નામ યાદ ન રેહવાની રામાયણ
એક વ્રુધ્ધ દંપતી તેમની જેવડાજ મીત્ર દંપતીને મળવાગયા.બન્ને સ્ત્રીઓ રસોડામા ગયી અને મીત્રો વાતે વળગ્યા.
એક કહે ” અમે ગઈકાલે એક હોટલમા ગયા હતા, સરસ રસોઈ હતી, તમે પણ જજો” બીજો કહે “હોટલનુ
નામ શું ?”
પહેલોતો વીચારમા પડી ગયો.માથું ખંજોળે પણ કેમેય યાદ ન આવે.છેવટે તેણૅ કહ્યું “તમે જેને પ્રેમ કરતા હો તેને આપો તે ફુલનું નામ શું.–પેલું વધુ ભાગે ગુલાબી હોય, કાંટા હોય તે કયું ફુલ ?” ” મને લાગે છે તમે ગુલાબની વાત કરો છો. ” “હા હા બરાબર તેજ ” તેણે રસોડા તરફ જોઈને જોરથી કહ્યું ‘ ગુલાબ સાંભળે છે ગઈ કાલે આપણૅ ગયા તે હોટલનું નામ શું ?”
Source Internet -/Bharat Pandya/
Creativity is hiding source
Albert Einstein —
Categories: આજની જોક · ગુજરાતી
સરકસનો માલેક એક્ હોટલમા નાસ્તો કરવા ગયો. ત્યાં એક ટેબલ પર ઘણા બધા માણસ ભેગા થઈ કાંક જોતા હતા.
એને પણ મન થયું…જોયું કે સંગીત વાગતું હતું ટેબલ પર એક ઉંધું કુંડું પડ્યું હતું ને તેની પર એક પોપટ નાચતો હતો.
હોટલના માલીકને જઈને કહ્યું ” મારે આ પોપટ સરકસ માટે ખરીદવો છે.
હોટલ વાળૉ કે, ” લઈ જાવ સાહેબ કીમત ૬૦ હઝાર રુપીયા”.
સર્કસવાળાએ તો ખરીદી લીધો.
બીજે દી એણે પોપટનો ખેલ નાખ્યો. ટેબલ મુક્યું, ઉંધું કુંડું મુક્યું, ને ઉપર પોપટ બેસાડી મ્યુઝિક શરુ કર્યું.પણ માળો પોપટ નાચેજ નહી.
એતો હોટલ પર ગયો ને કે;” લ્યો પોપટ પાછો ને લાવો મારા પૈસા.”સાલો નાચતોજ નથી”
હોટલ વાળો – ” એવું બનેજ નહી તમારી કાંક ભુલ થઈ હશે”
સરકસ વાળા એ બધું સમજાવ્યું.
હોટલ વાળો ” સમજાય ગયું તમે કુંડા નીચે સળગતી મીણબત્તી મુકવાનુ ભુલી ગયા હતા
બચારો ક્યાંથી નાચે.”
BMP.
Categories: આજની જોક · ગુજરાતી
November 27, 2009 · 1 Comment
પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્ય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
રીમોટ આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવોભવ ન મળે આવી બાય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વ હે મ બારે માસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાય ટીપટાપ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
જયકાંત જાની
Categories: ગુજરાતી · હાસ્ય-કવીતા
સરકસના સીંહના રીંગ માસ્તર ને તેની પત્ની નો સંવાદ
થોડી સમજુતી -( વાંઢાઓ માટે ખાસ) પતી પત્ની નો સંવાદ એટલે ” વન વે ટ્રાફીક”. એક બોલે ને બીજુ સાંભળે. કોન બોલે તે નથી લખતો. બૈરી વાંચી જાય તો આવી બને !
પત્ની — મારા રોયા, પીટ્યા,બાયલા – ન્યા સીહના પાંજરામા સું ગરી ગ્યો ગ્યો છો.ભાર નિકળ ખબર પાડી દૌ.
ભરત પન્ડ્યા.
Categories: 1
દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગું છું .
ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું .
હરણની જેમ જોબ પર જવા દોડું છું .
આખો દીવસ ગધેડાની જેમ કામ કરું છું .
વરસના બારે મહીના ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરું છું .
મારા બોસની આગળ પુંછડી પટપટાવું છું .
ડાક્તર – આ બધું નો કરવું હોયતો સારી છોકરી ગોતી પરણી જાવ. -
દર્દી – સાહેબ આ બધું લગન પછીજ શરુ થયું છે !!
પહેલાતો પતંગીયા જેમ ઉડાઉડ કરતો,
સીંહ જેમ ગરજતો,
કોયલ જેમ મીઠું ગાતો,
હે ને ફળિયામા ખટલો નાખી ભેંશ જેમ પદ્યો રે’તો,
આતો કમત હુજી ને પરણ્યો ને આ બધુ ભોગવવાનો વારો આવ્યો. ~~~~~~~~~~~~~~~~~~
Categories: 1
ગોવીન્દભાઈ,
મારા મીત્ર હર્નીશભાઈનો લેખ “આકાશવાણી” માણ્યો અને કોમેંટ બોક્ષમાં કોમેંટ પણ લખી, આ સાથે એની કૉપી
મહેન્દ્ર શાહ.
મીત્રો અને વડીલો,
મારા બ્લોગ પર આજે નવી પોસ્ટ મુકી છે..
વીષય : આકાશવાણી
‘અને ટીવી પર તો ‘ટીવી ગુરુ’ઓનો વર્ગ ઉભો થયો છે. તમે મારા આશ્રમમાં નહીં આવો તો કાંઈ નહીં. હું તમારા ઘરમાં આવીશ. ગુરુની દયાનો પાર નથી ! આ ગુરુઓ હવે ટીવી પર ઝળકતા થઈ ગયા છે. ઈન્ટરનેટ દ્વારા દાન સ્વીકારે છે. ઈન્ટરનેટ દ્વારા આશીર્વાદ મોકલે છે. ટીવી પર દેખાવડા જુવાન ગુરુઓની માંગ વધારે છે. ગુરુ સ્ટુડીઓમાં બોલે અમે પાછળ ઓડીયન્સ બતાવીશું. ટુંકમાં ટીવી હવે મનોરંજનનું સાધન નથી રહ્યું. આ મારી માયા છે કે ગુરુની ! મને ખબર નથી.’ […]
આખી પોસ્ટ માટે લીન્ક નીચે આપી છે..
http://govindmaru.wordpress.com/2009/11/26/harnish-jani/
Categories: ગુજરાતી · હરનીશ જાની · હાસ્ય લેખ
પુરુશોને ક્લબમા ઘણા સદ્ગ્રુહસ્થો પત્તા રમવા બેઠા હતા.એક ટેબલ પર દસ બાર મોબાઈલ પડ્યા હતા. ત્યાં એક મોબાઈલ ફોન રણક્યો.ભાઈએ ઉચક્યો.સ્પેકર ચાલુ હતુ એટલે બધાને સંભળાતુ હતું.
ભાઇ – બોલો
સ્ત્રી -વ્હાલા હું બોલું છું.એક વાત પુછવી તી .
ભાઈ – પુછો. સ્ત્રી – હું મોલમા ખરીદી કરવા આવી છુઍક સુંદર હાર જોયો છે પણ કીમત ૪૦,૦૦૦ હઝાર છે એટલે મને પુછી પુછી જોઊ.
ભાઈ – એમા પુછવાનું શું ડાર્લીંગ. ખરીદી લે.
સ્ત્રી – અને પેલી કાર આપડે લેવી તી પણ મોંઘી લગી તે નોતી લીદ્હી તેના ભાવ ઉતર્યા છે.ફક્ત સાત લાખમા મળે છે.
ભાઈ – હોય નહી ખરીદી લે.
સ્ત્રી – આવજે રાત્રે મળશું.
ભાઈ – બાય બાય. ફોન કટ થઈ ગયો.
ક્લબના પુરુશો તેની સામે અહોભાવથી જોઈ રહ્યા હતા.ફોન મુકી ભાઈ એ કહ્યું” ભાઈ આ ફોન કોનો છે ?
Categories: 1
- બૈરી ( રાતના બાર વાગે) – સાંભળો છો.રસોડામા ચોર પેઠો લાગે છે.
- વર – ઈ તો બલાડુ , ઉંદર હશે. સુઈ જા.
- બૈરી – હું જોઈ આવી .ઈ તો બેઠો બેઠો મારા બનાવેલા થેપલા ખાય છે.
- વર – ઈ જ લાગનો છે મારો બેટો ! ! આના કરતા આકરી સજા કઈ હોય !
Categories: 1
—– Forwarded Message —-
From: Jigisha Mehta
Sent: Tue, November 24, 2009 6:53:38 PM
Subject: Really Funny… but seems true?
પશુઓના ડોક્ટર પાસે એક દરદી એક વાર ગયો .
દર્દી : હું એક મહીનાની વેકેશન પર આવ્યો છું અને મારે મારી બરાબર સારવાર કરાવવી છે .
ડોક્ટર: તમારે સામેના ડોક્ટર પાસે જવું જોઇએ . હું તો પશુઓનો ડોક્ટર છું .
દર્દી : ના હું તમારી પાસે આવ્યો છું , તે બરાબર છે .
ડોક્ટર: અરે , ભાઇ તમે તો માણસ જેવા લાગો છો . છતાં કેમ આમ બોલો છો ?
દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગું છું .
ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું .
હરણની જેમ જોબ પર જવા દોડું છું .
આખો દીવસ ગધેડાની જેમ કામ કરું છું .
વરસના બારે મહીના ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરું છું .
મારા બોસની આગળ પુંછડી પટપટાવું છું .
મારા બાળકોની સામે વાંદરાની જેમ નાચું છું .
મારી બૈરી આગળ સસલા જેવો નરમ ઘેંશ થઇ જાઉં છું .
ડોક્ટર : અરે ! તમે અમેરીકામાં કામ કરો છો ?
દર્દી: હા જ તો વળી .
ડોક્ટર : આ પહેલેથી કહેવું જોઇએને ? ચાલો કહો , તમારે શી તકલીફ છે ? મારા સીવાય બીજું કોઇ તમારી સારવાર કરી નહીં શક!
Categories: આજની જોક · ગુજરાતી
November 22, 2009 · 1 Comment
.ચન્દુભાઈને તાવ આવ્યો.ગયા ડોક્તર પાસે.
ડોક્તર કહે ” જીભ બહાર કાધો
ચન્દુભાઈએ જીભ કાઢી.
ડોક્તર કહે -હજુ વધુ.
ચન્દુભાઈ એ સહેજ વધુ કાઢી.
ડોક્તર કહે હજુ વધુ.
ચન્દુભાઈ કહે- હવે નો નિકળે.
ડોક્તર કહે – કેમ નો નિકળે?
ચન્દુભાઈ- સાહેબ પાછળથી ચોંટેલી છે !
Categories: આજની જોક · ગુજરાતી