હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અગત્યની જાહેરાત !

ચિન્ટુ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક પુલ આવતો હતો. પુલ પરથી ચિન્ટુએ જોયું કે એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા….

ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો
મારીને, આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની સાઈકલ …ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….

આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો,
‘એ બધા સાંભળો, કાલે રજા છે…..!’

6 responses to “અગત્યની જાહેરાત !

  1. Bharat Pandya જૂન 20, 2013 પર 12:13 એ એમ (am)

    ચાલો આપડે રમુજનો અંત બદલીયે

    છોકરાએ નિશાળ પહોં છી કહ્યું ‘આપણા પ્રિન્સિપાલનુ કરુણ મોત થયું છે.આપડે સૌએ પ્રભુ ને પ્રાર્થના કરવાની તેમના આત્માની શાણ્તિ માટે અને સૌએ નકોરડો અપવાસ કરવાનો છે”
    ——————————-હસવું નો આવ્યું તો કાઇ નહી .સંદેશ તો સારો પહોંચ્યો !

    Like

  2. P.K.Davda જૂન 19, 2013 પર 10:51 એ એમ (am)

    મને લાગે છે કે આ જોકનો ઈરાદો બીજો જ છે. ઉદાહરણ આપીને સમજાવું તો, ” જામનગરના મહારાજાની, મહારાણીની, કુંવરીની, દાસીની, બિલાડીની પુંછડીની વાહ ભાઈ વાહ!!!”
    સમજ્યા કે નહિં?

    Like

  3. Anila Patel જૂન 19, 2013 પર 9:41 એ એમ (am)

    છોકરાઓનેતો રજા પડે એટલે મજા પડે,

    Like

  4. dhirajlalvaidya જૂન 19, 2013 પર 2:47 એ એમ (am)

    બાળ-માનસ ઉપર આવી રમુજ કુ-સંસ્કારો રેડે છે. એવું મને લાગે છે.
    સદર કેસમાં મજકૂર સગીર બાળક ભારે ઠપકાને પાત્ર છે.
    બાળ-કાવ્ય :” દાદાજીની મૂઁછ, જાણે બિલાડીની પૂઁછ.” નો મેં એમ કહીને વિરોધ કરેલો કે : ‘વડિલો પ્રત્યે આમન્યા-આદર ભાવના જેવા સંસ્કારોના સિંચન સામે આવી ઠઠ્ઠા-મશ્કરી….રમુજ કે હસવામાં પણ કરવાથી બાળકોના કુમળા માનસ ઉપર તેની ઘેરી અસર પડે છે.’…આ મારો અંગત મત છે.

    Like

    • Sharad Shah જૂન 19, 2013 પર 9:36 એ એમ (am)

      ભારતમાં શિક્ષકો એક સમયે આદરને પાત્ર હતા. પરંતુ શિક્ષણ જ્યારથી ધિકતો ધંધો બની ગયું છે ત્યારે શિક્ષકોપર આવા અનેક જોક બનતા રોકી શકાવાના નથી. આપણે જુની આંખે નવી દુનિયા જોઈને દુખી થવા કરતાં જે છે તેનો સ્વિકાર પીડા ઓછી કરશે.

      Like

Leave a reply to P.K.Davda જવાબ રદ કરો