હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: સમાચાર

વિશ્વ હાસ્ય દિન

મે મહિનાનો પહેલો રવિવાર વિશ્વ હાસ્ય દિન તરીકે ઉજવાય છે. [ વિશેષ માહિતી ન્યાં કણે ! ]

હાદજનો હસો!

એ નિમિત્તે તમને આજે સરસ મજાની મીઠાઈ મોકલવી’તી ..

કમનસીબે એ બોક્સની ઉપર વાનગીના નામ આ અવળચંડા હાદજને આડાં અવળાં કરી દીધાં . હવે તમે એને બરાબર સવળા કરી દેશો ને? – આજની બીજી પોસ્ટમાં ? !

ચાલો ‘આતા’ને યાદ કરીએ

આજે આપણા સૌના માનીતા બુઝુર્ગ મિત્ર સ્વ. હિમ્મતલાલ જોશી( આતા)નો જન્મ દિવસ છે. એમની સામે એક ગંભીર તહોમતનામું(!) મૂકેલું – એ યાદ કરી એમને અંજલિ આપીએ –

આજની તાજી,
સનસનાટી ભરી ખબર..

શ્રી. હિમ્મતલાલ જોશી ઉર્ફે ‘આતા’ ની દેશની મૂલાકાત બાદ, ફેબ્રુઆરીના અંતમાં, ફિનીક્સના એરપોર્ટ પર, તેમણે જેવો પગ મૂક્યો; એની સાથે જ એમની ધરપકડ કરવામાં આવી હતી.

      તેમને  દોરડેથી મુશ્કેટાટ બાંધીને ફિનિક્સની,  જજ ગડબડદાસ ની  કોર્ટમાં ઊભા કરી દેવામાં આવ્યા હતા.

( વધારે વિગતમાં અહીં વાંચો )

હાસ્ય દરબાર – નવજીવન

આપણા ત્રણ ત્રણ સાથીઓ ગુમાવ્યા બાદ ( ભભૈ, આતા અને છેલ્લે વિપ ) લાગતું હતું કે, હાસ્ય દરબાર પણ વધારી જીવી નહીં શકે. પણ ‘હાહાકાર’ તરીકે પ્રખ્યાત આપણા વ્હાલા વાલીડા વલીદાએ બીડું ઝડપ્યું છે. આજથી વલીદા અમારી સાથે હસાવવા, રમાડવા, મોજ મસ્તી કરવા/ કરાવવા હાજર થઈ ગયા છે.

એમની બોલિંગ અને બેટિંગ તો એ જ શરૂ કરે – એ શોભે . પણ એમનું એક હાસ્ય હાઈકૂ ( હા…. હાહા ! ) પ્રસ્તુત છે [-

ગાલે હથેલી,
મસ્ત અતીત ખ્યાલે,
કે દાઢ કળે ?

અને આપણ સૌ સાથીઓના પરિચયો એમણે બહુ જહેમતથી બનાવેલા એ કેમ ભૂલાય ? આ રહ્યા…..

હાસ્ય દરબારનાં રત્નો

જીવન દીપ બૂઝાઈ ગયો

વિનોદવિહારના સર્જક અને મારા પરમ મિત્ર – સાન ડિએગો નિવાસી વિનોદ ભાઈ પટેલ આપણી સાથે હવે નથી. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે .

તે હવે હસાવવા ઊપર ગયા છે.

      બહુ દુઃખ જાતે જણાવવાનું કે, ‘હસતારામ’ આપણી સાથે હવે નથી,  ભાવનગરમાં પણ નથી. ભાન ગુમાવીને હવે આપણા વ્હાલા ભભૈ ભાન વગર, ઉપરવાળાને હસાવવા મોટા ગામતરે હાલતા થ્યા છે.

Bharat_Pandya_1

ભરત પંડ્યા – ભભૈ

હાસ્ય દરબારમાં  ઘણા વર્ષો સુધી આ રમતારામ – હસતા રામ આપણને અચૂક હસાવતા.

વલદાની કલમે તેમનો પરિચય ….

એમની બધી જોક્યું આ રહી.

    આપણને વાદળોની વચ્ચે હસાવનાર ભભૈ ને એક જ વખત સાક્ષાત મળવાનો લ્હાવો સાંપડ્યો હતો, એની યાદ અહીં તાજી કરી લઉં.

     ખેર, વિધાતાની મરજી આગળ આપણા હરખ અને શોક ક્યાં હાલવાના છે? હસતારામને કરૂણ ચહેરે વિદાય આપીને આપણે એક મિનિટ મૌન પાળીએ.

 

અને એ મિનિટ પતી જાય પછી તેમની આ એક જોક પણ માણી લઈએ – એ જરૂર ‘ત્યાં’ મરકશે !bp_hd

બાળ વાર્તાઓ

       ઈન્ટરનેટ ઉપર ઘણી બધી બાળવાર્તાઓ હવે મળી જાય છે. જેટલી મળી એટલી વાર્તાઓનું એક  પ્રવેશદ્વાર  (portal)  બનાવ્યું છે, અને તે પણ ખાસંખાસ બાળકોના બ્લોગ ઉપર …

gpp_ev_hdr

આ ચિત્ર પર ક્લિક કરો.

અને…..અંગ્રેજી બાળ વાર્તાઓના પણ બહુ મોટા ખજાના નેટ ઉપર છે. થોડાક ભેગા કરેલા આ સરનામે ……

stories_11

આ ચિત્ર પર ક્લિક કરો.

 

ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી

સૌ મિત્રોને …

    ઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ  શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું?’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવીને અદભૂત  કામ કર્યું છે.

      હવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો .

eV_hdr1

આ શિર્ષક પર ક્લિક કરો.

   તેના ઉત્સાહમાં વધારો કરવા ઈ-વિદ્યાલયના આ નવા સ્વરૂપને મઠારવા છેલ્લા અઠવાડિયાથી મચી પડ્યો છું.

     એક નવી વાત અને તમને જરૂર ગમશે…..

    આજથી ઈ-વિદ્યાલય પર એક નવો વિભાગ શરૂ કર્યો છે.( અહીં ક્લિક કરો .) મારો અન્ય જગ્યા પરનો ખજાનો હવે દેશનાં બાળકોને મળશે.

    એક વિનંતી કરવાની કે, આ નવી સાઈટની બને તેટલા લોકોને ( દેશમાં) જાણ કરશો? તેમનાં ઉછરતાં બાળકોને હકારાત્મક દિશામાં વાળવાનો આ નિઃશુલ્ક પ્રયાસ છે. તમારો સાથ અને સહકાર મળશે, તો એ વ્યાપક બની શકશે. એ મદદ માટે આ વિનંતી છે.
 
    સબસ્કાઈબ કરવાની સગવડ તરફ પણ ધ્યાન દોરશો , તો તેમને email update automatically મળશે.
    આ સત્કાર્યમાં મદદરૂપ થવા તમારા સમ્પર્કમાં હોય તેવા મિત્રોને આ બાબતની જાણ કરશો ?  તમારા બ્લોગ પર આ પોસ્ટ રિબ્લોગ કરીને પણ તમે આ ખબરનો વ્યાપ કરી શકશો.

 

આ પણ અમીર

અમીર જ નહીં – દુનિયાનો સૌથી વધારે અમીર માણસ. 

bg

આ ચિત્ર પર પહોંચી ‘બીલ ગેટ્સ’ના બ્લોગ પર તેમનો આ વિડિયો જુઓ.

અમીર હોવું એ ખરાબ નથી.
અમીરાત હોવી જોઈએ.
નહીં વારુ? !

 

હ્યુસ્ટનમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ

એમના માટે ગમે તેમ કહેવાતું હોય…

આ વિડિયોમાં આફ્રિકન અમેરિકન બાળકોના ‘દાદા ટ્રમ્પ’ ને જુઓ ….

લોકલાડીલો રાજકપુર – ફરી એક વાર અહીં !

1464943831_874331

વેબ ગુર્જરી પરની આજની આ પોસ્ટ જુઓ

ત્યાં મારો પ્રતિભાવ…..

દર શનિવારે માનીતાં અને સાંભળેલાં કોઈક ફિલ્મી ગીતો અંગેના આવા લેખ વાંચવાનું વ્યસન થઈ ગયું છે. દરેક વખતે કોમેન્ટ અપાતી નથી, તે માટે તમારા સહિત આવી મહેનત કરનાર સૌ મિત્રોનો દિલી આભાર. કોમેન્ટ કરવા માટે ક્ષમાયાચના ( પણ દિલી હોં ! )
—-
ભલે હજારો ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો ધમધમતી હોય કે, મરવાના વાંકે જીવતી હોય , નિર્વિવાદ સત્ય છે કે

હિન્દી ફિલ્મો અને ઘણી મહેનત અને નાણાં ખર્ચીને તેમાં પીરસવામાં આવતાં સદા અમર ગીતોનો ભારતીય જનતા માટે મનોરંજનનો તેનાથી સારો બીજો કોઈ જ વિકલ્પ નથી.
——————–
અંગત અનુભવના આધારે આનું એક ઉદાહરણ આપવા મન થાય છે. બાર બાર વર્ષનો ગુજરાતી બ્લોગિંગનો અનુભવ છે; છ સાત બ્લોગ જાતે ચલાવ્યા છે; અનેક પ્રયોગો કર્યા છે પણ, આ પોસ્ટ જેટલો ઉમળકો વાચકોએ ક્યાંય બતાવ્યો નથી.
https://dhavalrajgeera.wordpress.com/2011/12/23/rk_videos/

આંખે ઊડીને વળગે એવા એના સ્ટેટ …

કોમેન્ટ – ૯૫

મુલાકાતીઓ

  • ૨૦૧૧ – ૮૫૧
  • ૨૦૧૨ – ૩૭,૧૧૩
  • ૨૦૧૩ – ૩૭,૩૬૦
  • ૨૦૧૪ – ૯,૫૭૮
  • ૨૦૧૫ – ૨,૩૪૦
  • ૨૦૧૬ – ૧,૦૬૨
  • ૨૦૧૭ – ૫૪૧
    • કુલ –  ૮૮, ૩૪૫ !!!

આ સાતમા વર્ષે પણ એને આટલા બધા વાચકો મળી રહે છે !

અને નોંધી લો કે, . આ બધું એક ખાનગી બ્લોગ પર જ !

આપણે ભલે ગુજરાતી ભાષાના ચાહકો અને હિતચિંતકો હોઈએ; આ લોકલાગણીને સલામ કરીએ.


અને……

હાસ્ય દરબારના
સૌ વાચકોનો
હૃદય પૂર્વક આભાર