હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: શરદ શાહ

પતિદેવ દૂધ લેવા ગયા

સાભાર – શરદ શાહ

પત્ની: ૧ થેલી દુધ લેતા આવો, અને… જો લીંબુ🍋 દેખાય તો ૬ લઈ લેજો.

પતિ, ૬ થેલી દુધ લઈ આવ્યો.

પત્ની: ૬ થેલી દુધ કેમ લાયા….?

પતિ: કારણ કે બજારમાં લીંબુ🍋 દેખાણા તા..

Remdesivir

શરદ શાહ

ચાર કિલોમીટર ટ્રકનો પીછો કર્યા પછી ખબર પડીકે ટ્રકની પાછળ Remdesivir નહીં પણ Ramdevpir લખ્યું છે.

પડોશણ

શરદ શાહ


ગઇકાલે પાંચ કિલો ખાંડ લઇને મારા ઘરના પગથિયાં ચડતો હતો ત્યાં પડોશણબેન રસ્તામાં મળ્યા. મારા હાથમાંથી ખાંડની થેલી લઇ ઘર સુધી મૂકી ગયા. બીજા દિવસે વાટકી ખાંડ માંગવા આવ્યા. મારી પત્નીએ દરવાજો ખોલ્યો અને એ બહેને ખાંડ માંગતા કહી દીધું કે, ખાંડ તો ખલાસ છે.
પેલા બહેન કહે, “ખલાસ ક્યાંથી હોય ગઇકાલે જ તો તમારા હસબન્ડને મેં ઘર સુધી ચઢાવી દીધી છે.”

પછી એ બેન તો ખાંડ લઇ ગયા પણ મારી વલે થઇ ગઇ.

આજ કા નેતા ….. કટાક્ષ કાવ્ય …

સૌજન્ય- શ્રી શરદ શાહ , ફેસ બુક 

Neta

એક નેતાજી કો સ્વપ્ન આયા;
પીએમકી કુર્સીપર ઉનકી કાયા.
સબ નેતાગણ હૈ પાંવ દબાયે,
ખુદ મસ્તીમેં પાન ચબાયે,
પાનકી પિચકારી ઝેલને
ચમચે સારે હોડ લગાયે,
એક ચમચા બોલા,
પ્રભુ,
મેરા બેટા આઠવી પાસ હૈ
નૌકરીકી તલાશ હૈ
પર મીલ નહી રહી.
ચુનાવમેં ટિકટ દિલવા દીજીયે
બસ યહી એક આસ હૈ
નેતાજી બોલે
ધીરે બોલ,
દુસરે લોગ આસપાસ હૈ
સબકો ટિકીટકી આસ હૈ,
યું તો મેં લેતા હું દેતા નહી
પર તું તો મેરા ખાસ હૈ
વહાં દુસરા ચમચા બોલા
પ્રભુ આપકી લીલા ન્યારી હૈ
સબ આપકી બલિહારી હૈ
આપકી કૃપાસે હુઈ આજ
પ્રેગ્નટ મેરી ઘરવાલી હૈ
નેતાજી થોડે થડકે,
થોડે ભડકે,
ફિર કડકે,
બેશરમ, ખુશીકી ખબર લાયા હૈ,
ઔર ખાલી હાથ ચલા આયા હૈ?
શિષ્ટાચાર જેસા કુછ શીખા હૈ કી નહીં
લગતા હૈ તુમ પર ભુત પ્રેતકા સાયા હૈ
વહાં એક સુંદર મહિલા આઈ
નેતાજીકો વિઝીટીંગ કાર્ડ થમાઈ
બોલી,
મૈં સ્વીસ બેંકકી એજન્ટ હું
ગુમનામ ખાતા ખુલવા દુંગી
ઈધરકા ઉધર સબ કરવા દુંગી
રાઝ ન કિસીકો બતલાઊંગી
ચાહે મરજી કૌભાંડ કરલો
જેબ તિજોડી ખુબ ભરલો
પાંચ સાલકા સમય મીલા હૈ

જો ચાર મળે ચોટલા….

સાભાર- શ્રી શરદ શાહ … ફેસ બુક પેજ પરથી 

જૂની કહેવત- જો ચાર મળે ચોટલા , ભાગે કોઈના ઘરના ઓટલા

નવી કહેવત- જો ચાર મળે ચોટલા, સંઘ શક્તિ બતાવી અવનવું કરી બતાવે ..

મજાની સમતોલન -બેલેન્સીંગ તરકીબ….

Physics is amazing sometimes.. Must watch!

4 Girl Chair Trick!

એક ખાસ સુચના -ચેતવણી…

આ વિડીયો જોઈને એની નકલ કરવા જતાં કોઈ મહિલા કે પછી પુરુષ પડી જાય  અને કેડોને નુકશાન કરે તો એને માટે હાસ્ય દરબાર નું તંત્રી મંડળ જવાબદાર નથી . સૌએ પોતાના ખર્ચે અને જોખમે આ પ્રયોગ કરવો !!! હા..હા…હા….!!! 

“”Competitive Foursome” – Humour and Music mix

Courtesy – Mr. Sharad Shah 

“The Summer”, composed by Antonio Vivaldi, becomes the stage for a musical competition. Salut Salon fight acrobatically and with a special sense of humor — this is a Salut Salon classic, a live recording from the movie “Salut Salon.

Enjoy …..

“Competitive Foursome”

આજની જોક … બિચારો પતિ !

Poor Husband !

A Husband decided to do yoga. As he was getting ready,

the wife wakes up and opened her eyes.

So the husband asked her- “Honey would you like

to join me for Yoga?”

Wife: “Do you mean to say I am fat?”

Husband:”No no. If you don’t want to get up, it’s OK.”

Wife: “So now you think I am lazy, ha?”

Husband:”No. You are misunderstanding me. I didn’t mean….”

Wife: “Aha! So I don’t understand you, right?”

Husband: “Now look I didn’t say that.”

Wife:”So am I lying?!!”

Husband: “All right! Its best I also don’t go for Yoga “

Wife: “See! You never wanted to go. Just wanted to blame me.”

The husband quietly goes to sleep again.

WISHING ALL HUSBANDS HAPPY SLEEPING!

Courtesy- Mr.Sharad Shah

HD JOKE -BJMISTRI

 Courtesy- Mr. B.J.Mistri ,Houston

આજની જોક

Thanks- Mr. Sharad Shah,Ahmedabad 

Difference between “Facebook” and “Whatsapp” conversation :

On “Whatsapp” –

Wife : Kab se wait kar rahi hoon. Ghar kab aa rahe ho?

Husband : Abhi kuchh pataa nahi. Dimaag mat chaato. Jab dekho
pareshaan karti rehti ho.

On “FaceBook” –

Wife : Dear when will you be back? You are the best husband in the
world. Miss you. Come back soon.
(Status liked by 50 of her friends)

Husband : Thanks for being there always. So lucky to have a wonderful wife like you.Will be back soon honey. (Status liked by 75 friends,including sister-in-law & mother-in-law)😝😝😝

અમારી સવાર

 It never ends….

        અને એનો આ પડઘો !!

        હવે જે ‘શેર’ને  આવા સ્વાનુભવો ‘શેર’ કરવા હોય; તેમને કરવા આમંત્રણ છે – ‘શેર’ લખવા પણ છૂટ છે. પણ ‘શેર’ બજારની કોઈ વાત નૈ હોં !!!

સવારે બ્રશ કરી ચા નાસ્તાની રાહ જોતો છાપુ લઈને વાંચવા બેઠો કે શ્રિમતી નો રસોડામાંથી અવાજ આવ્યો.
શ્રિમતીઃ કહું છું સવારે નાસ્તામાં શું લેશો?
શ્રિમાનઃ બસ થોડા વઘારેલા મમરા પડ્યા છે તે લઈ લઈશ.
શ્રિમતીઃ હવે મમરાતો ત્રણ દિવસથી ખાઓ જ છો. ગરમ નાસ્તામાં શું લેશો?
શ્રિમાનઃ તારે જે બનાવવું હોય તે બનાવ.
શ્રિમતીઃ અરે, આજે તો શરદ પૂનમ છે. તમે કહો તે બનાવી દઊં.
(મને થયું આજે તો વિશેષ દિવસ છે અને શ્રિમતીનો પ્રેમ ઉભરાયો છે તો મનભાવન ફરમાઈશ કરી દઊં)
શ્રિમાનઃ સારું તો ગરમ ગરમ ભજીયા બનાવી દે.
શ્રિમતીઃ પણ બટાકા તો બે જ પડ્યા છે.
શ્રિમાનઃ તો ડુંગળીનાને મરચાના બનાવ.
શ્રિમતીઃ તમને ખબર તો છે કે મને મરચાંથી એસિડીટી થઈ જાય છે.
શ્રિમાનઃ સારું તો, ઢોકળા બનાવી દે.
શ્રિમતીઃ તમેય શું? ઢોકળાનુ છ કલાક પહેલા પલાળવું પડે.
શ્રિમાનઃ તો ખીચુ બનાવ. તે તરત બની જશે.
શ્રિમતીઃ જો ખીચુ દિકરાઓ કોઇ ખાવાના નથી. તમને એકલાને જ ભાવે છે.
શ્રિમાનઃ તો પછી તારે જે બનાવવું હોય તે બનાવ.
શ્રિમતીઃ બટાકા પૌઆ બનાવી દઊંં. બધાને ભાવશે.
શ્રિમાનઃ સારું બટાકા પૌઆ બનાવ.
શ્રિમતીઃ તમે આ છાપુ લઈને સવારે સવારે બેસી ગયા. તો એને બાજુ પર મુકો અને લ્યો આ બટાકા, ડુંગળી, મરચા, કોઠમીર સમારી આપો એટલે ઝટ પાર આવે.
શ્રિમાનઃ સારું લાવ સમારી આપું.
(હું સમારવા બેઠો અને શ્રિમતીએ જઈને પૌઆ પલાળી દીધા. ત્યાં તો થોડીવારમાં મારી સાસુમાનો ફોન આવ્યો. મા-દીકરી ફોન પર જામી પડ્યા.)
સાસુમાઃ બધા મજામાં ને? શું કરે છે?
શ્રિમતીઃ આ તમારા જમાઈને આજે બટાકા પૌઆ ખાવાનુ મન થયું તે સવારના નાસ્તામાં બનાવતી હતી.
સાસુમાઃ શું કરે છે જમાઈ રાજા?
શ્રિમતીઃ બસ આ જો છાપુ વાંચતા હતા. બે બટાકા પડ્યાતા તે સમારવા આપ્યા છે તે સમારે છે.
(મા-દિકરીની વાતો અડધો કલાકે પણ પૂરી ન થઈ. અને છેવટે વાત કરતા કરતા શ્રિમતીનો હુકમ આવ્યો.)
શ્રિમતીઃ કહુ છું સમારવાનુ પતી ગયું?
શ્રિમાનઃ હા, બધું અલગ અલગ સમારીને ગોઠવી રાખ્યું છે.
શ્રિમતીઃ તો, એક કામ કરોને. મેં પૌઆ ચાળણીમાં પલાળી રાખ્યા છે. ખાલી વઘારવાના જ છે. ચાર ચમચા તેલ મુકી રાઈ, જીરુ, હળદર,મીઠું અને ચપટી હિંગ નાખી, બાકી બધુ સમાર્યુ છે તે નાખી દેજો.
શ્રિમાનઃ સારું, (કહી રસોડામાં જઈ. બટાકા પૌઆ વઘારી નાખ્યા કે ઘડિક વારે શ્રિમતીનો ફોન પત્યો એટલે આવીને કહે)
શ્રિમતીઃ સોરી, હોં… મમ્મીનો બહુ વખતે ફોન આવ્યો એટલે વાતોએ ચઢી ગયા હતા. ચાલો ચા પણ તૈયાર છે. ગરમ ગરમ બટાકા પૌઆ અને ચા… મજા આવશે.
આમ સવારે આજે ગરમ નાસ્તાથી અમારી સવારની શરુઆત થઈ.

 

हास्याष्टक – शरद शाह

‘હુંશિયારીની કસોટી’ આજે પુરી થાય છે. જે મિત્રોએ અત્યાર સુધીમાં તેનો લાભ ન લીધો હોય, તેમના માટે ….

એ બધી ૨૯ કસોટીઓનો સંગ્રહ અહીં હમ્મેશ માટે હાથવગો છે.
સવાલ વાંચો, કોશિશ કરો અને ન આવડે તો
…..સામે જ જવાબ છે.

       જ્યારે આ જોકર અચોક્કસ મૂદત માટે ‘હાદ’ પરથી ગાવલી મારી(!) અન્ય બ્લોગરોના ઘેર ચક્કર માણવાના ‘ધર્મ કાર્ય’ માં ફસાવાનો છે; ત્યારે કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહની આ રચના પેશ છે.

‘सुजासे कहने लगे, शशानंद आचार्य
रोना-धोना पाप है, हास्य पुण्य का कार्य ।

हास्य पुण्य का कार्य, उदासी दूर भगाओ
रोग-शोक हों दूर, हास्यरस पियो-पिलाओ ।

क्षणभंगुर मानव जीवन, मस्ती से काटो
मनहूसों से बचो, हास्य का हलवा चाटो ।

आमंत्रित हैं, सब बूढ़े-बच्चे, नर-नारी
‘रात्रि’ का दरबार’ प्रतीक्षा करे तुम्हारी ।

————————————————–

અને આવતીકાલે એક છેલ્લો અને સાવ નવતર પ્રયોગ
… થોભો અને રાહ જુઓ.