હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અફલાતૂન જવાબ

સાભાર – શ્રી. ગૌતમ ખત્રી

અંગ્રેજી પરથી ભાવાનુવાદ – શ્રી. વિનોદ પટેલ

—————————-

એક ગરાજમાં એક મોટર રીપેર મિકેનિક કોઈની મોટરમાંથી એના મુખ્ય ભાગ સિલિન્ડરને રીપેર માટે બહાર કાઢી રહ્યો એ વખતે એણે શહેરના એક  જાણીતા સર્જન ડોક્ટરને એના ગરાજમાં આવતા જોયા . ડોક્ટર મિકેનિકથી થોડેક  જ દુર  એમની કારને તપાસવા માટે કોઈ સર્વિસ મેનેજર આવે એની રાહ જોઈ રહ્યા હતા .
મિકેનીકે સર્જન ડોક્ટરને જોતાં ગરાજમાંથી બુમ મારીને એમને બોલાવતાં કહ્યું :” ડોક્ટર કેમ છો , જરા એક મીનીટ મારી પાસે આ બાજુ આવશો ? “
આ સાંભળીને આ પ્રખ્યાત સર્જનને પ્રથમ તો જરા નવાઈ લાગી પણ પછી તેઓ મિકેનિકની નજીક ગયા.  મિકેનિક જરા ટટ્ટાર થયો, કપડાના ગાભાથી એના હાથ બરાબર સાફ કરી લીધા અને એ જે કાર રીપેર કરતો હતો એ બતાવીને ડોક્ટરને કહેવા લાગ્યો :
” જુઓ ડોક્ટર તમારી માફક હું પણ (કારનું ) હૃદય ખોલું છું, અંદરના વાલ્વને બહાર કાઢું છું , સાફ કરુ છું અને જરૂર પડતાં નવા સ્પેર પાર્ટ પણ નાખું છું. આ બધું કામકાજ પુરું થઇ જાય એ પછી કાર નવી  બનીને રસ્તે દોડતી થઇ જાય છે . તો મને એ સમજાતું નથી કે આપણે બન્ને લગભગ એક જ પ્રકારનું કામ કરીએ છીએ છતાં તમારા કામ માટે તમને મારા કરતાં કેમ પુષ્કળ પૈસા મળે છે !
આ સાંભળીને આ સર્જન ડોક્ટર મિકેનિક તરફ થોડું ઝૂકીને એના કાનમાં કહેતા હોય એમ ધીમા અવાજે બોલ્યા :
” તારી કારનું એન્જીન ચાલુ હોય ત્યારે તું આ બધું રીપેર કામ કરી બતાવે તો હું તને ખરો માનું !”

Advertisements

3 responses to “અફલાતૂન જવાબ

  1. Ramesh Patel જાન્યુઆરી 15, 2014 પર 8:21 પી એમ(pm)

    વિધાતા…આખી મશીનરી ઊભી કરી આપે…રનીંગ કન્ડીશન ને ચાર્જમાં કેટલી ફી માગે.?

    સરસ વાત ..દરબારી આલમની.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. pragnaju જાન્યુઆરી 15, 2014 પર 2:37 પી એમ(pm)

    ઘણા વખતથી માણતા સદા બહાર રમુજ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: