હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાહાકારના આશિર્વાદ !

     હાહાકાર બનવા માટેની હાકલના પૂરતા પડઘા તો પડે ત્યારે ખરા, પણ વિનોદ ભાઈ જેવા હાદજન પોતાની મર્યાદાઓને અતિક્રમીને પણ હાહા  લખે એ બહુ જ મોટા આનંદની વાત છે. સૌ હાદજનો એમના આ ઉત્સાહ પરથી પ્રેરણા લેશે – એવી અભિપ્સા છે.

       બીજા આનંદના સમાચાર એ છે કે…

હાહાકાર ખુશ હુઆ !

વલીભાઈએ આપણને સૌને મોકલેલ સંદેશ – કોઈ ‘સેન્સર કટ’ વિના !

——————-

હાદનાં જૂનાં અને નવાં જોગીઓ/ જોગણો, 

    આપ સૌ સદેહે જીવતાં હશો તો કુશળ હશો જ અને વિદેહી હશો તો પણ ઈશ્વરસાન્નિધ્યે દ્વિગુણિત કુશળ હશો જ. જો આપ આ લોકમાં તનકુશળ ન હો તો ડોક્ટરની સારવાર લેશો અને પરલોકમાં તનકુશળ ન હો તો ધન્વંતરીની સારવાર લેશો. બંને લોકમાં મનકુશળ ન હોવાના સંજોગોમાં આપને ફરી સક્રિય થતા હાસ્યદરબારમાં પધારવા માટેનું હાર્દિક આમંત્રણ છે. ધનકુશળ તો આપ સૌ હશો જ અને તો જ આપ ‘હાસ્ય દરબાર’ ઉપર સ્વૈરવિહાર કરવા માટે આવો છો. કોઈ લારી ખેંચતો મજૂર કે પરસેવો પાડતો ખેડૂત કંઈ હાસ્ય દરબારે ન આવે એટલી મારામાં અક્કલ છે જ અને તેથી આપને ધનકુશળ ગણ્યા-ગણાવ્યા છે!

     હાસ્ય દરબારના નવા સંચાલક શ્રી ખા. કે. દા(ળ)વડા, Sorry, પી. કે. દાવડાજીને આપણે આવકારીએ છીએ. એક હાથે તાળી ન પડે, બે હાથે તાળી પડે અને ઝાઝા હાથે તાળીઓનો તડતડાટ થાય  તે ન્યાયે આપ સૌ  યથાશક્તિ, યથામતિ, યથોચિત, યથારાજા (Sorry – આ વળી ‘યથા રાજા તથા પ્રજા’વાળું ભેગું ઘસડાઈ આવ્યું, માટે કેન્સલ સમજવું) – આમ યથા પૂર્વગ સાથે જે કોઈ શક્તિ, ભક્તિ, તકતી કે વ્યક્તિ આવી શકતી હોય તે વડે સૌ કોઈ સાથ, સહકાર, આકાર, સાકાર, નિરાકાર, ભાગાકાર આપીને હાસ્યદરબારને ઉજ્જવળ બનાવશો.

 સસ્નેહ,

       મિત્રોમાં ‘વલદા’ તરીકે ઓળખાતો એક અદનો હાદજન – છઠ્ઠીનામે વલીભાઈ, સાખે મુસા, ઘર નંબર (પાંડવ અને કૌરવના સરવાળા જેટલો), નસીર રોડ, વતની કાણોદર ગામ, તહેસીલ પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત રાજ્ય, ભારત દેશ, એશિયા ખંડ, પૃથ્વી ગ્રહ, બ્રહ્માંડ               

સલામ મિત્ર – બાઅદબ , બામુલાયેજા સલામ – સલામ આલેકુમ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: