હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: હાસ્યગણિત

અંકગણિત (Arithmetic) કોયડો – ૭

નીચેના સમીકરણમાં X ની કિંમત શોધો.

 x2 – 2 x = 99820080

* * *

ઉત્તર અને સહયોગીઓની યાદી બે દિવસ પછી જાહેર થશે.

ગણિત ગમ્મત – ૧૫ (ઉત્તર)

અસ્સલ પોસ્ટ માટે અહીં ક્લિક કરો.

જવાબ : પાંચમું સફરજન ટોપલીમાં રહેવા દઈને પાંચમા છોકરાને ટોપલી જ પકડાવી દો, એટલે વાત થાય પૂરી. સમજ્યા?

સૌજન્ય : ગૂગલ ગાઈડ

* * *

સમૂહમંથનના હિસ્સેદારો : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) પ્રથમેશ શાહ (૩) સુરેશ ઝવેરી (૪) કમલ જોશી

ગણિત ગમ્મત – ૧૫

એક ટોપલીમાં પાંચ સફરજન છે. પાંચ છોકરાઓને એક એક સફરજન આપવાનું છે, પરંતુ એક સફરજન ટોપલીમાં બાકી રહેવું જોઈએ. (આ તો હસવું અને લોટ ફાકવા જેવું ન ગણાય!)

Courtesy : Google

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

* * *

ઉકેલ અને List of Participants રાબેતા મુજબ જાહેર થશે, ઉતાવળે આંબા પાકે નહિ, ખરું કે!

ગણિત ગમ્મત – ૧૪

૨૧૯૯૭૮ એક એવી સંખ્યા છે કે જેને કોઈક સંખ્યા વડે ગુણવામાં આવે તો તેનો ગુણાકર જાદુઈ રીતે એવો આવે છે કે જેમાં એ મૂળ સંખ્યાના એ જ આંકડાઓનો ક્રમ ઊંધો થઈ જાય છે, અર્થાત્ જમણેથી ડાબી તરફ થઈ જાય છે. તો જેના વડે ગુણવામાં આવે છે તે સંખ્યા કઈ?

સરળ રીતે કહેતાં, ABCDEF X ( ? ) = FEDCBA

સૌજન્ય : સુરેશભાઈ જાની (ગુગમ – કોયડા કોર્નર)

* * *

ઉત્તર અને સહયોગીઓની જાહેરાત બે દિવસ પછી કરવામાં આવશે.

ગણિત ગમ્મત – ૧૩ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો.

ઉત્તર :

ઉકેલ – ૧

પહેલાં ૩ લિટરનું કેન ભરીને તેને ૫ લિટરના કેનમાં રેડો. ફરી ૩ લિટરનું કેન ભરીને તેને ૫ લિટરનું કેન છલોછલ થાય તેમ તેમા રેડી દો અને તેને ઢોળી નાખો. તમારી પાસે ૩ લિટરના કેનમાં ૧ લિટર પાણી છે, તેને ૫ લિટરના ખાલી કેનમાં રેડી દો. હવે ફરી પાછા ૩ લિટરનું કેન ભરીને તેને ૫ લિટરવાળા કેનમાં રેડી દો. આમ પ લિટરવાળા કેનમાં તમને ૪ લિટર પાણી મળી રહેશે.

ઉકેલ – ૨

પહેલાં ૫ લિટરવાળું કેન ભરી દઈને તેમાંથી ૩ લિટરવાળું કેન ભરી દો. હવે ૫ લિટરવાળા કેનમાં ૨ લિટર પાણી છે. ત્યાર પછી ૩ લિટરવાળું કેન ખાલી કરી દો અને તેમાં ૫ લિટરવાળા કેનનું ૨ લિટર પાણી ભરી દો. ફરી પાછા ૫ લિટરવાળું આખું કેન ભરીને તેમાંથી પેલા ૨ લિટર ધરાવતા નાના કેનમાં પાણી રેડી દો, જેનાથી મોટા કેનમાંથી ૧ લિટર પાણી ઓછું થતાં બાકી ૪ લિટર પાણી તેમાં બાકી રહેશે.

-વલીભાઈ મુસા

* * *

સહયોગીઓ : (૧) દિપક શાહ (૨) પ્રજ્ઞાબેન વ્યાસ (૩) પ્રવીણભાઈ આર. શાહ

ગણિત ગમ્મત – ૧૩

તમારી પાસે ૩ લિટર અને ૫ લિટર પાણી સમાઈ શકે તેવાં બે કેન છે. હવે તમારે ચાર લિટર જ પાણીની જરૂર છે, તો તમે તેને કેવી રીતે માપશો?

સૌજન્ય : ગૂગલ

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

* * *

ઉત્તર અને સહયોગીઓની યાદી બે દિવસ પછી મુકાશે.

ગણિત ગમ્મત – ૧૧ (ઉત્તર)

આની મૂળ પોસ્ટ પર પહોંચવા માટે અહીં ક્લિક કરો.

ઉત્તર : સાબુનો ઉપયોગ કરવાથી સમજાશે કે જેમ જેમ ભરતીનું પાણી ઊંચે ચઢતું જાય તેમ તેમ હોડી પણ ઊંચી ચઢતી જાય. આમ પાણી છેલ્લા આડા દંડા સુધી જ રહેશે. (માફ કરશો, સાબુ=સામાન્ય બુદ્ધિ)

-વલીભાઈ મુસા

* * *

સહયોગીઓ : (૧) જયંતિભાઈ શાહ (૨) પ્રજ્ઞાબેન વ્યાસ (૩) દિલીપભાઈ (૪) પૃથુજી (૫) કમલ જોશી

ગણિત ગમ્મત – ૧૧

એક હોડી બંદર ઉપર લાંગરી હતી. તેના પડખે એક લટકતી નિસરણી હતી. નિસરણીની લંબાઈ ૨૦૦ સે.મી. હતી અને તેનાં પગથિયાં કે આડા દાંડાઓ વચ્ચે ૨૦ સે.મી.નું અંતર હતું. નીચેનો છેલ્લો દાંડો પાણીની સપાટીને સ્પર્શતો હતો. દરિયામાં ભરતીના કારણે દર એક કલાકે ૧૦ સે.મી. પાણી ઊંચે ચઢતું હતું. તો દરિયાનું પાણી પાંચમા દાંડા સુધી ચઢવામાં કેટલો સમય લેશે ?

(ભાવાનુવાદ)

Courtesy : Google

-વલીભાઈ મુસા

* * *

ઉત્તર અને સહયોગીઓની યાદી માટે બે દિવસ થોભો અને રાહ જુઓ.

ગણિત ગમ્મત – ૧૦ (ઉત્તર)

મૂળ કોયડો અહીં ક્લિક કરવાથી મેળવી શકાશે.

ઉત્તર : જો ત્રીજી બાળકી કે બાળક પણ સાથે જન્મેલ હોય તો તે બેઉને જોડિયા બહેનો તરીકે નહિ, પણ ત્રણેયને ત્રિપુટી (Ttiplets) બહેનો તરીકે ઓળખવી પડે; મારા સાહેબ-સાહિબાઓ!

-વલીભાઈ મુસા (દુભાષિયા)

* * *

સહયોગીઓ : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) કમલ જોશી (૩) જેકેવી૧૯૫૦

ગણિત ગમ્મત – ૧૦

બે છોકરીઓએ એક જ માતાની કૂખેથી, એક જ સમયે, એક જ દિવસે, એક જ મહિનામાં અને એક જ વર્ષમાં જન્મ લીધો હતો, તેમ છતાંય તેઓ જોડકી (Twins) બહેનો તરીકે ઓળખાતી ન હતી. શા માટે (but why) ?

સૌજન્ય : ગૂગલકૃપા

(ભાવાનુવાદ)

-વલીભાઈ મુસા (Bilingual Blogger)

* * *

જવાબ અને સહભાગીઓની યાદી માટે જરા બે એક દિવસ થોભવું પડશે!