હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: એક પંક્તિ

બેયની આદતોય સરખી

છગનો વિમાનમાં બેઠા(કેમ?…એમાંય બોલવાનું-કે- ના હોય?…વાત કરો છો…આગળ વાંચો…)

હા…..

તો  જેવી  ઍરહોસ્ટેસ  નજીક  આવી  કે

છગન  ઉવાચઃ- તમારું સ્માઈલ મારી પત્નિ જેવું જ છે…

ઍર હોસ્ટેસે તો સટ્ટાક…દીધી  એક…

છગન  ફરી ઉવાચઃ  રે ભૈ- બોલ્યા-યુ સી.. અરે…… કમ્માલ છે !!!  બેયની આદતો  ય

સરખી  ?!!!

ઓળખાણ થઇ નથી કે, ગિફ્ટ માગવાનું શરૂ!

મોહન: યાર કાલે એક સુંદર યુવતી સાથે મારી મુલાકાત થઇ. એ એટલી સુંદર હતી  
 કે, હું તેના પ્રેમમાં પડી ગયો અને તેને આઇ લવ યુ કહી દીધું.
સોહન: બહુ બહાદુરી દેખાડી યાર, પણ યુવતીએ શું કહ્યું?
મોહન: યુવતીએ કહ્યું કે, મારી ચંપલની સાઇઝ ખબર છે?
સોહન: છોકરીઓની આ જ તો સમસ્યા છે. થોડી ઓળખાણ થઇ નથી કે, ગિફ્ટ
 માગવાનું શરૂ!

આજની બે જોક……Two on On day !!!

 

” મને આઈસ્ક્રીમ જોઈએ છે ” નાનકાએ માને કહ્યું.
” નહી મળે.આજે તેં લેસન કર્યું નથી ” માએ કહ્યું.
“હવે આપને થોડો ?” દાદીમાએ માને કહ્યું.
માએ ના પાડી.” એ મારું કહ્યું કરતો નથી “
નાનકાએ રડતાં રડતાં માને કહ્યું ,” મને કહે છે પણ તું’ય તારી માનું કહ્યું ક્યાં કરે છે ?”
_______________________________
શિક્ષકે કહ્યું,” કનું ,એક ટૂંકો નિબંધ લખ જેમાં અઠવાડીયાના દરેક વાર વિષે થોડું થોડું લખજે “
કનુએ લખ્યું :” સોમવારે બા મામાના ઘેર ગઈ હતી ત્યારે પિતાથી એટલો બધો શીરો
બનાવાઈ ગયો કે તે મંગળ,બુધ,ગુરુ,શુક્ર ,શની અને રવિવાર સુધી ચાલ્યો.”
________________________________
 
Thanks to send E Mail  – વિનોદ પટેલ

DIWANI DIWANI BY JAYKAR BHOJAK

THIS IS BIGGEST SUPER DUPAR HIT SONG OF JAYKAR BHOJAK MAKE A HISTORY IN GUJRATI BMUSIC NOW THIS IS READY DEMO FOR NEW IN GUJRATI, HINDI AND IN ALL LENGUAGE

http://youtu.be/ljb6nxRNNV8

 

વહુને પહેલો સવાલ

 
લગ્નની પહેલી રાત…
(તમારી કલ્પનામાં ન ખોવાઈ જાવ…અહીં આગળ વાંચો…)

વર; નર્વસ;કન્ફ્યુઝ…શું બોલવુ?…હિંમત કરી;ગળું ખોંખાર્યું અને પછી વહુને પહેલો સવાલ પુછ્યો…

.
.
તારા ઘરના લોકોને ખબર છે ને; કે તું આજે રાતે અહીં જ રોકાવાની છો?…લોલ…

પણ મારે મરવાની પણ ક્યાં એટલી બધી ઉતાવળ છે ?

દર્દી અને ડોક્ટર
ડોક્ટર- ધુમ્રપાન એ એક જાતનું ધીમું મોત છે .
દર્દી – હા ડોક્ટર સાહેબ, પણ મારે મરવાની પણ ક્યાં એટલી બધી ઉતાવળ છે ?
વિનોદ પટેલ , સાન ડીયેગો

એક જોરદાર જાદુ…

એક જોરદાર જાદુ…

એક ગ્લાસમાં ઠંડુ પાણી લો… અને તેને પછી બાજુમાં બેઠેલા માણસ ઉપર્ રેડી દયો,

તે તરતજ ગરમ થઈ જશે !!!!

 

થોડું મરક મરક – આવું ક્યારે થાય છે?

મૂકેશ (ડૉક્ટરને):  સાહેબ મારી એક જ સમસ્યા છે.

ડૉક્ટરઃ બોલો શું સમસ્યા છે તમને?

મૂકેશઃ સાહેબ મને વાત કરતી વખતે માણસ નથી દેખાતા.

ડૉક્ટરઃ આવું ક્યારે થાય છે?

મૂકેશઃ ફોન પર વાત કરતી વખતે!

Thanks – M.Gandhi

 

આજે થોડું – મરક- મરક- મરક- મરક- મરક

For all friends who can read Gujarati to enjoy.          
આજે થોડું મરક-મરક-મરક-મરક-મરક
 
અગર લાઈફમે આપસે કોઈ ગલતી હો જાય તો
દો મીનીટકે લિયે આંખે બંધ કર કેસોચિયે….
કે ઇસકા ઇલ્જામ કિસ કે ઉપર ડાલા જાય….”
સાભાર  – અબ્બાસ કપાસી, ડલાસ, ટેક્સાસ 
 

આજે થોડું મરક–મરક September 20th 2012

For all friends who can read Gujarati to enjoy.          

આજે થોડું મરક–મરક

એક જાહેર સભામાં રાહુલ ગાંધી બોલ્યા:
” કોન્ગ્રેસમેં અબ ભ્રષ્ટ્ર લોગોકે લિયે કોઈ જગહ નહિ હૈ..”…
અને ભીડમાંથી એક અવાજ આવ્યો:
“હાઉસફુલ હો ગયા હૈ ક્યા?….”!!!
સાભાર  – અબ્બાસ કપાસી, ડલાસ, ટેક્સાસ