હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: આજની જોક

ગણિત ગમ્મત – ૧૪ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો.

ઉત્તર : ૪

તાળો :

૨૧૯૯૭૮ X ૪ = ૮૭૯૯૧૨

* * *

સહયોગીઓ : (૧) જયંતિભાઈ શાહ (૨) પ્રજ્ઞાબેન વ્યાસ (૩) દિલીપભાઈ (૪) પ્રથમેશ શાહ (૫) કમલ જોશી

સંવર્ધિત જોક્સ – ૭૧

એક નિવૃત્ત માણસે એક હાઈસ્કૂલ નજીક પોતાનું ઘર ખરીદ્યું. નિશાળમાં વેકેશન હતું એટલે શરૂઆતમાં તેના દિવસો શાંતિમાં પસાર થયા. પરંતુ નિશાળ ખૂલતાં બપોર પછી કેટલાક છોકરાઓ વિવિધ વાજિંત્રો સાથે નીકળી પડ્યા અને જોરશોરથી તેમને વગાડવા માંડ્યા. આવું હંમેશાં થતું હોઈ વૃદ્ધજને અવાજના પ્રદુષણની આ હરકતથી મુક્ત થવા માટેનો એક નુસખો વિચારી કાઢ્યો. તેણે પેલા છોકરાઓને તેમની પ્રવૃત્તિ બદલ બિરદાવીને દરરોજ આ જ રીતે વાજિંત્રો વગાડે રાખવાની વિનંતી કરી અને દરરોજ ૧ રૂપિયો આપવાની ઓફર કરી. પેલા છોકરાઓ ખુશ થયા અને ખાત્રી આપી કે તેઓ હંમેશાં તેમનું મનોરંજન કરતા રહેશે.

આવું કેટલાક દિવસો સુધી ચાલ્યું અને એક દિવસે વૃદ્ધે ઉદાસ ચહેરે પેલા છોકરાઓને જણાવ્યું કે મોંઘવારી ખૂબ જ વધતી જતી હોઈ હવે તે તેમને રોજના પચાસ પૈસા જ આપી શકશે. પેલા છોકરાઓને પચાસ ટકાનો કાપ ગમ્યો તો નહિ, છતાંય તેમણે વૃદ્ધની ઓફર સ્વીકારી લીધી અને બેન્ડ વગાડવાનું ચાલુ રાખ્યું.

થોડા દિવસો પછી વળી વૃદ્ધે તેમની પાસે જઈને રોદણાં રડતાં કહ્યું, ‘મારું પેન્શન પણ આવ્યું નથી અને મને રોજના પચાસ પૈસા પણ નહિ પોષાય! હું તમને પચીસ પૈસા જ આપી શકીશ; પણ પ્લીઝ, તમારું વગાડવાનું ચાલુ રાખો.’ બેન્ડ માસ્ટરે કહ્યું, ‘જુઓ વડીલ, અમે ફક્ત પચીસ પૈસા ખાતર અમારું વગાડવાનું ચાલુ રાખીને અમે અમારો સમય બરબાદ કરી શકીએ નહિ. તમે કંજુસ છો. હવેથી અમે તમારા મહેલ્લામાં અમારું બેન્ડ ન વગાડતાં બીજા મહેલ્લામાં વગાડીશું. જાઓ, તમે છુટ્ટા!’

વૃદ્ધે રાહતનો દમ લીધો અને પછીના દિવસોમાં એ ચેનથી તેના નવા ઘરમાં આરામથી રહેવા માંડ્યો.

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

* * *

ઘરડા ગાડાં વાળે, તે આનું નામ :

એમ કંઈ સીધી આંગળીએ ઘી ન નીકળે, આંગળીને ટેઢી કરવી પડે!

ગામડાના એક કેશકર્તકને એવી કુટેવ કે દરેક ગ્રાહકના માથે ટકલું કરી દીધા પછી થાપટ મારે. એક બુદ્ધિશાળીને આ ગમતું ન હતું. એક દિવસે તેણે પેલાને ચાર્જ ઉપરાંત એક રૂપિયો બક્ષિસ આપતાં કહ્યું, ‘ખરેખર, તારી થાપટ મારા માટે શુકનવંતી સાબિત થાય છે. હું જ્યારે જ્યારે માથે ટકલું કરાવીને તારી થાપટ ખાઉં છું, ત્યારે મને કંઈક ને કંઈક આર્થિક લાભ થાય છે.’

પેલાએ કહ્યું, ‘ખરેખર?’

‘હા જ તો, વળી!’ બુદ્ધિશાળીએ હા ભણી.

કેશકર્તક ભોળવાઈ ગયો અને એક દિવસે તેણે ગામના જાગીરદારના માથે થાપટ મારવાની ચેષ્ટા કરી, એ આશયે કે તેને મોટી બક્ષિસ મળશે! પરંતુ અફસોસ કે તેના ગાલ ઉપર એવો ચણચણતો તમાચો પડ્યો કે ક્ષણભર તેને તમ્મર આવી ગયાં!

-વલીભાઈ મુસા           

કાચા હીરાની પરખ

સૌજન્ય: રાજેન્દ્ર ત્રિવેદી

સંવર્ધિત જોક્સ – ૭૦

સાહેબ : ભુરા, મોટો થઈને શું કરીશ?

ભુરો : સાહેબ, હું બે લગ્ન કરીશ.

સાહેબ : કેમ?

ભુરો : એક પત્ની મારે તો બીજી બચાવે.

સાહેબ (કેટલાંક વર્ષ પછી) : ભુરા, લગ્નજીવન કેવું ચાલે છે?

ભુરો : સાહેબ, શું વાત કહું, એક પકડી રાખે છે અને બીજી મારે છે!

સૌજન્ય : રમેશ ચૌધરી (જોક્સ-ફેસબુક)

* * *

યાદ છે ? :

દલપતરામની હાસ્યકવિતા ‘બે બાયડીનો ધણી!’ એક જુવાન અને બીજી વયોવૃદ્ધ – બંને ખૂબ સેવા કરે – નાહ્યા પછી વારફરતી ધણીનું માથું ઓળે – વયોવૃદ્ધ કાળા વાળ ખેંચી કાઢે – જુવાન સફેદ- છેવટે ધણીના કપાળનો વિસ્તાર વધીને માથા સાથે એકાકાર થઈ ગયો!!! (સ્મૃતિ આધારિત)

વલીભાઈ મુસા

ગણિત ગમ્મત – ૧૨ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો.

ઉત્તર : ૯

રીત :

3^(4)÷3^(2)

=૮૧/૯

= ૯

ભાગ લેનાર હાદજનો : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) જયંતીભાઈ શાહ (૩) કમલ જોશી

ગણિત ગમ્મત – ૧૨

જવાબ મળશે કે ? ^ ઘાતાંકની નિશાની છે.

3^(4)÷3^(2) = ?

સૌજન્ય : ગૂગલ

ઉત્તર અને ભાગ લેનાર ઈસમોની યાદી બે દિવસ પછી જાહેર થશે.

સંવર્ધિત જોક્સ – ૬૯

એક મનોચિકિત્સક રાઉન્ડમાં નીકળ્યા તો એક પેશન્ટ ફ્લોર ઉપર બેઠોબેઠો એક હથેળીને ઊભી રાખીને એક લાકડાના ટુકડા ઉપર ઘસતો હતો. મનોચિકિત્સકે પૂછ્યું, ‘ભઈલા, શું કરે છે?’

પેલાએ જવાબ આપ્યો, ‘સાહેબ, દેખાતું નથી? હું લાકડાનો ટુકડો કાપી રહ્યો છું!’

મનો. : અને આ તારો સાથીદાર છતના હૂકને પકડીને ઊંધો કેમ લટકી રહ્યો છે? તેને નીચે ઊતરવાનું જણાવી દે, નહિ તો ઊંધા માથે નીચે પડી જશે અને તેને મોટી ઈજા થશે.’

પેશન્ટ : તો પછી હું અંધારામાં કઈ રીતે આ લાકડાનો ટુકડો કાપીશ? એ તો લાઈટ બલ્બ છે!’

(કાપકૂપે ભાવાનુવાદિત)

Courtesy : Ba-bamail

* * *

મનોરોગીઓની વિચિત્ર દુનિયા :

આવા એવા કિસ્સા સાંભળવા મળે છે કે જ્યાં દર્દી પોતાની જાતને ચાની કીટલી કે પછી પોતાનું શરીર કાચનું બનેલું હોય તેમ માને! કોઈ વળી પોતાની જાતને મોટર મિકેનિક માને અને કોટની નીચે સૂતો સૂતો પોતાનાં આગળાં ફેરવીને કોઈ સ્પેરપાર્ટ ટાઈટ કરવાની કોશિશ કરે! કોઈ વળી પોતાને ડોક્ટર સમજે અને રાઉન્ડમાં નીકળેલા ડોક્ટરોની ટીમમાં જોડાઈ જાય. ઈશ્વર બચાવે સૌને કે જેઓ બિચારા આવી દયનીય સ્થિતિનો ભોગ ન બને! આમીન.

-વલીભાઈ મુસા (દુઆગીર)

સંવર્ધિત જોક્સ – ૬૮

મહેલ્લાના મોટા છોકરાઓ એક નાના છોકરાને મૂર્ખ સમજીને તેની રોજ મજાક ઉડાવતા હતા. દરરોજ તેના સામે હથેળી ધરીને ૧ રૂપિયાના અને ૨૫ પૈસાના બે સિક્કાઓ પૈકી કોઈ એક સિક્કાને ઉપાડી લેવાનું કહેવામાં આવતું હતું. પેલો છોકરો દરરોજ ૨૫ પૈસાનો જ સિક્કો ઉપાડતો, જે તેને આપી દેવામાં આવતો હતો. એક દિવસે જ્યારે તેણે એમ જ કર્યું, ત્યારે તેના એક મિત્રે તેને બાજુમાં લઈ જઈને કહ્યું, ’એ લોકો તને મૂર્ખ સમજીને તારી દરરોજ ઠેકડી ઉડાડે છે. તને એટલીય ખબર નથી પડતી કે ૧ રૂપિયાનો સિક્કો ૨૫ પૈસાના સિક્કા કરતાં વધારે મૂલ્યવાન હોય!’ પેલા છોકરાએ કહ્યું, ‘મને ખબર છે, પણ જો હું ૧ રૂપિયાનો સિક્કો ઉપાડી લઉં તો તેઓ મારી મજાક કરવાનું બંધ કરી દેશે. હાલ સુધીમાં મેં ૨૫ રૂપિયા ભેગા કરી દીધા છે!’

(ભાવાનુવાદિત)

Courtesy : Ba-bamail

* * *

ગ્રામ્ય જોક :

ગામડામાં એક છોકરો દરરોજ ગામ બહાર ખુલ્લા આકાશ (OTS) નીચે શૌચક્રિયા કરવા જતો હતો. એક કાગડો એવો પેંધી ગયો હતો કે દરરોજ તે ચાંચ મારીને તેના ડબલાનું પાણી ઢોળાવી દેતો અને તેને ખરડાયેલી સ્થિતિમાં જ ઘરે આવવું પડતું હતું. તેની મા તેને રોજ ઠપકો આપતી હતી. એક દિવસે તેણે તેની મા આગળ વધાઈ ખાતાં કહ્યું, ‘મા, આજ તો મેં કાગ ઠગિયો; હાથપાણી લેકે ફિર હ**!!!’

-વલીભાઈ મુસા    

સંવર્ધિત જોક્સ – ૬૭

પેડ્રો નામે એક મિક્સિકન વિદ્યાર્થી અમેરિકાની એક સ્કૂલમાં નવોનવો દાખલ થયો. ટીચરે અમેરિકન ઇતિહાસ તાજો કરવા માટે વર્ગને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.

ટીચર : કોણે કહ્યું હતું કે ‘મને આઝાદી આપો અથવા મોત આપો.’

વર્ગમાં બધા વિદ્યાર્થી ખામોશ જ રહ્યા, સિવાય કે એક્માત્ર પેડ્રો.

પેડ્રો : પેટ્રીક હેન્રી – ૧૭૭૫

ટીચર : શાબાશ. હવે જવાબ આપો કે ‘લોકો માટે, લોકોની અને લોકો વડે ચાલતી શાસન પ્રણાલિ પૃથ્વી ઉપરથી કદીય નાશ પામશે નહિ’ એવું કોણે કહ્યું હતું?

ફરી એક માત્ર પેડ્રોએ જ જવાબ આપ્યો.

પેડ્રો : અબ્રાહમ લિંકન – ૧૮૬૩

ટીચર (વર્ગને ઉદ્દેશીને) : શરમ કરો. આ પેડ્રો અમેરિકામાં નવો નવો આવ્યો છે અને તમારા બધાય કરતાં અમેરિકા વિષે વધુ જાણે છે.

વર્ગમાંથી એક મોટો અવાજ :  મેક્સિકનોને મચડી નાખો.

ટીચર (આક્રોશમાં) : આવું ઉદ્ધત કોણ બોલ્યું?

પેડ્રો : જીમ બોવિ -૧૮૩૬

વર્ગના એક ખૂણેથી નફરતભરો અવાજ : હું ઉલ્ટી (વમન) કરું છું.

ટીચર તાકતી જ રહી અને પૂછ્યું : એ કોણ બોલ્યું?

ફરી વાર પેડ્રો : જ્યોર્જ બુશ જાપાનના વડા પ્રધાનને – ૧૯૯૧.

ગુસ્સામાં એક વિદ્યાર્થી : ઓહ યે, **  ધીસ!

પેડ્રો ખુરશીમાંથી એકદમ ઊભો થતાં ટીચર સામે મોટા અવાજે : બિલ ક્લિન્ટન મોનિકા લેવિન્સકિને -૧૯૯૭

આખો વર્ગ અને ટીચર સ્તબ્ધ થઈ ગયાં.

વર્ગમાંથી કોઈકે મોટા અવાજે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું, ‘એય નાનકડી ગંદકી, જો હવે બીજું કંઈપણ બોલ્યો તો હું મારી નાખીશ.’

આ વખતે પેડ્રો એકદમ મોટા અવાજે બોલ્યો, ‘ગેરી કોન્ડિટ ચંદ્રા લેવિને – ૨૦૦૧.’

ટીચર બેભાન થઈને ફ્લોર ઉપર પડી ગઈ. આખો વર્ગ ટીચરની આસપાસ ભેગો થઈ ગયો. કોઈકે કહ્યું, ‘છટ, હવે આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા!’

પેડ્રોએ દબાતા આવાજે કહ્યું, ‘સદ્દામ હુસૈન – ૨૦૦૩.’   

(ભાવાનુવાદિત)

Courtesy : Ba-bamail      

* * *

હાજરજવાબીપણું :

મારા એક લેખ ‘એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા’માંથી એક અંશ :

મુખી શેઠનું હાજરજવાબીપણું અને દૂરંદેશીતાનું એક રસપ્રદ ઉદાહરણ એ છે કે એક વાર ઈંગ્લેન્ડથી શાહી પરિવારનાં કેટલાંક સદસ્યો ભારતના પ્રવાસે આવ્યાં હતાં. તેમની પાલનપુર સ્ટેટની મુલાકાત વખતે તેમના સન્માન માટેનો હાથશાળ કાપડના પ્રદર્શન સહિતનો તેમનો સત્કાર સમારંભ કાણોદર ખાતે મુખી શેઠના વસવાટના મકાન પાસેની તેમની માલીકીની ખુલ્લી જમીનમાં ભવ્ય મંડપ ઊભો કરીને યોજવામાં આવ્યો હતો. મંડપનું પ્રવેશદ્વાર રંગબેરંગી સાડીઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધીની અંગ્રેજો સામેની લડતની અસર હેઠળ કે ટીખળ ખાતર કોઈ શરારતી તત્વોએ ઝીણા કાચા સૂતરના દોરાથી પ્રવેશદ્વાર ઉપરનાં આસોપાલવનાં પાંદડાં વચ્ચે દેખાય નહિ તેવી રીતે કાચી કેરીઓનું ઝૂમખું લટકાવ્યું હતું. શાહી પરિવારની મુખ્ય મહિલા માથે હેટ અને તે ઉપર સફેદ પીછાં જેવી કલગી સાથે પ્રવેશદ્વારમાં દાખલ થઈ કે તરત જ પેલી કેરીઓની લુમ તેના ઉપર પડી અને વાતાવરણ તંગ બની ગયું. પેલી મેડમ ધુઆંપુઆં થઈને જ્યારે અંગ્રેજીમાં આક્રોશ વ્યક્ત કરવા માંડી; ત્યારે ખાનગી કારભારી પુરમણલાલ ચંદુલાલ કોઠારી, નવાબના અંગત લશ્કરના સેનાપતી અને ઈસ્માઈલ દેસાઈ નામના કોઈક વરિષ્ઠ અધિકારી હેબતાઈ ગયા. આ પરિસ્થિતિને પામી જતાં મુખી શેઠે સમયસૂચકતા વાપરીને કારભારીને ગુજરાતીમાં સમજાવી દીધું કે પેલી મેડમને એમ કહેવામાં આવે કે કેરી એ પાલનપુર સ્ટેટનું રાજકીય ફળ ગણાય છે અને એકદમ ખાસ પ્રકારના મહેમાનોનું જ અમૃતફળ જેવી આ કેરીઓ વડે સ્વાગત કરવામાં આવે છે. પેલી મેડમને પેલા દેસાઈ સાહેબે અંગ્રેજીમાં પેલો ખુલાસો કહી સંભળાવ્યો ત્યારે પેલી મેડમ હરખપદુડી થઈને નાચી ઊઠી હતી.

ઉપરોક્ત પ્રસંગે નવાબશ્રી તાલેમહંમદખાનજી હાજર ન હતા. જ્યારે તેમને મુખીશેઠના હાજરજવાબીપણાની અને પરિસ્થિતિને સંભાળી લીધાની જાણ કરવામાં આવી ત્યારે તેમને રાજમહેલમાં અંગત મહેમાન તરીકે બોલાવી શાહીભોજનમાં સામેલ કરીને તેમનો આભાર માનવામાં આવ્યો હતો આ શબ્દોમાં કે ‘મુખી તમે મારું રાજ બચાવી દીધું છે. આ અંગ્રેજ સરકાર પેલી મેડમની ફરિયાદથી ગુસ્સે ભરાય તો મને નવાબ તરીકે બરતરફ કરીને મારા રાજ્યને ખાલસા પણ કરી શકત. હું રાજ્ય વતી અને અંગત રીતે મારા તરફથી તમારો આભાર માનું છું.’

-વલીભાઈ મુસા

અભિનંદન

સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રિવેદી