હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 12 * વલીભાઈ મુસા

મોટેરાં, સમોવડિયાં અને છોટેરાં હાદજનો,
 
કહળાં (કુશળ) હશો.
 
મારા હાહા-11 માં તો પેલી બાપડી ભર ઊંઘમાં હતી અને પડખું ફરી ગઈ, એમાં ક્યાં ‘કિટ્ટા’ ની વાત આવી! વળી એ મૂઓ એટલો મોડા સુધી જાગતો હશે, ત્યારે જ તેણે આ દૃશ્ય જોયું હશે ને! વળી પાછો વિચાર આવે છે કે આપણે એ બિચ્ચારાની દયા ખાવી જોઈએ કે એક સત્તર અક્ષરના નાનકડા ‘આત્મલક્ષી’ હાઈકુડા માટે એણે રાત્યોના ઉજાગરા કર્યા! અહીં હું ફિલ્મો અને ટીવી સિરીયલોનો ચવાઈ ગએલો ડાયલોગ  નહિ બોલું કે “‘કુછ પાનેકે લિએ કુછ ખોના પડતા હૈ |” 
 
મારા અધીરા વાંચકો વિચારશે કે આ જૂની રેકર્ડ કેમ વગાડી, તો મારે નવો નક્કોર ડાયલોગ ફંગોળવો પડશે કે “કુછ નયા દેનેકે લિએ, કુછ પુરાના યાદ કરના પડતા હૈ |” ઈસ લિએ કે તેના સાથે હાહા-12 નું અનુસંધાન છે.  
 
લેક્ષિકોનમાં ‘કિટ્ટા’ શબ્દ અને તેનો અર્થ મળ્યો, પણ તેના દુશ્મન (વિરોધી) નો શબ્દ ન મળ્યો; પણ, મારા UKG પૌત્રે મને ‘બુચ્ચા’ શીખવ્યું છે, જો તમે લોકો એ શબ્દને માન્યતા આપો તો! તમારી જાણ સારું કહી દઉં કે (કૌંસમાં) 1971 થી 2010 સુધીમાં હજુ પાકિસ્તાને બાંગલા દેશને માન્યતા આપી નથી! (કૌંસ પૂરો)
=================================================== 
તો હાદજનો, મારા હાહા-12 માં ‘કિટ્ટા’નું સાટું આ રીતે વળે છે :-
 
હાસ્ય હાઈકુ – 12
 
ડબલબેડ
અવ વિશાળ, ભીંસે
કોણ તથાપિ!      
 
– વલીભાઈ મુસા
 
 

17 responses to “હાસ્ય હાઈકુ – 12 * વલીભાઈ મુસા

 1. Pingback: (228) હાસ્યહાઈકુ : ૧૨ – હાદના દાયરેથી (૭) « William’s Tales (Bilingual)

 2. સુરેશ જાની મે 18, 2010 પર 7:05 એ એમ (am)

  વલીભાઈ
  ઇતિહાસ મારો બહુ જ પ્રિય વિષય છે. ધોળા ઘોડાઓએ બધે કરેલું ભેલાણ બહુ કુખ્યાત છે.
  પણ એક વાત તો કબૂલવી પડશે કે, વિશ્વની કાયાપલટ એમણે જ કરી છે. બાહ્ય તેમજ માનસિક.

  Like

 3. Valibhai Musa મે 17, 2010 પર 9:44 પી એમ(pm)

  ગાંધીનગર પહેલાં (જૂની))રાજધાની અમદાવાદ હતી, ફિલા પણ જૂની. ઘોડાગાડીઓની વાત પણ જૂની. આમેય બે પગાળા ધોળા ઘોડા પણ મે ફ્લાવર નામના વહાણમાં બેસીને ઈંગ્લેન્ડથી અમેરિકા આવેલા ને! આ ધોળા ઘોડાઓએ તો દુનિયાની ભૂગોળ અને ઈતિહાસ બદલી નાખ્યાં. ઈંગ્લેન્ડની જેલો ઊભરાવાના કારણે જ તો બસ્સો જેટલા ખૂંખાર કેદીઓને વહાણમાં ઓસ્ટ્રેલીઆ ધકેલી દીધા હતા. આ બધી તો ઈતિહાસની વાતો! મારા એક મરહુમ મિત્રને શોખ અને તેમની પાસેથી આ બધું સાંભળેલું, પણ આપણે તો ભણતા હતા ત્યારથી આ બધા વિષયો સાથે બારમો ચંદ્રમા!

  Like

 4. સુરેશ જાની મે 17, 2010 પર 3:19 પી એમ(pm)

  અમેરિકામાં ઘોડા ન હતા. બધા યુરોપથી આણેલા. એમાંના અમૂક છૂટા થઈ જંગલી બની ગયેલા. એમાંની એક ઓલાદ એટલે મસ્તંગ . ટેક્સાસ્ના કાઉબોય એમને વાપરતા.
  ‘ મસ્તંગ’ મોડલ વાળી કાર પણ આવે છે.

  Like

 5. સુરેશ જાની મે 17, 2010 પર 3:16 પી એમ(pm)

  પડદાય તમે ખોલો અને ભપ્પોય તમે વગાડો.
  ચોરને કે’ ચોરી કર ને પોલિસને કે’ પકડ !
  પણ હાદ એરલે હાદ. ન્યાં કણે હંધુંય હાલે. પણ અમૂક તો નો જ હાલે.
  —–
  ગુજરાતની જૂની રાજધાની? આ ન સમજાયું. ઈતિહાસ ઊખેળી આપો!
  ફિલા,ની વાત તો ખબર છે. લિબર્ટી બેલ પણ જોયો છે.

  Like

 6. Valibhai Musa મે 17, 2010 પર 12:23 પી એમ(pm)

  જાગો, સુરેશભાઈ, જાગો

  ઘોડાઓની હણહણાટીથી તો ન જાગ્યા, પણ હવે પ્રગ્નાબેને પાવરથી ચાલતી ઘોડાગાડીની વાત કરી અને તમે Powe NGnear હોવા છતાંય હજુ જાગતા નથી!

  Like

 7. pragnaju મે 17, 2010 પર 11:40 એ એમ (am)

  દાદા તો દાદા
  સંભારતા પ્રેમથી
  વેરાન વાડી !

  Like

 8. pragnaju મે 17, 2010 પર 11:00 એ એમ (am)

  “…ઘોડાગાડીઓને જોતરેલા હતા”
  ભારતથી માંડીને અમેરિકા અને યુરોપ સુધીના લોકોને પ્રવાસન સ્થળોની મુલાકાત કરાવનારી ઘોડાગાડી હવે બેટરીથી ચાલી શકશે. આનાથી ઘોડાઓને ઘણી રાહત મળશે. ઓસ્ટ્રેલીયાના એક ઘોડાઘાડી ચલાવનારાએ દુનિયાની પહેલી હાઇબ્રિડ પાવર બગી બનાવી છે. તેમાં એક મોટર ફીટ કરેલી છે, જે ઊંચા પર્વતીય ઢોળાવો ચઢવામાં ઘોડાઓને વધારાનું બળ પૂરું પાડશે. આ મોટરના સંશોધક મારિયો સ્ટીનરે જણાવ્યું ઢાળ પરથી ઉતરતા સમયે બગીચાલક બેટરીને સ્વિચ ઓફ કરી શકશે, જેનાથી તે ચાર્જ થતી રહેશે. ભારતના તેવા સ્થળો કે જયાં માલ પહોંચાડવા માટે હજુ પણ માલગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. મારિયોની આ હાઇબ્રિડ પાવર મોટર મદદરૂપ પુરવાર થઇ શકે છે.

  Like

 9. Valibhai Musa મે 17, 2010 પર 10:06 એ એમ (am)

  ઉપરની કોમેન્ટ Submit કર્યા પછી એકદમ Tube Light ઉપડી કે સુરેશભાઈની જાદુની મારા ઉપરની અસરે ફરી ઊથલો માર્યો કે શું?

  Like

 10. Valibhai Musa મે 17, 2010 પર 10:01 એ એમ (am)

  ‘મોરલી’ એટલે ‘મદારીની મોરલી’ જે વચ્ચે ફૂલેલી હોય! ઘોડાઓની એવી ઓલાદ(વંશ) મેં ત્યાં જોએલી કે તેમના પગ અન્ય ઘોડાઓના હોય તેનાથી સાવ જુદા જ હતા અને પ્રવાસીઓ માટેની ઘોડાગાડીઓને જોતરેલા હતા.

  Like

 11. Valibhai Musa મે 15, 2010 પર 3:53 પી એમ(pm)

  સુરેશભાઈ,

  “અહીં હું ફિલ્મો અને ટીવી સિરીયલોનો ચવાઈ ગએલો ડાયલોગ નહિ બોલું કે “‘કુછ પાનેકે લિએ કુછ ખોના પડતા હૈ |”

  અહીં હાસ્ય નિષ્પન્ન કરવાના હેતુએ ન બોલવાનું કહીને અમે તો બોલી ગયા. પણ તમારે ખુલાસાઓ કરવાની શી જરૂર પડી, ભઈલા! આ તો જરા ચેતવણીનો ભપ્પો વગાડ્યો! ભપ્પો એટલે હોર્ન (જૂના જમાનામાં ઘોડાગાડીવાળા, સાઈકલોવાળા, અરે ટ્રકોવાળા પણ રબરનું ભપ્પાં, ભપ્પાં વગાડતા. ઘોડાગાડીઓના એ દિવસો યાદ આવે છે. જૂના કાલુપુર રેલ્વે સ્ટેશનેથી ફુવારા (માણેક ચોક) બે આનામાં સવારીના ભાવે જતા! પાંચ જણે ઘોડાગાડી ઉપડતી. અમે ભાઈઓ ખુલ્લામાં ઘોડાગાડીવાળા પાસે બેસવા ઝગડતા! અમારા પિતાજી જવાના અને વળવાના વારા બાંધી આપતા!

  ફિલાડેલ્ફિયામાં મોરલી જેવા પગવાળા ઘોડાગાડીના ઘોડા જોએલા. અમે કાન સરવા કર્યા હતા, પણ અમને મોરલીનો અવાજ સંભળાયો ન હતો!

  ભલા માણસ, તમે ત્યાં બેઠા બેઠા એવી તો કેવી Telepathy ની રમત રમાડો છો કે મારે ગુજરાતની જૂની રાજધાનીમાંથી અમેરિકાની જૂની રાજધાનીએ કલ્પનાના ઘોડે બેસીને આવવું પડ્યું!

  હાશ! હવે જાદુની અસર નાબુદ થઈ અને લ્યો અહીંથી અટક્યો!

  Like

 12. Suresh Jani મે 15, 2010 પર 2:42 પી એમ(pm)

  લો બહુ ટાણા માર્યા તી હમજવા કોશિશ કરી !
  આમ રાખો તો?

  ડબલબેડ
  અવ વિશાળ, ભીંસે
  કેમ તથાપિ!
  ————————
  અને અવળવાણીમા …
  પોર્નની સીમા નજીક આવી ગઈ!

  Like

 13. pragnaju મે 15, 2010 પર 1:22 પી એમ(pm)

  બાત કિ પથ્થર………………………..
  જમાનો છે સંગદિલ,

  સંગદિલ તકદીર છે,

  આ શબ્દો નથી

  પથ્થર ની લકીર છે. –

  અજ્ઞાત.

  Like

 14. Valibhai Musa મે 15, 2010 પર 10:57 એ એમ (am)

  એવું ક્યાં કંઈ પૂછ્યું કે ‘સમજાયું?’
  હા, સાચું કહેજો, હવે કહો કે ‘શું ન સમજાયું?’
  અમે કંઈ હાદબહારના નથી!
  છેલ્લી વાત બુદ્ધિની! નસીબદારને જ જાડી બુદ્ધિ મળે,
  પાતળી તો વાપરવાથી વહેલી ઘસાઈ જાય!

  ક્યા ખયાલ હૈ ? ઈંટકા જવાબ ઈંટવાડેસે મિલા કે નહિ?
  ઔર દુસરી બાત કિ પથ્થરકા જવાબ પહાડસે ભી મિલ સકતા હૈ!!!

  Like

 15. Suresh Jani મે 15, 2010 પર 10:45 એ એમ (am)

  સાચ્ચુ કહુ ? ન સમજાયુ!
  અમે હાદવાળા થોડી જાડી બુદ્ધિના !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: