હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અંકગણિત (Arithmetic) કોયડો – ૭

નીચેના સમીકરણમાં X ની કિંમત શોધો.

 x2 – 2 x = 99820080

* * *

ઉત્તર અને સહયોગીઓની યાદી બે દિવસ પછી જાહેર થશે.

સંવર્ધિત જોક્સ – ૭૪

https://qr.ae/pGoVUn

સૌજન્ય : આકાશ રાઠોડ (ક્વોરા)

* * *

ઈશારા કે મૂક અભિનયથી પણ વાર્તાલાપ થઈ શકે છે! :

મારા હાસ્યકાવ્ય ‘ધોંણધારિયો ટેક્સી ડિરાઈવર’ વાંચો અને પછી મારી આ વાત માનવી હોય તો માનો!

-વલીભાઉ મુસા (ભાઉ=ભાઈ)

અંકગણિત (Arithmetic) કોયડો – ૬ (ઉકેલ)

મૂળ કોયડો :

એક છોકરાને તેના પિતાએ મેળામાં જતાં પોણીસો રૂપિયા આપ્યા. મેળેથી પાછા ફર્યા બાદ તેની પાસે પોણાસો રૂપિયા વધ્યા. તો તેણે મેળામાં કેટલા રૂપિયા ખર્ચ્યા હશે?

(યાદદાસ્તના સથવારે)

ઉત્તર – રૂ|. ૨૪.૭૫

ખુલાસો :

પોણીસો એટલે ૯૯.૭૫ અને પોણાસો એટલે ૭૫.૦૦

-વલીભાઈ મુસા

* * *

સહયોગીઓ : (૧) જયંતિભાઈ શાહ (૨) પ્રજ્ઞાબેન વ્યાસ (૩) પ્રથમેશ શાહ (૪) કમલ જોશી (૫) પ્રવીણચંદ્ર શાહ (૬) જય સંપત

અંકગણિત (Arithmetic) કોયડો – ૬

એક છોકરાને તેના પિતાએ મેળામાં જતાં પોણીસો રૂપિયા આપ્યા. મેળેથી પાછા ફર્યા બાદ તેની પાસે પોણાસો રૂપિયા વધ્યા. તો તેણે મેળામાં કેટલા રૂપિયા ખર્ચ્યા હશે?

(યાદદાસ્તના સથવારે)

-વલીભાઈ મુસા

* * *

ઉત્તર અને સહયોગીઓની યાદી બે દિવસ પછી જાહેર થશે.

સંવર્ધિત જોક્સ – ૭૩

ત્રણ કિશોર તેમના પિતાઓની સરખામણી કરી રહ્યા હતા. એકે કહ્યું, ‘મારા પિતા ફાસ્ટેસ્ટ રનર છે. તેઓ ૯.૬ સેકંડમાં ૧/૪ માઈલ દોડી નાખે છે.’ બીજાએ કહ્યું, ‘એ કોઈ મોટી વાત નથી. મારા પિતા પાઈલોટ છે અને અવાજ કરતાં પણ વધારે ઝડપે વિમાન ઉડાડે છે.’ ત્રીજો એમ ગાંજ્યો જાય તેવો ન હતો. તેણે કહ્યું, ‘મારા પિતા પોલિટિશિઅન છે. તેઓ તેમની ઓફિસમાં ૪-૦૦ વાગે તેમનું કામ આટોપી લઈને બપોરના ભોજન માટે ડાઈનીંગ ટેબલ ઉપર હાજર થઈ જતા હોય છે!’

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

* * *

સવાઈ જોક :

જાપાન અને રશિયાના બે મારા પત્રમિત્રો ભારતમાં મારા ત્યાં મહેમાન બન્યા હતા. બપોરના લંચ પછી અમે વાતે વળ્યા. વાતવાતમા દરેકે પોતપોતાના દેશની ટ્રેઈનોની ઝડપ અંગે કહેવા માંડ્યું.

જાપાનીઝ : રેલવે ટ્રેક પાસેના ટેલિફોનના થાંભલાઓ એક જ હરોળમાં પાસેપાસે હોય તેવું લાગે એવી અમારી ટ્રેઈનોની ઝડપ હોય છે.

રશિયન : બસ, એટલી જ વાત! અમારાં મોટાંમોટાં ખેતરોના શેઢાઓ એવી રીતે દેખાય, જાણે કે તે પાસેપાસે જ હોય!

મારો જવાબ આપવા પહેલાં મારો ટૂંકો પરિચય આપું તો હું ફેક યુનિવર્સિટીની ફેક ડી. લિટ ડિગ્રી ધરાવું છું. આપણી ટ્રેઈનોની ઝડપની મારી વાત સાંભળીને પેલા બેઉ બેહોશ થઈ ગયા હતા, જેમને મારે ખાસડું સુંઘાડીને ભાનમાં લાવવા પડ્યા હતા!

મેં કહ્યું હતું કે, ‘અમારી દેશી બનાવટની બુલેટ ટ્રેઈનમાં હું મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. મુંબઈના સેન્ટ્રલ સ્ટેશન ઉપર ગાડી ઊપડવાના સમયે જ મારે હમાલ સાથે ઝઘડો થયો. પેલાએ મને ગાળ દીધી. મેં તેને પાઠ ભણાવવા માટે તમાચો જડી દેવા મારો હાથ ઉપાડ્યો કે ટ્રેઈન સ્ટાર્ટ થઈ ગઈ અને સૂરતના રેલવે પ્લેટફોર્મ ઉપરના હમાલના ગાલ ઉપર એ તમાચો પડ્યો!’

-વલીભાઈ મુસા

ગણિત ગમ્મત – ૧૫ (ઉત્તર)

અસ્સલ પોસ્ટ માટે અહીં ક્લિક કરો.

જવાબ : પાંચમું સફરજન ટોપલીમાં રહેવા દઈને પાંચમા છોકરાને ટોપલી જ પકડાવી દો, એટલે વાત થાય પૂરી. સમજ્યા?

સૌજન્ય : ગૂગલ ગાઈડ

* * *

સમૂહમંથનના હિસ્સેદારો : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) પ્રથમેશ શાહ (૩) સુરેશ ઝવેરી (૪) કમલ જોશી

ગણિત ગમ્મત – ૧૫

એક ટોપલીમાં પાંચ સફરજન છે. પાંચ છોકરાઓને એક એક સફરજન આપવાનું છે, પરંતુ એક સફરજન ટોપલીમાં બાકી રહેવું જોઈએ. (આ તો હસવું અને લોટ ફાકવા જેવું ન ગણાય!)

Courtesy : Google

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

* * *

ઉકેલ અને List of Participants રાબેતા મુજબ જાહેર થશે, ઉતાવળે આંબા પાકે નહિ, ખરું કે!

સંવર્ધિત જોક્સ – ૭૨

છએક કલાક જેટલું સતત ડ્રાઈવીંગ કર્યા પછી એક કેબ ડ્રાઈવરે થોડીક ઊંઘ લેવાના હેતુસર કેબને રસ્તાની બાજુએ પાર્ક કરીને ઊંઘવા માંડ્યું. હજુ આંખ મળી પણ ન હતી અને વહેલી સવારે જોગીંગ કરતા એક જોગરે કેબિનના ગ્લાસ ઉપર ટકોરા મારતાં ડ્રાઈવરને પૂછ્યું, ‘પ્લીઝ, મને કહેશો કે કેટલા વાગ્યા છે?’

‘૪-૩૦.’ ડ્રાઈવરે જવાબ આપ્યો.

થોડીવાર થઈ અને બીજા જોગરે પણ ટાઈમ પૂછ્યો.

ડ્રાઈવર (કંટાળીને) : ૪-૪૦

વારંવારની ખલેલથી બચવા તેણે એક કાગળમાં લખ્યું, ‘મને ટાઈમની ખબર નથી.’ અને તે કાગળને તેણે વિન્ડ શિલ્ડ ઉપર ચિપકાવી દીધો.

થોડી વાર થઈ અને એક ત્રીજા જોગરે ડ્રાઈવરને ગ્લાસ ઉપર ટકોરા મારીને કહ્યું, ‘૫-૨૫ થઈ ગઈ છે, ઊઠો!’

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

* * *

વૈસી હી એક જોક :

પતિપત્ની વચ્ચે આખો દિવસ અબોલા રહ્યા. પતિએ રાત્રે સૂવા પહેલાં કિચનના પ્લેટફોર્મ ઉપર ચિઠ્ઠી મૂકી, જેમાં લખ્યું હતું, ‘મારે બહારગામ જવાનું હોઈ વહેલી સવારે મને પાંચ વાગે જગાડજે.’

પત્નીએ વહેલી જાગી જતાં કિચનમાંની ચિઠ્ઠી વાંચીને જવાબી ચિઠ્ઠી લખી, ‘પાંચ વાગી ગયા છે, ઊઠો.’ અને પતિ મહાશયના તકિયા નીચે ચિઠ્ઠી મૂકી દીધી.’

છએક વાગ્યે પતિએ જાગી જતાં રાડ પાડીને પત્ની ઉપર ગુસ્સાનો ઊભરો ઠાલવી દીધો અને અબોલા તૂટી ગયા!

-વલીભાઈ મુસા

ગણિત ગમ્મત – ૧૪ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો.

ઉત્તર : ૪

તાળો :

૨૧૯૯૭૮ X ૪ = ૮૭૯૯૧૨

* * *

સહયોગીઓ : (૧) જયંતિભાઈ શાહ (૨) પ્રજ્ઞાબેન વ્યાસ (૩) દિલીપભાઈ (૪) પ્રથમેશ શાહ (૫) કમલ જોશી

ગણિત ગમ્મત – ૧૪

૨૧૯૯૭૮ એક એવી સંખ્યા છે કે જેને કોઈક સંખ્યા વડે ગુણવામાં આવે તો તેનો ગુણાકર જાદુઈ રીતે એવો આવે છે કે જેમાં એ મૂળ સંખ્યાના એ જ આંકડાઓનો ક્રમ ઊંધો થઈ જાય છે, અર્થાત્ જમણેથી ડાબી તરફ થઈ જાય છે. તો જેના વડે ગુણવામાં આવે છે તે સંખ્યા કઈ?

સરળ રીતે કહેતાં, ABCDEF X ( ? ) = FEDCBA

સૌજન્ય : સુરેશભાઈ જાની (ગુગમ – કોયડા કોર્નર)

* * *

ઉત્તર અને સહયોગીઓની જાહેરાત બે દિવસ પછી કરવામાં આવશે.