હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કભી ખુશી કભી ગમ !

આ વીડિયો ડો. રાજેન્દ્ર ત્રિવેદી (હાદના ધણીધોરી) તરફથી મળ્યો, મેં જોયો, ડોક્ટરોની સેવાભાવનાના લાગણીના પ્રવાહમાં હું ગળાડૂબ થયો, આંખોમાં હર્ષાશ્રુ ઊભરાયાં અને વિચાર્યું કે હાદજનો સાથે આ વીડિયોને શેર કરું અને જુઓ આ કરી પણ દીધો!

[Nhl municipal medical college students come together to celebrate doctor’s day to pay tribute to doctors of SVP hospital for their committed duty in covid pandemic at atrium of svp hospital.]

(આ વીડિયો પછી ઓટોમેટિક આવી જતા અન્ય વીડિયોઝને ધ્યાનમાં ન લેવા વિનંતી. ‘હાસ્યદરબાર’ને એ વીડિયોઝ સાથે કોઈ લેવાદેવા નથી. હાદજનોમાંથી કોઈ આપણા માટે જરૂરી એવા મૂળ વીડિયો સિવાયની અન્ય કોઈ સામગ્રી ન આવે તેવી કોઈ ટેકનિક સૂચવશે તો તે પ્રમાણે આ પોસ્ટને અપડેટ કરી દેવામાં આવશે.)

આ વીડિયો મળ્યો તો હતો, પણ તેના લિંકનો છેડો જડતો ન હતો. વીડિયોના અંત ભાગે SVP જોવા મળ્યું અને મને થયું કે ‘અલ્યા વલદા, આ તો તારા પોતરા ડો. રમીઝ મુસાની કર્મભૂમિવાળી હોસ્પિટલ છે!’ મેં તેને વોએપ કર્યો અને મને ઉપરોક્ત Caption સાથેનો વીડિયો અને લિંક મળી ગયાં. આત્મશ્લાઘાના ભાવને કોરાણે મૂકીને ડો. રમીઝ મુસાની શૈક્ષણિક કારકિર્દીને ગર્વસહ આપ સૌ સાથે શેર કરું છું. તેત્રીસ વર્ષનો તરવરિયો અને અમારા મુસા ફેમિલીનાં મેડિકલ અને પેરા મેડિકલમાં કાર્યરત એવાં ડઝનેક જણ પૈકીનો તે એક એવો છે કે જે હાયર એસએસસી પછી વી.એસ. (SVP)માં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્યાં જ સ્ટાફ મેમ્બર તરીકે એકધાર્યો ચૌદેક વર્ષથી M.S. (Ortho) તરીકે કાર્યરત છે. તેણે પોતાના તબીબી કૌશલ્યને વિકસાવવા વિવિધ બ્રાન્ચમાં ભારતમાંથી બે જગ્યાએથી અને વિદેશોમાં જર્મની અને સાઉથ કોરિયામાંથી ફેલોશિપ મેળવી છે.

-વલીભાઈ મુસા

One response to “કભી ખુશી કભી ગમ !

  1. pragnaju જુલાઇ 6, 2021 પર 1:03 પી એમ(pm)

    આ વીડિયો જોવા તો ન મળ્યો.
    આ કોરોના કાળે સેવા કરનાર સૌ તબિબો અને સ્ટાફને સલામ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: