હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

માટરુ ભાસા ગુજ્રાતી

વેલ…યુ સી..આપણને પેલ્લેથીજ આપણી માટરુ ભાસા ગુજ્રાતી માટે ટુ મચ રિસ્પેકટ, એન્ડ યુ નો એમાંયે આજે તો મધરટંગ ડે! યસ…આજે તો મોર્નિંગથી જ ડિસાઇડ કરેલું કે આઇ હેવ ટુ ડુ સમથિંગ ફોર મધર ટંગ, એન્ડ યુનો માય નેચર વેરી વેલ…વન્સ મેં નક્કી કર્યું એટલે ડુ ઓર ડાઇ! એન્ડ એવરી ગુજ્રાતી નીડ ધિસ ટાઇપ સ્પીરીટ..બિકોઝ એઝ યુ નો આપણી મધર ટંગ ઇઝ અબાઉટ ટુ ડાઇ! આમેય અમારા ફેમિલીમાં બધાને સ્ટારટીંગથીજ મધરટંગ માટે બહુજ રિસ્પેકટ, મી, માય ફાધર, મધર, વાઇફ, માય સન…બધાજ લવ ગુજ્રાટી… ને હોવું પણ જોઈએ ને! ઈફ આપણેજ જો આપણી મધરટંગનું રિસ્પેક્ટ નહીં કરીએ ધેન અધર પીપલ પાસેથી હાવ કેન વી એક્સ્પેક્ટ?

Hitler and Kofman

જે સમાજમાં સેન્શરશીપ વધે છે કલાકારોની કળા વધુ ને વધું ખીલે છે.વ્યંગકારની આંગળીઓમાં ન્હોર,દિમાગમાં ગુસ્સો અને હોઠ પર હાસ્ય,એમ ત્રણેય હોય છે અને સમાજ એ જ છીનવી લેવા માગે છે! કદાચ સૌથી વધુ જોક્સ સેક્સ અને રાજકારણીઓ પર જ બન્યા છે. એકવાર હીટલર,યહૂદી વ્યંગકાર કોફમેનને પકડે છે અને પૂછે છે,”તેં મારા પર ટૂચકાઓ બનાવેલા?

કોફમેન કહે છે,”હા બનાવેલાં

હિટલર આગળ પૂછે છે,”જે દિવસે હું મરી જઇશ એ દિવસ યહૂદીઓ માટે તહેવાર હશે-એ જોક તે બનાવેલો?’

કોફમેન કહે છે,”હા’.

હિટલર ફરી પૂછે છે,”એકવાર હું નદીમાં તણાઇ રહયો હતો અને એક યહૂદીએ મને બચાવ્યો..મેં કહયું કે માગ માગ તને શું આપું..યહૂદીએ કહયું ખાલી એટલું વચન આપો કે કોઇને કહેશો નહીં કે મેં તમને બચાવેલાં-આ જોક પણ તે બનાવેલો?’

કોફમેન હસીને કહે છે,”હા સર આ અને આવાં અનેક જોક મેં જ બનાવેલા

અને હિટલર ગન બરાડ્યો,”તારી આ હિમ્મત?તને ખબર નથી કે હું સદીનો શ્રેષ્ઠ નેતા,સૌથી લોકપ્રિય રાજકારણી અને જેનું શાસન હજાર વર્ષ સુધી ચાલશે એવો લોકપ્રિય શાસક છું?

કોફમેન કહે છે,”ના સર,આ જોક મેં નથી બનાવ્યો!જે જોક મારો નથી એના માટે તમે મને દોષી ના ઠેરવી શકો.’કહેવાય છે કે હિટલરે,કોફમેનની આ રમૂજ સાંભળીને છોડી દીધો!

માફ કરજો

અ – જોને ઓલ્યો ના ના વાળ ને બ્લુ જીન્સ. છોકરી છે કે છોકરો ?
બ- એ છોકરી છે.મારી છોકરી.
અ- માફ કરજો. મને ખબર નહી તમે એના પિતા છો .
બ- હું એની પિતા નહી મા છું !

 

એક સવાલ મે કરું

દિકરો – પપ્પા તમે એન્જીનીયર કેમ થયા?
બાપા- એને માટે સખત પરિશ્રમ અને બુધ્ધિની જરુરત છે.
દિકરો – એ તો હું જાણું છુ એટલેજ પુછુ છુ !.

 

Aum Shanti Shanti Shanti ! !

यदा यदाही मोबाइलस्य
ग्लानिर्भवति सिग्नलः

आउट ऑफ रीच सूचनेन
त्वरित जागृत संशयाः ।

विच्छेदितं संपर्का: कलहं मात्र भविष्यति।
तस्मात चार्जिंग एवं रिचार्जिंग कुर्वंतु तव सत्वरं।

मनसोक्तम् चॅटिंगं।
हास्यविनोदेन टेक्स्टिंगं।

सत्वर सत्वर फाॅरवर्डिंगं।
अखंडितं सेवाः प्रार्थयामि

टच स्क्रीनं नमस्तुभ्यं अंगुलीस्पर्शं क्षमस्वमे।
प्रसन्नाय इष्टमित्राणां अहोरात्रं मेसेजम् करिष्ये॥

इति श्री मोबाईल स्तोत्रम् संपूर्णम्
ॐ शांति शांति शांति:
॥शुभम् भवतु॥

“रोज सुबह शाम इसका ३ बार जाप करें तो Internet की सर्विस अखंड बनी रहती है और
आपका Mobile सदा निरोगी रहता है।”

joke…..

शादीशुदा ओरतो के एक सेमिनार में
ओरतों से एक सवाल पूछा गया कि
आपने लास्ट टाइम अपने
पतियों को i love you कब
बोला था ???
.
.
.
किसी ने कहा आज
ही बोला है …….
.
किसी ने कहा दो दिन पहले
बोला है …..
.
.
और किसी ने कहा दस दिन पहले
बोला है ….
.
.
.
फिर सब ओरतों से
कहा गया की सब अपने अपने
मोबाईल से
अपने अपने पतियों को i love you
लिखा हुआ मैसेज करेंगी …..
और जिसका सबसे अच्छा रिप्लाई
आएगा उसको सरप्राइज गिफ्ट
मिलेगा !!!
.
.
सब ओरतों ने मैसेज कर दिया !!!
.
कुछ देर बाद उनके पतियों के रिप्लाई
आना शुरू हो गये …….
जो कुछ इस तरह से थे !!!!!
.
.
1) डार्लिंग तुम्हारी तबियत तो ठीक
है ना ????
.
.
2) घर खर्चा खत्म
हो गया क्या ????
.
.
3) कही तुम मायेके
तो नहीं जा रही हो ???
.
.
4) लगता है आज घर पर
खाना नहीं बनेगा ???
.
.
5) क्या मतलब ???
.
.
6) तुम सपने में हो या मै सपना देख
रहा हु ????
.
.
7) किट्टी पार्टी में
किसी की ज्वेलरी पसंद आ
गयी क्या ???
.
.
8) ऑफिस में इतना टेंसन
है ………
और तुम्हे रोमांस सूझ रहा है ???
.
.
9) कितनी बार कहा है सीरियल मत
देखा कर !!
.
.
10) आज फिर से गाड़ी ठोक
दी क्या ????
.
फाइनली जिसको सरप्राइज गिफ्ट
मिला उसका रिप्लाई बड़ा खतरनाक
था …
.
.
. . .
11) कौन?

આજે ૩૧મી,રાત્રે પાર્ટી // સંભાળજો

૧. તમારા પગ થંડા અને ભીના છે
કારણ- તમારી બાટલીમાથી થંડુ દ્રાવણ ગ્લાસ બદલે તમારા પગ પર પડે છે.

૨. તમારી સામે ની દિવાલ પર બત્તીઓ બળે છે.
કારણ – તમે જમીન પર ચત્તા પડ્યા છો.

૩. જમીન હલી રહી છે.
કારણ – તમે અર્ધ બેભાન અવસ્થામા છો અને તમને કોઇ ઢસદી રહ્યું છે.

૪.તમને કોઇ બોલે ત્યારે પડઘા સંભ્ળાય છે.
કારણ- તમે તમરો ખાલી ગ્લાસ કાન પર રાખ્યો છે અને તેમાથી પીવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

૫.તમારા સગા ,વ્હાલા ,મિત્રોના ચહેરા જુદા લાગે છે.
કારણ – તમે ખોટા ઘરમા છો.

૬.તમારો રુમ હલે છે અને તમારી આજુબાજુ બધા ધોળા કપડા પહેરી ઉભા છે,
કારન – તમે એમ્બ્યુલંસમા છો !

ઘર ઘર્કી કહાની

Translation of an earlier post——

આ ચાલ્યાજ કરે , પતેજ નહી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ- વ્હાલી, મારી સાથે જીમમા આવવુ છે ?.
પત્નિ – કેમ હું તને જાડી લાગુ છું ?
પતિ- ના હું એમ કહેવા નો’તો માગતો પણ રે’વા  દે.
પત્નિ- (ગુસ્સાથી) કેમ ? હું તને આળસુ લાગુ છું ?
પતિ-(મનમાં સ્વગત ઓ પ્રભુ મને બચાવ) તું શાંત થા.
પત્નિ- કાં, હું તને ગુસ્સામા લાગુ છું ?.
પતિ – ના મારા કહેવાનો અર્થ એ ન હતો.
પત્નિ – તે હું ખોટું બોલું છું ! ?
પતિ- માફ કર ભાઇશાબ .તારે મારી હારે આવવાની જરુરત નથી,
પત્નિ – કાં મને નથી લૈ જવી કાં એકલા જવું છે.

શાહબુદ્દીન રાઠોડ સાહેબ નું અવલોકન ,

પિંગલાનું સૌંદર્ય અપ્રતિમ હતું એવા વર્ણનો લેખકો કરતા હોય છે પણ અમારા ગામની નાટક મંડળી જયારે ભરથરીનો ખેલ કરતી ત્‍યારે અમારો મનસુખ પીંગલા બનતો. બોદારમાં ઝરી મેળવી રંગેલો ચહેરો પણ કાળા બાવડાને વાઢીયા વાળા પગ લઈ મનસુખ પીંગલા બની પ્રવેશતો ત્‍યારે પ્રેક્ષકો હેબતાઈ જતાં અને હું ત્‍યારે નાનો હતો છતાં મને યાદ છે હું એમ જ વિચારતો કે આવી પિંગલા હોય તો ભરથરી ભેખ જ લે ને? આવું જ સત્‍યવાદી રાજા હરિヘંદ્રનું નાટક ભજવ્‍યુ ત્‍યારે થયેલું. પ્રિતમલાલ માસ્‍તરનો દિકરો એમાં રોહિતનું પાત્ર ભજવતો પણ એને બહાર જવાનુ થયું ને અંતે ચમનાને તૈયાર કર્યો. ચમન હતો દમનો દર્દી. એણે શરત કરેલી કે મને સૂવડાવવાનો થાય ત્‍યારે ઉંધો સુવડાવજો નહિંતર એકવાર મને ઉધરસ આવવાની ચાલુ થઈ પછી બાજી કોઈના હાથમાં નહિં રયે. રોહિતના મૃત્‍યુ બાદ તેને સ્‍મશાને લઈ ગયેલી તારામતીથી ભુલ થઈ ગઈ અને ચમનને ચતો સુવડાવી એણે એની છાતી પર હાથ પછાડી પછાડી રોવાનું શરૂ કર્યુ. પ્રેક્ષકો પણ હિબકે ચડયા ત્‍યાં તારામતીના બે ચાર વાળ ચમનના મોઢાને – નાકમાં ઘુસતા ચમનને આવી છીંક અને ફરી ઉધરસનો હુમલો થયો. ટ્રેજડી કોમેડીમાં ફેરવાઈ ગઈ.

પુસ્તક અને તેના અંગો – નિર્મિશ ઠાકર

પ્રસ્તાવના
ફાલતુ ફિલ્મ પ્રેક્ષકોને માથે મારવા એનું ભવ્ય ટ્રેલર બનાવાય, એ રીતે વાચકો માટે (?) લેખક દ્વારા પ્રસ્તાવના પણ લખાતી હોય છે. ઘણા લેખક દોષનો ટોપલો પોતાને માથે ન આવે, એટલા ખાતર પોતાના પુસ્તકની પ્રસ્તાવના બીજા લેખક પાસે લખાવે છે.
પોતાનાં પુસ્તકો કરતાં બીજાની પ્રસ્તાવનાઓ વધુ લખનાર ‘પ્રસ્તાવનાખોર’ લેખકો પણ વિદ્યમાન છે જ. આમાં જો છેતરપિંડી થઈ હોય (બે આંખને શરમે મેં ‘જો’ વાપર્યું છે, બાકી તો. . .) તો પોતાને ખર્ચે છેતરાતા વાચકોએ એના પર ‘ગ્રાહકસુરક્ષા ધારો’ લાગી શકે, એવી જોગવાઈ કરવા સરકાર પર દબાણ લાવવું જોઈએ !
એક વડીલ લેખકે મારા પુસ્તકની સામગ્રી વાંચ્યા વિના જ પ્રસ્તાવના લખી આપેલી (ઓહ નિમ્મેસભૈ, તમે પણ બીજા પાસે પ્રસ્તાવના લખાવો છો ? યુ ટુ ???) ,
એના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. એની વિશેષતા એ છે કે એ પ્રસ્તાવના કોઈ પણ પુસ્તકમાં ફિટ થઈ શકે એવી છે, લો માણો. .
.’આ પુસ્તક નિમિત્તે હું ફ્રેંચ લેખક બફોનને ટાંકવાનું પસંદ કરીશ. એમણે કહ્યું છે કે The style is the man himself. શૈલી એ જ માણસ છે ! શૈલીવિજ્ઞાન – અભિગમ દ્વારા કૃતિને મૂલવતાં અને ભાષા વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભાષાકીય સંયોજનની વિશેષતા કે વક્રતાને નાણતા જણાય છે કે સર્જક અભિવ્યક્તિની પ્રગટ અને પ્રચ્છન્ન ભાત શોધવાના પ્રામાણિક પ્યત્ન આદરે છે, પણ એ રસપ્રદ ગતિને દિશા ન સાંપડવામાં અનેક સાહિત્યિક પરિબળો કારણભૂત હોઈ, સર્જક નોંધપાત્રપણે નિષ્ફળ ગયા છે – એમ કહેવું ઇષ્ટ નહીં ગણાય. વૉલ્ટર પેટરે પણ લખેલું કે – Every style, in fact, creates its own universe by selecting and incorporating such elements of reality as to enable the artist to focus the shape of things or some essential part of man. માટે જ, આ ક્ષણે હું સર્જકને માત્ર શુભેચ્છાઓ પાઠવીશ, બાકી તો સમય જ મોટો વિવેચક છે, એ કોણ નથી જાણતું ? અસ્તુ.’
બોલો મિત્ર, ઉપરના લખાણમાં ‘અસ્તુ’ સિવાય કશું સમજાયું ? આવી કલાત્મક પ્રસ્તાવનાઓને અવળી (નીચેથી ઉપર ભણી) વાંચવાથી વધુ કલાત્મક લાગે છે, પણ હાલ પુસ્તકો-નિમિત્તે કલાત્મકતાનો ઓવરડોઝ થઈ ગયો હોઈ, મારા મગજમાં ખાલી ચડવા લાગી છે. એ કારણે હું અટકું છું, અસ્તુ.