હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પતંગ

ઉતરાણ નિમિત્તે એક જૂની રચના…મૂળ થાનક આ રહ્યું

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,

જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો
પટાદાર વળી આંખેદાર છે,

કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ મંગેદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્હેલ દેત છે.

કન્ના બાંધો તો જ કાબુમાં,
નહીં દોર તો વહે લ્હેરમાં
ગીન્નાયો તો વજન માંગતો,
ઘવાય તો પટ્ટા માગે છે.

પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં,
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.

ઢીલે પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો
સમીર સાથ તે વહી જાય છે.

કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?

Advertisements

4 responses to “પતંગ

 1. dhirajlalvaidya January 15, 2014 at 2:42 am

  ભાઇશ્રી વિનોદભાઇએ સાચી વાત કરી છે.”સુરેશભાઈ તમે પતંગને એક રૂપક બનાવીને, શુક્ષ્મ રૂપે પતંગની વાત કહીને તાત્વિક રીતે મારી તમારી અને આપણી વાત કાવ્યમાં સરસ રીતે કહી ઉતારી છે.” જરા પતંગની દુનિયા સાથે સંસારની તુલના કરો તો સામ્ય ઘણું લાગે. રંગ-બે-રંગી પતંગો, કોઇ કિન્ની ખાતા, કોઇ ધધડતા, કોઇ લોટતાં, તો કોઇ ગાંડા, તો વળી કોઇ સ્થિર ડાહ્યા-ડમરાં થઇને આકાશમાં ઘણી ઊંચાઇ પ્રાપ્ત કરે…..કોઇ પેચ લડાવે તો કોઇ ભાગે,…..કોઇ ઢીલ મૂકે તો કોઇ ખેંચખંચી, (એચમ-તાણી) કરે…કોઇ સહેલ લઇ સ્થિર સંરક્ષણાત્મક રમે તો કોઇ મારામારી-કાપાકાપી માં આનંદ શોધે.આમ ઘમાસાણ પતંગ-સંસારમાં કોઇ ફાટે-તૂટે તો તેના પાટાપીંડી, ગુંદર પટ્ટી કે કિન્ની ફેર કે પૂંછડૂં લટકાવાય. પણ છેવટે કોઇ કપાય ભાર દોરીએ, કોઇ કીન્નેથી, ….પછી કોઇ તેને લૂટે…કોઇ ઝગડે, કોઇ ફાટે-તૂટે,કોઇ સહી સલામત નીચે ઉતરે પણ પતંગ થયાં એટલે તેનો વહેલો-મોડો વિનાશ નક્કી……
  ભાઇ જીવન પણ એવું જ છે ને…..કાવ્ય વાંચીને મજા આવી ગઇ.

 2. Ramesh Patel January 14, 2014 at 4:22 pm

  હું ને પતંગ…..રમેશ પટેલ(આકાશદીપ)

  પતંગ તને ઊડવું ગમે

  ને મને ઊડાડવું ગમે

  નખરાળો પવન આવી સતાવે તને

  મનગમતા પેચે મોજ લપટાવીએ હવે

  નીરખતું ગોગલ્સમાં કોઈ તને

  દૂરથી જોઈ કોઈ લોટાવે મને

  એક આંખવાળો પાવલો સતાવે ભલે

  હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે

  ઓલો વિદેશી ઢાલ તને હંફાવી હસે

  ને તારી જબરી શ્રીમતી લોટાવે મને

  ખાઈ માલપૂડા ખખડાવ થાળી ખાલી ખાલી

  માર હળવેથી અમદાવાદી ખેંચ છાનીછાની

  દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ

  સૂરતી દોરીની મોટી છે લૂમ

  લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી

  ભરીએ ઊંધીયા જલેબીથી મોટી થાળી

  ચગી આકાશે અમે દેઈશું સંદેશ

  દાદા સૂરજ હાલ્યા મકરને દેશ

  ઘરઘરનો દુલારો ઉત્તરાયણ તહેવાર

  પતંગની સાથ જામે હૈયે છાયો કલશોર

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Vinod R. Patel January 14, 2014 at 11:49 am

  કહી વારતા ચતુર સુજાણ સૌ !
  પતંગની કે મારી તમારી ?

  સુરેશભાઈ તમે શુદ્ર રૂપે પતંગની વાત કહીને તાત્વિક રીતે મારી તમારી વાત કાવ્યમાં સરસ રીતે કહી દીધી .

  પતંગને એક રૂપક બનાવીને . કાવ્યમાં રજુ કરેલ પતંગ વિશેનું જ્ઞાન તમારા પતંગ પ્રેમને વ્યક્ત કરે છે !

  અહીં અમેરિકામાં ધાબે ચડીને પતંગ ચગાવવાની મોજ ક્યાંથી લાવવી !

  • સુરેશ જાની January 14, 2014 at 5:11 pm

   ખાસ જાણ સારૂ…
   આ વેદિયો ઉતરાણના બે જ દિવસ ધાબે ચઢતો; આ કામો માટે …..


   ૧. ભાઈ લોકોની(!) ફિરકી પકડવાની
   ૨ વધારે મજાની પ્રવૃત્તિ – પતંગ અને દોર લૂંટવાની
   ૩. અને એનાથી ય વધારે મનગમતી પ્રવૃત્તિ દોરની ગુંચો ઉકેલી આખા વરસ માટે સાંધવા/ બાંધવાના મજબૂત દોરાઓનું પિલ્લું બનાવવાની ( અમદાવાદી)

   કોઈ દિ મારો પતંગ ત્રીજા ઘરના પાડોશીના ધાબેથી આગળ ગયો નથી !!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: