હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: ધીરજલાલ વૈદ્ય

આજની જોક

 બિચારા પતિને તો બે બાજુથી મરો ….

HD JOKE -Dhirajlal vaidya

HD JOKE -Hus -wife-2

સાભાર- શ્રી ધીરજલાલ વૈદ્ય -ફેસ બુક પેજ પરથી  

બાપુ બન્યા મોર – ૨

જુઓ હુરટી કારીગરની પીંછીએ બાપુ કેવા જામે છે?

bapu_mor_4

– ધીરજલાલ વૈદ્ય

બાપુ બન્યા મોર!

ઢેલડીઓને બસમાં ચઢી ગયેલી જોઈ બાપુ મોર બની બેઠા. ( એ ભાવનગરી જોક અહીં.)

મોર બનવાના ખ્વાબ સેવતા બાપુનો ફોટો પાડવા હુરટીલાલા ધીરૂભાઈને સહેજ જ અરજ કીધી.

અને એ દિલદાર દોસ્તે ફટ કરતાંકને ઈ-પીંછી હલાવી દીધી…..

bapu_morપણ અમારી ઇચ્છા તો બાપુને હાચે હાચા મોર બનાવી દેવાની હતી.

ખેર……..

જેવું આવડ્યું એવું, આ રહ્યું-

bapu_mor_2

હુરટી વાનરસેના

      ‘વાંદરા’ –  શ્રેણીના સમાપનના આ શુભ અવસરે ….

    સૂરતના કારીગર શ્રી. ધીરૂભાઈ વૈદ્યે તો આખી વાનર સેના જ ખડી કરી દીધી.

m1

અને કેવી એ
ખતરનાક ,
ખૂંખાર,
ખોફનાક,
ખમતીધર,
ખતરી-વાનરોની
સેના?

This slideshow requires JavaScript.

અને આ શ્રેણી શરૂ કરાવનાર વિનોદ ભાઈએ આ સમાપન પોસ્ટ વખતે સાન ડિયેગોના દારૂડિયા વાંદરા પણ ઉજવણીમાં ભાગ લેવા મોકલ્યા છે.

એમની જોડે હેંડો લ્યા ! નાચીએ …

” યાચે શું ચિનગારી ?….મહાનર..” – એક…ફેરડી.

યાચે શું ચિનગારી, નેતા થઇ, યાચે શું ચિનગારી ?                                                                                                                                                      .        યાચે શું ચિનગારી, નેતા થઇ, યાચે શું ચિનગારી ?
…..નેતા થઇ યાચે શું.

ચકમક-લોઢું મેલ્ય પડતુંક ‘ને, ફોડ ફટાકડો ભારી;
અન્યનું ઘર સળગાવીને, તું ચેતવ ‘સગડી’ તારી
…..…નેતા થઇ યાચે શું.

ના સળગ્યું એક સગડું, તેમાં આફત થઇ શી ભારી?
કોમ-ધર્મનો ભડકો ભડકાવી, લે શીત તારી નિવારી
..….નેતા થઇ યાચે શું.

ઠંડીમાં જો તુંજ કાયા થથરે, લે બંડી અવરની ઉતારી;
બે-ત્રણ પેક સોમરસ લેશ, કે દોડીઆવે ઝટ હુંશિયારી
…નેતા થઇ યાચે શું.

ધીરજલાલ વૈદ્ય

હાદ પર સ્વામી

હાસ્ય યોગી રમેશાનંદજીના ભક્ત, અમારા રાત્રિને ગમી જાય એવી વાત….

એક સ્વામીનો હાદજનો જોગ મહાન ઉપદેશ….

VALENTINE-111

 

 

 

 

 

 

હવે આ સ્વામી કોણ છે, ક્યાં રહે છે; એ ગોતી કાઢવાનું કામ તમારું !

વૈષ્ણવજન તો…. ફેરડી – ધીરજલાલ વૈદ્ય

વૈષ્ણવજન તો…. ‘  પેરડી હિમ્મતલાલ જોશી (આતા)  અહીં …       

યુગભારતી તો તેને કહીએ,જે ભ્રષ્ટાચાર હટાવી જાણે રે.
પેધી પડેલી, પિંઢારાઓની, પુરી ન્યાત મિટાવી જાણે રે.

કાળુ નાણું ખંખોળી કાઢી, સ્વિસબેંકેથી એ ઉસડી લાવે રે.
ત્રાહિમામ પ્રજા જનોને ઉર, રામ-રાજ્ય વસાવી જાણે રે.

મોંઘવારીનો કાળીનાગ નાથી, શાંતિ સ્થાપી સુખાળે જે.
અત્યાચારી-બળાત્કારી હરી, ધર્મધજા ફરકાવી જાણે  જે.

રોજ રિબાતા,રોજ કમોતે મરતાં,પ્રજા હાહાકાર પોકારે રે,
યુગાવતાર,  હવે મોડું ન કરશો. આધાર એક તમારો રે.

ધીરજલાલ વૈદ્ય – સૂરત.

બોલો શ્રી. કૃષ્ણ કનૈયાલાલકી જય !!

यदा यदा हि धर्मस्य, ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानम् अधर्मस्य, तदात्मानं सृजाम्यहम् ।।

[ यह भी पढियेगाजी ]

પળ બે પળ – પહેલી ફેરડી !

ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ …

ફેરડી ! ( પેરડી ઉપર પેરડી )

————–

તું વધે દિન-રાત ધડાધડ, મારી ક્યાં ઓકાત બરાબર.
કેમ પહોંચશે આ કાશી, સંઘ.    ?!

તારે વાઘા જરકસી જામા, ‘ને મારે અંગનું ઢાંકણ
કેમ પહોંચશે આ કાશી, સંઘ. ?!

થોડી વધારૂં કરકસર મારી, તું ઘટાડે તારી પળોજણ
હું અહીંથી કામદર વધારૂં,  તું સામેથી ઘટાડ કંઇપણ
આજ અચાનક વિજળી વંઠી, કાલ ગેસની રામાયણ
કેમ પહોંચશે આ કાશી, સંઘ. ?!

તારા રાજમાં જીવન જીવતાં,  તૈયાર રાખું ખાપણ
અંજળ-પાણી ખૂટ્યાં આપણાં, દિલાસા ધોઇ પીધા
લેણ-દેણ સૌ ભૂલી જવાની, શાણપણની મથમણ
કેમ પહોંચશે આ કાશી, સંઘ. ?!        

– ધીરજ વૈદ્ય -સૂરત.

—————

શ્રી. શરદ શાહની મૂળ પેરડી અહીં…

અને શ્રી. કૃષ્ણ દવે ની મૂળ કવિતા અહીં….

હે પ્રભુ ! તારા રાજમાં આવું અંધેર કેમ ? – ધીરૂભાઇ વૈદ્ય

સૌથી મહાન , કરૂણ જોક !

હું પુછું કિરતાર, તારે ઘેર કાં અંધેર છે ?   

સંતને શૂળી અને દુર્જનને લીલા-લહેર છે.

શૂળ સૌ અડીખમ, ફૂલ કરમાય જાય છે.

ફૂલડાં ડૂબી જતાં અને પત્થરો તરી જાય છે.

ઘરહીન ઘુમે હજારો, ઠોકરાંતા ઠેર-ઠેર,

ને ગગનચુંબી મહાલયો જનસૂના રહી જાય છે

ટળવળે તરસ્યાં ત્યાં, જે વાદળી વેરણ બની,

તે જ(વાદળી),રણમાં મુશળધાર વરસી જાય છે.

દેવડીએ દંડ પામે, ચોર મુઠ્ઠી જાર ના,

લાખ ખાંડી લૂટનારા, મહેફીલે મંડાય છે.

કામધેનુને ક્યાંય જડેના એક સૂકું તણખલુ,

ને લીલાછમ્મ ખેતરો, આખલા ચરી જાય છે.

ખર્વો-નિખર્વોના કૌભાંડી ઘૂમી રહ્યાં છે લહેરથી,

’ને ચિંથરાના ચોર સબડે કારાવાસમાં કેરથી.

અણઘડતાની આડમાં સડે છે, અન્નના કોઠાર જ્યાં,

’ને એક રોટીનો ભૂખ્યો ચોર ચાબખે ઝૂડાય છે. 

ખાલી જઠર ‘ને છત્રહીન, ઘૂમે અનાવરણ લોક થોક

ત્યાં ભીમપલાસ નેતાઓની પ્રતિમાઓ ખડકાય છે.

બારેમાસ અંધારે અર્ધભૂખ્યા ઘૂમે હજારો નિરક્ષરો’

અને વિકાસ-પર્વની રોશનીમાં દાન પામે ધૂરંધરો.

શિયાળ સૌનો ન્યાય કરે,ને સિંહ બંદીવાન છે,

કાગડા મિજલસ કરે, ‘ને હંસને ઉપવાસ ઠરે.

હું પૂછું કિરતાર તારે ઘેર કાં અંધેર છે ?

એજ સમજાતું નથી કે આવુ શાને થાય છે ?

ધીરૂભાઇ વૈદ્ય –સૂરત 

ક્યાંક સાંભળેલું સ્મૃતિના આધારે.

—————————-

શા માટે ? …… અહીં વાંચો 

આ માટે  —— અહીં વાંચો

ટીખળી વાનર – ધીરજલાલ વૈદ્ય

વાનર એક ફરવા નિકળ્યું તું ,…………………પહોંચ્યું કાઠી ગામ,

ગઢના કાંગરે જઇને બેઠો,……………………….દીઠો ભર્યો દરબાર.

ઘૂંટ્યા કસૂંબે,ફરતી તાંસળી,………………………ચૂસકી લેતાં જાય.

મસ્ત દરબારી,ગુલતાન ડોલતાં,…………………વાતે હસતાં જાય,

નકલ ધણી,વાનર વિચારે,……………………..રંગ કસૂબે લલચાય,

પીવા મળે જો. એકાદ ચૂસકી, ………………..બેડો પાર થઇ જાય,

નસીબ પાધરૂં,વિખરાયા દરબારી,……ત્યાં પડી ‘તી ખરલ મોઝાર,

કપિરાજે ચાંગળુંક પીધો,…………………………ઘૂંટ્યો કસૂંબો ધરાર,

પીતા વેંત રણઝણ્યો વાનર,…………………..ચઢ્યો કસૂંબીનો રંગ,

“ક્યાં ગ્યો ઓલો વનનો રાજા,……………આજ પૂંછ પકડી પટકાડું,”

કુદ્યો, ઉડ્યો, ઠેકડા મારતો, ………………….વગડે પહોંચ્યો ધરાર,

સિંહને ગોતવા ઝાડે ચડ્યો,…………………દીઠો સૂતો’તો વનરાજ,

ફટાક કરીને કૂદી પહોંચ્યો,………………………..સૂતા સિંહની પાસ,

સટાક કરીને ચાટો માર્યો,………………………….ઘેનગ્રસ્ત વનરાજ,

ચોંક્યો વાનર, ભાન થયું,……………………….ઉડ્યો કસૂંબીનો રંગ,

એવો ભાગ્યો, વગડા મધ્યે,…………………………થાક્યો અપરંપાર,

શ્વાસ લેવા થંભ્યો, વાનર,…………………………હેઠ વડલાની છાંય,

દીઠું એક, પડ્યું ‘તુ છાપું,………………………વાંચવા બેઠો કપિરાજ,

ધસમસતી ફાળો ભરતો ને,……………………આવી પૂગ્યો વનરાજ,

લાલ આંખો કરી, ત્રાડ નાંખી,…………………..પૂછ્યું તે વાનર રાજ,

“દીઠો આ ગમ, જાતો કોઇ,……………………………ભાગેડું કપિરાજ,?”

વાનર પૂછે,ઠાવકાય રાખી, ………………“ જેણે,સિંહને…થાપટ મારી ?”

સિંહ ડઘાયો, ચૉંકી ઉઠ્યો,…………………………..ચૂપચાપ શરમાયો,

ઘડીવારમાં આવા સમાચાર,………………………છાપે યે છપાઇ ગ્યાં ?!

નીચી મૂંડી કરી ચાલ્યો ગયો,………………………વનકેસરી વનરાજ,

મૂંછમાં મીઠું હસ્તો રહ્યો,……………………………..ટીખળી વાનરરાજ