હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: હાસ્ય લેખ

ઉનાળામાં દ્વિચક્રી પર સ્થાનગ્રહણ

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર 

       ભદ્રંભદ્રી ભાષામાં ઉપરના શિર્ષકનો અર્થ છે – ‘સમરમાં સ્કૂટર રાઈડ’  ! 

      કેટલો મસ્ત કોન્ટ્રાસ્ટ વંચાવ્યો ને? આમ લખવાનું કારણ એ કે, ગુજરાતના યુવાન વર્ગમાં અને  મોટા ભાગના ગુજરાતીઓમાં અંગ્રેજી માટે કોઈ આભડછેટ નથી. તેમને કદાચ ગુજરાતી લીપીમાં આ અંગ્રેજી શબ્દ સમૂહ તરત સમજાશે!

   આ શિર્ષક વાળો લેખ  ‘હળવે હલેસે’ લેખ શ્રેણીમાં હળવાશથી લખનાર શ્રી. અશ્વિન કુમાર ગાંધીજીએ  સ્થાપેલી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠમાં ‘પત્રકારિત્વ’ ( Journalisn) ના પ્રોફેસર છે. ‘હાસ્ય દરબાર’  પર અશ્વિન ભાઈ અજાણ્યા નથી.  એમનો બીજો એક લેખ આ રહ્યો.

AshwinKumar

હવે આ મસ્ત લેખ વાંચીએ…

halawe

અને ચપટીક સિરિયસ વાત…

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

કાળઝાળ ગરમી માંથી શાતા મેળવવા આ કવિતા વાંચી શકાય !

Advertisements

વિનોદ ભટ્ટઃ સ્વર્ગલોકમાં – રમેશ તન્ના

સાભાર – શ્રી. પ્રભુલાલ મિસ્ત્રી, ઉત્તમ ગજ્જર

vbb

ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યાઘોર કળિયુગમાં આ માણસધર્મયુગમાં રહે છે. કમાલનો માણસ લાગે છે !

વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા.

વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા. પોતાનું ઘરસોસાયટીની શેરીઅન્ય બંગલાઓ જોતા રહ્યા. 

યમરાજા બોલ્યાઃ રહેવું છે હજી થોડાં વર્ષ ?

નાભઇલા નાહવે બહું થયુંકૈલાસ ગઇહમણાં નલિની ગઇ,તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવેબકુલ ત્રિપાઠીતારક મહેતાનેય મળવું છે. અને જો યમરાજભાઈઅહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. પછી વિનોદભાઇ કહે,” ચાલોતમતમારે… આપણે રેડી છીએ.”

યમરાજા કહેઊભા રહોમાવો ખાઇ લઉં.

 “હાએ પહેલું હો.. માવો ખાધા વિના વાહન ના ચલાવી શકાય,તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે. બાય ધ વેહમણાં સૌરાષ્ટ્ર બાજુ કામ બહું રહેતું લાગે છે.”

યમરાજા આંખો પહોળી કરીને કહેઅરેતમને કેવી રીતે ખબર પડી.

” ખબર તો પડી જ જાય ને. આ માવાની લત ત્યાંથી જ લાગે,અને તમારા દાંત પણ લાલ થઇ ગયા છે. આ તમારા પાડાને નથી ખવડાવતા ને ! “

યમરાજા હસી પડ્યાનાનાપાડો તો નિર્વ્યસની છે. લીલા ઘાસ વિના બીજું કશું ખાતો નથી. વિનોદભાઈ કહેઅમારા દેશના રાજકારણમાં દાખલ કરી દોબધુ ખાતો થઈ જશે.

એયને પછી તો વિનોદ ભટ્ટ પાડા પરયમરાજાની પાછળ બેસીને પહોંચ્ચા યમલોકમાં. યમરાજાએ વિનોદ ભટ્ટને ચિત્રગુપ્તને  સોંપતાં કહ્યું- આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.

*

 ચિત્રગુપ્તે મોટો ચોપડો કાઢ્યો.

 પૂછ્યુંનામ ?

 “વિનોદ”

 “કેવા ? “

 “એવા રે અમે એવા”

 “એમ નહીંજ્ઞાતિએ કેવા ?”

 ” અહીં પણ લોકશાહી છેઅહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “

 “ભાઇઆખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ 67,583છે.”

 “વિનોદ ભટ્ટ હસીને કહે છેહવે 67,582 થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”

         ચિત્રગુપ્તે ચોપડો ફંફોસવા માંડ્યો.

         બોલ્યો,” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”

          “વધારે લખાઇ ગયું છેઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”

         ચિત્રગુપ્ત થોડો અકડાયોવિનોદભાઇજે ઓછું કે વધુ નહીંપણ ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વેતમે તો લોકોને બહુ હસાવ્યા છે.”

 “વિનોદ ભટ્ટે ચિત્રગુપ્તના ખભા પર હાથ મૂકીને કહ્યુંજો દોસ્ત,લખવાનું કામ આપણુંહસવાનું કામ વાચકોનું.”

         ચિત્રગુપ્ત ગળગળો થઇ ગયાઃ સાહેબમેં પણ તમને બહુ વાંચ્યા છે.

આંખ મીંચકારીને વિનોદભાઈ કહે તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.

સાહેબતમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.

અચ્છા તો તું ગુણવંત શાહને પણ વાંચે છે એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરતો. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો તેમને તકલીફ પડે.

      સાહેબઆ બધુ તમારે ઉપરયમરાજાને કહેવું પડે. હું તો હિસાબનો માણસ. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.  ચિત્રગુપ્ત (પોતાના) નાક પર આંગળી મૂકીને કહે છે હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.

ચિત્રગુપ્તને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે વિનોદભાઇ કહેતમે યારહજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.

         ચિત્રગુપ્તે ચશ્માં સરખાં કરતાં કહ્યું,”જીવભાઈએ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છેપણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશેઆપણે ખોટી મહેનત કરવી.”

         વિનોદ ભટ્ટ હસતાં હસતાં કહે,”એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…

ચિત્રગુપ્ત હસતાં હસતાં કહે,” નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”

         વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?

          “નાઅહીં અકાદમી-પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”

          “તો ભઇલાત્યાં લઇ લે. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો દિવ્યભાસ્કરમાંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”

          “તમે કહેતા હોય તોતેમને અહીં બોલાવી લઇએ.”

          “નાના. “

         બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રગુપ્ત પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,”તમને જ્યોતિન્દ્ર દવે વગેરે યાદ કરે છેજાઓસ્વર્ગલોકમાં સિધાવો.”

*

ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છેલતાઓ અને વનલતાઓઅનેક પ્રકારના છોડનાનાં-નાનાં પ્રકારનાં પુષ્પો,ફૂલ-ઝાડથી વાતાવરણ છલકાઇ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છેતેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છેતારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે.

          “આવોવિનોદ આવો,” જ્યોતિન્દ્ર દવેએ વિનોદ ભટ્ટને આવકાર્યા.

         બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. વિનોદ ભટ્ કહે છે.

          ” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છેવિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”

નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ અમને હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” જ્યોતિન્દ્ર દવે બોલ્યા.

 “વિનોદતમે બહું સૂકાઇ ગયા લાગો  છો ? ” બકુલ ત્રિપાઠીએ વિનોદભાઇના દેહ પર નજર કરતાં કહ્યું.

          “બકુલભાઇસૂકાઇ ગયો એટલે તો અહીં આવ્યોનહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”

વચ્ચે થોડી વધી હતીપણ પછી તમે અહીં આવવાના હતા એટલે ઓછી કરી નાખી.. બકુલ ત્રિપાઠીએ હસતાં હસતાં જવાબ આપ્યો.

તારક મહેતાએ વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી કહ્યું,” સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”

          “તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે અહીં તો પરમેનેન્ટ મજા નથી હોતી ?”

પહેલા એવું હતુંપણ ટીવીનાં કનેકન્શન લીધા પછી સ્થિતિ બદલાઇ છે.” જ્યોતિન્દ્રભાઇ બોલ્યા.

તારક મહેતા કહેબોરીસાગર કેમ છે ?

          “એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. ડોક્ટર રમેશ કાપડિયાએ શીખવાડેલું શવાસન દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં 30-35 વર્ષ અહીં આવે તેમ લાગતું નથી!” વિનોદભાઇએ જવાબ આપ્યો.

એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ. જ્યોતિન્દ્ર બોલ્યા. પછી કહેજોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખઅશોક દવેશાહબુદીન રાઠોડનિરંજન ત્રિવેદીલલિત લાડ,ઉર્વિશ કોઠારીઅક્ષય અંતાણીડો. નલિની ગણાત્રાજગદીશ ત્રિવેદીમંગલ દેસાઈ આ બધા લખી રહ્યા છે.

જ્યોતિન્દ્ર દવે બોલ્યાતમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું 78એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા 87માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77મેં આવ્યા. મધુસુધન પારેખ 85 વર્ષે હજી જામેલા છેઆમ તો રતિલાલ બોરીસાગરને 80થઇ ગયાં છે; પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.

” નાનાબધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાયથોડાને ત્યાં પણ રહેવા દો” બકુલ ત્રિપાઠી બોલ્યા.

ત્યાં  એક છોકરો દોડતો-દોડતો આવ્યોવિનોદ ભટ્ટ કોઈ કૈલાસબહેન અને નલિનીબહેન તમને યાદ કરે છે.

વિનોદ ભટ્ટ ઊભા થાય છેઉતાવળે પગલે જતાં જતાં બોલે છે,ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.

ગોદડિયો ચોરો… લાલજી ને બદલે લાલુજી !!!!! …હાસ્ય …. ગોવિંદ પટેલ

“ મેં અમેરિકાથી ફોન કર્યો લાલજી ( રેડ ક્રિષ્ના નડવાણીજી) ને પણ ભારતીય ધુર (ધુળ-માટી) સંચાર(બી એસ એન એલ )ની કીરપાથી લાગી ગયો લાલુજીને .(લાલુપ્રસાદ યાદવ),

પછી જે સંવાદ થયો તે ગામઠી હિંદી ભોજપુરી ને મિકસ ઇંગલીસમાં માણો.

મેં ફોન જોડ્યો ૦૧૧૯૧૪૨૦૪૨૦૪૨0૧ ઘંટડી વાગી ટ્રીન…ટ્રીન…ટ્રીન..ટ્રીન..ટનટનટન….ટ્રીંન..

મેં  કહ્યું ” હલ્લો હલ્લો હલ્લો કોન સ્પીકીગ …..સામે બાજુથી હેલો કોન ભોંકતા સસુરવા “

હું તો હક્કા બક્કા રહી ગયો કે “આ ડોહા નડવાનીને પરધાન પદ કે રાસ્તર પતિ પદ ના મલ્યું એટલે પાગલ થઇ ગયો ને બિહારી લેંગ્વેંજના રવાડે ચઢિ ગયો કે શું ?

ત્યાં તો સામેથી ” ભેંસસુર જેવા અવાજે હટ…ફરરર..કોન ફોનવા પે ચૌટવા હૈ હરામી નામ નહિ બકતાવા.

મેં કહ્યું  “અમરિકાસે ગોદડિયાજી બોલ રહા હું આપ કોન લાલજી ઉફ આડવાની બોલ રહે હે “.

“ઉધરસે  આવાજ આઇ નહિં ભાઇ ગોઘરિયા મે આડવાની નહિ લાલુજી બોલ રહા હું.”

યે અડવાની ઓર યશવંત ઓર વો મુરલી કોપ ભવનમાં બેઇઠકે કબ લડુ આયેગા સોચ રહેં હૈ.

મેં કહ્યું નમસ્તે લાલુજી આપ કૈસે હે . હાવ આર યુ. રાબડીજી કૈસી હૈ.

લાલુજી બોલે સબ એકદમ મજેમેં હૈ.” મેં બાલિયા (વાલિયા)ડાકવન જૈસા બન ગયા હું જિસન લોગોંકે લિયે ભેંસોકા ચારા ખાયા વો બાહર મજેં કર રહેં હૈ ઓર મેં ભૈંસા બનકર જેલમાં ઢુંસ દિયા ગયા હું.

મેં કહ્યું “લાલુજી એક દિન સબકુછ ઠીક હો જાયગા ઓર આપકા લાલ ટેનવા ચમકવાગા.”

લાલુજી બોલે “બોલ અમરિકવામાં કેસનવા ચલ રહા હે. હમારે દોસતવા ડોંનલ્ડવા ટંપવા મઝેમાં હૈ કિ નઇં.

” વો ટ્રંપ્વા મિલે તો કેહના કિ ભાઇ યે લલુવા તેરા બડા બ્રધરવા હે જરા દિમાગવા લગાકે દેખુનવા કે હમરા ઓર

યે ટ્રપનવાકા મુખ મંડલ એક જૈસા દિખતા હૈ. ઉસકે ઓર હમરે શિરકે બાલ ભી …..

શ્રી ગોવિંદભાઈ પટેલ-જેસરવાકર ના બ્લોગ ”ગોદડીયા ચોરા” ની આ લીંક પર ક્લિક કરીને  આ આખી  મજાની હાસ્ય સભર પોસ્ટ વાંચો.

 

કેલરીનું કૌભાંડ – શ્રી. દિપક બુચ

શ્રીમતીજીએ કહ્યું (૧) :”આ ટ્રાફિક વધી ગયો અને ફૂટપાથ પણ ન કરી તેથી હવે આપણું સાંજે ચાલવા જવાનું પણ ટળ્યું.આપણી નજીક જ જીમ ખુલ્યું છે તેમાં સવારે,વહેલા જઈએ તો?
મેં કહ્યું (૨) : “સુદામા જેવું થવું હોય તે જીમમાં જાય.!
અને વહેલી સવારની તો, વાત જ ન કરતી. સવારે વહેલા આંખ ઉઘડે અને ‘હજી પાંચ મિનીટ સુઈ લઉં’ તેમ કરતાં પચાસ મિનીટ નીકળી જાય છે તેમ, રાતે ‘બે મિનીટ’ વોટ્સેપમાં જોઈ લઉં તેમ કરું છું તો બાસઠ મિનીટ નીકળી જાય છે, તેને લીધે મારી બેટરી ચાર્જ થઇ જાય છે અને પછી માંડ ઊંઘ આવે છે!
(૧) : “ આપણે હવે મોટા થયા એટલે તબિયત તો જાળવવી પડેને? આપણે એમ કરીએ તો કે વોટ્સેપમાં હેલ્થની ઘણી બધી ટીપ્સ આવે છે તે અનુસરીને હેલ્થ મેઇન્ટેઇન કરીએ.
(૨) : એમ ટીપ્સના ટીપે ટીપે તંદુરસ્તી થોડી જળવાય?!
(૧) : “હું કહું તે તો તમારે માનવું જ નથી, કાઈ નહીં; જવા દો “
(૨)   :” લગ્ન પછી તારું માની માની ને જ, આટલા બર્થડે ઉજવ્યા ને? ચાલ, નારાજ ન થા,બોલ શું કરશું?
(૧) :” મેં વાંચ્યું’તું કે કેલેરીનું ધ્યાન રાખીએ તો વાંધો ન આવે.. એક દિવસમાં તમારે પુરુષ લોકોને ૨૫૦૦ અને અમારે સ્ત્રીઓને ૨૦૦૦ કેલેરીની જરૂર પડે, તેમ આપણો ખોરાક એડજેસ્ટ કરી શકાય..
(૨) : ઓકે, મારી સેલેરીનું તો સદાય તેં જ “ધ્યાન” રાખ્યું હતું તેમ આ કેલેરીનુંય રાખી લેજે! વળી તારી જેમ ડીટેઇલમાં તો નહી, પણ ઉપ્પરછલ્લું વાંચ્યું’તું કે માત્ર કેલેરી “અર્ન” જ નહીં, “બર્ન” નું પણ ધ્યાન રાખવું પડે…! સહેલું નથી, વેપારીની જેમ ત્રાજવે તોળીને-તોળીને, માપી-માપીને બધું ખાવું-પીવું પડે.”
(૧) :” તમારી વાત સાચી. (જવલ્લેજ સાંભળવા મળતું આ વાક્ય સાંભળી મારું મન ઝૂમી ઉઠ્યું !). આપણે નિરાંતે બેસીને, એકવાર સવારથી રાતનું ખાવા-પીવા માટેનું ટાઈમ-ટેબલ બનાવી લઈએ. પછી કેલેરી ગણી-ગણીને ખોરાક લેવાનો જેથી આપણે “બર્ન” ની ચિંતા જ ન રહે ને માત્ર “અર્ન” જ કર્યા કરવાનું…!
(૨) : તારા થોટ્સ ગજબના છે, નિરાંતે ખાવું-પીવું ને “બર્ન”ની તો, તેં કીધું તે મુજબ ચિંતા જ નહી! વાહ; જીમ પણ ટળે..ને…બાપુ,
તો-તો જામે હો, ટાઈમ-ટેબલ ને ટેબ્લેટ..જામવાનું સોશિઅલ મીડિયામાં…!
(૧) ; “ હવે અત્યારે તમેં ક્યાં ઓછું ટીપો છો? જયારે જોઉં ત્યારે, બગલો માછલી પકડવા એકાગ્ર હોય તેમ તમે મંડ્યા જ હો છો,માથું ઘાલીને ટેબ્લેટમાં.
ભૂલી ગ્યા? ડોકટરે તમને સ્પોન્ડેલાઈટીસ માટે, તે પણ એક કારણ કહ્યું’તું ?!
(૨) : “ એ તો આઈનસ્ટાઇનની થીઅરી ઓફ રીલેટીવીટી જેવું છે..! ( હું સાયન્સ ગ્રેજ્યુએટ એટલે થયું આ શબ્દ વાપરું જેથી પત્ની તે અંગેની અજ્ઞાનતાવશતાને કારણે  થોડી “રેંજ”માં રહે.!
જો કે ભલભલાને ત્યારે અને અમુકને તો અત્યારે પણ, તે થીઅરી સમજમાં આવી નથી…!) તે થિયરી પ્રમાણે, તને એમ લાગે કે હું “વોટ્સેપ્યું-વોટ્સેપ્યું” રમું છું જ્યારે મને પણ એમ લાગે કે તું “વોટ્સેપ્યું-વોટ્સેપ્યું ” રમે છે…! જવા દે એ બધું, કામની વાત કરીએ.
પછી તો મૂડમાં આવી ગયેલ પત્નીએ, વોટ્સેપમાં પુરતું “સિલેબસ” ન મળતા ડાયેટીશ્યનના કોર્સની કેટલીક ચોપડીઓ પણ ખરીદી ને વસાવી. ઉપરાંત માપ-તોલના કેટલાંક સાધનો પણ..!
ટાઈમ-ટેબલ બની ગયું અને અમલમાં મુકાઈ ગયું.
સામાન્યત: મને સવારથી– “મોર્નિંગ બ્રેકફાસ્ટ,લંચ અને ડીનર” માટે નીચે મુજબની સૂચનાઓ મળતી રહેતી જેનો મારે  ચૂસ્તપણે અમલ કરવો પડતો. વચ્ચે એક દાણો પણ, ન લેવાની મુખ્ય શરત હતી.
એકજ ઉદાહરણ પૂરતું છે…પછી ખાવા પીવાની ‘ઘરેડ-પરેડ’ એજ પ્રમાણે ચાલી:
“ પોણું ટમેટું જ લેજો,તેમાં દોઢ ઇંચ ગાજરના નાના ટુકડાઓ તેમજ કોબીચના નાના દોઢ પાન કાતરી ને નાખજો, આમ તો ન ખવાય, પણ તમને શોખ એટલે મરચાના પાંચ મીલીમીટરના છ ટુકડા નાખજો ને આંખમાં કણું પડે તેટલું જ મીઠું..! ઇઠ્યોતેર ગ્રામ ઓટ્સ મેં ૨૮૦ મીલીલીટર દુધમાં પલાળી દીધા છે. બસ તે, અને તમે બનાવેલ કચુંબર ખાજો,પછી પાણી બિલકુલ ન પીતા.આટલું ખાશો તો પણ, સવારમાં જ તમારી ૨૩૯ કેલેરી ‘અર્ન’ થઇ  જશે.”
ભણવામાં દરેક ધોરણમાં, દર વર્ષે; માત્ર ચાર પાંચ દિવસ જ ભૂમિતિના પીરીયડ આવતા; ત્યારે જ ફૂટપટ્ટી વાપરતો, બાકી, બીજી ચોપડીની મદદથી સીધી લીટી દોરતો..હવે તો સાલું, તે જ ફૂટપટ્ટી સાથે રોજનો પનારો પડ્યો.!
ડાયેટ અનુસાર જ શાક-પાન અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવાની હોવાથી, દરરોજ ખરીદી માટેની “ચિઠ્ઠીના ચાકર”ની જવાબદારીમાંથી પણ “વીઆરએસ” મળી ગયું..!
 એક ભાઈને “વીઆરએસ” જચ્યું નહોતું, ઓફીસ કરતાં ઘરમાં વધારે માથાકૂટ હતી, તેથી મને કહેતા; “વીઆરએસ” એટલે તેવો નિર્ણય લેવા માટે હવે લાગે છે: “We are Ass..!”
આમ તો “ચટપટો લારીયો જીવ “ એટલે આવા “લોચાપોચા” ડાયેટના કંટાળાથી મનમાં થતું “કેલેરી ગઈ કોડિયામાં” અને કેલેરીયો કેડો ચાતરવા, કોઈકવાર શ્રીમતીજીને કહેતો: “હમણા  થોડા દીવસથી, મને એવું ફિલ થાય છે કે કેલરી “સરપ્લસ” થઇ ગઈ છે..! ચાલીને “બર્ન” કરી આવું, થોડી?”!
“”કંટ્રોલર ઓફ કેલેરીઝ-અર્ન એન્ડ બર્ન”” જેવાં શ્રીમતીજી, કેલેરીનું નામ પડતાં; તરત જ રજા ગ્રાન્ટ કરતાં. પછી હું બહાર જઈ, કોઈ જોઈને કહી ન દે તે માટે; લારી પાસેના ઝાડના થડની ઓથે ફાફડા-જલેબી સાથે મરચાં કરડતો…! ને કેલેરીનાં આવા કૌભાંડ આચરતો રહું છું..! નસીબદાર છું કે હજી કોઈ ‘તપાસપંચ’ નિમાયું નથી. “હિંમતે ભાયડા,તો મદદે ફાફડા..!!!
 –  દિપક બુચ (dp); અમદાવાદ; 
તા. ૧૪-૪-૨૦૧૮.

Dipak_Buch
 ભલે  દિપક ભાઈએ આમ વિનોદ કરાવ્યો , પણ તેમની સાચી ઓળખ એક સેવાધારી વયસ્કની છે. નિવૃત્ત થયા બાદ તેમણે તેર વર્ષથી સાવ નિસ્વાર્થ ધૂણી ધખાવી છે. એ અંગે વિશેષ…..
ddvp

આ લોગો પર ક્લિક કરી એ પરબનાં પાણી ચાખો…

      અમદાવાદની એક કરોડને આંબી જતી વસ્તીમાં કમ સે કમ એક લાખ આવા નિવૃત્ત વયસ્કો હશે જ. એમાંથી ફક્ત ૧૦૦ જ  વયસ્કો દિપક ભાઈ અને મજરી બહેનના આ ધૂણા પરથી પ્રેરણા લઈ , માત્ર ૧૦ જ છેવાડાનાં કુટુમ્બનાં બાળકોને આમ સાચી રાહે ચઢાવે તો?

      ૧,૦૦૦ બાળકો ધૂળમાં રગદોળાતું ફૂલ મટીને મંદિરમાં કોઈ મૂર્તિને શોભા આપી શકે, તેવાં જીવન ગુજારતાં થાય.

PGL – વલી ભાઈ મુસા

અગત્યની નોંધ – 

વલીભાઈ મુસા PGL ના લેખક છે. PGL નથી જ.

(૧) અપવાદ

ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી.

ચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, બીજા પક્ષે મારા સિવાય બધાં જ હતાં. નવાઈની વાત હતી કે પ્રોફેસર ગુજરાતી માધ્યમના હિમાયતી હતા. તેઓશ્રી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા, પણ અંગ્રેજીમાં એક વિષય તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું. તેમનાં સંતાનો પણ ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યાં હતાં. પોતાની નોકરીના સમય સિવાયના પોતાના દૈનિક જીવનમાં પોતે ચુસ્ત રીતે માતૃભાષાને જ પ્રાધાન્ય આપતા હતા.

સામેના પક્ષે બધાંયની હૈયાવરાળ એ હતી કે ઉચ્ચતમ સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતીભાષી ઉમેદવારો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ આદિ રાજ્યોના ઉમેદવારો સામે શરમજનક રીતે પરાજય પામતા હોય છે. વળી આજકાલ વૈશ્વિકરણના માહોલમાં પશ્ચિમના દેશોમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી.

ચર્ચા અધૂરી હતી અને પ્રોફેસરશ્રીનું સ્ટેશન આવી જતાં તેઓ પોતાની હેન્ડબેગ લઈને દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઓચિંતી મારી નજર તેમની બેગ ઉપરના લખાણ P.G.L. ઉપર પડી. મેં મારું મૌન તોડતાં તેમને કહ્યું, ‘મિ. પ્રોફેસર, હાથીની જેમ બે જાતના દાંત ન રખાય! આ શું છે?’

પ્રોફેસરે સ્મિતસહ કહ્યું, ’મારા માટે આ જ અપવાદ છે. મારું નામ પાર્થ ગણેશ લખતરિયા છે.’

wegu_logo

આ લોગો પર ક્લિક કરો