હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઘણા વખત પછી આતા પાછા હાદ પર….

૯૫ વરસ અને હજુ બેટિંગ/બોલિંગ ચાલુ છે; એવા આપણા બુઝુર્ગ મિત્ર ( સોરી! ભુલ્યો …. બાળક મિત્ર) ઘણા વખત બાદ એમનો સ્વાનુભવ લઈને આવ્યા છે….

      વરસો પહેલા હું  એક  ડોક્ટરને મળ્યો. તે બંગાળી  હિંદુ હતો. તેની વાઈફ  પાકિસ્તાનના  પંજાબની  મુસલમાન હતી  છટાદાર  ઉર્દુ બોલતી હતી.  તેણે મારી ઉમર  જાણ્યા  પછી તે બોલી,”  मश्शा अला ”  અને મને વણમાગી  સલાહ આપી કે,

“તમે  કોઈને તમારી સાચી ઉમર ન કહેતા  કોઈની તમને નજર લાગી જશે.” 

—-

     એક દિવસ મને  મિત્ર લોટવાલા  મેક્ષિકો લઇ ગયો.  ત્યાં  મને અમારા ટેક્ષી  ડ્રાઈવરે મારી ઉમર પૂછી.  મને  આ વખતે  माशा  अला  કહેવા વાળી ડોક્ટરની વહુ યાદ આવી  એટલે મારે ડ્રાઈવરને  મારી ઉમર 75 કહેવી હતી; પણ ભૂલમાં મારાથી 65 કહેવાઈ ગઈ. તો ડ્રાઈવર બોલ્યો,” વિટામીન  ખાતા જજો . 70 ના હો એવા લાગો છો .

16 responses to “ઘણા વખત પછી આતા પાછા હાદ પર….

  1. vkvora Atheist Rationalist માર્ચ 6, 2015 પર 10:31 એ એમ (am)

    आ दादा वीशे घणां समय पछी लखवानो मोको मळ्यो छे एम समजवुं. आ आता वीशे जेम वधु लखाशे एम लखनार अने वांचनारनी उमरमां वधारो थशे.

    चेलेन्ज. हमारा कीया काम कोई बीगाडे सब पैसे वापस. पुरी दुनीया गुमो आखीर यहां जरुर आओ. लीखीतंग बाबा बंगाली…..

    Like

  2. Pingback: આતાવાણી

  3. aataawaani ફેબ્રુવારી 19, 2015 પર 9:10 પી એમ(pm)

    પ્રિય વિનોદ ભાઈ
    મારી દિન ચર્યા એક બ્લોગરને એના પ્રશ્ન નાં જવાબમાં લાંબી વાત કોમેન્ટ માં લખી છે એ તમે વાંચી હશે .

    Like

  4. mdgandhi21, U.S.A. ફેબ્રુવારી 17, 2015 પર 12:55 એ એમ (am)

    ઘણુ જીવો આતાજી, સદીની ખુબ નજીક પહોંચી ગયેલા આતાજીને હાર્દિક શુભેચ્છાઓ – શતમ+ જીવ શરદ …

    Like

    • aataawaani ફેબ્રુવારી 17, 2015 પર 1:06 પી એમ(pm)

      પ્રિય m . d. gandhi ભાઈ તમારા જેવા સ્નેહાળ મિત્રો મને સોમી વર્ષ ગાંઠ તંદુરસ્તી સાથે ઉજવવા દે શે ખરા એવું હાલના મારા સ્ફૂર્તિલા . આનંદિત , સ્વભાવ પ્રમાણે દેખાય છે . બાકીતો मन जाने में करू करने वाला कोई आदर्या अध वच रहे हरी करे सो होय આતા ના તમને ઝાઝેરા રામ રામ આજે બ્લોગ લખ્યો છે . સોરઠી શબ્દો બહુ ન આવે એની કાળજી લીધી છે .

      Like

  5. vimala ફેબ્રુવારી 15, 2015 પર 1:37 પી એમ(pm)

    ઘણુ જીવો આતાજી, જેમ રાખના રમકડાને રામે રમતા રાખ્યા તેમ આપની અનુભવ વાણી દ્વારા અમને બાળપણમાં રમતા રાખો ઍજ વિનંતી.

    Like

  6. dee35(USA) ફેબ્રુવારી 15, 2015 પર 1:19 પી એમ(pm)

    મુ.આતાજી આપની દીર્ઘાયુષ્યની રેશીપી શું છે?

    Like

    • aataawaani ફેબ્રુવારી 19, 2015 પર 9:03 પી એમ(pm)

      મારી તંદુરસ્તીની રેસેપીની તો મનેય ખબર નથી , પણ તમને મારી દિન ચર્યાની વાત કહું .
      હું સળંગ 4 કલાક ભરપુર સ્વપ્ના વાળી ઊંઘ ખેચી કાઢું છું . પછી રાતના મને ભૂખ લાગે છે એટલે કોઈ ફળ ખાઉં છું . જો કેળું મોટું હોય તો અર્ધું ખાઉં અને અર્ધું રેફ્રીઝેતર માં મૂકી આવું . પાણી પિયું અને થોડી વાર પછી પથારીમાં પડ્યા પડ્યા પગને વાંકા વાળું અને લાંબા કરું 30 વખત આમ કરું ,લાંબા પગ કરેલા હોય અને ગોઠણની ઢાંકણીઓ 50 વખત ઊંચા નીચી કરું . અને પછી કોણીએથી વાંકા વાળીને જોરથી લાંબા કરું સાથે સાથે મુઠી ઉઘાડ ભીડ કરું 30 વખત
      અને પછી શોચ ક્રિયા કરું . અને પાછો પથારી ભેગો થઇ જાઉં ,અને થોડી ઊંઘ પણ કરી લઉં સ્વપ્ના સાથેની અને પછી ઠંડે પાણીએ સ્નાન કરું અને પછી ખંભે કોદાળી લઈને મારા ફળીયામાં (યાર્ડ માં ) ખોદ કામ કરું બહુ થોડું . અને પછી કરવત થી લાકડા નાં કકડા કરું એમાં વિંધા પાડી એમાં ખજૂરના ઠળિયાગોઠવિ ( હમણાં જુના વાપરું છું। ) માળાઓ બ્રેસલેટ કમર પટા વગેરે બનાવું છું . આ બધું કામ અર્ધું કેળું કે એક ગ્રેફ્રુત ખાધા પછી કરું છું . અને પછી સરકાર તરફથી ભોજન આવે છે એની વાત જોઉં છું પછી મને ફાવે એવું જમું છું બાકીનું બિલાડીઓને આપી દઉં છું અને હું મધ ચોપડેલી ઘઉંની ધાણીઓમાં બદામનું કે નાળીયેર નું દૂધ નાક હી ને khaau છું અને પછી ઊંઘી જાઉં છું . પછી કમ્પ્યુટર ની મુલાકાત લઉં છું . આ બાબત કોઈ નિયમ નથી . સરકારી ભોજનમાં મીઠું હોય છે . બાકી હું કોઈ વખત કઠોળ બાફું છું . અને સાથે શાક ભાજી પણ નાખું છું . એમાં મીઠું મરચું નાખતો નથી . ચા। કોફી સોડા પીતો નથી . શરાબી ગીતો સાંભળવા ગમે છે . અને બનાવવા પણ ગમે છે . પણ પીતો તો નહીંજ હોઉં એતો તમે સમજી શક્યા હશો .

      Like

  7. Vinod R. Patel ફેબ્રુવારી 15, 2015 પર 12:19 પી એમ(pm)

    આદરણીય આતાજી શારીરીક વરસોની ગણત્રીએ ભલે ૯૫ વર્ષના હોય પણ માનસિક રીતે એક બાળક જેવા ચપળ છે એ તો એમના ઈ-મેલો અને બ્લોગ પોસ્ટોમાંથી જોઈ શકાય છે.
    .
    યમરાજાને સફળતાથી હંફાવી રહેલ ૯૫ વર્ષના આતાજીનો ઈન્ટરવ્યું લેવા એક વખત એક છાપાનો યુવાન પત્રકાર આવ્યો.

    વાતચીતને અંતે ઉભા થતાં પત્રકારે કહ્યું, ” આતાજી, આવતી સાલ ફરી આવીશ , જો તમે જીવતા હશો તો .”

    આતાજીએ ખોંખારીને પત્રકારને ચોપડાવ્યું :” હું તો સો ટકા જીવતો હોઈશ , પણ તારું કઈ કહેવાય નહિ !”

    સદીની ખુબ નજીક પહોંચી ગયેલા આતાજીને હાર્દિક શુભેચ્છાઓ કે- શતમ+ જીવ શરદ …

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: