હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: સ્વાનુભવ

એલએલજી

સાભાર – ડો. વીરેન્દ્ર ડોલાસિયા

લગભગ વીસેક વરસ પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રનાં એક નાનાં ટાઉનમાં હું જનરલ પ્રેક્ટિસ કરતો હતો. એક દિવસ એક ભાઈ મારી પાસે દવા લેવા આવ્યા. મને કહે કે સાહેબ, મને L. L. G. ની તકલીફ છે, એની દવા આપો. હું માથું ખંજવાળવા લાગ્યો કે માળું આ L. L. G. શું હશે?
મેં બે ત્રણ વાર મારી રીતે પૂછયું કે તમને શું તકલીફ થાય છે? પરંતુ એ દર વખતે L. L. G. ની જ તકલીફ છે, એવું બોલે. હવે હું મુંઝાયો કે મારે આને શું દવા આપવી? એની તકલીફ સમજાતી નથી તો મારે કઈ દવા લખી આપવી? અંતે મેં એને પૂછયું કે સારું આ તમારી L. L. G. ની તકલીફ ક્યારે વધે ને ક્યારે ઘટે? ત્યારે એણે મને જણાવ્યું કે સવારે ઊઠું ત્યારે વધુ હોય. ઉપરાઉપરી છીંક ચાલુ થઈ જાય અને નાકમાંથી પાણીની ધાર વહેવા લાગે!!
અરે તારી ભલી થાય!! હવે મને સમજાયું કે એને એલર્જીની તકલીફ હતી. મનમાં તો મને બહુ હસવું આવ્યું, પણ હસવું રોકીને એ ભાઈને દવા આપી રવાના કર્યા. એમનાં ગયાં પછી મારાં દવાખાનામાં બેઠાબેઠા મને ખડખડાટ હસવું આવી ગયું. હજી પણ જ્યારે કોઈ એમ કહે કે મને એલર્જી છે ત્યારે મને પેલા L. L. G. વાળા ભાઈ અચૂક યાદ આવી જાય.

ચોર… ચોર…

એ મારી પહેલી નોકરી હતી. મોટાભાઈની ભલામણને કારણે મને એ મળી હતી – આન્ધ્ર પ્રદેશના રાજામુન્દ્રી શહેરની પેપર મિલમાં. થોડાક મહિના તો અમે મિલના કમ્પાઉન્ડમાં આવેલ ક્વાર્ટરમાં રહેતા હતા. પણ પછી મિલથી દૂર આવેલા સરસ, શાંત રહેણાંક વિસ્તારમાં રહેવા ગયા હતા.

એક દિવસ મોડી સાંજે જમીને એ નવા ઘરની બાલ્કનીમાં બેઠા હતા. એકદમ શાંત વાતાવરણ હતું. ઘણા વખત સુધી મિલના ઘોંઘાટિયા વિસ્તારમાં રહ્યા હોવાના કારણે મોટાભાઈથી એ શાંતિ ખમાઈ નહીં. વળી એ મજાકિયા જીવ.

મને કહે,” સુરેશ! ચાલ આપણે અહીં તમાસો કરીએ. તું નીચે ઊતરી દોડ અને તારી પાછળ હું ‘ચોર… ચોર’ ની બૂમો પાડતો દોડું. આજુબાજુના બધા જાગી જશે, અને બધાને યાદ રહી જાય એવો તમાસો ખડો થઈ જશે.”

મેં કહ્યું , “ આ બધાને ગુજરાતી ક્યાં આવડે છે? મને ટીપી  જ નાંખે.”

ભાભીએ પણ મારી વાતમાં ટાપશી પૂરાવી.

અને હું ચોર તરીકે કૂટાઈ જતાં બચી ગયો !

એ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, તે પહેલી ટ્રેન મુસાફરીની વાત પણ  વાચકોને કદાચ ગમે  આ રહી.

બરફનો ગોળો

અનીલા પટેલ

અનીલા બહેન ઘણા વખતથી હાસ્ય દરબારનાં નિયમિત વાચક રહ્યાં છે. તેમના નીચેના સ્વાનુભવથી તેઓ પણ અહીં પીરસણિયા બને છે.

અનીલા બહેનનું હાર્દિક સ્વાગત.

અમે  નવમાં  ધોરણમાં  હતા ત્યારે  રિસેશમાં શાળાની  બહાર ઉભી રહેતી બરફની લારીમાંથી  બરફનો  ગોળો લઈને ખાતા હતાં, સામેથી  અમારા પિતાને ( પણ અમે એમને  દાદા કહેતા  હતા) આવતા  જોઇને  ગભરાઈ  ગયા,એમની પર્સનાલિટી જ એવી કે જોતાં જ બીક લાગે જોકે એ કોઈ દિવસ  અમને  વઢતા નહીં ,મારા  કાકાની  દીકરી એવી  ગભરાઈ  ગઈ કે બરફનો ગોળો  એને ફ્રોકના ખીસામાં  મૂકી દીધો. તરતજ રિસેશ પૂરી થવાનો બેલ વાગ્યો,  અમે ઉતાવળમાં  ક્લાસમાં  જતા રહ્યા,  સર આવી ગયા  અને   આગલા દિવસે  ચાલેલા લેસનના પ્રશ્નો  પૂછવા  માંડ્યા  અને મારા કાકાની દીકરી ને જ જવાબ આપવા  ઊભી કરી, લાલ, લીલું,  પીળું  બરફનું  પાણીની પડવા માંડ્યું અને …

આખો કલાસ ખડખડાટ

કેપ્ટનને કૂતરો કરડ્યો !

       આમ તો આ શોકજનક સમાચાર છે, પણ ૭૮ વરહના કેપ્ટનની જુવાની કાળના છે, અને એ વ્યથા કથા જૂની થઈ જ ગઈ છે – તો એની પર હસી કાઢવાના કેપ્ટનના ઈરાદાને આપણે ટેકો આપીએ – અને ખોબે ખોબે સહાનુભૂતિ!

       હું જીવી ગયો. પહેલા છ ઈન્જેક્શન બાદ ડૂંટીની બન્ને બાજુએ ત્રણ ત્રણ ઢિમણાં થયા હતા. તમે ભલે તેને ઢિમણાં કહો, પણ હું જ્યારે ત્યાં હાથ લગાડતો તો તે માઉન્ટ આબુ જેવા ડુંગરા હોય તેવું લાગતું. ત્યાર પછીના આઠ સોયા આ ઢિમણાં પર જ ઠોકાયા. આમ મારી ચૌદ ઈન્જેક્શનની ગાથા પૂરી થઈ, પણ વાત થોડી બાકી છે.

એ વીતેલી વ્યથા કથા આ રહી…

આ ચિત્ર પર તાકો !!!

આ ચિત્ર પર તાકો !!!

લશ્કરી દંતકથા

        એક વાર શેતાને ભગવાનને કહ્યું, ‘ચાલો આપણે ક્રિકેટની મૅચ રમીએ’. ભગવાને સ્મિત કરીને કહ્યું, “શો ફાયદો? વિશ્વના બધા  દિવંગત ઉત્કૃષ્ટ ક્રિકેટરો મારી પાસે, મારા સ્વર્ગમાં છે. જીત તો અમારી જ થાય ને?”

        શેતાન ખડખડાટ હસ્યો, “તેથી શું થયું? બધા અમ્પાયરો નરકમાં મારી પાસે છે. તમારા બધા બૅટધરો lbw થશે, અને અમારો કોઈ ક્લિન બોલ્ડ થાય તો તે બૉલને નો-બૉલ કરીશું. રમવું છે?”

        પછી મેચ કેવી રહી?  – તે જાણવું છે?
        મશીનગનોની ધણધણાટી કરવામાં માહેર, અમેરિકન, અંગ્રેજ પણ નખશીશ ‘દેશી’ (!) ગોલંંદાજ  હાજર છે – એકે-૪૭ સાથે જ તો !

gypsy

આ ચિત્ર પર તાકો !!!

         એમના ઘણા બધા – હળવા, ગંભીર, લશ્કરી, બિન લશ્કરી અનુભવો અને કલ્પનાઓ પણ તમને ત્યાં બોનસમાં મળશે.
         પણ…..
         આ લખનારના બ્લોગ પર સૌથી વધારે મુલાકાતીઓ જેને મળ્યા છે – એવો આ દિલધડકન અનુભવ જરૂર માણજો.
sabre_jet

છે આ સાત સવાલનો કોઈ જવાબ? ……પી.કે.દાવડા

. અંગ્રેજી છાપાં કરતાં ગુજરાતી છાપાંની રદ્દીનો ભાવ શા માટે ઓછો હોય છે?

. લાલ સિગ્નલ પાસે પણ કેટલાક લોકો શા માટે હોર્ન વગાડે છે?

. મારા સિવાય તમને કોણ સંભાળત? આ પ્રશ્ન પ્રત્યેક સ્ત્રી એના પતિને કેમ પૂછે છે?

. “સરસ સવાલ છે.” આવું જવાબ આપતા પહેલા દરેક વક્તા શા માટે બોલે છે?

. “ગેસ ઉપર દૂધ મૂક્યું છે, જરા નજર રાખજોએમ પત્નીના કહેવા છતાં દુધ શા માટે ઊભરાઈ જાય છે?

. “ઘરમાં ઘણું કામ પડ્યું છેએમ બોલવાની શરૂઆત કર્યા પછી બે સ્ત્રીઓ અર્ધા કલાક સુધી વાતો શા માટે કરે છે?

અજ્ઞાનતામાં જ સુખ છેએમ કહેનારા, મોટા મોટા ગ્રંથો શા માટે વાંચે છે?

શ્રી .પી.કે.દાવડા ના ઈ-મેલમાંથી સાભાર  

ડાયવોર્સ લેવાનુ નક્કિ કર્યુ…..- ફોઈમ કોપેક

બે માણસો વાતો કરતા હતા…
લવરબોયે કહ્યુ કે હુ બહારનુ ખાવાનુ,
કપડા ધોવાના,ઘર સાફ કરવાનુ
વગેરે બાબતોથી કંટાળી ગયો હતો તેથી મે લગ્ન કરી લેવાનુ
નક્કી કર્યુ…!!!

અનુભવી માણસે કહ્યુ…મે આ જ કારણોસર

ડાયવોર્સ લેવાનુ નક્કિ કર્યુ…!!!!

 

એકના ડબલ – હિમ્મત આતા

      એક વખતના પોલીસ સુપ્રી p .p  વાઘના ભાઈ ઈંગ્લેન્ડમાં રહે – માલદે પુંજા વાઘ.  હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે  તેઓને ખાસ મળ્યો.  મેં એને  એક જાદુ બતાવ્યું.

     માલદે ભાઈ મારા પગમાં પડી ગયા.  બોલ્યા, “હું જેની શોધમાં હતો, એ મને મારે  ઘેર  આવીને મળ્યા.  બાપુ! મારું એક કામ કરો. હું બહુ જ  મુસીબતમાં છું.  મારી મુસીબત દુર કરો.”

    મેં અને બીજા ઘણા ભાઈઓએ સમજાવ્યા; ત્યારે  એને ગળે  ઘૂંટડો ઉતાર્યો કે, હું કાળભૈરવનો  ઉપાસક નથી; પણ જાદુગર છું. પછી મેં એક બીજી ટ્રીક કરી. મેં પહેરેલી માળાનો મણકો દબાવી એમાંથી પાણી કાઢ્યું. પાણી કેવી રીતે નીકળ્યું;  એ પણ મેં એને બતાવ્યું.

     રાજકોટમાં એક જાની કરીને મને અહી અમેરિકામાં મળ્યા. જાની સ્કુલના પ્રિન્સીપાલ હતા. એ મને કહે, “હિંમતભાઈ!  તમને  દાઢી  તો છે;  હવે તમે ભગવાં કપડા પેરી લ્યો અને ઇન્ડિયા  આવો. તમારા ચરણમાં  હું નાણાંનો ઢગલો કરાવીશ.”

    મેં કીધું, “જાની ભાઈ! આવી રીતે જાદુ કરીને  હું લોકોને છેતરવા માંગતો નથી.  બલકે  તેને કોઇથી નાછેતરાવા બાબત  ભલામણ કરું છું.”

      સુરેશભાઈ! આ તમારો બાપો વરસો પેલા ધોતિયું  પે’રીને વડોદરામાં  આંટા મારતો હતો.  એક ગઠીયો મળ્યો. મને ધનાઢ્ય વેપારી સમજીને  મારી સાથે મીઠી મીઠી વાતો કરવા માંડ્યો. મને કહ્યું કે, ”  તમે મને એક રૂપિયો આપો. હું ડબલ કરીને એકના બે કરીને પાછા આપું છું.”

     મેં આજુ બાજુ નજર કરી તો કોઈ માણસ દેખાણું નહિ.  આ ગઠીયાને હું  એક  ઘુસતા મારીને  જમીન દોસ્ત કરી શકું એમ હતો. મેં એને એક રૂપીઓ આપ્યો. એટલે એણે મને હાથચાલાકીથી  બે રૂપિયા આપ્યા.  મેં ખિસ્સામાં મુક્યા.

    પછી એ બોલ્યો, “તમે જેટલા રૂપિયા આપશો, એના હું ડબલ કરી આપીશ.”

    પછી મેં એને મારી મુઠીમાં રાખેલો કાળોભમ્મર  વીંછી  આપ્યો. એટલે એ વીંછી ફેંકી દઈ  એકદમ ભાગ્યો !

    સુરેશભાઈ!  મેં આ વાત  તમને એટલા માટે કહી કે,  તમારાથી થઇ શકે તો લોકોને જાણ કરો;  અને લોકો છેતરપીંડીના  ભોગ    ના બને.

    જય ગદ્યાસૂર  દાદા

હિમ્મતલાલ જોશી, ફિનીક્સ, એરિઝોના

———————–

     આતા! બીજી બધી વાત તો બરાબર; પણ આ ‘ગધ્ધાસુર’ ને તમે મારા બાપા ઊઠીને દાદા કહો; એ તો હદ કરી નાંખી. મારી બાયડી કે છે; એ તો જાણે ઘરમાં છોકરાંવનો દાદો મૂઓ છું; તે ખમી ખાઉં છું.

  ખેર! દાદાગીરી કરી શકું છું; એમ તમે માની લીધું, એમ માની લઈ મન વાળી લીધું !

  જો કે, આતા લશ્કરી/  પોલિસના માણહ છે; તે કોઈની દાદાગીરી શેના ચલાવી લેવાના?!