હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: પરિચય

સ્વયંભૂ સેવક

      આમ તો અહીં  હળવી સામગ્રી પીરસવાનો જ રિવાજ છે.  નેટ મિત્ર અને જાણીતા કટાર લેખક શ્રી. બીરેન કોઠારીની હળવી સામગ્રી ‘સળી નહીં સાવરણી’ ના કોઈક કોઈક પરચા અહીં અગાઉ પણ મુક્યા છે. આજે એવી એક સામગ્રી આ રહી…

sevak
પણ આ ‘સાવરણી’ વાંચીને એ સાવ હળવી બાબત ન લાગી. અહીં અનામી, અદના પૂણ્ય શ્લોક આદમીના ગૌરવને સલામી છે. એ અદના સ્વયંભૂ સેવકોને સલામ સાથે….આવા હજારો પૂણ્ય શ્લોક નર – નારી ઓ છે જ. તેમના પૂણ્યથી જ આ પાપી જગતનાં પાપ ધોવાતાં રહે છે.  થોડાક બીજાની કથા વાંચવા  નીચેના ચિત્ર પર ક્લિક કરો –

ss

અને છેલ્લે, એક હળવી વાત….

બીરેન ભાઈને એક સૂચન –

     એમની આ કટારનું નામ બદલવાની જરૂર છે. ઘણી બધી સળીઓનો ભંડાર સાવરણામાંથી મળે – સાવરણીમાંથી નહીં !!

લોક લાડીલો, ગુજરાતી ગીતોનો બેતાજ બાદશાહ

બીજું કોણ?
મનહર ઉધાસ
જ તો. 

એમણે ગાયેલાં ઢગલાબંધ ગીતો સાંભળો, જુઓ, વાંચો અને  બસ…

ઝૂમતા જ રહો.

પણ એ માટે અહીં લટાર મારવી પડશે હોં ! 

ગોદડિયો ચોરો

આ કોપે નથી !

ગોદડિયો  ચોરો લોસ એન્જેલસમાં મળી ગયો.

go6

અહીં  એનો અહેવાલ વાંચો …..   આકાશદીપ પર  ;  વિનોદ વિહાર પર

એમાં કયું પાત્ર કોણ છે, એ  કલ્પના તમારી પર છોડવામાં આવે છે!

પણ એના મૂળ સૂત્રધાર ‘ ગોપ’  આ રિયા !!

go5 go4 go3 go2 Go1

કોચરબ આશ્રમના સુંદર વાતાવરણ વચ્ચે બ્લૉગરમિત્રો !!

કોચરબ આશ્રમના સુંદર વાતાવરણ વચ્ચે બ્લૉગરમિત્રો !!

Bhai Suresh and Friends of Blogers at કોચરબ આશ્રમના સુંદર વાતાવરણ વચ્ચે બ્લૉગરમિત્રો !!

via કોચરબ આશ્રમના સુંદર વાતાવરણ વચ્ચે બ્લૉગરમિત્રો !!.

Thanks to Valibhai,Jugalbhai and Team!!!!!

Dhavalrajgeera

Rajendra Trivedi, M.D

www.bpaindia.org

એ ‘સભા’ કરતાંય ઘણું વિશેષ બની રહી…

એ ‘સભા’ કરતાંય ઘણું વિશેષ બની રહી….

Here is late report of Cap.Narendra to Gujarat – Amadavad.

Dhavalrajgeera

એમને શી ઉપમા આપું?

અત્યાર સુધીમાં જૂની / નવી તસ્વીરો મૂકી રોજના હાદવહેવારી મિત્રોની હળવી પ્રશસ્તિ કરી લીધી. ( કોઈને કરૂણ પ્રશસ્તિ લાગી હોય તો માફ કરે !)

‘પણ આ મોટા ગજાની હસ્તિની સાથે એવાં અવળચંડાં શી રીતે કરાય?’ – એવી ગડભાંગ મનમાં થતી હતી.

કોણ છે એ મોટા ગજાની હસ્તિ?

આ રહી…

શ્રી. હરનિશ જાની

બલોગડા પર મેલતા પહેલાં કોમ્યુટરમાં આ લખતી વખતે એ યાદ આવી ગયું કે, આ માણસ એક વિશિષ્ઠ વ્યક્તિ છે; જેની આવી હળવી મજાક ઊડાવી શકાય!

કારણકે……

‘ ગુજરાતી પ્રતિભા પરિચય’ ઉપર પરિચય મૂકવા માટે ગુજરાતીમાં ન ફાવે તો અંગ્રેજીમાં પણ વિગતો  આપવા એમને વિનંતી કરી; ત્યારે એમણે પોતે જ એમની લાક્ષણિક ઢબને શોભે એવો ‘ હસમુખો’ પરિચય લખી દીધો!

આ રહ્યો એ લાજવાબ પરિચય….

અને એ યાદ આવી જતાં આ શ્રેણીનો આ છેલ્લો પરિચય મૂકવા કમ્મર કસી. (ઊઠીશ ત્યારે કદાચ  ડબલ બેવડો વળી ગયો હોઈશ.)

હરનિશ ભાઈએ અહર્નિશ અનેકોને બેવડા વળી જાય એટલા હસાવ્યા છે; પણ  દરેક હાસ્યમાં હોય છે તેમ એમના હાસ્યની પાછળ સમાજની અવળચંડાઈઓ માટે રૂદન અને ચિંતા ધરબાયેલાં પડ્યાં હોય છે.

ચાલો ત્યારે .. ……જેમના ફિલ્મી કલાકાર કે રાજકુમાર જેવા મુખારવિંદ પર કોલેજ કન્યાઓ ટૂટી પડે એ પહેલાં હંસાબેને  ઝડપી લીધા એ જનાબનો ચહેરો કેવો હતો ; એ નિહાળી લો..

 હવે મારી વાત પર ખાત્રી થઈ ને? !

એમના લેખો ‘ હાસ્ય દરબાર’ ઉપર આ રહ્યા…

મારું કામ પતી ગયું. હવે શિર્ષકનો જવાબ આપવાનું કામ – તમારું !

પંડિત જોકર

લે, કર વાત. પંડિત તે વળી જોકર હોતા હશે?

હા! આ પંડિત જોકર પણ છે!

      એ જેટલાં ગુજરાતી કવિતાઓનાં આશક છે; એટલાંજ ઉર્દૂ ગઝલના પણ છે. અને એ વિલાસ એમને ઉપનિષદ કે કબીરવાણીમાંથી વિચલિત નથી કરતો. અંગ્રેજી કવિતાનું નામ લો અને  મોટો ખજાનો ખોલી બેસે – વર્ડ્ઝવર્થ, બાયરન અને લોન્ગફેલો ડાળે બેસીને ટહૂકવા માંડે. મેડિકલ વાત હોય કે આયુર્વેદિક; કે વળી વાત હો ભૌતિકશાસ્ત્ર કે ખગોળ કે પુરાતત્વની…. એમનો રસ એમાંય એટલો જ. બાળવાતો હોય કે, નાટક કે વળી ફિલ્મી ગીતો – એમની પોટલીમાંથી કાંઈક તો ટપ્પાક દઈને નીકળી જ પડે. અને પાઈ ( નાણાંની નહીં – ગણિતીય!) તો એમની અતિપ્રિય. એકેય વરસ પાઈ-ડે ( માર્ચ -૧૪) ને એ ભૂલ્યાં નથી. એ ભલે ઘણું બધું ગૂગલ મહારાજ પાસેથી ઊછીનું લાવતાં હોય; એ મહાન દરિયાને ફંફોળવાની જીગર મરજીવાની તોલે જ આવતી હોય છે.

જવાબ આપવા જેટલું જ અઘરૂં કામ
સવાલ પુછવાનું હોય છે !

——————-

શિક્ષકો અને પ્રાધ્યાપકો જ
પેપર સેટર  હોય છે  ને? !

      અને આમ છતાં, એ પંડિતાઈ એમને ઠાવકાં, વિકાસેલા ચહેરાવાળાં નથી બનાવી દેતી. જોકરનું મહોરૂં એમને ‘ મેરા નામ જોકર’ની ફિલસૂફી જેટલું જ પ્રિય છે.  હાસ્ય દરબાર પર એકેય ‘આજની જોક’ ,  ‘વિડિયો’   કે ‘અવનવું’ એમણે વણ કોમેન્ટ્યું (!) છોડ્યું નથી. આવું જ  ‘હોબીવિશ્વ’ પરનાં મોડલોનું પણ છે. એમાંય એમનો રસ ઊડીને આંખે વળગી આવે એવો.

      અમારા માનીતા ‘હાહાકાર’ વલીદાના હાહાકાળમાં તો એ બરાબરનાં ખીલેલાં. એક એક હાહા ઉપર એમણે અનેક હાહા ની હાહાહીહી કરી હતી!! 

( હાહા – હાસ્ય હાઈકૂ ;    હાહાકાર – એના બનાવનાર ! )

હવે તો ખબર પડી ગઈને , કોની વાત છે આ?

અલબત્ત આમની જ તો…

શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ

આ પરિચયની સાથોસાથ બહાર પાડેલો વિડીયો એમના સ્વૈરવિહારી, મુક્ત મનને ઊંચે આકાશમાં વહેતું મેલી દેતો નથી?

આ રહ્યો એ વિડિયો….

     ગુજરાતી બ્લોગ જગતમાં ભાગ્યે જ કોઈ બ્લોગર કે વાચક એમને જાણતું નહીં હોય. પણ એ લેખિનીનાં સ્વામિની છે. ફોન પર વાત ચીત એમને નિષેધ્ય છે – કોઈ ભેદી કારણો સર !

લો હવે આ શ્રેણીના સબબે એમની જીવનયાત્રા સચિત્ર નિહાળી લો…

gpp

આ શિર્ષક પર ક્લિકો….

પ્રજ્ઞા શુકલ -૧૯૪૨

ગરવી ગુજરાતણ – ૧૯૫૭

અને ભલે ફોન પર વાર ન કરતાં હોય; માઈક મળે તો છોડતાં નથ !!

ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખેય ભાળુ.
– ૨૦૧૨

નબળા હાથે વિનોદ

આ વળી શું નવતર કાઢ્યું છે?

નવતર નથી. હાસ્ય દરબારીઓને તો હવે એ જાણીતું નામ છે. આ રહ્યું એમનું મુખડું.

શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો

પણ.. નબળા હાથે?

        હા! આ એમની મજાક ઊડાવવાની વાત નથી. ૧૯૩૭ માં કડી તાલુકાના ડાંગરવા ગામમાં જન્મેલા વિનોદ ભાઈની ઉપરવાળાએ ક્રૂર મજાક ઊડાવી અને એમને બાળપણમાં જ પોલિઓ ગ્રસ્ત બનાવી દીધા. ત્યારથી આખુંય આયખું  અશક્ત બનેલા ડાબા હાથથી જ કાઢ્યું. અમદાવાદમાં ખાસ્સો સમય નોકરી પણ કરી; અને અમેરિકામાંય અઢાર વરસ કાઢી નાંખ્યા. બાર બાર વરસથી ઘરભંગ થયા; તો પણ

માબાપે આપેલા નામને દિપાવ્યું.

વિનોદે વિનોદ ન જ ગૂમાવ્યો.

લો! જોઈ લો – એમનું યુવાન વયે મુખારવિંદ …

અને આ રહ્યો એમનો  પરિચય એમના બલોગડા ‘ વિનોદ વિહાર’ ઉપર

ભલે ને એક હાથ નબળો છે. નબળા હાથે જ સરસ મજાનું બ્લોગિંગ કરે છે; અને અવનવી ટેક્નિકો શીખતા રહે છે – હવે તો…

બલોગ પર  ફિલ્લમ પણ મૂકી દે છે !

તેમનો મુદ્રાલેખ છે…

હસતા રહો,
હસાવતા રહો …

સોનાની ખાણનો ખોદનાર

આમને ઓળખો છો?

ના ઓળખતા હો તો જાણી લો..

એ છે ડો. કનક રાવળ.

ખાણ ખોદનાર જ નહીં; એ જાતે જ ‘કનક’ છે!

તમે પૂછશો કે સોનાની ખાણનો ખોદનાર કેમ?

મારી ભૂલ ન થતી હોય તો, આ મહાનુભાવ ૮૨ વર્ષના છે; પણ હજુ શુદ્ધ સોનું જ ગોત્યા કરે છે!  ‘વીસમી સદી’ના ચિત્રકાર, ‘કુમાર’ના સ્થાપક અને અનેક ગુજરાતી ચિત્રકારોને કલાકારમાં પલોટનાર કલાગુરૂ  રવિશંકર રાવળે  એવું તો બીજ આ જણમાં મેલી દીધું છે કે, આખી જિંદગી આ માણસને શુદ્ધ સોના સિવાય કશું ખપતું નથી. પ્રવૃત્તિકાળ દરમિયાન એ ફાર્મેકોલોજીમાં પી. એચ.ડી. થયા હતા.

એમની પ્રિય વ્યક્તિઓ ( ભારતીબેનની બાદ!)

મહેશ યોગી, સ્વામી રામ, મૂ.મો. ભટ્ટ, હરિનારાયણ આચાર્ય, જીવરામ જોશી, હિમ્મતલાલ જોશી, ( સુજા! ) ….. વિ. વિ.

પિતાની યાદમાં તેમણે આ વેબ સાઈટ પણ બનાવી છે ….

સ્વ. રવિશંકર રાવળનો પરિચય અહીં…..

અને આ રહી એમની જીવન યાત્રા તસ્વીરો…

છે ને  સતત કનક ?

————-

પી.એસ. (!) …… ઉર્ફે તાજા કલમ 

અને લ્યો નાંણે…

કનક ભાઈએ મોકલી દીધું – ઈ-કનક !!

હંધાંય વોંચનારા ઈની ઈ-કોપી કરીને ઈ-સેફ ડિપોઝિટ વોલ્ટમાં મેલી દે !!

 

ચમનનું ફૂલ

૭૯ વર્ષે પણ સદા બહાર ચમન ના ફૂલ જેવા આ ચીમન પટેલ  ‘ચમન’ને જોઈ લો.

એ સદા બહાર છે –  ઘરના બગીચામાં, રસોડામાં, હાસ્યલેખો લખવામાં અને કાર્ટૂનો બનાવવામાં પણ.

અને નોંધી લો … હજુ એમની નોકરી પણ ચાલુ છે !

અને સરખામણી કરો …….એ ફૂલ આજથી ૫૦ વરસ પહેલાં કેવું હતું?

કેવું પ્રફુલ્લ સ્મિત હજુ પણ જાળવી રાખ્યું છે?

એમને જુવાનીનો એકાદ ફોટો મોકલવાનું કહ્યું. અને તેમણે આ પણ મોકલી દીધા…

તેમનો પરિચય અહીં….

હાસ્ય દરબાર પર તેમની રચનાઓ અહીં…

વલીદાએ આપેલ એમનો પરિચય અહીં…

અને…….. છેલ્લે –

તેમનો બ્લોગ આ રહ્યો…