હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: ચીમન પટેલ

ટોડલે તોરણ ! ….. અછાંદસ….. ચીમન પટેલ “ચમન”

Bhale Padhrya

ટોડલે તોરણ! ….. અછાંદસ….. ચીમન પટેલ “ચમન”

ટોડલે તોરણ!

તોરણ

બાંધ્યું ટોડલે!

‘ભલે પધાર્યા’નું!

ભૂલથી

ગયા

જો

અંદર;

તો,

માલકણનું

મોં

મચેડાઈ જાય છે!

******

*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)

 

ધંધાઓ પરથી પડેલી અટકો! ………..લેખકઃ ચીમન પટેલ ‘ચમન

અમારા વિનોદભાઈની નિયમિત આવતી ઈ-મેલ ખોલતાં જ દિલિપ ‘ઘાસવાળા’ અને વિનય ‘ઘાસવાળા’ વાંચતાંજ ચિત્ત મારું ચકડોળે ચડ્યું!

જૂના જમાનામાં આજની જેમ કાયદા,સગવડો વગેરે ન હતા ત્યારે, પોત પોતાના ધંધાઓ પરથી વ્યક્તિ ઓળખાતી અને એ ધંધો પછી એમની અટક પણ બની જતો; બીન કાયદેસર!

હવે કાયદાઓ, સગવડો અને નોકરીઓ વધારે પડતી થઈ ગઈ છે એ કારણે, ધંધાદારી અટકો અદ્રશ્ય થઈ રહી છે એમ કહી શકાય! ‘મોટેલ’ના ધંધા સાથે ‘પટેલ’ એન્ડ ‘મોટેલ’ જેમ જોડાઈ ગયા છે, પણ હજુ સુધી કોઈએ આ મોટેલના ધંધાને અટક સાથે આવરી લીધી નથી! બની શકે કે આ લેખ વાંચીને કોઈ મોટા મોટલવાળા પટેલને પ્રેરણા મળે અને એ એમની અટક સાથે જોડી દઈ ‘રાવજીભાઈ મોટલવાળા’ કરે તો નવાઈ નહીં!

મારી કંપનીમાં કામ કરતા એક પારસીબાબાનું નામ છે નાનુભાઈ દારૂવાલા. એમના વડવાઓ દારૂનો ધંધો કરતા હશે એમ માની લઉં છું.

થોડા વર્ષો અગાઉ મારી નીચે કામ કરી ગયેલા એક હિન્દુસ્તાની યાદ આવી ગયો. એમની અટક છે ‘લોખંડવાળા’. એમની સાથે ચર્ચા કરતાં ત્યારે જાણેલું કે એમના બાપદાદા લોખંડનો ધંધો કરતા, પણ એમની આ અટક એન્જીનીઅરના વ્યવસાયમાં પણ હાલે છે!

ત્યારબાદ, એક મિત્રની દિકરીના લગ્નમાં બહાર ગામ જવાનું થતાં વેવાઈની અટક નિકળી ‘લાકડાવાળા’! આવી જ રીતે આ વિષય ઉપર વિચારતાં વિચારતાં યાદ આવ્યું કે એક મિત્રના સગાને મોટા પાયા પર લાકડાનો ધંધો હતો જેના પરથી એમની અટક ‘લાટીવાળા’ પડી હતી.

આ શહેરના એક ‘જરીવાલા’ પણ અત્રે યાદ આવી જાય છે! ‘કોલસાવાળા’, ‘બીડીવાળા’ ‘ટોપીવાળા’, ‘સાડીઓવાળા’ ‘બંગડીઓવાળા’ ‘પાન વાળા’ ‘ઘંટીવાળા’ ‘દૂધવાળા’ વગરે વગરે જેટલા યાદ કરીએ એટલા ઓછા પડે!

હમણાં જ એક ‘દાદભાવાળા’ની ઓળખાણ થઈ કે જેમની આ અટક્ને એમના ધંધા સાથે કોઈ નિસબત નથી! એટલેજ, આ અટકમાં કોઈ ધંધાની મહેક મહેકતી નથી!

આમ અહીં ઘણી અટકો ઉમેરી શકાય; દા.ત. ‘વિરાટભાઈ મંદિરવાળા’, ‘મુકુંદભાઈ નાટકવાળા’ ‘ડાહ્યાભાઈ ડાન્સવાલા’ વગેરે વગેરે તમે જ ઉમેરી લઈ તમારા મિત્રો સાથે મજાક માણી લેજો!

ભારતીય સ્ત્રીઓ હેન્ડ શેઈક કેમ નથી કરતી !!…-સ્વામી વિવેકાનંદ

સાભાર …શ્રી નરસિંહભાઈ પટેલ -લંડન /શ્રી ચીમન પટેલ -હ્યુસ્ટન  

Vivekanand & indian Women

હાસ્ય ચિત્ર… કવિતા…. ચીમન પટેલ “ચમન “

chiman patel-poem

                                 [ચિત્ર પ્રાપ્તિઃ વિજયભાઈ ધારીઆ]                                                                      

ભાવાનુવાદ

પત્ની હોવી

જીવન રથના બીજા પૈડા સમાન છે!

પણ,

પત્ની સાથે જીવન પાર પાડવું; 

જીવન જીવવાની એક 

જડી બૂટ્ટી છે! 

*ચીમન પટેલ ‘ચમન’ (૨૧મે’૧૫)

કારણો વગર…. એક મજાની હઝલ….ચીમન પટેલ ‘ચમન’

કારણો વગર

કરે છે કથામાં વાતો લોકો કારણો વગર!

સમય વેડફે પોતાનો ખોટો કારણો વગર!

નથી કર્યો ખુદના રૂપનો વિચાર કદી,

ફરે લઇ કેટરીનાનો ફોટો કારણો વગર

જરી કે નથી જ્ઞાન તાલ કે સુરનું જેને,

તક ઝડપી એતો ગાતો કારણો વગર!

કર્યું છે ધન ભેગું વેચી ધંધાઓ ઘણા 

વાત વાતમાં એ રડતો કારણો વગર!

નથી દેખાતા મન દેશીઓના મોટા કદી ,

મળે સામો ને આડો ફ૨તો કારણો વગર!

મામા શકુનીઓ મળે છે બધે જ જોવા,

ઘર બીજાના જે તોડતો કારણો વગર!

ઈર્ષા ને અદેખાઈ વધી ગઈ છે બધે જ,

રહી પીઠ પાછળ જે બોલતો કારણો વગર!

બદલાઈ ગઈ હવા ચારે દિશામાં ‘ચમન’

પગ જે બીજાના ખેચતો કારણો વગર!

• ચીમન પટેલ

‘ચમન’ (૦૬જાન્યુ’૧૨)

તાલી પાડુ છું! – ચમન

ઘણા વખત પછી, હાદજન ‘ચમન’ની આ કવિતા માણો…

વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!
ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!

સરી જાય શબ્દો ગઝલના સમજ્યા વગર સૌને
‘ચમન’ પછી એકલો ન પડી જાય, તાલી પાડું છું!

આખી કવિતા માણવા તમારે એમના બ્લોગની લટાર મારવી પડશે – અહીં

અને એમની કવિતા પર અમે તો આમ તાળી પાડી આવ્યા…..

‘ચમન’ની ગઝલની મજા માણી લઈને,
મનોમન કહી, ‘કેવી સુંદર કવિતા?’
સુણાવીય દીધી સહુ મિત્ર જનને
‘ચમન’ ખુશ રહો, લો! આ તાળીય પાડી !

હવે તમે પણ ત્યાં તાળી પાડશો ને? – સમજીને હોં !

એક કઠિયારો – ચીમન પટેલ ‘ચમન’

      નદીના કિનારાના એક ઝાડ પર કઠિયારો લાકડા કાપતો હતો ને એકદમ એના હાથમાંથી કુહાડી છટકતાં નદીમાં જઇ પડી. કઠિયારાને તરતાં નો’તું આવડતું એટલે એણૅ ભગવાનની મદદ માટે પ્રાર્થના શરું કરી દીધી. ભગવાન પ્રગટ્યા અને ડુબકી મારી સોનાની  કુહાડી  લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછ્યું; “આ તારી કુહાડી છે?” કઠિયારાએ ના પાડી.

     ભગવાને ફરી ડુબકી મારી ને આ વખતે ચાંદીની કુહાડી લઇ આવ્યા ને આ વખતે પણ કઠિયારે ના જ કહી. ત્રીજી વાર ભગવાન એની  જકુહાડી લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારો ખુશ થઇ હા પાડી. ભગવાન એની સચ્ચાઇથી ખુશ થઇ ત્રણે કુહાડીઓ આપી અલોપ થયા.

       ફરી એક વાર કઠિયારો અને એની ઘરવાળી આવ્યા. આ વખતે એની ઘરવાળી પાણીમાં પડી ગઇ. ફરી એને પ્રભુ પાર્થના કરી. ભગવાન ફરી પ્રગટ્યા અને ડુબકી મારીને એક દુનિયાની સૌથી રૂપાળી સ્ત્રીને લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારે ના પાડી. બીજી વાર જાપાનની સૌથી રૂપાળી સ્ત્રીને લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારે ફરી ના પાડી. ત્રીજી વાર ભગવાન એની પત્નીને લઇ બહાર આવ્યા ને આ વખતે પણ કઠિયારે ના કહી. ભગવાન બોલ્યાઃ “તું સાચું બોલનાર આજે જૂઠ્ઠુ કેમ બોલે છે?!”
બે હાથ જોડી.નમી પડતાં એ બોલ્યો;” મને બીક લાગી ભગવાન કે જો સાચું કહીશ તો તમે તો મને ત્રણે પધરાવી દેશો!”

– ચીમન પટેલ ચમન’

ઘણા વખત બાદ ‘હાદ’ પર હાહાકાર

ઉનાળાની ગરમીથી ત્રાહિમામ્ છો?  ફિકર ન કરો..

જૂના અને જાણીતા હાહાકાર શ્રી ચીમન પટેલે ઉનાળાને બિરદાવ્યો છે.

અતિ ’સ્નો’ પછી, 
ગમી ગઇ સહુને- 
ગ્રીષ્મ ગરમી !!

ચમન

તા.ક.

‘વેબ ગુર્જરી’વાળાઓએ ગરમાગરમ રસથાળ જેવી ઉનાળા અંગેની રચનાઓની ઈ-બુક બહાર પાડી છે – તેની ઉપર પણ જરા નજર નાંખી દેવા વિનંતી છે.

– અહીં….

‘ઉનાળો’ વરસ્યો, “ગ્રીષ્મવંદના” નામથી !!

મંગળ; એક તાન્કા – ચીમન પટેલ

મંગળ પર
મીટ છે માનવની.
પહોચ્યા પછી,
મંગળના નંગમાં-
ભારે ભાવ ઘટાડો !

– ચીમન પટેલ “ચમન”

——–

         કોઇને નડતો હોય તો ‘ચમન’ ઠીક કરી દેશે – વિધિના લેખની ઉપર તાન્કાના લેખ લખી દેશે – અથવા કાર્ટૂન બનાવી દેશે !

એમને અહીં મળો

નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી – ચીમન પટેલ

આજે નિયતિને ત્યાં અમારે જમવા જવાનું હતું.

 અમે અમારી ટેવ મુજબ સમયસર પહોચી ગયા. બારણા પરનો ‘બેલ’ દબાવતાં, હસતા મુખે બારણુ ખોલી નિયતિ બોલી; ‘મને હતું જ કે તમે જ હશો! તમારા સિવાય કોઇ મારા ત્યાં ‘ઓન ટાઇમ’ આવતું નથી!’ અમારો આભાર માની, અમને એની બેઠકરૂમ સુધી કંપની આપી, બેસવાનું કહી પુછ્યું?;

‘ડ્રીન્કમાં શુ આપુ તમને?”

મેં કહ્યું; ‘બધાને આવવા દો પછી લઇશ’

‘તો ઠંડુ પાણી તો લેશોને?’

‘ના, પાણીતો અમે ઘેરથી પીને નિકળ્યા છીએ.’

ટી.વી. ચાલું કરી એ બોલી, ‘તમે આ સીરીયલ જુઓ છો? સરશ આવે છે. તમે જૂઓ અને હું જલ્દી જલ્દી તૈયાર થઇ તમને કંપની આપવા આવી જાવ છું’

‘તમારા મિસ્ટર દેખાતા નથી’ મેં પૂછ્યું.

‘એ જરા થોડી વસ્તુઓ લેવા સ્ટોરમાં ગયો છે તે આવતો જ હશે.’ કહી નિયતિ તૈયાર થવા સરી ગઇ.

એના ગયા પછી મેં ધર્મપત્ની તરફ જોયું. એ બોલી; ‘મને નાહકના તમે ઉતાવળ કરાવી! મારે સાડી બદલવી હતી,પણ જવામાં મોડું થાય અને તમે મારી ઉપર બગડો એટલે મેં સાડી પણ ન બદલી!!’ બાકીની એની ફરિયાદ એની આંખોમાં હું વાંચી ગયો. અમે બંને ઘડીભર ચૂપ રહ્યા એ દરમ્યાન નિયતિ તૈયાર થઇને આવી ગઇ, અને એના મિસ્ટર પણ આવી ગયા.

થોડા મહિનાઓ પછી, નિયતિને ત્યાં ફરીથી જમવા જવાનું થયું.

ટી.વી. ચાલું કરી, ધર્મપત્ની તૈયાર થઇ બહાર આવે એની  રાહ જોતો  ચાલુ કપડામાં હું સમય કાપી રહ્યો હતો. ધર્મપત્નીનો પ્રવેશ થતાં અને મને જુના કપડામાં જોઇ એ ભડકી, ને બોલી;’તમે હજુ તૈયાર નથી થયા?!’ એને આગળ બોલતાં અટકાવી મેં કહ્યું; ‘નિયતિ આપણા ત્યાં કાયમ એક કલ્લાક મોડી આવે છે. મારી ટકોરોથી પણ એનામાં ફેર પડ્યો નથી, એટલે મેં આજે એની આંખ ખોલવા એક નવો કિસ્સો અજમાવવાનો નિર્ણય કર્યો છે.’ પત્નીને ખુશ કરવા મેં કહ્યું; ‘તારે બીજી સાડી બદલવી હોય તો બદલી લે. આજે આપણી પાસે ઘણો સમય છે.’

‘પણ, મને પેટ ખુલ્લી વાત કરશો કે તમે શું કરવાનું વિચાર્યું છે?’

એની પાસે જઇ, કાનમાં મેં મારો કિમિયો કહ્યો.

‘ઓકે. ઓકે. હવે તમે તૈયાર થવા જશો પ્લીઝ?’

નિયતિના ત્યાં પહોચતાં, કામયની જેમ બારણાનો બેલ દબાવતાં, બારણું ખોલતાં નિયતિ બોલી; ‘તમે આજે આટલા માંડા!! તમે તો મારા ત્યાં કાયમ નિયમિત આવનારા આજે ખાસ્સો કલ્લાક માંડા છો?! ટ્રાફિક નડ્યો કે શું? એના પ્રશ્નોની ઝડીઓ પડૅ એ પહેલાં હું બોલ્યો; ‘ચાલો, તમારી બેઠકરૂમમાં બેસીને વાત કરૂં,’

બેઠકરૂમમાં દાખલ થઇ, બેઠક લઇ, પત્ની પર એક નજર નાખી લઇ, મે કહ્યું; ‘કોઇ કારણ તો નો’તું, પણ જાણી બૂઝીને અમે આજે માંડા આવ્યા છીએ.’ મારા આ જવાબથી નિયતિના આંખના ભવા ઊંચા થતાં મે જોયા. મેં વાતને આગળ વધારતાં કહ્યું; ‘અમને થયું કે આમેય તમારા કોઈ મિત્રો વહેલા તો આવતા નથી, અને અમારા કારણે તમારે  કેટલી બધી ઉતાવળ કરવી પડે છે! એટલે, અમને આજે થયું કે  તમને તૈયાર થવામાં પૂરતો સમય આપીએ અને અમારે એકાલા એકલા બેસી પણ ન રહેવું પડૅ.

નિયતિના માંના ભાવોમાં થતા ફેરફારોથી એને અમારો સંદેશ પહોચી ગયો છે એ અમે બંને વાંચી શક્યા.

 ત્યારથી, નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી!!