હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: ખાટી મીઠી

પણ મારે મરવાની પણ ક્યાં એટલી બધી ઉતાવળ છે ?

દર્દી અને ડોક્ટર
ડોક્ટર- ધુમ્રપાન એ એક જાતનું ધીમું મોત છે .
દર્દી – હા ડોક્ટર સાહેબ, પણ મારે મરવાની પણ ક્યાં એટલી બધી ઉતાવળ છે ?
વિનોદ પટેલ , સાન ડીયેગો

દાન( લેનારા !) વીરો

Courtesy – Shri Mansukhlal Gandhi

——————

As you open your pocket for the next natural disaster, please keep these facts in mind:

 • The American Red Cross President and CEO Marsha J. Evans’ salary for the year was $951,957 plus expenses.
 • The United Way President Brian Gallagher receives a $675,000 base salary along with numerous expense benefits.
 • UNICEF CEO Caryl M. Stern receives $1,900,000 per year (158K) per month, plus all expenses including a ROLLS ROYCE.

Less than 5 cents (4.4 cents) per donated dollar goes to the cause.

—————————————

 • The Salvation Army’s Commissioner Todd Bassett receives a salary of only $13,000 per year (plus housing) for managing  this $2 billion dollar organization.
  96 percent of donated dollars go to the cause.
 • The American Legion National Commander receives a $0.00 zero salary. Your donations go to help Veterans and their families and youth!
 • The Veterans of Foreign Wars National Commander receives a $0.00 zero salary.
  Your donations go to help Veterans and their families and youth!
 • The Disabled American Veterans National Commander receives a $0.00 zero salary.
  Your donations go to help Veterans and their families and youth!
 • The Military Order of Purple Hearts National Commander receives a $0.00 zero salary.
  Your donations go to help Veterans and their families and youth!
 • The Vietnam Veterans Association National Commander receives a $0.00 zero salary.
  Your donations go to help Veterans and their families and youth!

હાદજનો આ જરૂર આત્મશ્લાઘા તો છે જ – Crossed over 500,000 વાચકો

Crossing  500,365  +  વાચકો ………………………

Thanks to all Darabari Writters,Copy Pasters  and Surfers !!!

આ જરૂર આત્મશ્લાઘા તો છે જ.

પણ ખૂણે ખાંચરેથી ગોતી,

અથવા મિત્રોએ પીરસવા  મોકલી હોય તેવી,

જાત જાતની અને ભાત ભાતની સામગ્રીને અહીં પ્રસિદ્ધિ આપી,

મિત્રોનાં સંઘર્ષોથી ભરપૂર જીવનમાં એક પળને હળવી  કરી આપવાની ઉમેદ પણ ખચિત છે  જ.

અહીં  કશું અમારું પોતાનું નથી.

હાદજનોના જે કોઈ કહેવાતા મૌલિક સર્જનો છે;

તે પણ કોઈક મહાન જોકરની અસીમ કૃપાના પ્રતાપે જ છે ;

એમ સૌ હાદજન દિલથી માને છે.

Who killed the Mother in law !

Courtesy – Mahammadali Ami (Facebook)

Valibhai Musa  વલીભાઈ મુસા

બાયોડેટા દ્વારિકાધીશનો ….ગોદડિયો ચોરો

ભક્તરાજ શ્રી નારદજીના આદેશ મુજબ મને દ્વારિકાધીશનો બાયોડેટા તૈયાર કરવાનું સૂચન કરેલું તે મુજબ મેં   “શ્રી દ્વારિકાધીશનો બાયોડેટા ” તૈયાર કર્યો છે.==================================
વિધાનસભા વિભાગ નંબર ———— ૩૧

વિધાનસભા મત વિસ્તારનું નામ —  ” દ્વારિકા ”

ઉમેદવારનું નામ——————–  “કૃષ્ણભાઈ વાસુદેવભાઈ યાદવ ”

ઉમેદવારના પાલક પિતાનું નામ — નંદભાઈ

ઉમેદવારની માતાનું નામ———-  દેવકી બહેન

ઉમેદવારની પાલક માતાનું નામ — જશોદા બહેન

ઉમેદવારની પત્નીનું નામ———  ” સત્યભામા , રૂક્ષ્મણી અને બીજી એક હાજર આઠ ”

ઉમેવારના પુત્રનું નામ ————–અનિરુધ્ધ

ઉમેદવારનું કાયમી સરનામું——  ” સમસ્ત બ્રહ્માંડ ”

ઉમેદવારનું કાયમી સરનામું ——  બાવન ગજ ધજા ફરકાવતું  જગત મંદિર, સમુદ્ર કિનારે, દ્વારિકા

ઉમેદવારનો ધર્મ———————   ” સ્વધર્મ ”  ( સ્વયમ પોતે જ ધર્મ છે )

ઉમેદવારના ઉપનામ ————— નંદલાલ, કાનુડો, ગીરધર, ગોપાલ, ગોવર્ધનધારી, ગોવિંદ, કેશવ, માધવ

રણછોડ,પુરષોતમ એવા અનેક હજારો નામ

ઉમેવારનો ધંધો———————-   ” ગાયો ચરાવવાનો”, દીન દુખિયાની મદદ વિગેરે, ” મહીં માખણની ચોરી ”

ખાસ નિપુણતા ————————– માખણ ચોરી ,”  ગોપીઓના કપડાં ચોરવા “, ગોપીઓની મટુકી ફોડવી ,

” બે પક્ષોને લડાવવા “, ન્યાય માટે યુદ્ધ ક્ષેત્રમાં જવું , ભલ ભલાની ગાદી

છીનવી લેવી અને મનગમતાને ગાદીએ બેસાડવો

સંગઠન શક્તિ ———————— ગમે તેવા સંજોગોમાં જીત મેળવવી, ” સામેના પક્ષના માણસોને ફોડવા ,”

ખાસ વિશેષ કાર્યો——————– “ગોવર્ધન પર્વત ઉચકવો, ગોકુળને બચાવવું , નાગોને નાથવા  ,

રાક્ષસોનો સંહાર કરવો ,  ભક્ત માટે દોડી જવું, માંમેરાં  કરવા ,

ભક્ત  જનોની હુંડી સ્વીકારવી,  ગીતા ઉપદેશ આપવો,”

” સ્વજનો  ખોટા ને જુઠ્ઠા હોય તો તેમની સામે લડવું.”

ઉમેદવારનો  શોખ———————  “મોરનાં પીછાંનો મુગટ બનાવવો,” રાજ્ય કરવું.  “સુદર્શન ચક્ર ફેરવવું ”

રાજકીય અનુભવ———————– સોનાની  દ્વારિકા પર રાજ્ય કરવું , બાવન ગજ ધજા લહેરાવવી

” છળ કપટ કરવું, ” ભાણેજને મારવો,  ” બીજાને લડાવવા”

==================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો…સમાચાર વિગતવાર. * સ્વપ્ન જેસરવાકર

News of the Day !!!!
HAPPY BIRTHDAY JITUBHAI Date of Birth April 6th 1937
Also…
It is our Marriage date April 15th 1973 but Tithi was Chatri Poonam   and Hanuman Jayanti..
Pranam from Geeta and Rajendra 
p.s.
Dhavalrajgeera is happy to put
Govin Patel’s ગોદડીયો ચોરો…
સમાચાર વિગતવાર
In Hasyadarbar !!!!
==========================
 
 ખંભાત ને આગણે આજે ચૈત્રી પુનમનો મેળો જામ્યો હતો . અબાલ વૃદ્ધ સહુ આનંદથી
મેળાની મઝા માણતા હતા. ગોદડીયો ચોરો સોળે  કળાએ ખીલી ઉઠ્યો હતો.
ધ્રુતરાષ્ટ્રએ ચોરામાં પ્રવેશતા જ પ્રશ્નોનો મારો ચલાવતાં કહેવાની શરૂઆત કરી.
અલ્યા ગોદા પેલા વિગતવાર સમાચારોનું શું થયું ? ટાઢો બોળ થઈ કેમ બેઠો છે.?
“ગોદા” શબ્દનું મનનીય સ્મરણ કરતા દરેકની આંખો ભરાઈ આવી.
સ્વ. કનૈયાલાલ ઠક્કર અમારા સહ કર્મી શિક્ષક હતા . ખુબ માયાળુ અને દરેકને મદદ કરવા
હમેશ તૈયાર હોય. “ગોદા “ શબ્દ તેઓ વારંવાર ઉચ્ચારતા. શાળામાં બાળકો ધમાલ કરે તો
અલ્યા ગોદા સીધો બેસને ? આ ગોદા નકામો છે? મેળામાં પીપુડા વગાડે તો એઓં કહેતા
આ ગોદા શું કરવા બાટક્યા છે ? મારા વા’ લા ઠરતા જ નથી તેઓની યાદ તાજી થઇ.
મેં કહ્યું ચાલો સમાચાર વિગતવાર સમજવું છુ.
 (૧) કેગનો રીપોર્ટ  ગુજરાત વિધાનસભામાં મુકાયો !
મુખ્ય મંત્રી વિરોધ પક્ષને પૂછે છે જાણો છો અલ્યા  કેગ એટલે શું ? 
 KAG…કેમ આટલા  ગાજો છો ?   CAG ચ્યમ આટલા ગાજો છો ?
આ કેગ શબ્દથી મુખ્ય મંત્રી ને ભાજપ આટલો કેમ ભડકે છે એ  જાણો છો ?
કેગ-( K.A.G) શબ્દ સાંભળી તેઓની નજર સમક્ષ ઘણી વ્યક્તિઓ દેખાવા લાગે છે
કે -( K) એટલે શ્રી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, કનુભાઈ કલસરિયા.
એ -( A) એટલે ડો. એ. કે. પટેલ,  અર્જુન મોઢવાડિયા.
ગ -( G)  એટલે ગોરધન ઝડફિયા.
(૨) શંકરસિંહ માતૃ સંસ્થા ભાજપમાં પાછા ફરશે અને  નરેન્દ્રભાઈ દ્વારા
 
તેમને મુખ્ય મંત્રી બનાવવાની તૈયારી …..કારણ ?????????????
 શું માણસાનો સાણસો જવાબદાર છે કે કેમ ????????????????????
હમણાં ભગવાન વિષ્ણુએ સ્વર્ગમાં સભા બોલાવી તેમાં ગુજરાતના વિકાસ
અને સંગઠન વિષે જાણી મુખ્ય મંત્રીને તેડાવવાનો નિર્ણય કર્યો તેની જાણ ઇન્દ્રે
નરેન્દ્રને કરી એટલે મુખ્ય મંત્રી  એક વિરોધી ઓછો થાય તે આશયથી મુખ્ય મંત્રી
 બનાવવા તૈયાર.
(૩) નારાયણદત્ત તિવારી (એન.ડી. તિવારી) મુખ્ય મંત્રી બનવા માટે
   ધારાસભ્યોના સતત સંપર્ક માટે ફરી રહ્યા છે !
શ્રી નારાયણ દત્ત તિવારીજી રંગીલા અને મોજ મસ્તી સ્વભાવના છે તે તો
રાજભવનમાં તેમના કરતૂતોથી સિદ્ધ થયેલું હવે જેવો માંસ હોય તેની વિચારસરણીને
માફક આવે તેવાનો સંગ તેઓ કરે હમ,નાં કર્ણાટક અને ગુજરાતમાંથી તેમને માફક
આવે તેવા સભ્યો મળી આવ્યા છે
હવે તેઓ આ બધા સભ્યોને લઇ ઉતર ધ્રુવ કે દક્ષિણ ધુવ જઈ સરકાર રચે તો વાંધો
ના આવે કોઈ ત્યાં જોનાર નહિ પડકાર  કરનાર નથી વધુ તો છ મહિનાની રાત્રી હોય
વિગતથી ઢગલાબંધ પોર્ન ફિલ્મો જોઈ શકાય.
(૪) કેજરીવાલે વાંદરાને વાંદરા કહ્યા ને વાંદરાને અપમાન લાગ્યું.
આવડા આ ધમાલ કરે સંસદ ચાલવા ના દે મન ફાવે તેમ વર્તે કાગળો ફાડે, ખુરશી
ઉછાળે, માઈકો તોડે, તેમને અનુકુળ ના હોય તેવા કાયદા પસાર ના કરવા દે,
તગડો પગાર ને ભથ્થાં મેળવે તોય આયકર ટેક્સ નહિ ચૂકવવાનો ને જનતાને
તેઓ જ દેશના માલિકો હોય તેમ દર્શાવે છે.
(૫) અમેરિકાના પ્રમુખ ઓબામા દ્વારા ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિને ખાસ
આમંત્રણ અપાયું . વિચારો કોણ હશે ? કોનો નબર લાગશે ? કોણ ભાગ્યશાળી બનશે?
ઝાઝું ના વિચારશો નહિ  ભાઈ એમનું નામ રોજ છાપામાં ચમકે છે !
એ મહાશય નું નામ છે …ગૌતમ અદાણી… કેવું રૂડું રૂપાળું નામ છે ?
અહીં  નામનો  અર્થ  જાણવો એજ મહત્વનું છે.
ગૌ – ઉતમ એટલે કે ગાય ઉતમ છે
કહે છે ગૌ- ઉતમ પણ ગાયોના ચરા તો એજ ચરી જાય છે.!!!
હવે અમેરિકામાં મોટા જંગલો છે એને કેમના ચરી ખાવા એનો આઈડીયા યાનિકી ટીપ્સ
લેવા માટે ઓબમાજીએ ગૌતમ અદાણી ( ચરાના ચરનાર )ને  ખાસ આમંત્રણ આપ્યું છે
છેલ્લે સરકારનું નાણાકીય વર્ષ  પહેલી એપ્રિલે શરુ થાય એટલે આખું વર્ષ સરકાર જનતાને
એપ્રિલ ફૂલ બનાવ્યે રાખે છે. એપ્રિલમાં નાણાંની વહેચણી ચાલુ થાય રાજ્ય કે જીલ્લામાં
મે માસમાં નાણાં આવે ટેન્ડર કે બીજી પ્રક્રિયા ચાલુ થાય ત્યાં જુન માસ વરસાદની સીઝન
આવે રોડ કે બીજા કાર્ય થઇ શકે નહિ. ડીસેમ્બર જાન્યુઆરીમાં બીજા કામો થાય
ફેબ્રુઆરીમાં અંદાઝ પત્ર ( ભ્રષ્ટાચાર પત્ર ) રજુ થાય ને માર્ચ એન્ડમાં નાણાં ફાળવી
કામો થઇ ગયાં છે એવું દર્શાવી દેવાય છે.
હાટકો-  ભરખી ગઈ છે અભરખાઓને આ હસ્ત રેખાઓ
           કયારેક કુદરત રૂઠે છે તો ક્યારેક લોકો લુંટે છે
========================================
સ્વપ્ન જેસરવાકર
 Swapnajesarvakar

આદતસે મજબુર! (હાસ્ય કોયડો) – Valibhai Musa

ઉત્તર ભારતના એક શહેરના એક મહોલ્લામાં પાડોશી તરીકે રહેતા બે ઈસમો એક જ ઓફિસમાં કામ કરતા હતા. તેમનાં ઘરોની નજીકમાં જ બસ સ્ટેન્ડ હતું. બસ હંમેશાં સમયસર અને લગભગ ખાલી જ આવતી હોવા છતાં બંને તેમની ઓફિસે કાં તો મોડા પહોંચતા અથવા તો ઘણીવાર નોકરીની રજા પણ પાડતા હતા. તેમની ઓફિસના વડાએ બંનેને બરતરફ કરવાની છેલ્લી ચેતવણી આપી, ત્યારે બીજા જ દિવસથી તેમણે તેમની રોજિંદી સફરની પદ્ધતિમાં નીચે મુજબના બે ફેરફાર કર્યા.

(૧) બંનેએ ઘરેથી દસેક મિનિટ વહેલા નીકળવાનું નક્કી કર્યુ.

(૨) બસસ્ટેન્ડે પહોંચ્યા પછી તેઓમાંના એકે દરરોજ વારાફરતી અન્યથી છૂટા પડીને આગળના કે પાછળના બસસ્ટેન્ડે ચાલતા જઈને ત્યાંથી જ બસમાં બેસવું એમ નક્કી કર્યું.

ઉપરોક્ત સામાન્ય ફેરફારોથી ધાર્યું પરિણામ એ આવ્યું કે તેઓ નોકરીએ કદીય મોડા પડ્યા નહિ કે તેમને રજા પાડવાનો વારો પણ આવ્યો નહિ; અને, આમ બેઉ જણ બરતરફીથી બચી ગયા.

સુજ્ઞ વાંચકોએ પોતાના કોથળામાંથી બિલાડું કાઢવાનું છે!

-વલીભાઈ મુસા

નોંધ:- આ બ્લોગરના કોથળામાંના બિલાડાના રંગને જોવા માટે અહીં (‘છેલ્લો એક પાસો!’ ના દ્વિતીય કોમેન્ટ બોક્ષ ઉપર જવા માટે) Click કરો અને તમારા બિલાડાના રંગ સાથે સરખાવી જૂઓ કે બંનેના રંગ મળતા આવે છે કે નહિ!

Valibhai Musa

THE NEW YEAR’S PUBLIC AWARDS To be declared !?!?

The News in Internet is circulating ………
You enjoy till then……….
Hope the news is true !!!!
राष्ट्रीय बहन -मायावती
राष्ट्रीय भाई .. दावूद इब्राहिम
राष्ट्रीय रोबोट …मनमोहन सिंह
राष्ट्रीय समस्या …मनीष तिवारी
राष्ट्रीय चिंता …सलमान की शादी
राष्ट्रीय बॉडी गार्ड – जितिन प्रसाद , प्रमोद तिवारी , आरपीएन सिंह
राष्ट्रीय रहस्य …सोनिया गांधी
राष्ट्रीय गिरगिट … अजित सिंह
राष्ट्रीय रथ यात्री …लालकृष्ण आडवाणी
राष्ट्रीय चुगलखोर …स्वामी अग्निवेश
राष्ट्रीय असंतुष्ट ..मेधा पाटकर
राष्ट्रीय स्ट्रगलर …अभिषेक बच्चन
राष्ट्रीय भुलक्कड़ …एसएम कृष्णा
राष्ट्रीय अतिथि(अस्थाई)..हिना रब्बानी
राष्ट्रीय अतिथि (स्थाई)- अजमल कसाब
राष्ट्रीय कोयल …मीरा कुमार
राष्ट्रीय गहनों की दुकान …बप्पी लहरी
राष्ट्रीय गर्लफ्रेंड …दीपिका पादुकोण
राष्ट्रीय रईसज़ादा ..सिद्धार्थ माल्या
राष्ट्रीय टेलीफोन ऑपरेटर …दिग्विजय सिंह
राष्ट्रीय गणितज्ञ …कपिल सिब्बल
राष्ट्रीय किसान – अमिताभ बच्चन
राष्ट्रीय मसखरा … लालू यादव
राष्ट्रीय इंतज़ार …सचिन का सौंवा शतक
राष्ट्रीय गाल …शरद पवार
राष्ट्रीय थप्पड़ – हरविंदर सिंह
राष्ट्रीय ढीला पेंच – अरुंधती राय
राष्ट्रीय दहशत …रा वन का सीक्वल
राष्ट्रीय गाली …आम आदमी
राष्ट्रीय दवा – संधि सुधा
राष्ट्रीय आँख – अन्ना हजारे
राष्ट्रीय तिरछी आँख- बाबा रामदेव
राष्ट्रीय गुमशुदा – भंवरी देवी
राष्ट्रीय जासूस – सुब्रमण्यम स्वामी
राष्ट्रीय आहत – अटल बिहारी बाजपयी
राष्ट्रीय बुडबक – राखी सावंत
राष्ट्रीय लाजवंती – सन्नी लीओ
राष्ट्रीय दीवालिया : विजय मलया

‘ઍમ ઇ તૂ લતે?’ – વલીભાઈ મુસા

વ્હાલા હાસ્યદરબારજનો,

નીચે એક રમુજી ટુચકો છે. તેને વાંચી લેજો, પણ સમજવા માટે બે મિનિટથી વધારે સમય વેડફતા નહિ! કંટાળીને બંને હાથનાં આંગળાં વડે માથાના બાલ પીંખતા પણ નહિ; કેમ કે બાલ ખરશે, પણ કશુંજ પલ્લે નહિ પડે!

“ઍ હૌસેવિફે અદોર્નેદ વિથ અ હેઅદ ફુલ્લ ઓફ કુર્લેર્સ, પુફ્ફ્ય એયેસ, નો મકે-ઉપ, કોવેરેદ ઇન અ તત્ત્ય ઓલ્દ દ્રેસ્સિંગ-ગોવ્ન અન્દ વોર્ન-ઔત ફુર્ર્ય સ્લિપ્પેર્સ રુંસ ઔત ઓફ થે હૌસે વિથ થે ગર્બગે જુસ્ત અસ થે ગર્બગે ત્રુક્ક ઇસ અબૌત તો મોવે ઓન. ષે રુશેસ ઉપ તો થે ત્રુક્ક અન્દ, પંતિંગ, અસ્ક્સ થે ગર્બગે મન.

ઍમ ઇ તૂ લતે?

ણો, મઅમ, જુસ્ત જુમ્પ રિઘ્ત ઇન!

——-  

કૌર્તેસ્ય = ષ્રિ સ. ષાહ,  ઍહ્મેદબદ”

-વલીભાઈ મુસા

નોંધ:- સંભવ છે કે હાદજનોમાંથી કદાચ શરદભાઈ શાહ ઉપરોક્ત લખાણને સમજી શકશે.આમ છતાંય આજકાલમાં કોમેન્ટ બોક્ષમાં આનો ભેદ ખોલવામાં આવશે. ધન્યવાદ!

My Parent BlogWilliam’s Tales (A Bilingual Blog by Valibhai Musa)

URL (Active)  http://musawilliam.wordpress.com

My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (Gujarati) (By Valibhai Musa)
URL (Active) – http://williammusa.wordpress.com
My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (English) (By Valibhai Musa)
URL (Active) – http://williamnmusa.wordpress.com

અતિ સંવેદનશીલતા – વલીભાઈ મુસા(લેખક અને અનુવાદક)(‘હળવા મિજાજે’ શ્રેણીમાંથી) –

કેટલાંક વર્ષો પહેલાં વિશ્વસાહિત્યમાંથી ગુજરાતીમાં અનુવાદિત થએલી કેટલીક વાર્તાઓ મેં વાંચી હતી. આજે મારા આર્ટિકલના વિષયમાં રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવ (Anton Chekhov)ની વાર્તા ‘The Death of a Government Clerk’ (એક સરકારી કારકુનનું મૃત્યુ) કેન્દ્રસ્થાને છે. હું મારા વિષયમાં પ્રવેશવા પહેલાં આ વાર્તાનો ટૂંકસાર આપીશ.

વાર્તાનું મુખ્ય પાત્ર છે, એક સરકારી કારકુન. તે થિયેટરમાં એક સંગીતપ્રધાન નાટક જોવા જાય છે, તેને છીંક આવે છે, અજાણતાં અને અકસ્માતે આગળની બેઠક ઉપર બેઠેલા એક ઓફિસરના માથાની ટાલ ઉપર તેનું થૂંક ઊડે છે અને શિષ્ટાચારભંગના અપરાધભાવે તે માફી માગે છે. પેલો ઓફિસર આ વાતને હળવાશથી લેતાં બોલે છે, ‘કોઈ વાંધો નહિ, કોઈ વાંધો નહિ!’; પરંતુ કારકુન આ જવાબથી સંતુષ્ટ થતો નથી. તે ફરી એકવાર ઈન્ટરવલમાં પેલા ઓફિસરની માફી માગે છે. આ વખતે ઓફિસર થોડોક ગુસ્સે થઈને કહે છે, ‘અરે! ખૂબ થયું… હું આ વાતને ભૂલી જ ગયો છું અને તું એનું એ જ ચાલુ રાખે છે!’

પછી તો કારકુન તેની પત્નીની સલાહ લઈને પેલા અધિકારીને તેની ઓફિસમાં ફરી એકવાર મળે છે અને ખુલાસો કરવાની કોશીશ કરે છે કે તે ઈરાદાપૂર્વક તેમના માથા ઉપર થૂંક્યો ન હતો અને તેથી તેને માફ કરવામાં આવે! આ વખતે તો ઓફિસરે પોતાનો પગ જમીન ઉપર જોસથી પછાડતાં અને ગુસ્સાથી આખા શરીરે ધ્રૂજતાં ધ્રૂજતાં બરાડા પાડીને કહ્યું, ‘અહીંથી તું દૂર થા!’ ઓફિસરના અમર્યાદ ગુસ્સાથી કારકુન હતાશા અનુભવે છે અને ભાંગી પડે છે. હવે તો તેને એટલો બધો આઘાત લાગે છે કે સીધો જ તે યંત્રવત્ તેના ઘરે જાય છે. તે તેનો યુનિફોર્મ પણ ઉતારતો નથી, સોફા ઉપર સૂઈ જાય છે અને મરી જાય છે.

ઉપરોક્ત વાર્તા રમૂજભરી રીતે આગળ વધતી જાય છે, પણ તેનો અંત કરૂણ આવે છે. પોતાના નજીવી વાત ઉપરના અતિ સંવેદનશીલપણાના કારણે કારકુનનું મૃત્યુ નીપજે છે. નિ:શંક, અહીં અતિશયોક્તિ જોવા મળે છે, પણ ખરેખર તો અહીં માનવસ્વભાવની કમજોરી ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. અતિ સંવેદનશીલ લોકો અન્યો સાથેની પોતાની બાબતોને પાર પાડવામાં નિષ્ફળ પુરવાર થતા હોય છે. ખૂબ જ નાજુક સંવેદનશીલતા એ ભોગ બનનારને બિનજરૂરી માનસિક ભારણ કે ત્રાણ તરફ એવી રીતે ધકેલી દે છે, કે જેના પરિણામે વ્યક્તિ હતાશા કે ઉત્સાહભંગની સ્થિતિમાં મુકાઈ જાય છે અને તેનો વિકાસ સ્થગિત થઈ જતો હોય છે. આલ્ફ્રેડ એડલર (Alfred Adler) નામના ઓસ્ટ્રીયન મનોચિકિત્સકે અવલોકન કર્યું છે કે, ‘વધારે પડતી સંવેદનશીલતા એ લઘુતાગ્રંથિની લાગણીઓને અભિવ્યક્ત કરે છે.’ બધાયથી એ સુવિદિત છે જ કે લઘુતાગ્રંથિથી પીડાતી વ્યક્તિ પોતાના જીવનમાં કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે નહિ. હવે આપણે આ લેખના વિષયમાં થોડાક ઊંડા ઊતરીએ.

અતિ સંવેદનશીલતાનો અતિરેક આપણી પ્રારંભિક લાગણીઓને અન્યને સૂગ ઉત્પન્ન કરી દે તેવી સ્થિતિમાં લાવી દે છે. આ વાતને અન્ય શબ્દોમાં સમજીએ તો વધારે પડતી ઉદારતા કે ઉદાત્ત ભાવના કોઈકવાર બીજાને સંકુચિતતા જેટલી જ ત્રાસરૂપ નીવડતી હોય છે. આવું જ અતિ આભારવશતાની લાગણીની બાબતમાં પણ બની શકે, જ્યાં તેનો અતિરેક તિરસ્કારજનક બની જાય છે. આવી અસહ્ય વર્તણુંક સામેની વ્યક્તિના સલામત અને સંસ્કારી જીવન ઉપર વિપરિત અસર કરે છે.

હું મારા ખુલ્લા મને ડેનિસ ફરાના (Dennis Farana) નામના એક અમેરિકન ફિલ્મ અને ટી.વી. અભિનેતાને ટાંકતાં અચકાઈશ નહિ. તે નિખાલસભાવે પોતાની જાત માટે કબૂલે છે કે, ‘હું અમર્યાદ સંવેદનશીલ માણસ છુ. હું મારા માથા ઉપરનો ટોપો (Hat)પડી જાય તો પણ રડી પડું છું. હું કોઈ છોકરી જેમ વાતવાતમાં રડી પડે તેવું મારે થઈ જાય છે. નજીવી બાબતો પણ મને બેચેન બનાવી દે છે, અને હું રડ્યા જ કરું છું; બસ, દરેક વખતે રડ્યા જ કરું છું. હું ખુશીના પ્રસંગે પણ રડી બેસું છું.’ આગળ તે ઉમેરે છે, ‘તમે પણ જો મારા જેવા અતિ લાગણીશીલ હો તો તમે કંઈક એવી ‘કોઈક વસ્તુ’ તરફ વળી જાઓ કે જેનાથી તમને સારું લાગે.’ હું અહીં તેની પસંદગીની ‘કોઈક વસ્તુ’ના શબ્દોને કાપી નાખું છું, કેમ કે તે સુસંસ્કૃત માણસ માટે ઈચ્છનીય નથી. તમે તેના કરતાં વધારે સારી ‘કોઈક વસ્તુ’ પસંદ કરી શકો છો; જે શરીર, મન અને આત્માને નુકસાનકારક ન હોય. ફક્ત અતિ સંવેદનશીલતા ઉપર કાબૂ મેળવવાના જાતપ્રયત્નના ભાગ રૂપે કોઇ અનિચ્છનીય વિકલ્પ તો ન જ પસંદ કરવો જોઈએ.

ચાર્લ્સ હોર્ટન કૂલે (Charles Horton Cooley) એક સમાજશાસ્ત્રી છે, જેમણે કહ્યું છે કે, ‘મધ્યમ કક્ષા કરતાં થોડોક વધારે હોશિયાર, વિચક્ષણ અને વધારે સંવેદનશીલ ન હોય તેવો કોઈપણ માણસ પ્રતિભાસંપન્ન માણસ કરતાં દુનિયામાં વધુ આગળ નીકળી જતો હોય છે.’ આ વિધાન સ્વયંસિદ્ધ હોઈ તેને સમજાવવાની કોઈ જરૂર હોવાનું મને લાગતું નથી, તો પણ એટલું તો કહીશ કે આ વિધાન મારા અગાઉના વિચારોને પુરસ્કૃત કરે છે કે કોઈ પણ માણસ માટે પોતાની જાતને ઊંચે લઈ જવામાં અતિ સંવેદનશીલતા એ ભારે અવરોધરૂપ બાબત બનતી હોય છે.

છેલ્લે, હું મારા વાંચકોને એક જ ટીપ આપીશ જેનાથી તમે જાતે જ જાણી શકશો કે તમે સ્વભાવગત જ અતિ સંવેદનશીલ વ્યક્તિ છો કે નહિ. આ સાવ સરળ છે કે જ્યારે તમે પોતાની દુભાયેલી લાગણીઓ અંગેની કોઈ વાત સામે જે કોઈ મળતું જાય તેને તમે કહેતા જ ફરો, ત્યારે તમારે માની જ લેવું પડે કે તમે અતિ સંવેદનશીલતાની માનસિક બીમારીના એક દર્દી છો! મારા ભલા વાંચકો, તમારી લાગણી ઘવાયાની વેદનામાં જરૂર તમે તમારા નિકટના મિત્રો કે જીવનસાથીને સહભાગીદાર બનાવી શકો; પણ તમે તમારી સમસ્યાની લોકો આગળ જાહેરાત કરતા જ રહો તેમાં તમારી માત્ર મુર્ખાઈ જ નહિ, તે વ્યર્થ પણ છે. મારી આ વાતના અનુમોદનમાં લો હોલ્ટ્ઝ (Lou Holtz)નું રસપ્રદ વિધાન આપીશ, જે આ પ્રમાણે છે : ‘તમારી સમસ્યાઓને લોકો આગળ કહેતા ફરો નહિ; કેમ કે, એંસી ટકા લોકો તમારી વાત તરફ ધ્યાન આપશે જ નહિ અને બાકીના વીસ ટકા લોકો ખુશ થશે એ જાણીને કે તમારે જે તે સમસ્યા છે!’

આશા રાખું કે મારો આર્ટિકલ તમને ગમ્યો હશે તો ખુશ થયા હશો જ.

વંદનસહ,

વલીભાઈ મુસા(લેખક અને અનુવાદક)

તા. ૩૦-૦૧-૨૦૧૦

Note:-

Translated from English Version titled as “Over Sensitiveness” published on November 26, 2007on “William’s Tales”.

My Parent BlogWilliam’s Tales (A Bilingual Blog by Valibhai Musa)

URL (Active)  http://musawilliam.wordpress.com
My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (Gujarati) (By Valibhai Musa)
URL (Active) – http://williammusa.wordpress.com

My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (English) (By Valibhai Musa)
URL (Active) – http://williamnmusa.wordpress.com