હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: બાળવાર્તા

બાળ જોડકણું!

“બચપન કે દિન ભુલા ન દેના, આજ હસે કલ રુલા ન દેના|’

આ જોડકણું બાળપણમાં આપણે હજારો વાર કહી સંભળાવ્યું હશે અને સાંભળ્યું પણ હશે! કદીય કંટાળ્યા હતા ખરા? તો આજે કંટાળશો ખરા? એ યાદ રહે કે ‘બુઢ્ઢાપન બચપન એક સમાન!’ રહા ન ગયા’ અને તેથી અહીં મુકાયા ગયા!!!

https://www.facebook.com/groups/458055461438781/permalink/922226768354979/?sfnsn=scwshmo

સ્રોત અને સૌજન્ય : હિરેન તન્નારાણા : ફેસબુક (‘મુખપોથી’ – કોઈકે ભદ્રંભદ્રીય પ્રયોજ્યું છે!)

* * *

પાદપૂર્તિ (અહીં ‘પાદ’ને ‘પદ’ પરથી બન્યું હોવાનું સ્વીકારી લેવું, હોં કે! આ તો એક આડવાત છે!) :

પાણી લઈને આંબે રેડ્યું, આંબે મને કેરી આપી

કેરી કેરી ખાઈ ગયા અને એ ગોટલું વધ્યું!!

-વલીભાઈ મુસા

મનમોજી રાજા

રાજા હતો એક
મનમોજી છેક

ચિંતા ના જરાય
સુએ અને ખાય

સવાર જ્યાં થાય
સભા ત્યાં ભરાય

લોકો બધા આવે
ગપોડાં ચલાવે.

૧૯૫૦ પછીના દાયકાની અલ્લડ કિશોરાવસ્થામાં વાંચેલી અને બહુ માણેલી જોડકણા ક્થાનો સ્ક્રેચ – દેહ!

mr

આ ચિત્ર પર ક્લિક કરો

      શરૂઆતની આ આઠ કડીઓ જ યાદ છે. પણ મૂળ જોડકણા કથા ચારેક પાનાં ભરીને અને મસ્ત ચિત્રો સાથે હતી. કદાચ એના લેખક સ્વ. જીવરામ જોશી હતા.’સંદેશ’ ની બાળ કથાઓની શ્રેણીમાંનું એક પુસ્તક. એટલું તો માણેલું કે, એનું મુખ પૃષ્ઠ અને અંદરનાં ઘણાં બધાં ચિત્રો પણ મનમાં લટાર મારતાં રહે છે.

      વાચકોને વિનંતી કે, એ મહાન ચોપડીમાંથી બસ! એ ચારેક પાનાં જ સ્કેન કરીને મોકલી દે, તો સ્ક્રેચ પર આખી કથાનું એનિમેશન બનાવી દઉં.

ચાલાક કૂતરો – એક બાળવાર્તા

સાભાર – પ્રજ્ઞાબેન વ્યાસ
———————
     એકવાર એક કુતરો જંગલમાં થી પસાર થતો હતો.તેને રસ્તામાં સામેથી સિંહને આવતા જોયો.એને મનોમન વિચાર્યું કે આજે તો ખેલ ખલાસ, પ્રભુને પ્યારા થવા નો સમય આવી ગયો. પણ એ કુતરો પણ આપણા ગુજરાતીઓ જેવો સ્માર્ટ હતો. એને રસ્તાની બાજુમાં હાડકાનો ઢગલો જોયો. તે સિંહ તરફ પીઠ કરી ને તે હાડકા ચૂસવા લાગ્યો. અને બોલવા લાગ્યો.”આહાહા..આજે તો સિંહને ખાવાની મજા પડી ગઈ..સિંહ તો મને બહુ ભાવે છે, એક સિંહ હજુ ખાવા મળી જાય તો તો જલસો પડી જાય.”
આ સાંભળીને સિંહ ને થયું કે આ કુતરો તો બહુ ભયંકર લાગે છે…આનાથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે.એટલે તે ચુપચાપ ત્યાં થી નીકળી ગયો..
ત્યાં જ ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો આ બધું જોતો હતો. તેને થયું કે આ કુતરા એ તો સિંહ ને જબરો ઉલ્લુ બનાયો..હું સિંહને જઈને બધું સાચું કહી દુ.. જેથી કરીને સિંહ જોડે દોસ્તી પણ થઇ જાય અને મને  જંગલમાં કોઈથી ડરવું પણ નહી પડે. એટલે એ સિંહની પાછળ દોડ્યો. હવે એણે જઈને સિંહ ને બધી વાત કરી..
આ સાંભળીને તો સિંહ ખુબ ઉશ્કેરાયો…તેણે કહ્યું.”ચલ..હમણાં જ એનો ખેલ ખતમ કરી નાખું” અને પછી વાંદરો સિંહની પીઠ પર સવાર થઇ ગયો..બન્ને પાછા કુતરા તરફ ચાલવા માંડ્યા. હવે જયારે વાંદરો સિંહ તરફ જતો હતો ત્યારે કુતરાએ એણે જતા જોયો હતો અને એ બધું સમજી ગયો હતો. હવે એ સ્માર્ટ કુતરા એ બીજી યુક્તિ અપનાવી..
એણે ફરીથી સિંહ તરફ પીઠ કરી…અને જેવા એ લોકો થોડા નજીક આવ્યા તે જોરથી બોલ્યો..“આ વાંદરાને ૧ કલાકથી મોકલ્યો છે…સાલો હજી સિંહ લઇને આવ્યો કેમ નથી?”