હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: ભરત પંડ્યા

મેં ઇધર જાઉં યા ઉધર જાઉં

સ્વ. ભરત પંડ્યા

હાસ્ય દરબારના બહુ જૂના અને લાંબા વખત સુધી સાથી રહેલા ભભૈ હવે નથી. પણ આકસ્મિક એમનું એક લખાણ પોસ્ટ કર્યા વગરનું મળી આવ્યું. એમને યાદ કરીને એ અહીં રજુ કરું છું –

પ્રત્યેક વ્યક્તિના રોજીદા જીવનમા એવા પ્રસંગો બનતા હોય છે જ્યારે તેને શું કરવુ તેવી મુંઝવણ થતી હોય છે. સામે આવેલા પર્યાયમાંથી કયો પસન્દ કરવો તે સમજાતું નથી.
હું એકવાર વાંદરા ( મુંબઇ) થી પાર્લા મારી ઓફિસે રિક્ષામાં જઇ રહ્યો હતો . ઓફિસે પહોંચી મે કેટલું ભાડું થયું છે તેમ રિક્શાવાળાને પુછ્યું. મારે સત્યાવીસ રુપિયા આપવાના હતા. મારી પાસે છુટ્ટા ન હોવાથી મેં તેને દસ ની ત્રણ નોટ આપી. તેણે મને ત્રણ રુપિયા પાછા આપવાના હતા.
એણે મને કહ્યું ‘ સાહેબ મારી પાસે સિક્કા નથી’
મેં કહ્યું ‘જે હોય તે આપી દે”
એણે મને કહ્યું ‘મારી પાસે પાંચ રુપિયાનો સિક્કો છે , હવે જો હું તમને એ આપું તો વળી તમારે મને બે રુપિયા આપવાના રહે . હવે જો તમે ત્રણ રુપિયા જતા કરો તો હું તમારો કરજદાર થાઉ અને જો હું જતા કરું તો તમે મારા કરજ્દાર થાવ.સાહેબ બોલો તમારે શું કરવું છે ? ‘

મેં શું કર્યું તે નથી કહેતો. તમે હો તો તો શું કરો?

ભરતભાઈને તો પૂછવા જવાય એમ નથી.
પણ હાદજનો આ સવાલનો જવાબ આપશે તો વિવિધ અને રસિક વિકલ્પો જાણવા મળશે.