હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: હાસ્ય-કવિતા

મફતમાં જે મળ્યું

સ્વ. બાલાશંકર ખંડેરિયાની આ ગઝલની પેરડી બાર વર્ષ પહેલાં અહીં રજુ કરી હતી. આ રહી

આનંદની વાત છે કે, વેબ ગુર્જરીનાં એક સંચાલક એવાં દેવિકાબેન ધ્રુવને એ ગમી અને વેબ-ગુર્જરી પર એ ફરીથી પ્રકાશિત કરી છે

સૌ હાદજનોને એ જાણીને ખુશી થશે કે, આપણા સાથી વલીભાઈએ ‘વ્યંગ કવન’ મામની શ્રેણી ત્યાં ઘણા વખત સુધી ચલાવી હતી અને ઘણી હાસ્ય કવિતાઓ પ્રસિદ્ધ કરી હતી.

રાજા ને ગમી તે રાણી

શ્રી. કાસીમ અબ્બાસ , મિસીસાગા, કેનેડા

“રાજા ને ગમી તે રાણી, ને છાણા વિણતી આણી.”  આ ગુજરાતી ભાષા ની કહેવત બહુજ  જૂની છે.  અત્યારે ઈન્ટરનેટ અને વોટસ અપ નો યુગ છે. તે અનુસાર અત્યાર ના એટલે કે ઈન્ટરનેટ અને વોટસઅપ ના યુગ ના “રાજા” ને કેવી રીતે રાણી ગમી તે વિષે વાંચી ને મુખ મલકાવો. 

રાજા ને ગમી તે રાણી,
 ને વોટસ અપ પર ચેટ કરતા આણી  
પણ હતી વાતો માં એ શાણી  
જયારે રાજાએ એ વાત જાણી  
રાજા થઈ ગયો પાણી પાણી 
અને રાણી ને મહેલ માં આણી  
દરબારીઓ સાથે કરી ઉજાણી 
ભેટ સોગાદોની કરી લ્હાણી  
દરબારીઓ એ પણ મજા માણી 
રાજા ને ગમી તે રાણી 
ને વોટસ અપ પર ચેટ કરતા આણી  
સમાપ્ત થઈ રાજાની કહાણી 

બાળનજરે સાહિત્યકાર !

પુખ્તવયે પહોંચેલ કોઈપણ પુરુષ કે સ્ત્રી જો સાહિત્ય પરત્વે ઉદાસીનતા સેવે, તો તે રવીન્દ્રનાથ ટાગોરના ‘સાહિત્યસર્જકતા (Authorship)’ શીર્ષકવાળા કાવ્યના બાળક સમાન છે. મને ખાત્રી છે કે તે કાવ્યના બાળકની સાહિત્યને સમજવાની અક્ષમતા મારા વાચકોને એ સ્વીકારવાની ફરજ પાડશે જ કે પુખ્ત વયની કોઈપણ વ્યક્તિ પણ જો સાહિત્યને ન સમજે અથવા તેનાથી આભડછેટ રાખે, તો તે પેલા નાના બાળકની કક્ષામાં જ આવી ગએલી ગણાશે; જ્યાં ફરક માત્ર એ જ સમજવાનો રહેશે  કે પેલી મોટી વ્યક્તિ રમકડાં રમતી નથી કે પારણામાં ઝૂલતી નથી ! ચાલો, આપણે એ કાવ્યમાંના બાળકના વિચારોની આછેરી ઝલક માણીએ.

એ કાવ્યમાંનું બાળક પોતાના સાહિત્યકારપિતા ઉપર કેટલાક આરોપો મૂકતાં પોતાની માતા સમક્ષ ફરિયાદ કરે છે. પહેલાં તો તે કહે છે પિતાજી વિપુલ પ્રમાણમાં ભલે પુસ્તકો લખતા હોય, પણ તે શું લખે છે તે મારી સમજમાં આવતું નથી. વળી આટલું જ નહિ, પણ તે તેની માતાને પણ પોતાની વાત સાથે સંમત થવાનું જણાવતાં કહે છે કે તે પણ તેની જ જેમ તેમના લખાણને સમજી શકતી નહિ જ હોય! એ બાળક સાવ નિર્દોષભાવે પોતાની માતાને પિતા કરતાં ચઢિયાતી એ દલીલથી ગણાવે છે કે તેણી કેવી સરસ વાર્તાઓ કહી સંભળાવે છે કે જે તેના પિતાજી લખી શકતા નથી. આપણને રમુજ થાય એવા શબ્દોમાં તે બાળક તેની માતાને પૂછે છે કે શું તેમણે તેમની માતા પાસેથી એવી વાર્તાઓ સાંભળી નહિ હોય કે પછી સઘળી ભૂલી ગયા હશે! વધુ આગળ તે બાળક ઉમેરે છે કે પિતાજી સાચે જ સાવ એવા ધુની થઈ ગયા છે કે જાણે આખોય સમય તે પુસ્તકો બનાવવાની કોઈ રમત ન રમી રહ્યા હોય! વળી તે તેની માતાનો ઉધડો લેતાં તેમને એ પણ પરખાવી દે છે કે તું પણ મને ઘરમાં જરા સરખો પણ અવાજ કરવા દેતી નથી એમ કહીને કે તેમને તેમના કામમાં ખલેલ પહોંચે છે! આગળ જતાં બાળકની બીજી એક વાત આપણને હસાવ્યા વિના છોડશે નહિ, જ્યારે કે તે એમ કહે છે કે પોતે પોતાની નોટબુકમાં જેમ એ, બી, સી, ડી, ઈ. અક્ષરો લખે છે તેમ તેનાથી વિશેષ તે કંઈ જ લખતા નથી. બાળકની દલીલોમાં પરાકાષ્ઠા તો ત્યારે જ આવે છે કે તેના મતે પિતાજી કાગળોના ઢગલે ઢગલા બગાડે છે, ત્યારે તે તેમને કશું જ કહેતી નથી અને પોતાને તો હોડી બનાવવા એક કાગળ સુદ્ધાં પણ લેવા દેતી નથી! અહીં આ કાવ્યનો ટૂંક સાર પૂરો થાય છે, પણ મારા સુજ્ઞ વાચકોએ તે કાવ્યનો સાચો આનંદ માણવો જ હોય, તો નીચે આપેલા મૂળ અંગ્રેજી કાવ્યને વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે.

-વલીભાઈ મુસા

= = = = =

Authorship

YOU SAY THAT father writes a lot of books, but what he writes I don’t understand.

He was reading to you all the evening, but could you really make out what he meant?

What nice stories, mother, you can tell us! Why can’t father write like that, I wonder?

Did he never hear from his own mother stories of giants and fairies and princesses?

Has he forgotten them all?

Often when he gets late for his bath you have to go and call him an hundred times.

You wait and keep his dishes warm for him, but he goes on writing and forgets.

Father always plays at making books.

If ever I go to play in father’s room, you come and call me, ‘what a naughty child!’

If I make the slightest noise, you say, ‘Don’t you see that father’s at his work?’

What’s the fun of always writing and writing?

When I take up father’s pen or pencil and write upon his book just as he does,-a, b, c, d, e, f, g, h, i,-why do you get cross with me, then, mother?

You never say a word when father writes.

When my father wastes such heaps of paper, mother, you don’t seem to mind at all.

But if I take only one sheet to make a boat with, you say, ‘Child, how troublesome you are!’

What do you think of father’s spoiling sheets and sheets of paper with black marks all over on both sides?

– Rabindranath Tagore

= = = = =

ખુલાસો:

Scheduling માં આજનો દિવસ ફ્લોપ જતો હોઈ આ પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં નર્મમર્મ હાસ્ય મોજુદ હોવાનું માનવું હોય તો માની શકાય!

એક અધૂરું પ્રેમકાવ્ય – અનિલ ચાવડા

વર્ષો બાદ એણે ખુદ સામેથી મને કહ્યું,”આઈ લવ યુ, ડૂ યૂ લવ મી?”
ત્યારે હું
એક ઊં…ચા પર્વતની ટોચ પરથી
ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી દાંત વચ્ચે દાબીને
કપાયેલા બે હાથ સાથે
નિ:સહાય લટકી રહ્યો હતો,
જો બોલુંતો ખીણમાં જાઉં
અને
ન બોલું તો પણ….

– અનિલ ચાવડા
આ કવિતાનું પઠન પણ સાંભળોઃ

દીર્ઘ રચના * સાભાર સ્વીકાર

મળતો નથી….

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી.

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી.

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી.

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી.

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!!

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી.

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી

-દેવિકા રાહુલ ધ્રૂવ

કેવા અદ્ભૂત મિત્રો મળી ગયા?

સાભાર – શ્રી. પ્રભુલાલ ભારડિયા

કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા….

કોઈને હાર્ટએટેક આવી ગયા તો કોઈને ડાયાબીટીઝ થઈ ગયા…

કોઈ બિચારા વિધુર પણ થઈ ગયા…

કોઈ બીડી સીગરેટ ફંકતા થઈ ગયા તો કોઈ દારુ પીતા થઈ ગયા…

ઉંમર સાથે વધતા ,વર્ષો આપણી સાથે કળા કરી ગયા….

કોઈને લીફ્ટ મળી ગઈ ને કોઈ દાદરા ચડી ગયા….(મતલબ કે પૈસાદાર થયા)

કોઈએ સંઘર્ષ કર્યો.કોઈને સુખો સહેલાઈથી અડી ગયા….

દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા….

પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા…

કોઈની તબિયત સારી રહી તો કોઈ લથડી ગયા…

કોઈ લોઢા જેવા રહ્યા તો કોઈ બિચારા ઓગળી ગયા…

જીંદગી ના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા

યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ  થઈને ઠરી ગયા..

પણ એક વાતમાં આપણા સૌના નસીબ ઉઘડી ગયા_

આપણને સૌને અનાયસે કેવા અદ્ભૂત મિત્રો મળી ગયા.

અજ્ઞાત

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

સાભાર – શ્રી. ડી.ટી. સોલંકી , અમદાવાદ ( Sent on WhatsApp )

એક સાયકલમાં ત્રણ સવારી જતા,
એક ધક્કો મારે ને બે બેસતા,
આજે બધા પાસે બે બે કાર છે,
પણ સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર ક્યાં છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

એકનાં ધરેથી બીજાના ઘરે બોલાવા જતા,
સાથે મળીને રખડતા ભટકતા નિશાળે જતા,
આજે ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે,
પણ કોને કોના ધરનાં સરનામા યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

રમતા લડતા ઝધડતા ને સાથે ધરે જતા,
કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવસ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાના કાઢી ક્યે છે કે મને તારીખ ક્યાં યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

રોજ સાથે રમતા વાતો કરતા,
સમય પ્રત્યે સૌ અજાણ હતા,
આજે રસ્તામાં હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ તારૂ એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ત્રણ દિવસ પતંગને કાના બાંધતા,
દિવાળી જનમાષ્ટમીની રાહ જોતા,
આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે તહેવારો માણવાનો ક્યાં ટાઈમ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

આઠઆનાની પેપ્સીકોલામાં અડધો ભાગ કરતા,
પાવલીનાં કરમદામાં પાંચ જણા દાંત ખાટા કરતા,
આજે સુપ સલાડ ને છપ્પનભોગ છે,
પણ ભાગ પડાવનાર ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ભેરૂનાં જન્મદિવસનાં જલસા કરતા,
મોટાનાં લગન પંદર દી માણતા,
આજે મિત્રનાં મરણનાં સમાચારે પણ,
વોટ્સએપમાં આર.આઈ.પી. લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?
     – અજ્ઞાત 

ગાંઠિયાપંચક ! – જુગલકિશોર વ્યાસ

સાભાર -શ્રી. પી.કે.દાવડા

ગાંઠિયાને !  

(વસંતતિલકા)

જુદાં જુદાં શરીર તો પણ આત્મ એક;
આ વિશ્વની વિવિધતા મહીં ઐક્ય નેક.

પક્ષી–પશુ–જીવજીવાંત, મનુષ્ય સૌમાં
આત્મા રહે વિલસતો બસ એક છેક !

 આકાર, રૂપ, વળી રંગ થકી તમે સૌ
છોને દીસો અલગ – ‘બેસન’માધ્યમે તો  

સૌ એક માત થકી જન્મ ધરી જગે હા
ખ્યાતિ વિશેષ અહીં ગુર્જરદેશ પામ્યા ! 

સ્વાદે જરીક જરી ફેર છતાંય સૌ શા
કેવા રહ્યા પ્રસરી એક જ નામથી હા !

આબાલવૃદ્ધ સહુ એક અવાજ ચાહે
સવ્વાર–સાંજ, નિત નવ્ય પ્રસંગ માંહે ! 

(અનુષ્ટુપ)

ઉષ્ણ કે શીત હો છોને, ખાતાં સૌ અકરાંતિયાં
હર્ષ કે શોકના ટાણે સૌમાં સ્વીકાર્ય ગાંઠિયા !! 

ગાંઠિયામાહાત્મ્ય – ૨

(અનુષ્ટુપ)

 ‘ચણો ના હોય ભારીલો; ખખડે, ખાલી હોય જો’
ક્હેવતે દીસતો એવો, ચણો તે વ્હાલો ભોજને !

વિવિધા  વાનગી  એની તુંડે તુંડે – સુયોજને
મઘ્મઘે વાનગી સૌના રસોડામાં ઘરે ઘરે !

અનાજે ઓળખાતો જે સ્વાદુ, કઠોળ જાતથી;
વખાણાતો પ્રદેશે સૌ ક્હેવાતો ‘જુદી ભાતનો’ !

શોભતો રંગ વૈવિધ્યે, શ્વેત, રાતો, પીળો અને
દેખાતો લોંઠકો કેવો, ગોળ–સુડોળ કાયથી !

પીસાતો ઘંટીએ જેવો, રસોડે લોટ થૈ, જતો –
ગુંદાતો મોણ–પાણીમાં વિધ્વિધ આકારે થતો;

તળાતો તેલમાં, જાણે શિક્ષા કો પાપની થતી !
છતાં કેવો સુગંધાતો – નીતર્યો તેલથી પછી !!

(વસંતતિલકા)

નાનો ભલે કદ મહીં – નમણો  ઘણો  જે,
પામ્યો સદાય બહુ ખ્યાતિ ઘણો ચણો તે !

 ગાંઠિયામાહાત્મ્ય (૩)

સર્વવ્યાપક ગાંઠિયા

(ઉપજાતિ) 

“જીવ્યા થકી જોયું ભલું” – કહે સૌ;
“જોયા થકી ખાધું ભલુ” – કહું હું…

ખાધા મહીં વ્યંજન આટઆટલા –
મિષ્ટાન્ન, ફર્સાણ, અચાર સામટાં,

એ સૌ મહીં એક અનન્ય વાનગી –
આરોગવા લાયક માત્ર ગાંઠિયા !! 

બ્રહ્માંડમાં ઈશ્વર એક માત્ર, જે
સર્વત્ર વ્યાપી રહી યોગક્ષેમ

સૌનાં કરે; લોકપ્રિય બની રહે.
એવું જ કૈં વ્યાપક સ્થાન ભોગવી

સૌનું કરી ક્ષેમ, બની રહે જે
લોકપ્રિય, લોકહિતાય ગાંઠિયા ! 

(અનુષ્ટુપ)

સારેમાઠે પ્રસંગે ને સાચેખોટે સમેસમે;
ગાંઠિયા આબાલવૃદ્ધ, સૌને નિશ્ચે ગમેગમે !! 

ગાંઠિયામાહાત્મ્ય – ૪

એકમેવ તું !

(ઉપજાતિ–વસંતતિલકા–અનુષ્ટુપ)

પ્રાત:વિધિ સર્વ પતાવતામાં
તારો થતો ગૃહપ્રવેશ, અને બધાંની

ઘ્રાણેન્દ્રિયો મઘમઘી શી રહે મજાની –
સ્વાદેન્દ્રી શી ટપકતી રહે સ્નિગ્ધતામાં !

માહાત્મ્ય તારું સમૂહે વિશેષ
આરોગવું ગમતું એકલપંડ રે ના !

થાળી મૂકી અધવચાળ અને તને સૌ
વર્તુળમાં રહી કરે અથરા, અશેષ !!

તું ઉત્સવે, શોક–પ્રસંગમાંય –
રે આવકાર્ય રહી સાચવતો બધાંના

વ્હેવાર – ના કદીય છોછ – યદાતદામાં;
તું સ્નેહનું ભાજન છે સદાય !

રંગમાં, રૂપમાં, સ્વાદે, સુગંધે ‘એકમેવ’ તું;
ખાદ્યાન્ને, મિષ્ટઅન્ને ને ફર્સાણે શ્રેષ્ઠ એવ તું !! 

ગાંઠિયામાહાત્મ્ય (૫)

ગાંઠિયા–ગાંઠ !

(અનુષ્ટુપ)

ચટણી, મરચાં સંગે કઢી સંગેય કોક દી’
પપૈયાછીણ ભેગાંયે તમોને ભાળતો કદી !

ઝીણા–જાડા, વણેલા ને તીખા, લસણિયા વળી
ફાફડા નામથી સૌના હૃદયે શા ગયા હળી !

તમારા નામઉચ્ચારે સવ્વારો કૉળી ઊઠતી !
તમોને પામતાંમાં તો અંગાંગે સ્ફૂર્તિ સ્ફૂટતી !

તમોને ઉદરે સ્થાપી કાર્યો સર્વે  કરું  શરૂ;
ગાંઠિયા–ગાંઠ વાળીને, નિશ્ચિંત નિશ્ચયે રહું.

ચણાને આશ્રયે છૂપી, ચણાને ગૌરવે મઢ્યા,
ચણાને વિશ્વમાં વ્યાપી ગાંઠિયા ચૌદીશ ચઢ્યા.

ગુંદાયા, વણાયા, તેલે તળાયા વેદના ભર્યા
ગાંઠિયા સ્નેહના સૌના ભાજન એટલે ઠર્યા !

કાવ્યના શબ્દશબ્દે જે ઊછળ્યાં ઉર સ્પંદનો –
સોનેટે સ્થાપીને વ્હાલા ! કરું હું કોટિ વંદનો !!

– જુગલકિશોર વ્યાસ

ઘડપણના દ્વારેથી – પ્રવીણા કડકિયા

old_age

સ્વાગત હરખ ભેર
******************

કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું
*
જુવાનીનું ગાંડપણ ને બાળપણની મસ્તી
ઘડપણનું શાણપણ ફાવી ગયું છે
*
ઉન્માદ છૂટ્યોને સ્વાર્થ કર્યો વેગળો
ડહાપણની દુનિયામાં જામી પડી છું.
*
જુવાનીને રામ રામ ઘડપણ તને સલામ
બાળકોનો કલબલાટ માણી રહી છું
*
પંચમાહાભૂતનું આ પાર્થિવ તનડું
ત્યજવાનો સમય આવી ગયો છે.
*
હા, કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું.

– પ્રવીણા કડકિયા

હવે સમજાયું – અશોક ચાવડા ‘બેદિલ’

રાધાએ સાડીને કપબર્ડમાં મૂકી
……. ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.

બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે
……. એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
……. એને વાંસળીથી આવે છે છીંક

અશોક ચાવડા ‘બેદિલ’

આખી કવિતા અહીં….

rg

આ ચિત્ર પર ક્લિક કરો