તમે અમેરિકાથી તાજેતરમાં જ અમદાવાદ આવ્યા છો. ટ્રાફિકની ભયાવહ હાલત જોઈ તમે વ્યથિત, ભયભિત – લગભગ મૂર્છિત બની ગયા છો. સગાં વહાલાં અને મિત્રો તરફથી આપવામાં આવેલી – સાઢૂભાઇના સ્કૂટરને હાથ પણ ન અડાડવાની – લગભગ ધમકી કહી શકાય તેવી, મહામૂલી સલાહ પાછળની યથાર્થતા તમને બરાબર સમજાઇ ગઈ છે.
તમે પહેલા દિવસે તૈયાર થઈ, આશા ભર્યા, શહેરની શેરીઓ પર ટહેલવાનું શરૂ કરો છો. તમારા કમાતા, ધમાતા દીકરાઓ અને દીકરીની અને વ્હાલસોયી પત્નીની – ડ્રાઈવર સાથેની ટેક્સી ભાડે રાખવાની – મોંઘીદાટ સલાહ તમારા નખશિશ અમદાવાદી જિન્સને અનુકૂળ નથી. એ તમારી ચિત્તવૃત્તિને મનભાવન બાબત નથી. તમે રિક્ષા અને બસમાં મુસાફરી શરૂ કરો છો. પહેલે દિવસે તો જગવિખ્યાત, BRTS પર તમે મોહી પડો છો. સાબરમતીથી કાંકરિયાનો આખો રૂટ તમે સર કરી લો છો. તમે પ્રસન્નચિત્તે રાતે થાકેલા, પાકેલા નિદ્રાદેવીના શરણે થાઓ છો. બીજા દિવસે પણ સ્વજનો સાથેની, મીઠી રવિવારી મોજ અને મનભાવન ભોજનમાં તમારી ઉપર આવી પડનારી વ્યથાઓનું રહસ્યોદ્ઘાટન હજુ બાકી જ રહે છે.
પણ ત્રીજા દિવસથી તમારી ખરી કરમકઠણાઈની શરૂઆત થઈ જાય છે. તમારા ઘરની નજીક આવેલી ચાર પાંચ જગ્યાએ તમારે કામો પતાવવાનાં છે. નજીકના અંતરે કોઈ રિક્ષાવાળો આવવા તૈયાર નથી. દસ રૂપિયાના લઘુત્તમ ભાડાથી એક રૂપિયો પણ વધારે આપવાનું, તમારા અમદાવાદી લોહીને માફક આવે તેમ નથી. બધે ચાલતા જઈ, કામ પતાવતાં, ૬૭ વર્ષ ઘરડા ખખ્ખ, તમારા ટાંટીયાની કઢી થઈ જાય છે. બપોરે થાક્યા, પાક્યા તમે પગ લાંબા કરો છો; અને આવતા બે મહિના, આ કાળઝાળ વતનમાં શેં વિતશે તેના ‘ખુલી આંખના સપના’ તમારી અંદર એક નવાનક્કોર નિર્વેદને જન્મ આપે છે. બપોર બાદ, ચાની રેંકડી પર પાંચ રૂપિયાની અડધી ચાનો રેલો ગળા સુધી પણ પહોંચતો નથી. અમેરિકાના ઘરનો મોટો મસ મગ ભરેલી, જાતે બનાવેલી ચા તમને યાદ આવી જાય છે.
એક ઊડો નિસાસો નાંખી, તમે તમારી સાયંયાત્રા આરંભો છો. બહુ દૂર તો જવાનું નથી. પણ BRTS હવે નોન પીક અવર વખતની સપનપરી નથી રહી. મુશ્કેટાટ ગીરદીમાં તમે માંડ બસમાં પ્રવેશ મેળવી શકો છો. પાંચ જ સ્ટેશન દૂરની મુસાફરી તો તરત કપાઈ ગઈ છે. પણ બહાર નીકળવા ગડદાપાટી કરવાનું આ ઉમ્મરે કેટલું મુશ્કેલ છે; તેનો જાત અનુભવ તમને થઈ જાય છે.
રસ્તાની વચ્ચે આવેલા રૂપકડા બસ સ્ટેન્ડની બહાર નીકળતાં જ, રસ્તો ઓળંગવા તમે ઝીબ્રા ક્રોસિંગ શોધવા લાગો છો. પણ તે તો ક્યાંય નજરે ચઢતો નથી. વાહનોની ભીડમાં એ તો ખોવાઈ ગયો છે. બાજુમાં ઊભેલો પોલિસમેન ફિલસૂફની અદાથી ધ્યાન ધરતો, આવી તુચ્છ બાબતમાં સમય બરબાદ કરવામાં શ્રદ્ધા નથી રાખતો. તેને તો ઘણા મોટા ટ્રાફિક પ્રશ્નો હલ કરવાનાછે.
ભાવિના ગર્ભમાં, તમે પણ એવા પ્રશ્નોના સર્જકોમાંના એક બનવાના જ છો; તેવી આગાહી શિલાલેખની જેમ કોતરાયેલી જ છે!
ઊભા રહેશો તો ઊભા જ રહેશો; એ સત્ય તમને બરાબર સમજાઈ જાય છે. ‘ चराति चरतो भगः’ ના મહામંત્રને આત્મસાત કરી, તમે વાહનોની વણઝારની વચ્ચેથી તમારો માર્ગ કાઢવા મરણદોટ આદરો છો. તાળવે જીવ રાખી, તમે જુવાનને પણ શરમાવે તેવી અદાથી રસ્તો ઓળંગવામાં સફળ નીવડો છો. ધક ધક ધડકતું તમારું ઘરડું હદય, વધી ગયેલા બ્લડ પ્રેશરનો તરત અહેસાસ કરાવે છે. નજીવા કારણોસર તમારા અમેરિકી સ્વદેશમાં અવારનવાર લાગતો, જમણા ઘુટણમાંનો, જૂનો ને જાણીતો આંચકો અજાયબ રીતે ગેરહાજર રહી; રણમાં વિરડીની જેમ તમને નાનકડી રાહત બક્ષે છે.
થોડોક હાહ ખાઈ; બીજો એક ઊંડો નિસાસો નાંખી; દસ રિક્ષાવાળાઓનો ક્રૂર નન્નો કમને ગળી જઈ; આગળની સફર પગપાળા જ આદરો છો. ‘ મામૂલી ખર્ચ બચાવવા, વગર કારણે અફળાયા કરવાની તમારી અમદાવાદી નિયતી ભોગવવાનું તમારા લમણે લખાયેલુ જ છે. ‘ – તે કડવા સત્યને વાગોળતા વાગોળતા, બે ત્રણ વખત સહ વટેમાર્ગુઓના ખોટા માર્ગદર્શનોથી આમતેમ અફળાતા, કૂટાતા; ઠીક ઠીક વારે તમારા તમે લક્ષ્યસ્થાને પહોંચો છો. ઓફિસના પ્રવેશદ્વાર પર જ પબ્લિક માટે કામકાજ ત્રણ વાગ્યા પછી બંધ થઈ ગયું છે- એ માહિતી તમને મોટા અક્ષરે વાંચવા મળે છે. આ ધરમ ધક્કાનો સ્વીકાર કર્યા વગર બીજો કોઈ વિકલ્પ તમારી પાસે મોજૂદ નથી. તમે વીલા મોંઢે ઘેર પાછા પધારો છો.
આમને આમ દસેક દિવસ પસાર થઈ જાય છે. ‘ આશા ભર્યા તે અમે આવિયા. ને વ્હાલે રમાડ્યા રાસ ( કે નાશ?) ‘ એ પંક્તિ ગણગણતાં; જે આશા અને ઉમંગથી સ્વદેશ પધાર્યા હતા, તેની નિર્ભ્રાન્તિનો અહેસાસ કરતા થઈ જાઓ છો. દસમા દિવસે તમે બહેનના ઘેર જમી ‘ રાતના મોડો નિકળું; તો BRTS માં ખાસ ભીડ નહીં હોય; તે વ્યાજબી વિચારથી તમે છેક નવ વાગે પાછા ઘેર પ્રયાણ આદરો છો.
અને મુંબાઈની લોકલ ટ્રેનને પણ ક્યાંય પાછી પાડી દે તેવી અદભૂત ભીડનો તમને સ્વાનુભવ થઈ જાય છે. ટ્રકમાં કતલખાને લઈ જવાતા ઘેટાં બકરાંની કરૂણ સ્થીતિનો તમારો જાત અનુભવ તમને ત્યાં ને ત્યાં જ એક મહાસંકલ્પ કરવા મજબૂર કરે છે.
‘ કાલે ઘેરથી નિકળી, સાઢૂભાઈના સ્કૂટર વાપરવાના ઈજનને વધાવી લેવાનું છે.’
– વધુ આવતા અંકે
ભાગ – ૨ ; ભાગ – ૩
Like this:
Like Loading...
Related
આ ઝીબ્રા ક્રોસિંગ વાળું ખુબ સારું કીધું હો..
LikeLike
Pingback: જેરૂસલેમ | હાસ્ય દરબાર
Pingback: ‘આવાહંક’નો જવાબ | હાસ્ય દરબાર
What we need to do is to control traffic, stray animal, remove garbage on the road and not vibrant meet. This over industrilisation will augment the problem.
LikeLike
Pingback: સુજા સ્કૂટર પર ડબલ સવારીમાં ! | હાસ્ય દરબાર
Pingback: મિત્રો મળ્યા – ‘કંઈક’ કર્તા « ગદ્યસુર
Pingback: એ તો એમ જ ચાલે – શ્રી. હરનિશ…જાની | હાસ્ય દરબાર
જેવો સંગ તેવો રંગ,
ભલે લાગે મોટો જંગ.
જોયો તમારો બ્લોગ સંગ,
સૌથી નોખો આપનો ઢંગ.
જાણે પુકારું એક બંગ,
વાંચી થઇ ગયો દંગ.
LikeLike
‘’પરાર્થે સમર્પણ’માં આ લેખની લીંક વાંચી. લેખ વાંચ્યો. સુરેશદાદા તો સુરેશદાદા જ છે. મૂળે કાઠિયાયાડી પણ 30 વર્ષોથી અમદાવાદમાં રહું છું એટલે અમદાવાદી. આ બાબતમાં ચોક્ક્સ કહેવું છે પણ હવે બાકીના બે હપ્તા વાંચ્યા પછી.
લતા જ. હિરાણી
LikeLike
Pingback: અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક | ગદ્યસુર
Pingback: હેલ્મેટધારી સુભટ | હાસ્ય દરબાર
૧૯૯૫માં મારા ભાણાના સ્કૂટરની પિલિયન પર બેસી વસ્ત્રાપુરથી મણીનગરના ઘોડાસર પોલીસ સ્ટેશન પાસે ગયો હતો. અમદાવાદના ટ્રાફીકના અનુભવે એવો તો ધ્રાસકો આપ્યો, તે દિ’ની ઘડીને આજનો દિ’ ફરી પાછો અમદાવાદ ગયો જ નથી! તમારા અનુભવને દાદ નહિ, વીર ચક્ર આપવું જોઇએ! કમાલ કરી સુરેશભાઇ!
LikeLike
Pingback: આવાહંક- આક્રમક વાહન હંકારવાની કળા – ભાગ -૩ | હાસ્ય દરબાર
Pingback: આવાહંક- આક્રમક વાહન હંકારવાની કળા – ભાગ -૨ | હાસ્ય દરબાર
આ અમેરીકાની ચા ( એને ઇ લોકો ચાય કે;) એકવાર પીધી’તી.આપડે તો કડક મીઠી દુધવાળી થી ટેવાએલા.ઇ માળા સાળા એમા લીંબુ નાખી ને પીયે, ને સાવ કાળી મશ !એની કરતાતો શીવાંબુ સારુ !
LikeLike
આદરણીય વડીલ શ્રી સુરેશભાઈ,
આપ પાક્કા અમદાવાદીના સ્વભાવનું વર્ણન કર્યું છે. ભાઈ એ જ અમદાવાદની
ખાસિયત છે. રીઝે તો રસ્તો આપે ને ખીજે તો રસ્તો બતાવી દે. જોયું નહી અંગ્રેજોને
રસ્તો બતાવી દીધો. હવે સ્કૂટરે ગામ ગજવો અને આગળ લેખને વધારો..
LikeLike
ભારતીય ક્રિકેટ ટીમની જેમ સુરેશભાઈ તમે પણ બીજી ઈનીંગમા ધમાકેદાર બૅટિંગ શરૂ કરી છે.
ચાલો મઝા પડી ગઈ !
ઉલ્લાસ ઓઝા
LikeLike
ભારતીય ક્રિકેટ ટીમની જેમ સુરેશભાઈ તમે પણ ધમાકેદાર બૅટિંગ શરૂ કરી છે.
ચાલો મઝા પડી ગઈ !
ઉલ્લાસ ઓઝા
LikeLike
સરસ મજા માણી ..લેખની. ચરાતી ચરતો ભલો.
પાછલી ઉમ્મરે આપે અનુભવેલી વાત ,ભારતવાસીઓને કોઠે પડી ગઈ છે.
શહેરમાં સ્કુટર એટલે સગવડ ભર્યો રથ અને ચલાવનારા પણ કાબેલ, તમારે બરાબર બેલેન્સ
જાળવવામાં ધ્યાન આપવું પડૅ.
થવા દો શ્રી સુરેશ પુરાણનો બીજો અધ્યાય..બોલો સત્ય નારાયણની જય.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
પુનરાગમન મુબારક.
અને ચાના બાબતે તો એવું છે કે ,એ અર્ધી હોય લે આખી દાંતોનું સ્નાને થતું નથી(આપણા નોર્થ અમેરિકનોમાટે)
વફા
LikeLike
Abhinandan !
Juni janmabhumi ne Navi Ankhothi joy aavya ane
Amaare mate Manoranjan lai aavya.
LikeLike
જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ. આ દેશમાં માણસ સીવાય બધાની કિંમત છે. આ તો હજુ અમદાવાદ છે – પણ મુંબાઈ જવાનું તો નામ લેવા જેવું નથી. જો કે એક વાત છે કે જો પૈસા ખરચવા તૈયાર હો તો અહિં સુવિધા સહેલાઈથી મળી શકે.
ભારતમાં ભ્રષ્ટાચારનું એક મોટું કારણ વસ્તી વિસ્ફોટ છે.
આ બધી સમસ્યાઓનો ઉપાય શિસ્ત, દંડ અને અદ્યતન ટેકનોલોજીથી આવે પણ તે માટે સરકારની અને પ્રજાની તે બાબતે સમય અને શક્તિનું રોકાણ કરવાની તૈયારી જોઈએ.
BRTS જેવી બસોમાં કેપેસીટી બાંધવી જોઈએ કે અમુક સંખ્યા થી વધારે પેસેન્જરો લઈ જ ન શકાય તો આપોઆપ લોકો વૈકલ્પિક સેવાઓનો ઉપયોગ કરે.
LikeLike
અમદાવાદ જ નહિ સમગ્ર દેશમાં બિંદાસ થઈ ફરો અને ડ્રાઈવીંગ કરો તો અકસ્માત નીવારી શકાય જો ટ્રાફિકના નિયમો કે અમેરીકન સ્ટાઈલથી ચાલ્યા કે ડ્રાઈવીંગ કર્યું તો અકસ્માત થવાની ગેરંટી તો પોલિસ વાળા પણ આપશે ! જેમ અહિ ઘડિયાળ નો ઉપયોગ સમય સર ના પહોંચી જવાય તે માટે છે તે જ રીતે ટ્રાફિકના નિયમો અમલ નહિ કરવાની માર્ગ દર્શિકા તેરીક જ સમજવાના રહે છે !
LikeLike
bhale tame atyaare amashkaree mashkaree karo paNa tammaaree pola thodaa vakhatamaa kholavaano Chu
bharat Pandya
LikeLike
આપણે તો બાપુ મજા જ કરવી છે. કોઈની પોલ ખોલાવી નથ. હવે આગળ ઉપર બરાબર રંગ જામતો જોશો.
LikeLike
Wah Bhai Wah !
IndiaMa Tame To Kamal Kari !
AmdavadMa Rehta AmericaNe Chah Pita Yaad Karyu !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Sanyas Chhodyo…to Aavo Chandrapukar Par !
Weicome back, SJ !
LikeLike
I am proud to be an AMDAVADI
Rashmikantbhai toknow that I have Gujarat driving license -n renewed in these ten days !!
Another story on the process to get it some time later …
LikeLike
It seems That Bhai Suresh Amadavadi wants all surfers of the world know that Anadavadi is Amadavi….Like him or me or you!!!!
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
LikeLike
પણ સ્કુટર ચલાવતાં પોલીસ પૂછે અને અમેરિકાનું લાયસંસ બતાવો શું થાય?
LikeLike
Very nicely described. I was there also recently and observed/experienced it also. As a writer, you have captured it very nicely for others who are thinking to return to our home land permanently. However, some learn from articles like yours and others learn hard way.
Keep writing.
CHAMAN
LikeLike
This is the facts of life. Sooner or later you get used to it.
LikeLike
hahahahahahaha .. pan kai pan kaho amdavad etle amdavad..aneri maja che tya…
LikeLike