હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: હાસ્યવાર્તા

ખડખડાટ!

મિ. લાલજી માયાળુ (હાસ્યવાર્તા) વલીભાઈ મુસા

વાર્તા ઉપર જવા વાર્તાના શીર્ષક ઉપર ક્લિક કરી શકો છો.

-વલીભાઈ મુસા

હાસ્યકથા – રમેશ તન્નાપતિ-પત્નીની મૂંઝવણઃ ખરીદી કરવી કે નહીં ?
*****
રવિવારે સવારે મૂંઝાયેલાં પતિ-પત્ની સામસામે બેઠાં છે.

ચા-પાણી પતી ગયાં છે, પણ પતિના ચહેરા પર સહેજે નૂર નથી.

પતિએ કશુંક ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો અને વાતાવરણ તંગ બન્યું.

ઊંડો વિચાર કરીને પત્ની બોલી.. એના વગર ના ચાલે ?

પતિ માંડ માંડ ધીમેથી બોલ્યો, ચલાવીએ તો ચાલે જ. બે મહિનાથી એના વિના ચલાવ્યું જ ને ?
આ તો આજે મને મન થયું કે…

પત્નીએ વચ્ચેથી તેમની વાત કાપી. બોલી, ખરેખર તો બધી સમસ્યાઓના મૂળમાં આ મન જ હોય છે. આપણે મનને જ અંકુશમાં લેવાની જરૃર હોય છે. પછી તેણે ઉમેર્યું, તમે નથી જાણતા કે મંદી કેટલી છે ?

એની તો તારા કરતાં મને વધારે ખબર છે. તું ઘરમાં હોય છે, હું બહાર હોઉં છું. આમ છતાં
આજે એવી ઈચ્છા થઈ કે થોડું બજેટ ફાળવીને…

થોડું બજેટ ? પત્ની દાઢમાં બોલી. ભાવ સાંભળ્યો છે ? સાચું કહું છું કે એના વગર બિલકુલ ચાલે. બીજા અનેક વિકલ્પો છે જ આપણી પાસે…

પતિ થોડી વાર મૂંગો રહ્યો. તેના ચહેરાના ભાવ પરથી લાગતું હતું કે તે અતીતમાં ખોવાઈ ગયો છે.

પત્નીએ શોકમય માૈનને તોડ્યું. બોલી, ક્યાં ખોવાઈ ગયા ?

હું વિચાર કરતો હતો કે ખરીદી એ તમારો બહેનોનો ઈલાકો છે, આજે આપણા ઘરમાં ઊંધુ થયું, નહીં ?

પતિ ભાવુક થયો. તેમનો હાથ પકડીને પત્ની બોલી, તમે આમ શિયાળામાં સાવ ઓશિયાળા ના થઈ જશો. મને રડવું આવશે. જો તમારું બહું જ મન હોય તો આપણે….

ના..ના.. પતિ સહસા વચ્ચે બોલ્યો. આવી કોરોનાની કાતિલ મંદીમાં આપણે એટલો મોટો ખર્ચ નથી કરવો. બધાં મનનાં કારણ હોય છે. હું મનને મનાવી લઈશ. તેના પર દબાણ કરીશ. પ્રાણાયામ કરીશ. ઊંડા શ્વાસ લઈશ. આ વિશ્વ નશ્વર છે એ વાત વારંવાર યાદ કરીશ, પણ ખરીદીને ટાળીશ.

વાતાવરણ અત્યંત ભારેખમ બન્યું.

પતિ આગળ બોલ્યો, હું મારામાં રહેલી તમામ શક્તિને નિચાવીને મનની સામે લડીશ અને જીતીશ.

પત્નીને ખૂબ સારું લાગ્યું. મનોમન ગણતરી પણ કરવા લાગી કે આજે કેટલા પૈસા બચશે. ખુશ થતાં બોલી, ખરેખર તમે બહાદુર માણસ છો. બાળકો જેવી જીદ કરતા હતા એટલે શરૃઆતમાં મને લાગતું હતું કે આજે ખર્ચો થશે જ, પણ તમે ભારે હીંમત કરી.

ત્યાં બાજુના ઘરમાંથી શાક વધારવાનો મોટો અવાજ આવ્યો. અરે, એ ઘર નજીક હોવાથી વઘારની મસ્ત મસ્ત સુગંધ પણ થોડી જ વારમાં આવી ચડી.

એ સુગંધે પતિ-પત્ની પર રીતસરનું આક્રમણ કર્યું. નાસિકામાં પ્રવેશેલી એ સુગંધે પુરુષને તરત જ વિચલિત કર્યો. તેનું મનોબળ તૂટ્યું. પુનઃ તેના ચહેરા પર દયાના ભાવો પ્રગટ્યા. જાણે કે મૃત્યુ નજીક હોય તેવો અણસાર તેના સમગ્ર દેહ પરથી આવતો જણાયો.

પત્નીથી આ વખતે ના જોવાયું. ગમે તેમ તો એ એક પરંપરાગત ભારતીય પત્ની હતી. તેણે આંખો બંધ કરીને સાવિત્રીનું સ્મરણ કર્યું. જો સતી સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિને પરત લાવી શકતી હોય તો મારે તો મારા પતિ માટે…

એ તરત રસોડામાં ગઈ, સ્ટોર રૃમમાંથી કાપડની થેલી લઈ, તેણે બાજ-ઝડપે ફ્રીજ પર પડેલું પૈસાનું પાકીટ ઉપાડ્યું, એટલી જ ગતિથી ચંપલ પહેરી, ઘરનો દરવાજો ખોલીને મોટેથી બોલી..
તમે સહેજે ચિંતા ના કરતા, હું તરત જ 500 ગ્રામ ડુંગળી લઈને આવું છું….

(રમેશ તન્ના, પોઝિટિવ મીડિયા, સંપર્ક નંબરઃ 9824034475)

બિઝનેસની દુનિયાનું થોરામાં ઘનું! ……. બી.એન.દસ્તૂર

બિઝનેસની દુનિયાનું થોરામાં ઘનું!

બી.એન.દસ્તૂર

 

‘બેરામજી, તમે રોજ મોડા આવો છો. તમને ખબર છે કે ઓફિસ ક્યારે શરૂ થાય છે?’
‘નહીં જી. હું આઉંચ તા’રે બधધ્ધાधदददददद કામ પર ચડી ગયા હોયચ.’
***
‘બેરામજી, નવી નોકરી કેવી છે?’
‘વન્ડરફુલ. સવારે નવ પહેલાં હું ગમે ત્યારે ઓફિસે પહોંચી શકુંચ અને સાંજે નવ પછી ગમે ત્યારે ઘરે જઈ શકુંચ.’

  • હું ત્રણ માણસોનું કામ કરું છું. પગાર વધારવાની વિનંતી કરું છું

‘બેરામજી, ગુસ્સામાં છો?’
‘હા, આજે મને ફરીથી બોસનું ઠોબરું રંગવાનો વિચાર આવેચ.’
‘ફરીથી?’
‘હા, પરમ દિવસે બી આવો વિચાર આવેલો.’
***
‘બેરામજીશેઠ, એક વાત કહું?’
‘બોલ દીકરા, બોલી નાખ.’
‘હું ત્રણ માણસોનું કામ કરું છું. પગાર વધારવાની વિનંતી કરું છું.’
‘દીકરા, પગારમાં ઇન્ક્રિઝ પોસિબલ નથી, પન તું મને પેલા બે માનસોનાં નામ આપ. એ બેઉને પાનીચું પકરાવી દઈએ.’
***
‘બેરામજી, તમે આ કંપનીના ચેરમેન છો?’
‘નહીં જી.’
‘તો પછી મૂર્ખની જેમ બોલવાનું બંધ કરો.’
***
‘મેરી, બરાડા પાડીને કોણ વાત કરે છે?’
‘સર, બેરામજી બાવા રાજકોટના સેલ્સમેન સાથે વાત કરે છે.’
‘એમને ફોન વાપરવા કહે.’
***
‘બેરામજી, તમે આ કંપનીમાં કેટલા વખતથી કામ કરો છો?’
‘બોસે કાડી મૂકવાની ધમકી આપી તે દિવસથી.’
***
બેરામજી એન્ડ કાું.ના નોટિસ બોર્ડ ઉપર: ‘દાદાની સ્મશાનયાત્રામાં જવાની રજા માગનાર સૌએ વર્લ્ડ કપની ક્રિકેટ મેચના દસ દિવસ પહેલાં એપ્લિકેશન આપવી.’
***
‘બેરામજી, રૂપાળી અને ગગી સેક્રેટરી વચ્ચે શો તફાવત?’
‘ગગીને કાઢી મુકાય.’
***
‘સર, તમારી ગ્રાન્ડ ડૉટરનો ફોન છે. તમને કિસીઝ મોકલે છે.’
‘હું ઘનો બિઝી છેઉં. તું એ લઈ લે અને રિસેસમાં મને આપી દેજે.’
***
કન્સલ્ટન્ટ બેરામજી દસ્તૂરે, કંપનીના માલિક મંચેરજીને સારા સમાચાર આપ્યા.
‘મંચેરજી, ગૂડ ન્યૂઝ. અાપરી કંપની હવે ખોટમાંથી બહાર નીકળી નફો કરેચ.’
‘વન્ડરફુલ ન્યૂઝ. તમારી કન્સલ્ટન્સી ફી વસૂલ થઈ. ઓય સારા સમાચારની દસ કોપી કઢાવી લેવ, આપરા નોટિસ બોર્ડ્સો ઉપર લગાવો ને બેન્કને મોકલો.’
‘દસ કોપી? પોસિબલ નથી. આતલી કોપી કઢાવસું તો આપરે પાછા ખોટમાં ચાલી જઈશું.’
***
‘બેરામજી, મારો દીકરો શેરમાં રોકવા પચાસ હજાર માંગેચ. વીસ હજારના પ્રોફિટની ગેરંટી બતાવેચ. અડધા એના, અડધા મારા. શું કરું?’
‘તમે એને દસ હજાર આપી દેવ. તમારા ચાલીસ હજાર બચી જશે.’
***
‘બેરામજીબાવા, તમે કન્સલ્ટન્ટ છો તો કહો કે મારો જયપુરનો સેલ્સમેન રિઝલ્ટ આપતો નથી, શું કરું?’
‘તારા સેલ્સના નકસા પર જયપુર ટેરિટરીની જે પિન લગાડીચ તે પિન નકસામાંથી બહાર કાડી સેલ્સમેનમાં ખોસી દે.’
***
‘બેરામજી, ઓફિસમાં વરિયાળી દાણા કેમ વહેંચો છો?’
‘આજે મારા છેલ્લા ઇન્ક્રીમેન્ટની ચોથી એનિવર્સરી છે.’
***
કન્સલ્ટન્ટ બેરામજીબાવા દસ્તૂરનું એમના ક્લાયન્ટને રેકમેન્ડેશન.
‘નંબર વન આવનારને બેંગકોકની એક ફ્રી ટિકિટ આપો. બીજે નંબરે આવે તેને બે.’
***
‘મંચેરજી, મને બે લાખની જરૂર છે, પન તમે મને ફક્ત એક લાખ આપો. હવે હું તમારી પાસે એક લાખ માગું અને તમે મારી પાસે એક લાખ માગો, હિસાબ બરાબર.’
મેનેજમેન્ટની આ ABCD ગમી? પ્રતિભાવોનું સ્વાગત.
baheramgor@yahoo.com

Source…https://www.divyabhaskar.co.in/rasdhar/bhaskar-galaxy/news/RDHR-BNDS-HDLN-article-by-b-gujarati-news-6022399-NOR.html

રામ નામ લાડવા ગોપાળ નામ ઘી – પ્રેમજી પટેલ

જો ભાઈ, હું રીયો ભામણ ભટ્ટ, એટલે મારી વાતુંમાં લાડવા તો આવશે જ. હેવી ડાયાબીટીસ વાળાએ ઇન્સુલીનમાં લીન થયા પછી જ આગળ વાંચવું.
જેમ જે મૂવીમાં અમિતાભ બચ્ચન હોય એમાં બીજા એક્ટર એક્ટ્રેસનું કોઈ મહત્વ નથી હોતું, જેમ આકાશમાં સૂર્ય હોય ત્યાં સુધી બીજા તારલીયાંનું મહત્વ નથી હોતું, અને જેમ આઈફોન લોન્ચ થયા પછી નોકીયાનું કોઈ મહત્વ નથી હોતું તેમ એકવાર જેમાં રામ નામે લાડવા અને ગોપાળ નામે ઘી આવી ગયું તે પછી તમારે કૃષ્ણ નામે જે મૂકવું હોય તે અને જેને ઘોળી ઘોળીને જે પીવું હોય તે પીજો પણ મારી ગાડી તો કાયમ લાડવે જ ઉભી રહી જશે.
લાડવા માટે સંસ્કૃત શબ્દ છે मोदक. એમાં मोद=હર્ષ, આનંદ, જૉય, ડીલાઈટ (કોઈ ખાસ પ્રસંગે થતા આનંદ માટે શબ્દ છે प्र+मोद) અને क=કરનાર, આપનાર. માટે मोदक=આનંદ આપનાર અને લાડવા ખાઈને મોજમાં આવી ગયેલાં માટે શબ્દ છે मोदित જ્યારે मोदकवल्लभ એટલે લાડવા જેને પ્રિય છે એ, અર્થાત બ્રાહ્મણો અને ગણપતિ.
એક જમાનો હતો કે બ્રાહ્મણીયા નાતમાં લડવાનું ભોજન પીરસાતું. ઈ જમણ… ને ઈ લાડવા… આહા…હા..! જલસો હતો.
પરંતુ આ પોસ્ટ જુના જમાનાની બ્રાહ્મણીયા નાતનું વર્ણ કરવા માટે નથી લખ્યો. એ વિષયમાં તો ઘણું લખાઈ ચૂક્યું છે. અબોટિયું, મુગટો, પીતાંબર પહેરેલાં જનોઈધારી બ્રાહ્મણો, થાળી પીરસાવાની રાહ જોતાં, વિશાળ ફાંદ પર હાથ ફેરવતાં ફેરવતાં લાંબા સાદે ગવાતાં શ્લોકો, અને અંતે “ૐ નમઃ પા…ર્વતીપતયે… હરહર… મહાદે…વ હર” ના મહાનાદ સાથે ભોજન પર તૂટી પડતાં ભૂદેવોના બહુ વર્ણનો લખાયાં છે.
મારે જે લખવું છે તે વિષે કદાચ બહુ લખાયું નથી. અને એ ટૉપીક છે: લાડવા-માહાત્મ્ય.

ઘી જમ્યાં, ઘેબર જમ્યાં, ને ઉપર જમ્યાં દહીં,

શીરો ને પુરી જમ્યાં, પણ લાડવા સમાન નહીં.

નાતના ભોજન માટે અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા.
વધારે લાડવા ખવાય એ માટે?
ના, ખરો હેતુ શુગર કંટ્રોલનો હોવો જોઈએ કે આગલા દિવસે ઉપવાસ કરવાથી શુગર લેવલ લો જાય તો બીજા દિવસે લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!
અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ?
લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં), ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ફક્ત આંકડા જ ગણો તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય. પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે! ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ પર ઘી નું કોટીંગ થઇ જાય. પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું કોટીંગ થઇ જાય. અને પછી ખસખસ નું લેયર ચડાવવામાં આવે.
આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.
જે લોકો વિરાણી હાઈસ્કૂલમાં પ્રભાકર બધેકા સાહેબના બાયોલોજીના પીરીયડમાં ગુલ્લી મારીને ગેલેક્સીમાં શોલે જોવા ન ગયા હોય એ બધાંને ખબર છે કે આવો લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. એ છે ખસખસ. તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.

તે પછી સેકન્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. એ છે ઘી. શરીર જયારે ​લા​ડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે. તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.

એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. અને એ છે ખસખસ અગેઇન. આ ખસખસ એક મહામાયા છે. એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. એ રીલીઝ થયેલાં શુગર મોલેક્યુલ્સને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે. કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.
આમ ‘ધીમી બળે ને વધુ લહેજત આપે’ એ જીંગલ ફક્ત કૅવેન્ડર્સ સીગારેટને જ નહીં, લાડવાને પણ લાગુ પડે છે. અને એમાં ય જો આગલા દિવસે કોઈ નખરાળા ફરાળ વગરનો ઉપવાસ ખેંચીને પહેલેથી જ જો બ્લડ શુગર લો કરી નાખી હોય તો ડાયાબીટીસ લાડવા ભરેલા પેટ ફરતો આંટો મારીને જતો જ રહે ને?
માટે આજ પછી ઘી, ગોળ, અને ખસખસથી સમૃદ્ધ એવા મારા પ્રિય બામણીયા લાડવાને શુગર સ્પાઇકના નામે કોઈએ બદનામ કરવા નહીં. જો સમજી વિચારીને પ્રમાણભર ખાવામાં આવે તો લાડવા બહુ ગુણકારી વસ્તુ છે. બાકી પ્રમાણ બહાર તો પીધેલું પાણી પણ જાનલેવા બની શકે છે.

લાડુ કહે હું ગોળમટોળ,
બ્રહ્મભોજનમાં મોટો;

જે નર વખોડે મને,
ઈ આખા જગમાં ખોટો.

સાભાર – શ્રી. રશ્મિકાન્ત દેસાઈ

‘કાકા’ને વીતાડાવા નહીં

kaka

એક અમેરિકન કાકા ટ્રકો માટેના આરામસ્થળમાં આવેલી રેસ્ટોરન્ટમાં કોફી – નાસ્તો કરી રહ્યા હતા. છકેલા મગજના, મોટર સાયકલ ચાલક, ત્રણ જુવાનિયાઓ ત્યાં પ્રવેશ્યા.

પહેલાએ એની સિગારેટ કાકા ખાઈ રહ્યા હતા, તે એપલ પાઈમાં ખોસી દીધી. અને કાઉન્ટર પર ઓર્ડર આપવા ગયો.

બીજો કાકાની કોફીમાં થુંક્યો અને પહેલાની બાજુમાં મરક મરક હસતો ઊભો.

ત્રીજાએ તો કાકાની પ્લેટ જ ઉંધી વાળી દીધી અને જુવાનીના મદમાં ખડખડાટ હસતો દોસ્તારની હારે ખડો થઈ ગયો….

કાકો કશું બોલ્યા ચાલ્યા વગર રેસ્ટોરન્ટની બહાર જતો રહ્યો. જુવાનિયાઓને અચરજ થયું. પહેલા લીડરે  ખડખડાટ હસતાં કેશિયરને કહ્યું, ” આ તો સાવ નામર્દ ડોસો હતો.”

કેશિયરની નજર બહારની તરફ હતી. તેણે કહ્યું ,” બહાર જઈને જુઓ ”

લીડર બહાર ગયો .

તેણે શું જોયું ? અહીં ક્લિક કરીને જાણો !

આવી અવનવી જોક્યું માણવી હોય તો અહીં (અ) સભ્ય બનો !!

app_logo_1024x1024

 

રાજકારણીઓની રમૂજવૃત્તિ ….

humor-in-politics

રાજકારણીઓની રમૂજવૃત્તિ …..

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રમૂજવૃત્તિ તીક્ષ્ણ અને માર્મિક હતી. ગાંધીજી ઇંગ્લૅન્ડ ગયા ત્યારે બકિંગહૅમ પૅલેસમાં કિંગ જ્યોર્જ પાંચમાને પોતડી પહેરીને મળવા ગયા એની ટીકા થઇ ત્યારે મંદ મંદ સ્મિત વેરીને ગાંધીજીએ કહ્યું હતું કે ‘રાજાએ અમે બેઉ પહેરી શકીએ એટલા કપડાં પહેર્યા હતા.’

વડા પ્રધાન બન્યા પછી સતત થયેલા મોદીના વિદેશ પ્રવાસો પણ જોકનું કેન્દ્ર બની ગયા હતા. એક જોકે એવી હતી કે ‘બ્રેકીંગ ન્યુઝ. સેશલ્સ, ઑસ્ટ્રેલિયા અને મોરિશ્યસની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ટૂંકી મુલાકાતે આવ્યા છે અને દિલ્હી પહોંચ્યા છે.’

ચક્રવર્તી રાજગોપાલાચારી પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા ત્યારે એ સમયના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ સરોજિની નાયડુ એમને મળવા કલકત્તાના રાજભવનમાં આવ્યા. રાજાજીની જરૂરિયાતો ઓછી અને સામાન્ય હતી. બંગાળનું રાજભવન આલીશાન છે. બેઉ નેતા આંટો મારતા મારતા ગવર્નરના બેડરૂમમાં આવ્યા જેમાં એક વિશાળ ડબલ બેડ હતો. રાજાજીએ કહ્યું, ‘સરોજિની, મારા જેવા માણસને આ લોકોએ કેવો મોટો ડબલ બેડ આપ્યો છે.’ મંદ મંદ સ્મિત કરીને સરોજિનીએ જવાબ આપ્યો, ‘રાજાજી, મેં જીવનમાં તમને ઘણી વાર તકલીફમાં મદદ કરી છે, પણ આમાં મદદરૂપ થવાય એમ નથી,’ અને બેઉ જણ ખડખડાટ હસી પડ્યા.

અમેરિકાને આંતરિક કટોકટીમાંથી ઉગારનાર પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન હાજરજવાબી હતા. એક વખત તેમને જૂતા પૉલિશ કરતા જોઇને એક દોઢડાહ્યા રજકારણીએ ટીખળ કરવાના આશયથી પૂછ્યું, ‘મિસ્ટર પ્રેસિડન્ટ, તમારા બૂટને તમે જાતે પૉલિશ કરો છો?’ લિંકને ક્ષણભર પણ અચકાયા વિના કહ્યું, ‘હા, તમે કોના જૂતાને પૉલિશ કરો છો?’ કહેવાની જરૂર ખરી કે પેલો માણસ ખો ભૂલી ગયો.

ઉપરના રાજકારણીઓના રમુજી પ્રસંગો મુંબઈ સમાચારમાં પ્રગટ લેખક શ્રી હેન્રી શાસ્ત્રીના લેખ-કવર સ્ટોરી ” રાજકારણમાં રસની સર: થોડી મૂંજી, ઝાઝી રમૂજી” માંથી સાભાર પ્રસ્તુત કર્યા છે.

જવાહરલાલ નહેરુ , રામમનોહર લોહિયા, ફિરોઝ ગાંધી, પીલુ મોદી, અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી જેવા બીજા રાજકારણીઓના રમુજી પ્રસંગો વાંચવા માટે મુંબઈ.સમાચાર.કોમની નીચેની લીંક પર ક્લિક કરો.(સાભાર :મુંબઈ સમાચાર,કોમ, શ્રી હેન્રી શાસ્ત્રી )

રાજકારણમાં રસની સર …..હેન્રી શાસ્ત્રી

સૌજન્ય :વિનોદ વિહાર 

બચ્ચન પિતા પુત્રનો એક રમુજી પ્રસંગ…..

a-good-smile-amitabh-bachchan

બચ્ચન પિતા પુત્રનો એક રમુજી પ્રસંગ

” મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? “-અમિતાભ બચ્ચન

આ આખી વાત અમિતાભે એક ટી.વી. પ્રોગ્રામમાં પોતાના મોઢે કહી છે!

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગ્રેજ્યુએટ થયા પછી નોકરી મળતી ન હતી . આથી એ ઘણો નિરાશ થઇ ગયો .આવી નિરાશાની પળોમાં એક વાર એક વાર એને મનમાં એવો વિચાર આવ્યો હતો કે મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? એના મિત્રોએ પણ કહ્યું કે આપણાં મા-બાપે આપણને જન્મ જ આપવો જોઈતો જ ન હતો. આ વાત સાંભળીને તેમણે પિતા હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું કે,આપને મુજે પૈદા હી ક્યું કિયા?

અમિતાભે પિતાના મોઢે આવું બોલતાં તો બોલી દીધું, પણ તેના જવાબમાં પિતા હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા. તેઓ મહાન કવિ હતા. બીજા દિવસે સવારે અમિતાભ ઊઠયા ત્યારે તેમના બેડ ઉપર એક કાગળ પડયો હતો, જેમાં હરિવંશરાયે એક કવિતા લખી હતી. આ કવિતા કદાચ થોડીક રમૂજી લાગે પણ તેના ગુઢાર્થ ઘણું બધું કહી જાય છે…

જિંદગી ઔર જમાને કી કશ્મકશ સે ગભરા કે,

મેરે બેટે મુજસે પૂછતે હૈં કી હમેં પૈદાક્યું કિયા થા?

ઔર મેરે પાસ ઇસકે સિવા ઔર કોઈ જવાબ નહીં,

કી મેરે બાપને ભી મુજસે બિના પૂછે મુજે પૈદા ક્યું કિયા થા?

ઔર મેરે બાપકો ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં

ઔર ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં,

જિંદગી ઔર જમાને કી કશ્મકશ પહલે ભી થી,

આજ ભી હૈ, શાયદ જ્યાદા, કલ ભી હોગી શાયદ ઔર જ્યાદા,

તુમ ભી લિખ રખના,

અપને બેટોં કો પૂછ કર ઉન્હેં પૈદા કરના!

( અમિતાભ બચ્ચન અને હરિવંશરાય બચ્ચન ની એક તસ્વીર )  

Image may contain: 2 people, people standing and outdoor

(  વિનોદ વિહારની આ પોસ્ટમાંથી સાભાર ..)

અમદાવાદીએ મફતમાં દાંત કઢાવ્યા !

સાભાર- શ્રી વિપુલ દેસાઈ , સુરતી ઊંધીયુ

એક અમદાવાદી ડોક્ટર પાસ દાંત કઢાવવા ગયો. તેણે ડોક્ટરને દાંત પડાવવાના કેટલા પૈસા થશે એમ પૂછ્યું. ડોકટરે કહ્યું કે ૧૨૦૦ રૂપિયા.

અમદાવાદી: કોઈ સસ્તો ઉપાય બતાવોને સાહેબ, આતો ખુબ જ વધારે પૈસા છે.

ડોક્ટર: એનેસ્થેસિયા વગર સસ્તું પડશે પરંતુ ખુબ જ દુઃખાવો થશે.

અમદાવાદી: કશો વાંધો નહિ, તમે તમારે એનેસ્થેસિયા વગર દાંત પાડી નાખો. ડોકટરે એનેસ્થેસિયા વગર દાંત પાડી નાખ્યો. પેલો માણસ જરા પણ બુમાબુમ કર્યા વગર શાંતીથી બેઠો હતો. ડોક્ટરને ખુબ જ નવાઈ લાગી અને કહ્યું કે મારી જિંદગીમાં તમે એક એવા માણસ છો કે જેણે એનેસ્થેસિયા વગર દાંત પડાવ્યો. મારે મારી ફી નથી જોઈતી અને આ લો તમારી હિંમત માટે મારા તરફથી ૫૦૦ રૂપિયાનું ઇનામ. સાંજે આ ડોક્ટર એમના બીજા ડેન્ટીસ્ટને મળ્યા અને તેને વાત કરી કે એક માણસ કેટલો હિંમતવાળો કે એનેસ્થેસિયા વગર દાંત પડાવી ગયો.

બીજો ડેન્ટીસ્ટ: એતો એક નંબરનો હરામી હતો. એ પહેલા મારે ત્યાં આવ્યો અને મેં તેને દાંતમાં એનેસ્થેસિયા આપીને કહ્યું કે અડધો કલાક બહાર બેસો અને જયારે એને બોલાવવા માટે મારી નર્સ ગઈ તો મારો બેટો ભાગી ગયો હતો!

.

સોપારી બાપુની કોમેડી કથા !!

સાભાર- ડો.દિનેશ સરૈયા,શિકાગો 

સોપારી બાપુ(દેવાંગ પટેલ ) ની કથા .!!

Listen to this 5 adhyays katha describing different stages of average indian human being’s life, understand it and share it.If you get it properly than you will remain happy for ever..!

સોપારી બાપુની આ કથા જો તમે સમજો તો સારું ..

જો ના સમજો તો સૌથી સારૂ ! જય શ્રી રામ !

Devang Patel – RAM BOLO BHAI RAM – Musical comedy katha of Sopari Bapu

આજ કા નેતા ….. કટાક્ષ કાવ્ય …

સૌજન્ય- શ્રી શરદ શાહ , ફેસ બુક 

Neta

એક નેતાજી કો સ્વપ્ન આયા;
પીએમકી કુર્સીપર ઉનકી કાયા.
સબ નેતાગણ હૈ પાંવ દબાયે,
ખુદ મસ્તીમેં પાન ચબાયે,
પાનકી પિચકારી ઝેલને
ચમચે સારે હોડ લગાયે,
એક ચમચા બોલા,
પ્રભુ,
મેરા બેટા આઠવી પાસ હૈ
નૌકરીકી તલાશ હૈ
પર મીલ નહી રહી.
ચુનાવમેં ટિકટ દિલવા દીજીયે
બસ યહી એક આસ હૈ
નેતાજી બોલે
ધીરે બોલ,
દુસરે લોગ આસપાસ હૈ
સબકો ટિકીટકી આસ હૈ,
યું તો મેં લેતા હું દેતા નહી
પર તું તો મેરા ખાસ હૈ
વહાં દુસરા ચમચા બોલા
પ્રભુ આપકી લીલા ન્યારી હૈ
સબ આપકી બલિહારી હૈ
આપકી કૃપાસે હુઈ આજ
પ્રેગ્નટ મેરી ઘરવાલી હૈ
નેતાજી થોડે થડકે,
થોડે ભડકે,
ફિર કડકે,
બેશરમ, ખુશીકી ખબર લાયા હૈ,
ઔર ખાલી હાથ ચલા આયા હૈ?
શિષ્ટાચાર જેસા કુછ શીખા હૈ કી નહીં
લગતા હૈ તુમ પર ભુત પ્રેતકા સાયા હૈ
વહાં એક સુંદર મહિલા આઈ
નેતાજીકો વિઝીટીંગ કાર્ડ થમાઈ
બોલી,
મૈં સ્વીસ બેંકકી એજન્ટ હું
ગુમનામ ખાતા ખુલવા દુંગી
ઈધરકા ઉધર સબ કરવા દુંગી
રાઝ ન કિસીકો બતલાઊંગી
ચાહે મરજી કૌભાંડ કરલો
જેબ તિજોડી ખુબ ભરલો
પાંચ સાલકા સમય મીલા હૈ