હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: પ્રવીણા કડકિયા

ઘડપણના દ્વારેથી – પ્રવીણા કડકિયા

old_age

સ્વાગત હરખ ભેર
******************

કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું
*
જુવાનીનું ગાંડપણ ને બાળપણની મસ્તી
ઘડપણનું શાણપણ ફાવી ગયું છે
*
ઉન્માદ છૂટ્યોને સ્વાર્થ કર્યો વેગળો
ડહાપણની દુનિયામાં જામી પડી છું.
*
જુવાનીને રામ રામ ઘડપણ તને સલામ
બાળકોનો કલબલાટ માણી રહી છું
*
પંચમાહાભૂતનું આ પાર્થિવ તનડું
ત્યજવાનો સમય આવી ગયો છે.
*
હા, કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું.

– પ્રવીણા કડકિયા

કહું છું બુઢાપાને સ્વાગત છે તારું – પ્રવીણા કડકિયા

કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું

જુવાનીનું ગાંડપણ ને બાળપણની મસ્તી
ઘડપણનું શાણપણ ફાવી ગયું છે

ઉન્માદ છૂટ્યોને સ્વાર્થ કર્યો વેગળો
ડહાપણની દુનિયામાં જામી પડી છું.

જુવાનીને રામ રામ ઘડપણ તને સલામ
બાળકોનો કલબલાટ માણી રહી છું

પંચમાહાભૂતનું આ પાર્થિવ તનડું
ત્યજવાનો સમય આવી ગયો છે.

હા, કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું.


મૂળ રચના અહીં માણો…..