હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: વિડિયો

સંગીતકાર સલિલ ચૌધરી

Note : In lieu of non- availability of Reblog button on HM, Link of the post is given here.

ધ્વનિ અને તાલ (Sound & Rhythm)

સૌજન્ય: ડો. રાજેન્દ્ર ત્રિવેદી

ભ્રષ્ટાચારના ભોરિંગને કોણ નાથશે?

સ-રસ મજાના વીડાભાઈ!! (આપણે કોઈને ‘ઇયો’ લગાડીને તુંકારમાં બોલાવીએ એ યોગ્ય ન હોઈ મને લાગ્યું કે ‘વીડિયો’ને વીડાભાઈ તરીકે સંબોધીએ તો શું ખોટું, હેં!)

https://www.facebook.com/groups/235762327341763/permalink/857360521848604/

સૌજન્ય : ધવલ લાખાણી (ફેસબુક)

નોંધ : ‘Open with’ માં ફેસબુક ઓપ્શન લેશોજી,

-વલીભાઈ મુસા

એક ગુજરાતીની પ્રેરણાદાયી સિદ્ધિગાથા

સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રિવેદી (હાદધણી)

***

સંપાદકીય બચાવનામું :

હાસ્ય દરબાર માત્ર તનાવમુક્તિનું માધ્યમ જ નથી, એ કોઈકવાર મોટિવેશનલ સામગ્રી પણ પીરસે છે. ગુજરાતી તરીકેની આપણી ગજ ગજ (મીટર મીટર) છાતી ફુલાવતી આ ગાથા અહીં એ આભારદર્શન અર્થે એટલા માટે મૂકવામાં આવી છે કે માનનીય મધુભાઈ ઠાકર દ્વારા સંચાલિત ‘મમતા’ સામયિકને આર્થિક આધાર પૂરો પાડવા આ કંપની દ્વિતીય કવરપેજ ઉપર તેની કાયમી જાહેરાત આપે છે. હાસ્ય દરબારના વાચકો કારકિર્દી બનાવતાં પોતાનાં સંતાનોને કાન પકડીને આ વિડિયો સંભળાવે તેવી જોહુકમીભરી આજ્ઞા આ આજ્ઞાકારી સંપાદક ફરમાવે છે.

-વલીભાઈ મુસા

કલાને સીમાડા હોય ખરા?

સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રિવેદી (હાદધણી)

-વલીભાઈ મુસા (રજૂકર્તા))

ચોકસાઈ (Accuracy) – ૧

Courtesy : (Reels and Videos – FB)

जिया कब तक उलझेगा संसार विकल्पो मे

A Must Listening Lyric for enlightening spirituality :

સૌજન્ય : મૂળજીભાઈ દેસાઈ

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

અમેરિકન બાસ્કેટ બોલ અને રજવાડી ઓઢણી

આપણી સંસ્કૃતિનો વ્યાપ અને કદર ભારતની બહાર પણ થવા માંડ્યાં છે –

કભી ખુશી કભી ગમ !

આ વીડિયો ડો. રાજેન્દ્ર ત્રિવેદી (હાદના ધણીધોરી) તરફથી મળ્યો, મેં જોયો, ડોક્ટરોની સેવાભાવનાના લાગણીના પ્રવાહમાં હું ગળાડૂબ થયો, આંખોમાં હર્ષાશ્રુ ઊભરાયાં અને વિચાર્યું કે હાદજનો સાથે આ વીડિયોને શેર કરું અને જુઓ આ કરી પણ દીધો!

[Nhl municipal medical college students come together to celebrate doctor’s day to pay tribute to doctors of SVP hospital for their committed duty in covid pandemic at atrium of svp hospital.]

(આ વીડિયો પછી ઓટોમેટિક આવી જતા અન્ય વીડિયોઝને ધ્યાનમાં ન લેવા વિનંતી. ‘હાસ્યદરબાર’ને એ વીડિયોઝ સાથે કોઈ લેવાદેવા નથી. હાદજનોમાંથી કોઈ આપણા માટે જરૂરી એવા મૂળ વીડિયો સિવાયની અન્ય કોઈ સામગ્રી ન આવે તેવી કોઈ ટેકનિક સૂચવશે તો તે પ્રમાણે આ પોસ્ટને અપડેટ કરી દેવામાં આવશે.)

આ વીડિયો મળ્યો તો હતો, પણ તેના લિંકનો છેડો જડતો ન હતો. વીડિયોના અંત ભાગે SVP જોવા મળ્યું અને મને થયું કે ‘અલ્યા વલદા, આ તો તારા પોતરા ડો. રમીઝ મુસાની કર્મભૂમિવાળી હોસ્પિટલ છે!’ મેં તેને વોએપ કર્યો અને મને ઉપરોક્ત Caption સાથેનો વીડિયો અને લિંક મળી ગયાં. આત્મશ્લાઘાના ભાવને કોરાણે મૂકીને ડો. રમીઝ મુસાની શૈક્ષણિક કારકિર્દીને ગર્વસહ આપ સૌ સાથે શેર કરું છું. તેત્રીસ વર્ષનો તરવરિયો અને અમારા મુસા ફેમિલીનાં મેડિકલ અને પેરા મેડિકલમાં કાર્યરત એવાં ડઝનેક જણ પૈકીનો તે એક એવો છે કે જે હાયર એસએસસી પછી વી.એસ. (SVP)માં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્યાં જ સ્ટાફ મેમ્બર તરીકે એકધાર્યો ચૌદેક વર્ષથી M.S. (Ortho) તરીકે કાર્યરત છે. તેણે પોતાના તબીબી કૌશલ્યને વિકસાવવા વિવિધ બ્રાન્ચમાં ભારતમાંથી બે જગ્યાએથી અને વિદેશોમાં જર્મની અને સાઉથ કોરિયામાંથી ફેલોશિપ મેળવી છે.

-વલીભાઈ મુસા

ત્યાગ કે છુટકારો?

https://www.facebook.com/groups/235762327341763/permalink/847055396212450/

સૌજન્ય: Aditya Entps : હાસ્ય પાર્લર (FB)

* * *

ખાબોચિયાવ દિલી :

કૃપણતા (greed)ની પરાકાષ્ઠા તો ત્યાં જોવા મળે કે જ્યાં ખોટો રૂપિયો ધર્માદાપેટીમાં પધરાવવામાં આવતો હોય!’ જીવનભર શોષણખોરી કરી ચુકેલા એક ધીરધારિયાએ મરવા ટાણે બંને પુત્રોને વસિયત કરી કે તેના મૃત્યુ પછી ગરીબોને એક એક તોલો સોનાનું દાન કરવામાં આવે. મોટાએ ટોપલીમાંના અનાજમાં વસિયત મુજબ સોનું છુપાવીને ગરીબોને આપવાનું શરૂ કર્યું. આગળ નાનંકો ઊભો હતો, જેણે દરેકને ટોપલીના સો સો રૂપિયા આપીને તેમને લઈ લેતાં કહ્યું, ‘હું પણ પિતાજીના પુણ્ય માટે દસેક રૂપિયાના મૂલ્ય જેટલું આ અનાજ સો રૂપિયામાં ખરીદી લઉં છું, જેને હું પક્ષીઓના ચણ માટે દાન કરી દઈશ!’ ભલા, આનાથી વધારે મોટું બાપની વસિયતનું કોઈ પાલન હોઈ શકે ખરું!!!

-વલીભાઈ મુસા