હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: અનીલા પટેલ

ભંગારવાળો

અનીલા પટેલ

સોસાયટીમાં  જાત જાતના ફેરિયાઓ  આવે ભંગારવાળો  નિયમિત  સમયે  આવે. મારી સામેવાળા  માજીનો તેલનો  ડબ્બો   ખાલી  થયેલો તે રોજ બધા ભંગારવાળાને બતાવે  પણ ડબ્બો  સહેજ  કાણો  હતો તે કોઇ લઈ જાય  નહીં,  થોડા દિવસ  પછી  મારો ડબ્બોય ખાલી  થયો.મેં  પણ એક બે જણને બતાવ્યો.  ડબ્બાના  ભાવ 15થી20 રુ. ચાલે.  નસીબ જોગે  પેલા માજીનો ડબ્બો  એક જણ 20 રુ.માં  લઇ ગયો,  માજી  બિચારા  હોંશે હોંશે  મને  કહેવા  આવ્યા કે અનિલાબેન તમારેય ડબ્બો આપવાનો હતો ને? હું  ઘરમાંથી  ડબ્બો  લઇને  આવી, પેલાએ મને  15 રુ. કહ્યા. મેં  કહયું “મારે નથી આપવો.” ભંગારવાળો  કહે,” આ માજી ને હમણાંજ  આપ્યા “.
એટલે મારાથી બોલાઇ ગયું, “કાણાં  ડબ્બાના  20રુ. અને સારા ડબ્બાના  15રુ.” મારે નથી આપવો. ભંગારવાળાએ માજીનો ડબ્બો  બરાબર  જોયો અને પાછો આપીને પૈસા  પાછા  લઇ  ગયો. પછી  મને મનમાં  હસવું  આવ્યું.  પણ પછી  બહુ દુ:ખ થયું  કે માજી  મારું  ભલું  કરવા ગયાં ને જાણે  અજાણ્યે મારા હાથે એમનું  નુકસાન  થઈ ગયું. મેં  બેત્રણ દિવસ  પછી બીજા  કોઈને  ડબ્બો વેચ્યો  હોત તો સારું.

પણ આ1995ની વાત એ સમયે બે બે પાંચ રુ.ની કિંમત  એટલી જ  હતી. આજનો  સમય  હોયતો  એમને એમ આપી દેતા.

બરફનો ગોળો

અનીલા પટેલ

અનીલા બહેન ઘણા વખતથી હાસ્ય દરબારનાં નિયમિત વાચક રહ્યાં છે. તેમના નીચેના સ્વાનુભવથી તેઓ પણ અહીં પીરસણિયા બને છે.

અનીલા બહેનનું હાર્દિક સ્વાગત.

અમે  નવમાં  ધોરણમાં  હતા ત્યારે  રિસેશમાં શાળાની  બહાર ઉભી રહેતી બરફની લારીમાંથી  બરફનો  ગોળો લઈને ખાતા હતાં, સામેથી  અમારા પિતાને ( પણ અમે એમને  દાદા કહેતા  હતા) આવતા  જોઇને  ગભરાઈ  ગયા,એમની પર્સનાલિટી જ એવી કે જોતાં જ બીક લાગે જોકે એ કોઈ દિવસ  અમને  વઢતા નહીં ,મારા  કાકાની  દીકરી એવી  ગભરાઈ  ગઈ કે બરફનો ગોળો  એને ફ્રોકના ખીસામાં  મૂકી દીધો. તરતજ રિસેશ પૂરી થવાનો બેલ વાગ્યો,  અમે ઉતાવળમાં  ક્લાસમાં  જતા રહ્યા,  સર આવી ગયા  અને   આગલા દિવસે  ચાલેલા લેસનના પ્રશ્નો  પૂછવા  માંડ્યા  અને મારા કાકાની દીકરી ને જ જવાબ આપવા  ઊભી કરી, લાલ, લીલું,  પીળું  બરફનું  પાણીની પડવા માંડ્યું અને …

આખો કલાસ ખડખડાટ