“અરે, ભાઈ! શિયાળામાં તો કરા પડે. એમાં શી નવી નવાઈ?”
“પૂર્વ કાંઠે નેમો તો આવશે ત્યારે આવશે પણ …આ શિયાળામાં બે મહિનાથીય વધારે વખત પહેલાં અમેરિકાના પશ્ચિમ કાંઠે કરા પડ્યા.”
“લે! કર વાત.. આ વળી હાદ પર કાંક નવું લાવ્યા.”
“ના ભાઈ ના ! આ ગપગોળા નથી. હાવ હાચી વાત.”
——————————-
વાત જાણે એમ છે કે, કરા પડ્યા અને અમે ચિંતાગ્રસ્ત થઈ ગયા. ‘અમે’ એટલે જૂનાગઢવાસી અશોક મેરામણ નહીં ; પણ આતા, રાત્રિ અને હું – ત્રણ જણા.
૨૬ ડિસેમ્બરે ઉતરાણ….
“ લો! ફરી પાછો ગોટો વાળ્યો ને? ૧૪ જાન્યુઆરીએ ઉતરાણ હોય.”
ભાઈલા કે બેનબા, વાત તો પૂરી કરવા દ્યો. ૨૬મી ડિસેમ્બરે આ સુજાનું ડલાસ એરપોર્ટ ખાતે ઉતરાણ અને બે દા’ડા પોરો ખાઈ, જેટ લેગ ઊતારી, નેટ પર ફરી કામે ચઢી જવું. નેચરલી (ગુજરાતી પ્રેમીઓ માટે– સ્વાભાવિક રીતે !) માઉસ ફેરવતાં જૂના ઈ-મિત્રો હાથવગા થઈ જ જાય. અને થઈ પણ ગયા – એક સિવાય.
કરા (ડો. કનક રાવળ , પોર્ટ્લેન્ડ, ઓરેગન )

થોડાક દિ થયા અને આ અદકપાંસળી જીવને ધરપત ના રહી અને ફોન કર્યો. એક વાર… બે વાર… ત્રણ વાર… ચાર વાર…
પણ કોઈ ઉઠાવે જ નૈ !
આ જણને થયું – ભારતીબેન અને કનક ભાઈ ક્યાંક ફરવા ગયા લાગે છે. પણ ઓરેગન સ્ટેટનું કોઈ જણ ભર શિયાળે ફરવા જાય ,ઈમ નો બને . પણ કદાચ ગરમાવો મેળવવા ફ્લોરિડા પોંચી જ્યા હોય- એમ વિચારી એમના ખાસંખાસ મિત્ર ‘આતા’ને ફોન કરી પૂછી જોયું. પણ એ ભલા માણસને પણ એમની કોઈ ભાળ નો’તી.
અને હવે આ સસ્પેન્સ તોડવો શી રીતે?
આમ વિચાર ચાલતો હતો ; એટલામાં જ કરાને સદ્ મતિ સૂઝી કે, એમનો ઈમેલ મળ્યો.
ત્યારે ખબર પડી કે…
કરા પડી ગયા હતા.
બિમાર પડી ગયા હતા!
…….. અને સજ્જડ બિમારી; જાતજાતની અને ભાતભાતની તકલિફો અને માંડ માંડ, કાબેલ ડાગટરિયાઓના પ્રતાપે પાછા ઊભા થયા હતા – સોરી પથારીમાં બેસી શકતા થયા હતા! બિન સત્તાવાર માહિતી મૂજબ ૬૦+ પુરૂષોને નડતી પ્રોસ્ટ્રેટ એમને નડી ગઈ હતી.
પણ અહીં વાતનું પિષ્ટ પેશણ કરવાની મતલબ એ છે કે, આ સમાચાર મળ્યે ત્રણ ત્રણ અઠવાડિયા થયા છતાં, ભારતીબેન એમની ઉપર બરાબરના મોનિટર વેડા કરે છે. આ સમય દરમિયાન એમને મારી સાથે બે જ વખત વાત કરવા દીધી છે. અને ઈમેલ મોકલવા પણ સજ્જડ પ્રતિબંધ.
કેટલા હરખ હતા? કેટલા અરમાન હતા? એમને મારી દેશયાત્રાની વાત્યું વંચાવવાના? પણ એ બધાય પર પાણી ફેરવી દીધું – આ ભારતી બોને જ તો !!
અમારા આ સુ.જા.ની માધવપુર આશ્રમની યાત્રા પર એક જ શબદ- ‘અદ્ભૂત’.
હવે ભાઈ શ્રી કરા અને શ્રીમતિ કરા, થોડીક તો દયા માયા રાખો.
હવે કમસે કમ આજના સપ્પરમા દિવસે, જ્યારે આપ શ્રીમાન ત્યાંસીમા વરસમાં પ્રવેશી રહ્યા છો; ત્યારે અમારી શુભેચ્છાઓ સ્વીકારવા અહીં પધારશો? ( ડલાસ નહીં …. હા દ પર! )
Happy Birthday in many languages
Key to abbreviations: inf = informal, frm = formal, >m = said to males, >f said to females, m = said by males, f = said by females.
કરા …. તમે પડ્યા એનો અમને અફસોસ અને દિલગીરી છે. પણ તમે હવે વરસો … વરસો વરસ વરસતા જ રહો …
ભારતીબેન કરાને વરસવા દેશો ને? સેન્ચ્યુરી પુરી કરે ત્યાર લગણ ?
વાચકોની ગોલંદાજી!