તો સ્વર્ગસ્થ બની ગયો.

હવે એકવીસમી સદીનું ‘ગુજારે જે શીરે તારે’ વાંચો..

—————————————–

મફતમાં જે મળ્યું તેને સ્વીકારી લે અરે! માનવ
મળ્યું કે ના ફરી મળશે, તરત ખીસ્સું ભરી લેજે.

‘દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે
કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા માટે..

ફરી આવી તકો ના સાંપડે તુજને, ગ્રહી લેજે
ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે.

જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહીમા,
બીજાનાં સો પરાક્રમને સુખે તું પોતીકાં ગણજે.

પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે
‘કદી વહેંચી ન ખાવું. ‘ તે મહા નીર્ણય કરી લેજે.

ડુબે ના કોઈ’દી તું, સમંદર સો તરી જાશે
બીજાનાં ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.

હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજે
હલેસાં મારવાની વાતને તું મુર્ખતા ગણજે.

હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.

————————

1- સપ્ટેમ્બર – 2009

બધે મફતમાં વહેંચવાની છુટ છે!

11 responses to “મફતમાં જે મળ્યું

 1. nabhakashdeep September 15, 2016 at 7:03 pm

  Read this and get happiness infree.
  Buy one and get one free.
  Ramesh Patel(Aakashdeep)

 2. Anila Patel August 17, 2016 at 4:02 pm

  Dvidhama chhu aapani salah manvi ke nahi?

 3. Pingback: યાચે શું ચિનગારી ? | હાસ્ય દરબાર

 4. aataawaani January 31, 2013 at 2:47 pm

  shabash kaviraj tamne ghani khamma
  aa sentarnu computer mane biji bhashamaa nathi klakhva detu are suresh jani bhai tame to kavi chho hasykalakaar chho origami karvaavaalaa chho aaataa jevane computer bhanavnara chho (uthaa nahi ho ) have tame shu nathi i gotvu padshe

 5. Vinod R. Patel January 30, 2013 at 1:17 pm

  સુરેશભાઈની આ પેરડી ખુબ મજાની છે . એમાં સંદેશ અને શિખામણ પણ છે .

 6. dhirajlalvaidya January 30, 2013 at 2:55 am

  બ્રાહ્મણ છું એટલે એક નવો મંત્ર શિખવાડું છું.ભલે ગુરૂ દક્ષિણા ના આપતાં …બસ.
  ૐ નમો બ્રહ્મણ્ય દેવાય,…..જે આપે તે લેવાય……ના નહીં કહેવાય…..ગજવામાં મૂકાય,
  હરિ ૐ….હરિ ૐ….જીવતા રહો અને આવું સત કર્મ કરતાં રહો….અસ્તુ…

 7. Pingback: વૈષ્ણવજન તો…. પેરડી – હિમ્મતલાલ જોશી (આતા) | હાસ્ય દરબાર

 8. Himmatlal Joshi November 11, 2011 at 11:08 pm

  ela bhai ek var to lakhyu have biji vaar lakhvu joshe? tame keta hoy to hu
  biji vakhat thabkaru mane vaandho nathi

 9. nilam doshi December 23, 2009 at 12:00 pm

  વાહ..મજા આવી. રાજકારણીઓ જ શા માટે ? આ બધું તો અત્ર, તત્ર, સર્વર્ત્ર…

 10. arvindadalja December 21, 2009 at 5:50 am

  શ્રી સુરેશભાઈ
  આ કાવ્ય લખતી વેળા ચોક્કસ આપના મનો જગતમાં આજના આપણાં દેશના રાજકારણીઓ/સત્તાધીશો જ હોવા જોઈએ એમ લાગે છે ! ધન્યવાદ !

  સ-સ્નેહ
  અરવિંદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: