હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: કવિતા

कितने दो हैं? – गुलज़ार

मस्त गज़ल | 

છોડ તારા વૉટસેપના ગ્રુપ – –હર્ષદ દવે

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર, ‘એકમેક’ ૧, ફેબ્રુઆરી -૨૦૧૭

છોડ તારા વૉટસેપના ગ્રુપ,
માણ મસ્ત મોસમનું રુપ;
કર તારા ટ્વીટરને ચુપ,
સાંભળ મીઠી કોયલના કુક.
 
ફેંક બધા ફેસબુકના લાઈક,
સાચુકલી વાત કરને કાંઈક!
છોડને અલ્યા ટીવીની છાલ,
નીહાળ ભીનાં ફુલોના ગાલ.
 
મુક હવે લેપટૉપની લપ,
કર ચાની ચુસ્કી પર ગપસપ;
બંધ કર હવે મોબાઈલની ગેમ,
વાંચ હૈયામાં છલકાતો પ્રેમ.
 
બસ, એટલું તું સમજી જા યાર :
‘જીવન છે ટચસ્ક્રીનની બહાર…’

nature

હુંશિયારીની કસોટી – ૪૧, જવાબ

ચીમન ભાઈના ઘરની, મીરાંબાઈની મૂર્તિની ત્રણ તસ્વીરો – થોડા થોડા ફરક સાથે બતાવી હતી. અહીં…….

આ રહ્યા જવાબ…

  1. વચ્ચે, મોરલીધર મોટા અને નાના સાથે સફેદ નાના ગણેશ.
  2. ઉપરના ૧ની જેમ સફેદ ગણેશ સિવાય
  3. વચલા મોરલીધર અને જમણી બાજુના મોરલીધરની અદલા-બદલી થઈ! અને સફેદ ગણેશ પાછા એમની જગ્યાએ આવી ગયા!

ભાગ લેનાર મિત્રો –

  1. કિરીટ
  2. એમ.ડી. ગાંધી
  3. અનીલા પટેલ

સૌનો આભાર.

 

ટોડલે તોરણ ! ….. અછાંદસ….. ચીમન પટેલ “ચમન”

Bhale Padhrya

ટોડલે તોરણ! ….. અછાંદસ….. ચીમન પટેલ “ચમન”

ટોડલે તોરણ!

તોરણ

બાંધ્યું ટોડલે!

‘ભલે પધાર્યા’નું!

ભૂલથી

ગયા

જો

અંદર;

તો,

માલકણનું

મોં

મચેડાઈ જાય છે!

******

*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)

 

“હુરટી ” લવિંગીયું !

 

ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં,
કામ હારું કોઈ પણ કઈરું નહીં.

ઓટલા ડા’પણની ડાળે હ્ળવળ્યા,
હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.

એક હેરીમાં ઉત્તું સપનું સરસ,
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.

કૂતરાની જેમ હઉ ભાગી ગિયા,
કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.

લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

માણહાઈ ચેહ પર જોઈ છતાં,
ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.

-સ્વ.મનહરલાલ ચોકસી

સાભાર-સુ.શ્રી પ્રજ્ઞા વ્યાસ

============

મિત્રોના ફેસ બુક પેજની પ્રસાદી

Mile and Smile !

Speed is calculated as
“Miles per Hour”
But
Life is calculated as
“Smiles per Hour”.
Increase your Smile
&
get extra Mileage to Life..!!

Smile reduces distance of miles between two persons in seconds !

दुनिया में सिर्फ दिल ही है
जो बिना आराम किये काम करता है….
इसलिए उसे खुश रखो ,
चाहे वो अपना हो
या अपनों का…!!!

હળવા થવાની ગઝલ

ખિસ્સે નહીં – ‘હાદ’ ઈસ્ટાઈલે બે ઘડી મરક મરક મલકી જવાની ગઝલ …

અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ ‘સુધીર’?
જરા હળવું કરી કંઇ સ્મિત ચહેરા પર સજાવી દો !

શ્રી. સુધીર પટેલ 

આખી ગઝલ અહીં વાંચો.

સંસ્કૃતમાં ગરબો

સાભાર – શ્રી. સુરેશ દેસાઈ, પરભુલાલ મિસ્ત્રી( ‘પ્રિય મિત્ર’ – નવસારી, ૨૩, ઓગસ્ટ-૨૦૧૩)

Garabo_2

 

Garabo_1

 

મોસમ ગઈ હવે – લક્ષ્મીકાન્ત ઠક્કર

વરસાદની એ રિમઝિમની મોસમ  ગઈ હવે!
ઝરમરમાં ભીંજાઈ ભેટવાની મોસમ ગઈ હવે!

મારા હોવાનો એહસાસ રોકડો તું કરાવે મને,-
ઊઠતા ઉષ્માભાવ,કંપની એ મોસમ ગઈ હવે!

તને મળ્યા પછી,આસપાસની દુનિયા ખોવાતી!
ખુદને એમ છેક  ખોવાની  મોસમ ગઈ હવે!

તને મળ્યા પછી, આંખો ઘણું રંગદાર ઝંખતી!
ચિત્રો એ ઝેહનમાં ભરવાની મોસમ ગઈ હવે!

તું ચૂપ્પ  બેસી જોતી રહેતી,કલાકો સુધી મને!
તારા મૌનના ગમતા અર્થની મોસમ ગઈ હવે!

તું જયારે આવી બેસે મારી આંખોમાં અચાનક!
ચકાચોંધ ઝગમગ,ચમકની મોસમ ગઈ હવે!

તું હતી, કર-કલમને ઉગતી શબ્દકળી સહજ!
મન ચાહે ત્યારે, મળવાની મોસમ  ગઈ હવે!

જીવનમાં રસ, તને લખવું,મોસમ ગઈ હવે!
રુચિગઈ,લખીને વલખવાની મોસમ ગઈ હવે!

લક્ષ્મીકાન્ત ઠક્કર

વતન – પી.કે.દાવડા

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,
મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.
વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

[  આખી કવિતા અહીં. ]

સંતાતું ઘડપણ – સરયૂ મહેતા-પરીખ

સઘળા ૬૦+ હાદજનોને અર્પણ 

—————————————-
મૃદુલ મુખાર્વિંદ ચપળ ચરણ લઈ બચપણ દોડી આવ્યું,
પૌત્ર  પૌત્રીના  ચહેરામાં  થઈ  ગુલશન ખીલી સમાયું.
મંત્રમુગ્ધ   પુષ્પો   પાછળ  આ  જર્જર  પાન  સૂકાયું,
બાલ છબીમાં,  વરવું  ઘડપણ,  આપ   સજી  ભરમાયું.


બાળપના  એ  નાજુક   પગલાં   દોડ દોડની   આયુ,
પાપા   પગલી   જલ્દી   દોડે,   રાહે   ના   રહેવાયું,
માન્યું  આવે   ધીમી   ચાલમાં   જર્જર  એ  નરમાયું,
ખ્યાલ નહીં  કે  ઓર    ઝડપથી  આવ્યું એ  રઘવાયું.


માતામહ   બાળકને   દેખે,  આપ  વદન  અણદેખ્યું,
ફૂલ   ગુલાબી   ચહેરા  દેખી, મલક  મલક  હરખાયું.
અહો! અરે!  પણ  શિઘ્ર  ગતિથી   આવીને   વરતાયું,
બચપણ  પાછળ  સંતાતું, આ ઘડપણ   દોડી  આવ્યું.

 – સરયૂ મહેતા-પરીખ